ASSIGNATION books and stories free download online pdf in Gujarati

ASSIGNATION

એક જોરદાર અવાજ સાથે એના મોબાઈલમાં એલાર્મ વાગ્યો. સવારના 4:00 વાગ્યાનો સમય હતો.એની બાજુમાં સૂતેલા આરવ એ એક ક્લાસિક ગાળ સાથે નિરવ ને એલાર્મ બંધ કરવા કહ્યું.નિરવે ઊભા થઈને એનો એલાર્મ બંધ કર્યો અને બાકીના બંને મિત્રો ને લાત મારતા મારતા જગાડ્યા. કેમકે આજે એ પાંચ મિત્રો તેમણે નક્કી કરેલી ભારતદર્શન ની યાત્રા પર જવાના હતા.

આરવ અને નિરવ જાગીને પોતાની પથારી સરખી કરવા લાગ્યા જ્યારે જેમીસ કોઈપણ જાતની ચિંતા કર્યા વગર પાછો સૂઈ ગયો.જાણે આજે પણ એનો એ સામાન્ય રવિવાર જ હોય એમ...થોડીવાર પછી નિરવે આવીને ઠંડુ પાણી નાખીને જેમિસ ને જગાડ્યો. એને એનો ફોન આપતા કહ્યું કે તારી જેસી નો કોલ છે.જેસી નું નામ સાંભળતા જ એ સફાળો બેઠો થઈ ગયો.

જેસી અને જેમિસ વ્યક્તિગત રીતે તો સાવ જ કેરલેસ હતા પણ જો એમનો સંગમ થાય તો કદાચ એ સૌથી વધારે એકબીજાની કાળજી લેતા હતા.જેમિસ એ જેસીને એના પ્રેમની કાલીઘેલી ભાષા માં થોડી વાર વાત કરી અને ખાતરી આપી કે પોતે જાગી ગયો છે અને તૈયાર પણ થઇ જશે.

સમયનો ચુસ્ત પાલન કરનારો નિરવ બરોબર છ વાગ્યે તૈયાર થઈ ગયો.કાલે રાત્રે નક્કી કર્યા મુજબ એણે એની જીવનસાથી માની લીધેલી નિકિતા ને કોલ કર્યો. જો કે હજૂ એ બંને વચ્ચેના સંબંધ ને કોઈ નામ અપાયું નહોતું.

નિકિતા નું વર્ણન કરવા માટે શબ્દો નહીં પણ શબ્દકોશ લખવો પડે એટલી સુંદર હતી અને એટલી જ સમજદાર પણ.કોલેજમાં આવ્યા પછી જ્યારથી એ નિરવ ના સંપર્કમાં આવી ત્યારથી લઈને આજે બે વર્ષ સુધીમાં નિરવની દરેક સારી કે ખરાબ પરિસ્થિતિ ની એ સાક્ષી રહી હતી અને એમાંથી મોટાભાગની નિરવની મુશ્કેલીમાં એણે ફિલ્મોની હિરોઈન ની જેમ આવીને નીરવને બચાવ્યો છે.હા...આજ સુધી આમ ની કહાની માં દરેક વખતે હિરોઈન હીરો ને બચાવતી રહી છે.

નિકિતાનું એ મોહક વ્યક્તિત્વ સૌ માટે એક નશીલા દ્રવ્ય જેવી અસર કરી જતું હતું.જાણે એને જોવી એ એક ચા ની ચૂસકી હોય એવું લાગતું.

નિરવ નો કોલ લાગ્યો અને બે-ત્રણ રિંગ વાગી પછી સામે છેડે થી નિકિતાએ ફોન ઉપાડ્યો.

"ગુડ મોર્નિંગ નીરવ" સવારનો એ મધુર આહલાદક અવાજ સંભળાયો.

"ગુડ મોર્નિંગ નિકિતા" નિરવે પણ સામે કહ્યુ.

"તો થઈ ગઈ તૈયારી આપણા અનોખા સફર ની?"એણે પૂછ્યું.

"હા બસ તૈયાર થઈ ગયો જેમિસ અને આરવ પણ થોડીવારમાં થઇ જશે.તમે બંને તૈયાર થઈ ગયા ?"

"હા જેસી થઈ ગઈ"

"અને તું ?"

"હંમેશની જેમ નહીં" એ ગર્વ કરતી હોય એમ બોલી.

"અરે યાર નિકિતા તું હંમેશા કેમ મોડું કરે છે?" નિરવ થોડો ચિડાયો.

"હું થઇ જઇશ બકા. શું કામ ચિંતા કરે છે"

"એ હા હવે તૈયાર થઈ જા ખોટી મગજમારી નહિ"નિરવ એ આટલું કહી ને ફોન મુક્યો.

નિકીતા,નિરવ,જેસી,જેમિસ અને આરવ પાંચેય સાત વાગ્યે રેલવે સ્ટેશન પર પહોંચ્યા.

તેમની ટ્રેન 7:20 કલાકે ઉપડવાની હતી.નિકિતા નિરવ એકબીજા સાથે વાતો કરતા ચાલતા પ્લેટફોર્મ તરફ જતા હતા અને જેમિસ જેસી એકબીજા સાથે સેલ્ફી લેતા હતા જ્યારે આરવ એની ફોટોગ્રાફીમાં પોતાના ડીએસએલઆર કેમેરા સાથે વ્યસ્ત હતો.

આરવ ને એકલા રહેવું પસંદ હતું અને એને આખી દુનિયાની નાનામાં નાની વસ્તુઓથી માંડીને બધી વસ્તુઓની ફોટોગ્રાફી કરવી હતી.

એ બધા પ્લેટફોર્મ પર પહોંચી ગયા.ટ્રેન 15 મિનિટ અગાઉ આવી પહોંચી હતી.નિરવ એ ચારેય જણાને જરૂરી સૂચનાઓ આપી અને ટ્રેનમાં ચડવા માટે કહ્યુ.સૌથી આગળ જેસી અને નિકિતા ચડ્યા.પછી આરવ અને જેમિસ. નીરવ છેલ્લે પોતાના બાર દિવસના પ્રવાસનો સામાન લઈને ટ્રેનમાં ચડતો હતો...ત્યાં જ પ્લેટફોર્મ પર એણે જોયું કે એક છોકરી ની છેડતી કરતું એક ટોળું એ છોકરીને ઘેરીને ઊભુ રહી ગયું હતું.નિરવ એ આ જોયું કે તરત જ એ બધો સામાન પડતો મૂકીને ત્યાં મદદ માટે દોડી ગયો.

આ દ્રશ્ય આરવ અને જેમિસ એ પણ બારીમાંથી જોયું અને એ બંને નીરવ સાથે મદદ માટે ગયા.નજીક જઈને જોયું તો એક છોકરો પેલી છોકરી ની છેડતી કરતો વધુ નજીક જઈ રહ્યો હતો.એટલામાં નીરવ દોડીને એ ટોળામાં ઘૂસી ગયો અને એ છોકરાને જોરથી ધક્કો માર્યો.એને નીચે પાડ્યો.

આ ઘટના બનતા જ આરવ અને જેમિસ દોડીને ત્યાં પહોંચ્યા.નીરવ ને મારવા માટે પેલા ટોળાં ના લોકો આગળ વધ્યા એટલામાં ત્યાં પોલીસ આવી પહોંચી.પોલીસ એ છોકરી ને બચાવી અને છેડતી કરતાં પેલા છોકરાને પકડ્યો.બાકીના ટોળાં ના લોકો આમતેમ ભાગવા લાગ્યા.આગળનું કામ હવે પોલીસે સંભાળવાનું હતું.

નિરવે રાહત નો શ્વાસ લીધો.પછી એણે ઘડિયાળમાં જોયું તો ટ્રેન ઉપડવામાં ત્રણ મિનિટની વાર હતી.

ત્યાં જ એક જોરદાર ચીસ સંભળાઈ.

નીરવના હૃદયમાં ધ્રાસકો પડ્યો.

કારણ કે એ ચીસ નિકિતાની હતી.

એ ત્રણેય ઝડપથી દોડીને એમના ડબ્બામાં ગયા.ત્યાં જઈને જોયું તો નિકિતા અને જેસી ને કોઈ ઉપાડી ને લઈ જતું હતું.

નિરવ ના પગ નીચેથી જમીન ખસી ગઈ.જાણે એનું જીવન કોઈક બીજાના હાથ માં જઈ રહ્યું હોય એવું લાગ્યું એ અચાનક થી બેઠો થઈ ગયો.

એક ભયંકર સપના માંથી એ બહાર આવ્યો. એના શરીર પર પરસેવો વળી ગયો હતો. એને એ જાણી ને શાંતિ મળી કે જે ઘટના બની એ એક સપનું હતું.

એણે ઘડિયાળ તરફ જોયું.સવારના 8 વાગ્યા હતા.

આરવ અને જેમિસ હજુ સુતા હતા.

નિરવ હવે વર્તમાન માં આવ્યો.એને યાદ આવ્યું કે આજે એની કોલેજમાં એમની બેચ નું બે વર્ષ પછી ગેટ ટુ ગેધર છે.કોલેજ માં કરેલી દરેક મસ્તી વાગોળવાનો અને જુના મિત્રોને મળવાનો એ આજ નો આખો દિવસ હતો.એ બધું જ પછી પણ સૌથી મોટી વાત તો એ હતી કે એને એનું સપનું યાદ આવતા જ નિકિતા યાદ આવી ગઈ. એક એવી છોકરી જે એની કોલેજ લાઈફ માં એના માટે સર્વસ્વ હતી.જે એની દરેક બાબત માં કાળજી રાખતી હતી બિલકુલ એના સપના ની જેમ. કોલેજ પુરી થયા પછી એ વધુ અભ્યાસ માટે વિદેશ જતી રહી અને એ પછી એના જીવન માંથી હંમેશા... ફરીથી પેલા સપનાની જેમ જેમા એને કોઈ ઉપાડીને લઈ જતું હતું એના થી દુર... એને અફસોસ હતો કે શા માટે એણે એ સમયે દિલની વાત નિકિતા ને ના કહી દીધી.પણ હવે એ એક જ વાત ને લઈ ને દુઃખી થવાનો કોઈ અર્થ ન હતો.

કોલેજ પુરી થયા પછી આજે બે વર્ષ પછી પણ નિરવ, આરવ અને જેમિસ એ ત્રણેય ક્યાંય જોબ માં લાગ્યા ન હતા.બસ ત્રણેય પોતાની લાઈફ હજુ સમાજ માં આવતા પહેલા થોડી વધુ જીવવા માંગતા હતા.એટલે ઘરે એવું કહીને આવ્યા હતા કે આગળ ના અભ્યાસ માટે ની તૈયારી કરવા એ હજુ પરીક્ષા ની તૈયારી કરી રહ્યાં છે.

હકીકત તો એ હતી કે નિરવ પોતાને ગમતું કામ શોધી રહયો હતો અને ઘરની પરિસ્થિતિ સારી હોવાથી પૈસા કમાવા ની કોઈ ચિંતા ન હતી.આરવ એની ફોટોગ્રાફી માં આગળ શીખી રહ્યો હતો અને જો કોઈ ફોટો સારી એવી ખ્યાતિ મેળવે તો એમાંથી મળતા અને થોડા ઘરેથી મળતા રૂપિયાથી ચલાવી લેતો.જેમિસ ને તો જીવન માં બસ મોજ શોખ જ કરવા હતા કારણ કે એના પપ્પા રાજકારણ માં હતા અને આવતી સાત પેઢી સુધી રૂપિયા ન ખૂટે એટલું ભેગું કરીને બેઠા હતા.અને આમ પણ જેસી સાથે એનું જીવન સેટ હતું. બસ જેસી નો પી.એચ.ડી નો અભ્યાસ પૂરો થાય એટલે વાત આગળ વધારવાની હતી.

નિરવ એ પેલા બંને ને જગાડ્યા.પછી ત્રણેય 10 વાગ્યા સુધી માં તૈયાર થઈ ને કોલેજ કેમ્પસ માં પહોંચ્યા.

જેમિસ એની જેસી ને એક મહિના પછી મળી રહ્યો હતો એટલે એ આજે વધુ ઉત્સુક હતો. એના નવાબી અંદાજ માં એ તૈયાર થયો હતો. નિરવ તો બસ કોલેજ ની યાદો તાજી કરવા આવ્યો હતો અને એ જોવા માટે કે એના બાકી ના સહપાઠી અત્યારે કેવી લાઈફ જીવી રહ્યા છે અને આશા હતી કે એ ચહેરો દેખાય... નિકિતા નો... ફરી પાછું એ સપનું યાદ આવ્યું. અને નિકિતા નો એ ચહેરો પણ. એ અત્યારે ક્યાં છે અને શું કરતી હશે એ વિચારતો વિચારતો કોલેજ ના ગાર્ડન તરફ જતો હતો. આજે શું થશે જ્યારે એ એની આંખો સામે આવશે. કદાચ આવશે કે નહીં એ પણ નક્કી ન હતું અને જો આવશે તો એ એની લાગણી કહી શકશે કે નહીં એ પણ એક મૂંઝવણ હતી.

જ્યારે આ બધાથી પણ મોટો સવાલ તો એ હતો કે એણે એનો જીવન સાથી શોધી લીધો હશે કે નહીં.

સવાલો બહુ બધા હતા પણ જવાબ એક જ હતો.

નિકિતા.

એ જ આ બધા સવાલો નો જવાબ હતો. જો એ આજે મળે તો જ ઉકેલ આવે એમ હતો.

એ ગાર્ડનમાં ચાલતા ચાલતા એક બાંકડા પર બેઠો. આરવ એના શોખ માં વ્યસ્ત હતો અને જેમિસ બહાર ગેટ પાસે જેસી ની રાહ જોઈ રહ્યો હતો.

નિરવ બેઠો કે તરત એને એની નજીક ના ઝાડ પાછળ થી કોઈક ના બોલવાનો અવાજ સંભળાયો.એને એ અવાજ થોડો જાણીતો લાગ્યો એટલે એ ઊભો થઈ ને ત્યાં ગયો. એ વ્યક્તિ નું મોઢું જોતા જ એનું હદય વધું ઝડપથી ધડકવા લાગ્યું.એ ચહેરો હતો નિકિતાનો.

નિરવ કાંઈ પણ વિચાર્યા વગર એની સામે જઈ ને ઉભો રહી ગયો.

નિકિતા ફોન પર વાત કરતી હતી.એનું નિરવ તરફ ધ્યાન ગયું કે તરત જ એની આંખો પલકારા મારતી બંધ થઈ અને ફોન બસ એના હાથ માં એમ જ રહી ગયો.

અદ્ભૂત સંગમ હતો એ.બંને એકબીજા ની આંખમાં આંખ નાખી ને જોતા રહ્યા અને બે વર્ષ નો એ વિરહ નો સમયગાળો પળવાર માં દૂર થઈ ગયો.બે માંથી કોઈ એકબીજા ને ફરિયાદ કરવા નહોતું માગતું કે છુટા પડ્યા પછી સંપર્ક કરવાનો પ્રયત્ન કેમ ન કર્યો. છેલ્લે કોલેજ માંથી છુટા પડ્યા પછી એક પણ વાર ન મળ્યા હોવા છતાં એ બંધન ફરી પાછું જીવંત થઈ ગયું.એ બંધન હતું એક એવી અનુભૂતિ નું જે કયારેય તોડી નથી શકાતું. લાગણી હતી બંને ને એક બીજા માટે પણ કદાચ એ સમયે વ્યક્ત નહી કરી શક્યા હોય, હંમેશ માટે ખોઈ દેવાના એ ડર ને લીધે. પણ આ ક્ષણ કંઈક જુદી જ હતી.એક એવી ક્ષણ જેને કોઈ વસ્તુ સાથે ન માપી શકાય કે ન તો એનું મૂલ્યાંકન કરી શકાય. ખેર એ જ તો હતી એ ક્ષણ જેને કુદરત પણ જોવા માટે આતુર હતી.એ બંને બસ કોઈ અલગ દુનિયાના એક માત્ર રહેવાસી હોય એમ એકબીજા ને માણતા રહ્યા.

થોડી વાર પછી વાસ્તવિકતા ની ખબર પડતાં નિકિતા એના ગળા સુધી આવી ગયેલ હૂંફ આપતું એ વાક્ય બોલી

"કેમ છે?"

નિરવ બસ એમ જ ઉભો રહ્યો. એની પાસે કહેવા માટે એ સમયે કાઈ શબ્દો ન હતા.એને બસ આંખ ધીમેથી બંધ કરી ને સારું છે એવું બસ ખાલી ઈશારા માં જ જવાબ આપ્યો.

"તું કેમ છે?" એણે સામે નિકિતા ને પૂછ્યું.

બસ આ એક જ તો વાક્ય હતું જે એ કોઈ પાસે થી સાંભળવા માંગતી હતી.
છેલ્લા બે વર્ષ માં આવું પૂછવા વાળું કોઈ નજીક નું કદાચ એને નહિ મળ્યું હોય.એણે થોડીક ક્ષણો માટે રાહ જોઈ.એવું લાગ્યું કે જાણે બે વર્ષ થી પડેલા દુષ્કાળ માં એક વાદળ આવી ને ધોધમાર વરસી ગયુ. એને સમજાઈ ગયું કે પૈસા અને સ્વરૂપ કરતા વ્યક્તિત્વ અને લાગણી નું વધું મહત્વ છે.ગમે તેવી જાહોજલાલી હોવા છતાં જ્યારે કોઈ એમ આવીને ના પૂછે કે 'કેમ છે' તો તમે મેળવેલી બધી જ સફળતા વ્યર્થ છે.

સફળતા અને નામના મેળવવા ની ભાગદોડ માં એ બે વર્ષ માં આવું પૂછવા વાળું કોઈ નહોતું મળ્યું એને.

નિકિતા ને અહેસાસ થઈ ગયો કે પ્રેમ કોને કહેવાય.

આ તરફ નિરવ એક પણ ક્ષણ વેડફયા વગર નિકિતા ને પ્રપોઝ કરવા ઉતાવળો હતો.એણે એનો બધો જ ડર છોડીને એની લાગણી વ્યક્ત કરી દીધી.નિરવ ના પ્રેમ નો એ ખુલાસો નિકિતા ને ઉંડે સુધી સ્પર્શી ગયો. નિકિતા એ સાંભળતા ની સાથે જ એને ભેટી પડી.બસ એના આલિંગનમાં એ આખી દુનિયા ભૂલી ને ખુશી ના આંસુ થી રડતી રહી.એકબીજા માટે સર્જાયેલા એ પંખી ઓ નું આજે સાચા અર્થ માં મિલન થયું.


THE END


બીજા રસપ્રદ વિકલ્પો