Sambandho ni aarpar - 43 books and stories free download online pdf in Gujarati

સંબંધો ની આરપાર....પેજ-૪૩

એક તરફ અદિતી એ તેના પેરેન્ટ્સ આચાર્ય સાહેબ તથા તેની મમ્મી ને તેના અને પ્રયાગ નાં સંબંધ ની જાણ કરવા માટે ફોન કરેલો છે,જ્યાં આચાર્ય સાહેબે પહેલેથી અદિતી માટે તેમનીજ જ્ઞાતિ નાં કોઈ છોકરા સાથે અદિતી ના સંબંધ માટે વાત કરીને તથા નક્કી કરીને રાખ્યું હોય છે.
સંબંધો નાં આ સમીકરણ માં આચાર્ય સાહેબ તથા અદિતી અને તેની મમ્મી વચ્ચે ધણી ચર્ચા ચાલે છે...જેમાં બન્ને પક્ષે યોગ્ય રજુઆતો થાય છે. બીજી બાજુ પ્રયાગ પણ તેની વ્હાલી મમ્મી અંજલિ ને તેનાં અને અદિતી નાં સંબંધ ની વાત કરવા ફોન કરે છે.
**************હવે આગળ...પેજ -૪૩****************

આચાર્ય સાહેબ હજુુ પણ અદિતી ને હા કે નાં નો ચોખ્ખો જવાબ આપી શક્યા નથી.બીજી બાજુ પ્રયાગ અને તેની મમ્મી અંજલિ મેડમ ફૉન પર વાતચીત કરી રહ્યા હતા.
પ્રયાગ....તેની મમ્મી નેેકહેછે..મમ્મીજી...થોડી વાત કરવી હતી... તો તમને અત્યારે અનુકૂળતા છેે ?? કે હું પછીથી તમને ફોન કરુંં ??
બેટા....તનેેશું લાગે છેે ??? તારી મમ્મી તેનાંં પ્રયાગ સાથે વાત કરવા માટે ઘડીયાળ કેે સમય જોઈ ને વાત કરે છેે ?? બેટા તું જ્યારે પણ વાત કરવા ચાહેે ત્યારે વિનાંં સંકોચે મને કરી જ શકે..ને બેટા..કેમ આજે આવું પૂછવુ પડ્યું બેેેેટા...?
ના..મમ્મી એવું નહોતુ પણ આતો કદાચ તમારેે કોઈ અગત્યની મીટીંગ હોય અનેે તેમાં હું મારી વાત કરુું તો...નાહક નું તમને લેટ થવાય..
બેટા...તારા થી વધારે અગત્યનું મારા જીવનમાં કશુંજ નથીં.આ બધુ જ તારા પર કુરબાન બેટા. તું છુુ તો આ બધું છે...નહીંતર અંજલિ નેે કશાય ની જરુુુર નથી.અને હવે કોઈ લાલસા પણ નથી.
ચાલ જવાદેેએ બધુ...અનેેબોલ શું કહેવા માટે આજે સવારે ફોન કર્યો છે ?? બધુ કુશળ મંગળ તો છે ને ?
હા...મમ્મી બસ બધુંજ બરાબર ચાલે છે..પણ આજે તમારો દિકરો પહેેેેલી વખત તમારી પાસે કશુ માંગવાનો છે, સમજણો થયો ત્યારથી ક્યારેય તમે મનેે તમારી પાસે કશુુું માંગવું પડેે તેવું રાખ્યુંં જ નથી...પણ આજેે મારા જીવનના એક એવા મુકામ પર પહોંચ્યો છું, કે જ્યાં મારે તમારી મંંજૂરી ની જરૂર છે, હું આપનો એક નો એક દિકરો છું...અને મોટા ભાગના ઘર માં જે વાત હું કરવા જઈ રહ્યો છું...તેેબાબત માટે જ ઘર્ષણ,ઝગડા,અનેે મનદુઃખ થતું હોય છે.અને હું તમને કહ્યા વગર અથવા તમારી જાણ બહાર કોઈપણ કામ કરવા નથી માંગતો...અને તેમાં પણ આતો મારા,તમારા અને આપણા જીવનનો સૌથી અગત્યનો સંબંધ છે...કે જેનો નિર્ણય લેવા તમારી રજા લઈને જ હું આગળ વધી શકુ.
અંજલિ નાં ચહેરા પર નાં ભાવો સ્હેજ પણ બદલાતા નહોતા,તે જાણતી હતી કે પ્રયાગ ક્યારેય કોઈ પણ અગત્યના નિર્ણયો તેની જાણકારી બહાર ન્હોતો લેતો.સાથે સાથે અંજુ ને તેનાં દિકરા નાં નિર્ણય પર તથા તેનાં વિચારો પર પણ વિશ્વાસ હતો કે,પ્રયાગ કદાચ સમય અને સંજોગો મુજબ તેની જાણ બહાર પણ જો કોઇ નિર્ણય લે તો પણ તે યોગ્ય જ હોય.ખુબજ ભરોસો હતો અંજલિ ને તેનાં દિકરા પ્રયાગ પર...અને પ્રયાગ માં વહી રહેલા લોહી પર..જે તેને ક્યારેય ખોટો નિર્ણય નાં લેવડાવે.
બેટા...હવે વાત માં મોહણ નાખ્યા વિના....મુખ્ય મુદ્દા પર આવીશુ ?? વાત શુ છે બેટા ?? અદિતી તને ગમી ગઈ છે, તમે બન્ને એકબીજાને પ્રેમ કરો છો અને તમે બન્ને લગ્ન કરવા માંગો છો એમજ ને ???
બેટા...આટલુ કહેવા માટે આટલી બધી વાર કેમ લગાડે છે ???
પ્રયાગ તો તેની મમ્મી અંજલિ ની વાત સાંભળી ને ચોંકીગયો.....મમ્મી....શુ વાત કરો છો તમે ??? તમને કેવીરીતે ખબર પડી ???
કે હું તમને આજ વાત કરવાનો હતો..!! હજુ તો મેં તમને કશું જ કહ્યું પણ નથી...તેમ છતા પણ...??
બેટા....તુ કેમ ભુલી ગયો કે આ તારી મમ્મી છે...અંજલિ ઝવેરી..તારી રગે રગ થી હું તને જાણું છું અને સમજું પણ છું, મારા દિકરા ને.
અને આજસુધી ક્યારેય એવું બન્યું છે કે તારે મને કશુંજ કહેવું પડ્યું હોય ??
હમમ...એ વાત સાચી મમ્મી તમારી...કે તમે હંમેશા મારા મનમાં રહેલી દરેક વાત ને મારાં કીધા પહેલા જ સમજી જાવ છો...પરંતુ અદિતી ની બાબત માં પણ તમને ખ્યાલ આવી ગયો તે હું ન્હોતો જાણતો...બેટા..એતો આપણો ઈશ્વર જ જાણે...કે એ ક્યો ચમત્કાર કરેછે...જેથી તું જે કાંઈ ઇચ્છતો હોય તેની મને જાણ થઈ જતી હોય છે.
ખેર...એતો બધું ઠીક છે..અને ખાસ તો તુ તો જાણે જ છે કે, હું નાત,જાત, ઉંચ, નીચ ,અમીર ગરીબ જેવાં ભેદભાવ માં નથી માનતી..પણ થોડીક વાતો નાં ખુલાસાઓ મારે તારી સાથે અને અદિતી ની સાથે પણ કરવા પડે. તમે સાથે રહો છો, સાથે ફરો છો અને ઘણી વખત એક પુખ્ત ઉમરની સ્ત્રી અને પુરુષ બન્ને જણાં સાથે રહેતા અને ફરતા હોય ત્યારે એટ્રેકશન પણ થતું હોય છે, સમય અને સંજોગો બહુજ અગત્ય ના હોય છે બેટા.અને ઘણીવાર સાચો પ્રેમ પણ થતો હોય છે, એટલે મારે તમને બન્ને ને સમજવા બહુજ જરૂરી છે. અને...તમારા બંન્ને ની શુ ઈચ્છા છે તે પણ મને ખબર હોવી જોઈએ. અને ઘરમાં મારે તારા પપ્પા ને....તથા...( અટકી ગઈ અંજલિ ) પણ જણાવવું પડે અને તેમની રજા પણ લેવી પડે. આ આપણાં ઘર નો પ્રશ્ન છે બેટા...એટલે તારા પપ્પા ને મારે કહેવું પણ પડે, અને તારી અને અદિતી ની મરજી જાણી ને અને તમને બન્ને ને સમજી ને કદાચ તારા પપ્પા ના માને તો તેમને સમજાવવા પણ પડે. પરંતુ તે બધુંજ પછી થશે...સૌથી પહેલા એમ કહે કે શું તુ અને અદિતી બન્ને એકબીજાને સાચો પ્રેમ જ કરોછો ને ??
જી મમ્મીજી....બન્ને એકબીજાને ખુબજ પ્રેમ કરીએ છીએ...અને કોણ કોને કેટલો પ્રેમ કરીએ છીએ તેને માપી તો શકાય નહીં..પરંતુ એટલું કહું કે બન્ને એકબીજાની ખુશીમાં ખુશ હોઈએ છીએ તો એકબીજાની તકલીફ અને દુઃખ નાં સમયે દુઃખ અનુભવી રહ્યા હોઈએ છીએ..પણ મમ્મી તમને લેટ તો નહીં થાય ને ઑફિસે પહોંચતા ??? પ્રયાગ ને એકદમ અંજલિ નો ઓફીસ સમય યાદ આવી ગયો.
નાના બેટા...અને આજે કદાચ આ એવી ધડીછે કે જો હું હાજર ના હોઉ અથવા તને સમયસર સમજું નહી, અને જવાબ નાં આપી શકુ તો આપણે આખી જિંદગી એકબીજાને કોશિએ....એટલે મારી ઓફીસ કરતા પણ આજે તારી સાથે વાત કરવી વધારે અગત્ય ની છે...બેટા જ્યારે આપણી સામે બે જરૂરી કામો હોય ત્યારે આપણાં માટે શું વધારે અગત્યનું છે તેની પ્રાથમિકતા નક્કી કરવી અને સમજવું પણ જરૂરી છે...અને ખાસ તો શું અદિતી અને તું બન્ને એકબીજાને સમજીને આ સંબંધ માં આગળ વધ્યા છો ??
જી મમ્મી...અમે બન્ને આમતો જ્યારે પહેલીવાર એરપોર્ટ પર મળ્યા હતા ત્યારે જ એકબીજા નાં પ્રેમ માં પડ્યા હતા...અથવાતો એકબીજાને પસંદ કરતા થઈ ગયા હતા...તમને જો યાદ હોય તો જ્યારે આસ્થા મને ફોન કરતી અને મને તે પ્રેમ કરેછે તેનો અહેસાસ કરાવવા પ્રયત્ન કરતી હતી, ત્યારે પણ મેં તમને કહ્યું હતું કે...મમ્મી મને આસ્થા માટે તેવી લાગણી નથીં...અથવા હું આસ્થા ને પ્રેમ નથી કરતો...તમેજ ઘણીવાર એવો સવાલ કર્યો હતો કે...આસ્થા તને પ્રેમ કરે છે...પણ શું હું પણ તેને પ્રેમ કરું છુ ?? પરંતુ ત્યારે મારો જવાબ નાં જ હતો...!! પરંતુ અત્યારે હું એવુ ખૂબ સમજી વિચારી ને આપને કહી રહ્યો છું કે..."હા" હું સાચે જ અદિતી ને પ્રેમ કરું છું તથા અદિતી પણ મને સાચો પ્રેમ જ કરે છે.અને અમે બન્ને તમારા તથા આપણા તથા અદિતી નાં પરિવાર નાં આશીર્વાદ લઇને એકબીજાને અમારા જીવન સાથી બનાવવા માટે આગળ વધવા માંગીએ છીએ.
બેટા...આચાર્ય સાહેબ અને તેમનાં પરિવાર ને તમારા આ સંબંધ વિશે ખ્યાલ છે ?? અને શું શ્લોક અને સ્વરા પણ જાણે છે ??
જી મમ્મી...સ્વરા ભાભી તથા શ્લોક ભાઈ પણ જાણે છે...અને કદાચ શક્ય છે કે અત્યારે આજ સમયે અદિતી એ પણ તેનાં પેરેન્ટ્સ ને કહેવા માટે ફોન કર્યો હોય.
બેટા....સ્વરા અથવા શ્લોક સાથે તારે આ બાબતે કોઈપણ પ્રકારની વાતચીત થઈ છે ?? અને જો થઈ હોય તો તેમની પ્રતિક્રિયા શુ હતી ?
હા...મમ્મીજી...શ્લોક ભાઈ સાથે તો નથી થઈ પરંતુ સ્વરા ભાભી સાથે થઈ ગઈ હતી અને શ્લોક ભાઈ પણ બધું જ જાણે છે. સ્વરા ભાભી એવું કહેતા હતા કે તે તથા શ્લોક ભાઈ અમારા આ સંબંધ થી ખુબજ ખુશ છે. અને સાથે સ્વરા ભાભી ને એવું કહેતા હતા કે હું તથા અદિતી અંહિ તેમના ઘરે છીએ તેવા સમયે આ સંબંધ બંધાયો છે........તો કદાચ તમે અથવા અદિતી નાં પેરેન્ટ્સ તેમને કોઈ સવાલ કરે તો ?? તો...તે સંજોગોમાં તે, હું અને અદિતી બન્ને શું નિર્ણય લેશુ ?? તેવું તે સમજવા માંગતાં હતાં.
હમમ....સ્વરા એ તેની જગ્યા એ બરાબર વિચાર્યું, અને તમે બંન્ને એટલેકે તુ અને અદિતી એકબીજાની સાથે રહ્યા છો તેમાં સ્વરા ને પ્રત્યેક વાત નો પ્રત્યક્ષ અનુભવ થયો હશે...અને તેણે અને શ્લોકે એવુ અનુભવ્યું હશે કે તુ અને અદિતી બન્ને એકબીજા નાં પુરક બનીને જીવન જીવી શકશો, એટલેજ કદાચ સ્વરા અને શ્લોક તમારા સંબંધ થી રાજી હશે...એવુ બની શકે.અને જો શ્લોક ને આ વાત ની જાણકારી છે તો શક્ય છે કે અનુરાગસર ને પણ...!!
મમ્મી....તમે કહો છો તેવું શક્ય હોય પણ ખરું અને નાં પણ હોય, કારણકે અમે આ સંબંધ માં આગળ વધ્યા તેને હજુ બહુ સમય નથી થયો...અને હું પોતે પણ તમને કહેવા માટે યોગ્ય સમય ની રાહ જોતો હતો.
બેટા...તારા ભવિષ્ય નાં સ્વપ્નાઓ ને સાકાર કરવા માટે તારે અદિતી પર ખુબજ ભરોસો કરવો પડશે, અનેકો અનેક વખત એવું બનશે કે આપણાં આ એમ્પાયર નુ સફળ રીતે સંચાલન કરવા માટે તારે અને અદિતી ને અલગઅલગ રહેવું પણ પડે,તુ જો બહારના કામ જોવે તો અદિતી ને ઓફીસ ને સંભાળી લેવી પડે...!! તમારે બન્ને ને એક ખુબજ મહત્વ ની બાબત ને સમજવી પડશે, કે તુ ખાસ કરીને કોઈ સામાન્ય નોકરી કરતો વ્યક્તિ નથી કે જે રોજે ઓફીસ થી આવી અને ઘરમાં તેની પત્ની ને મદદ કરતો હોય, અને તુ એક નાનો બીઝનેસમેન પણ નથી બનવાનો કે જે મનફાવે ત્યારે બીઝનેસ માંથી રજા લઈને પત્ની અને પરિવાર ને ખુશ રાખવા માટે વેકેશનની મઝા માણી શકે. તારે પોતાને અને તારી થનારી પત્ની એ મારો વારસો જાળવવા નો છે. આટલા બધા વર્ષોની મારી અથાગ મહેનતથી ઉભી કરેલી અને ઊભી રહેલી આપણી આ "પ્રયાગ ઈન્ડસ્ટ્રીઝ" ને તમારે હજુ ઉંચાઈ પર લઈને જવાની છે. જેમાં તુ તથા તારી પત્ની બન્ને એકબીજાને સમજો અને સહકાર આપો તોજ મારી મહેનત સફળ થાય, અને તેમાં પણ જે પ્રમાણે મેં અદિતી માં જે ફાયર જોઈ છે, તે મુજબ તો જો તે તારી પત્ની બનીને આપણાં ઘરમાં આવતી હોય તો આપણી કંપની નું સંચાલન તમે બન્ને મળી ને સારી રીતે કરી શકો...તેવુ મને લાગે છે.
બીજી સૌથી અગત્યની વાત બેટા...તમારે બન્ને ને એકબીજા પર સંપૂર્ણ વિશ્વાસ રાખી ને રહેવું પડશે, જીવન છે એટલે નાનાં મોટા પ્રશ્નો તો આવશે જ, જેને તમારે બંન્ને એ સમજીને ઉકેલવા પડશે, કોઈપણ સંજોગોમાં બે માંથી એકે જણ જીદ ઉપર નાં ઊતરી જાવ તે નું ખાસ ધ્યાનમાં રાખજો...તુ મોટો છુ અને એમ પણ પૂરુષ છુ...એટલે શક્ય હોય એટલું જતુ કરજે...અને ક્યારેક અદિતી ની ભૂલ પણ થઈ હોય તો તેને સાથે બેસી ને શાંતિ થી સમજાવજે...ઘર ની વાત ક્યારેય ઘર ની બહાર નાં જાય તેનું ખાસ ધ્યાન રાખજો. બન્ને એકબીજા પર ભરોસો રાખજો.. જો આ રીતે અથવા એકબીજાને સમજીને જીવન જીવશો તો મને લાગેછે તમારું લગ્નજીવન પણ ખૂબજ સુખી જશે. તેમ છતા પણ હું જ્યોતિષ શાસ્ત્ર માં માનું છું એટલે આગળ વધતા પહેલા આપણાં જ્યોતિષ ની પાસે તમારી બન્ને ની કુંડળી મેળવાઇ અને પછી આગળ વધીશું. અને સાથે સાથે મારે એકવખત અદિતી સાથે પણ વાત કરવી પડશે.
પ્રયાગ તેની મમ્મી અંજલિ ની દરેકે દરેક વાત ને ખુબ જ ધ્યાન પૂર્વક સાંભળી રહ્યો હતો. શબ્દે શબ્દ માં અંજલિ નો કહેવા નો ભાવાર્થ ને પણ તે સમજી રહ્યો હતો. મમ્મી નાં અવાજમાં કેટલી મીઠાશ છે તેને પણ તે મહેસુસ કરી રહ્યો હતો. મમ્મી નાં અવાજમાં ઠપકો છે કે સમજાવટ છે ??? તે તેની મમ્મી નાં અવાજ માં તેને સમજાતું હતું. જે વ્યક્તિ ને તે પોતાની અર્ધાંગીની બનાવી ને લાવવા માંગતો હતો તેમાં તેની મમ્મી ને એક સામાન્ય સ્ત્રી ની સાથે સાથે બીજી અંજલિ ઝવેરી દેખાઈ રહી હતી તેવું પણ તેને લાગ્યું. અને જો સાચે જ મમ્મી કહેછે તેવું શક્ય બને તો તેને પોતેને પણ જીવન ખુશીઓ ભરેલું લાગે.
વિચારમગ્ન પ્રયાગે ફરીથી તેનું ધ્યાન તેની મમ્મી ની વાત તરફ કર્યું અને બોલ્યો...જી મમ્મી તમે જેમ કહો તેમ...તમારા અનુકુળ સમયે તમે અદિતી સાથે વાત કરી લેજો, હું તેને જાણ કરીશ કે તમે તેની સાથે વાત કરવા માંગોછો અને મમ્મી તેમની અનુકુળતા એ ફોન કરશે.અને રહી તમારી પેલી જ્યોતિષ વાળી વાત તો...મમ્મી કદાચ જો તમને આપણાં જ્યોતિષ આ સંબંધ માં આગળ વધવાની ના કહે તો ??
તો શું કરવાનું આપણે ?? હું તમારી રજા અને આશીર્વાદ વિના મારા જીવનરથ ને હંકારવા નથી માંગતો. અને જો તમે તેવા સંજોગોમાં નિર્ણય નકારાત્મક લો તો ???
જો..બેટા...સૌથી પહેલાં તો જીવનમાં ક્યારેય પહેલેથી નકારાત્મક પરિણામ આવશે તેવી સોચ જ નાં રાખીશ.ભગવાન પર સંપૂર્ણ વિશ્વાસ રાખવો અને જ્યારે મન માં આવું કોઈ કન્ફયુઝન હોય તો ભગવાનને પ્રાર્થના કરવાની કે હું સકારાત્મક છું મારા હાથે કોઈ નું પણ ખોટું,ખરાબ કે કોઈનું અહિત નાં થાય તેવા વિચારો મને આપજો. અને મારા તથા મારી સાથે જોડાયેલ દરેક ને માટે જે સારૂ તથા શ્રેષ્ઠ હોય તેજ કરજો. આવો અભિગમ રાખવાનો બેટા અને સાફ મન થી તારૂં મન જે કહે તે કરવાનું. દુનિયા નાં કોઈ જ્યોતિષ ક્યારે પણ કોઈના પણ માટે સો ટકા સાચી આગાહી નાં કરી શકે, હું જ્યોતિષ વિદ્યા માં શ્રદ્ધા રાખું છું પણ અંધશ્રદ્ધા નથી રાખતી.આખરે જ્યોતિષી પણ માણસ માત્ર છે, જો તેમને પણ ઈશ્વરે આપણા માટે જે કાંઈ નિર્મિત કરેલું છે તેની ખબર પડતી હોય તો તે પણ ભગવાન તરીકે જ પૂજાય ને. એટલે હાલ તુ પણ સકારાત્મક વિચારો રાખ તથા ભવિષ્ય ને કેવીરીતે સંવારવુ અને સજાવવુ તે વિષે વિચાર કર.
જી મમ્મી....તમારી વાત એકદમ સાચી છે અને હું હવેથી હંમેશા તમારા વિચારો અને તમારી આપેલી સલાહ ને યાદ રાખીશ અને તે મુજબ ચાલીશ.
સરસ બેટા....અને આચાર્ય સાહેબ ખુબજ ભલા માણસ છે, તે મારી ખુબ ઇજ્જત કરેછે.અને મને લાગે છે કે તે સામે થી અદિતી માટે તારો હાથ નહીં માંગી શકે, અને એટલા માટે જ કદાચ બધુ બરાબર રહેશે તો હું પોતે જ તારા માટે અદિતી નો હાથ માંગીશ.હું તેમાં પણ ગર્વ જ અનુભવીસ, મારા માટે છોકરી કે છોકરો બધુ સરખુ જ છે.જે માણસો સાથે આપણે આ સંબંધ થી જોડાતા હાઈએ તેમની ગરિમાને સહેજ પણ ઠેસ નાં પહોંચે તથા તેમને નીચા મસ્તકે તારો હાથ નાં માંગવો પડે તે જોવાની ફરજ પણ આપણી જ છે બેટા.
મમ્મી તમારા વિચારો ખુબજ મહાન છે.તમારા આદર્શ મારા જીવનભર ની મૂડી છે. હું ખુબ નશીબદાર છુ કે હું તમારો દિકરો છું. અને આવા વિચારો વાળા વ્યક્તિ નો દિકરો હોવું અને કહેવડાવવુ પણ ગૌરવ લેવાની વાત છે.એટલે મને તે વાત નું ગૌરવ પણ છે અને તમે મારી ઓળખ છો..મારી શાન છો. હું અંજલિ ઝવેરી નો દિકરો પ્રયાગ છું.
બસ બેટા....એમ મમ્મી ના વખાણ કરવા ની જરૂર નથી.બધી દિલની વાતો છે આતો. તુ અદિતી ની બાબતમાં નિશ્ચિત રહેજે, નાનો મોટો પ્રશ્ન હશે તો હું તને કીધા વિનાં જ ઉકેલી નાખીશ. અને હા...અદિતી ને કહીને રાખજે ...કે મમ્મી નો ફોન આવશે..અને તુ તારા ભણવામાં ધ્યાન રાખજે અને શ્લોક ની ઑફિસ માં તેનો સાથ આપજે.
જી મમ્મી..ચોકક્સ..!! થેન્ક યુ વેરી મચ.!!
દિકરા....આભાર કોનો ??? અને શા માટે ??? તુ મારો દિકરો છું..અને હું મારી ફરજ અને ધર્મ નિભાવી રહી છું. ઉંચનીચ કે નાત જાત માં હું માનતી નથી. તારો જીવનભર સાથ નિભાવે અને તને ખુબ પ્રેમ કરે અને તારી સાથે ખભે ખભો મિલાવી ને તને દરેક રીતે સાથ અને સહકાર આપે તેવા ગુણ વાળી વ્યક્તિ તારી જીવનસાથી હોવી જોઈએ. અને કદાચ આ બધા જ ગુણ અદિતી માં પણ છે જ. એટલે મને લાગે છે કે આ સંબંધ તારા જીવનમાં તને નવા આયામો બક્ષસે.ભગવાન તને ખુશ રાખે બેટા અને હું પણ અંતર થી એવુ જ ઈચ્છું છુ કે તુ અને અદિતી બન્ને એકબીજા ને ખુશ રાખો અને તમારા જીવનમાં ક્યારેય કોઈ મુશ્કેલીઓ નાં આવે.
મમ્મી કહેતા કહેતા પ્રયાગ ગળગળા અવાજે બોલ્યો...મમ્મી તમારા આશીર્વાદ હશે તો મારું જીવન ચોક્કસ ખુશીઓ ભરેલુ જ રહેશે.અને મારી ખુશી પણ તમે ખુશ હોવ તેને લીધે જ છે.
જી બેટા...તારી મમ્મી નાં આશીર્વાદ હર હંમેશા તારી સાથેજ રહેશે.
મમ્મી તમારી આગળ તો હું મન ખોલી ને વાત કરી શકું છું...અને તમને કહી પણ દીધું...પણ પપ્પા ??? એમને તમે વાત કરી લેશો ને ?? મારી સાથે તો કદાચ તે સારી રીતે...( આગળ કશુ નાં બોલ્યો પ્રયાગ )
બેટા...એ તારે કહેવું પડે મને ?? આટલા વર્ષો માં તે ક્યારેય તારા પપ્પા પાસે પેન્સીલ પણ નથી માંગી તો તારા માટે છોકરી ની વાત...નાં તો તુ કરી શકે..કે નાં તારા પપ્પા...એ સાંભળી કે સમજી શકે, એની તુ ચિંતા નાં કરતો...એ બધુંય હું સંભાળી લઈશ. બીજું કંઈ જણાવવાનું હોય તો કહે...!!
નાં બસ..મમ્મી...તમારી સાથે વાત કરીને મન પર થી ભાર હળવો થઈ ગયો. તમારા સમય ની કિંમત નો મને ખ્યાલ છે...તમને ઑફિસ જવાનું હશે...,
હા..બેટા....ઑફિસ અને ઘર ...અને ઘર અને ઑફિસ...આ ચક્કરમાં અટવાતી અંજલિ ઝવેરી ની પદવી હવે ટુંક સમય માં જ વધશે.જેમાં માં અંબાજી ની કૃપા રહેશે તો અદિતી નિમિત બનશે.અને હું દિલ થી એવુ જ ઈચ્છું છું કે તને તારી મન પસંદ અદિતી જ જીવન સાથી તરીકે મળે જે તને ખુબ પ્રેમ કરે, તમે બંન્ને એકબીજાને ખુબ સમજો અને સમાજમાં તમારી પોતાની એક ઓળખ ઊભી થાય તેમાં અદિતી તને મદદ કરે અને તારું જીવન સંવારે.
મમ્મી....અગેન થેન્ક યુ વેરી મચ...!! મમ્મી હું ફોન મુકું ??? તમને લેટ થશે ...અને હજુ મારે પણ અદિતી ને આપણે જે વાત થઈ તે વાત કરવી પડશે.
જી..બેટા...તારુ ધ્યાન રાખજે...જય અંબે...જયશ્રી કૃષ્ણ...!!
જી મમ્મી....અને તમે પણ તમારું ધ્યાન રાખજો...પપ્પા ને મારી યાદ આપજો . જય અંબે...જયશ્રી કૃષ્ણ...!!
પ્રયાગે....હળવાશ થી ફોન મુક્યો...જ્યારે અંજલિ એ હવે આગળ તેના પતિ વિશાલ સાથે શું વાત કરવી તે વિચાર્યું અને અનુરાગ સર ને ક્યારે આ વાત ની જાણ કરવી તેમ વિચારી ને ફૉન મુક્યો.
પ્રયાગે તેની મમ્મી સાથે વાત કરીને તરતજ અદિતી ને ફોન લગાવ્યો...ત્યારે હજું પણ અદિતી તેના પપ્પા અને મમ્મી સાથે ફોનમાં વાત કરતી હતી.. ચાલુ ફોન માં જ અદિતી એ જોઈ લીધું કે પ્રયાગ નો મીસ કોલ થયો...અને તેને તે પણ ખ્યાલ હતો જ કે પ્રયાગ પણ તેની મમ્મી સાથે તેનાં વિષે વાત કરવાનો હતો...એટલે અદિતી એ તેની વાત પુરી કરી અને તેનાં પપ્પા મમ્મી ને જયશ્રી કૃષ્ણ કહી ને ફોન પુરો કર્યો.
અદિતી એ તરતજ પ્રયાગ ને ફોન લગાવ્યો.....!!!

*****************(ક્રમશ:)***************

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED