પ્યાર તો હોના હી થા - 20 - છેલ્લો ભાગ Tinu Rathod _તમન્ના_ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્યાર તો હોના હી થા - 20 - છેલ્લો ભાગ


( આપણે આગળના ભાગમાં જોયું કે આદિત્ય અને મિહીકા બંનેને એમના એકબીજા પ્રત્યેના પ્રેમનો એહસાસ થઈ જાય છે. આદિત્ય મિહીકાને સ્પેશિયલ રીતે પ્રપોઝ કરવા માગે છે એટલે એ સમીર સાથે મળીને એક પ્લાન બનાવે છે. અને એ પ્લાન પ્રમાણે તેઓ બધાં ફરીથી આહવા - ડાંગ ફરવા જવાનું નક્કી કરે છે. હવે જોઈશું આગળ શું થાય છે.)

કૉલેજથી છૂટીને મિહીકા ઘરે આવે છે. પણ આજે એનું મુડ બહું ખરાબ હોય છે કારણ કે આજે આદિત્ય એની પર બિલકુલ ધ્યાન આપતો નોહતો.
મમ્મીને રસોડામાં થોડી મદદ કરીને એ ટી.વી. જોવા બેસે છે પણ ટી.વી. જોવામાં પણ એનું મન નથી લાગતું. એ બસ આમ જ ચેનલો બદલ્યા કરે છે. એના પપ્પા પણ ઑફિસથી આવી ગયા હોય છે. પપ્પા સાથે થોડી આમતેમની વાતો કરી ફરી એ આદિત્યના ખ્યાલોમાં ખોવાઈ જાય છે. રસોડા માંથી એની મમ્મી બૂમ પાડે છે પણ એ તરફ એનું ધ્યાન જ નથી જતું. આખરે એની મમ્મી એની પાસે આવે છે અને કહે છે,

મનિષાબેન : મિહીકા ક્યારની તને બૂમ પાડું છું. તારું ધ્યાન ક્યા છે !!

મિહીકા : કંઈ નઈ મમ્મી બસ આ ટી.વી. જોઉં છું. બોલ શું કહે છે તું.

મનિષાબેન : હુ કહું છું કે ટેબલ પર ડીશ ગોઠવી દે જમવાનો સમય થઈ ગયો છે.

મિહીકા ડાઈનીંગ ટેબલ પર ડીશ ગોઠવી દે છે અને એની મમ્મીને જમવાનું લાવવામાં મદદ કરે છે. અને બધાં જમવા બેસે છે. અચાનક મિહીકાને યાદ આવે છે કે એણે હજી આહવા ડાંગ ફરવા જવા વિશે એના મમ્મી પપ્પાને કહ્યું નથી. અને એ એના પપ્પાને કહે છે.

મિહીકા : પપ્પા અમે બધાં ફ્રેન્ડ્સ કાલે આહવા ડાંગ ફરવા જવાનું વિચારીએ છીએ. તો હું જાઉં ને.

સંકેતભાઈ : હા હા જાને અમે ક્યાં ના પાડીએ છીએ.

મનિષાબેન : કોણ કોણ જવાનું છે ?

મિહીકા : હું, ઈશુ, ધરા, સમીર અને આદિત્ય.

મનિષાબેન : આદિત્ય પણ આવવાનો હોય તો અમને શું વાંધો છે. હું તમારા માટે ઢોકળાં બનાવી રાખીશ એ લેતી જાજે.

મિહીકા : હા

મિહીકા એની મમ્મીને રસોડું સાફ કરવામાં મદદ કરીને પોતાના બેડરૂમમાં આવે છે. અને બુક્સ લઈને વાંચવા બેસે છે. થોડું વાંચે છે પણ એનું મન વાંચવામાં બિલકુલ નથી લાગતું. એને વારંવાર આદિત્યની જ યાદ આવે છે. આદિત્ય બે દિવસથી એની સાથે સરખી રીતે વાત નથી કરતો તેનાથી એનું મન ઉદાસ થઈ જાય છે. અને એ વિચારે છે, આદિત્યએ તો પહેલેથી જ કહી દીધું હતું કે એને લવ કે મેરેજમાં કોઈ દિલચશ્પી નથી. અને પોતે પણ તો અત્યારે આવી કોઈ બાબતમાં પડવા નોહતી માંગતી હતી. તો પછી આમ આદિત્ય તરફ કેમ ખેંચાય છે. આદિત્ય કોઈ દિવસ એને પ્રેમ નથી કરવાનો તો પણ કેમ એના દિલ માથી આદિત્યને દૂર નથી કરી શકતી. હા આદિત્ય છે જ એવો કોઈને પણ ગમી જાય. પણ એને મારા પ્રેમ વિશે બતાવી હું એની દોસ્તી નથી ખોવા માંગતી. અને કાલે આખો દિવસ આદિત્ય સાથે રહેવા મળશે એ વાતે એ ખુશ થઈને સૂઈ જાય છે.

* * *

સવારે આદિત્ય વહેલો ઊઠી જાય છે અને ફટાફટ તૈયાર થઈ બહાર જાય છે. ગાડીમાં ડીઝલ પૂરાવીને કૉલેજ તરફ જાય છે. એની અને મિહીકાની એનલાર્જ કરેલ ફ્રેમને એ સરસ રીતે પેક કરીને સીટ નીચે સંતાડી દે છે. ગેટ પાસે જ એનું ગૃપ એની રાહ જોતું હોય છે. બધાને ગુડ મોર્નિંગ કહી એ સમીર પાસે આવે છે અને બંને જણાં કંઈક વાતો કરે છે.

મિહીકા વારે વારે આદિત્યને જોયાં કરે છે. આજે પણ આદિત્યએ ખાલી એની તરફ સ્માઈલ આપીને ગુડ મોર્નિંગ કહ્યું અને તરત સમીર સાથે વાતો કરવા લાગ્યો.

ધરા : મિહીકા જોયાં શું કરે છે. આજે સારો મોકો છે પોતાનાં દિલની વાત કહી દે.

મિહીકા : ના હો બિલકુલ નહીં. તે જોયું નહી એ મને ખાલી એક ફ્રેન્ડ જ સમજે છે અને એ રીતે જ જુએ છે. સાચે એ મને લવ નથી કરતો. હુ જ પાગલ છું કે એને લવ કરી બેઠી. સારું થયું કે મે હજી કાંઈ કહ્યું નહી. નહી તો એની દોસ્તી પણ ખોઈ દેત.

સમીર : હેય ગર્લ્સ ચાલો જનરલ સબમીટ કરાવી દઈએ. મોડું થશે તો નિકળતાં પણ મોડું થશે.

અને બધાં ફટાફટ જનરલ સબમીટ કરાવીને પાર્કીંગ એરિયામાં આવે છે. આજે આદિત્ય એની ફોર્ચ્યુનર ગાડી લઈને આવ્યો છે. ધરા ઈશિતા અને સમીર જલ્દી જલ્દી પાછળની સીટ પર બેસી જાય છે. એટલે મિહીકા આગળ આદિત્યની બાજુંમાં બેસી જાય છે. આદિત્ય ગાડી સ્ટાર્ટ કરે છે. અને બધાં ચિયરર-અપ કરતાં પોતાનો સફર શરૂ કરે છે. તેઓ ધીરે ધીરે શહેરથી દૂર આવી ગયાં.

આદિત્ય : યાર સામે નાનકડી હોટલ છે. આપણે ચા કૉફી પીએ અને થોડાં પગ છૂટાં કરીએ.

બધાં હા પાડે છે અને તેઓ ગાડીમાંથી નીચે ઉતરે છે. આદિત્ય અને સમીર જઈને ઓર્ડર આપી આવે છે.

મિહીકા : અરે મમ્મીએ ઢોકળાં બનાવી આપ્યાં છે. હુ એ ડબ્બો ગાડીમાં જ ભૂલી ગઈ. ચાલ ઈશુ આપણે લઈ આવીએ.

આદિત્ય : ઈશિતા તુ બેસ હુ જાઉં છું મિહીકા સાથે. અને આદિત્ય મિહીકા સાથે ગાડી તરફ જાય છે. મિહીકા દરવાજો ખોલીને ડબ્બો લે છે. એટલામાં આદિત્ય એનો હાથ પકડીને એને ગાડીમાં બેસાડી દે છે. મિહીકા એકદમ ડઘાઈ જાય છે. એને સમજ નથી પડતી કે આદિત્ય આ શું કરે છે.

મિહીકા : આદિત્ય આ શું કરે છે. તે તો મને ડરાવી જ દીધી.

આદિત્ય : ઓહ સોરી મિહીકા.. પણ મારે તારી સાથે થોડો ટાઈમ સ્પેન્ડ કરવો હતો એટલે.

મિહીકા : ઓહ તો તને હવે મારી યાદ આવી. જ્યારથી સગાઈ થઈ છે ત્યારથી જોઉં છું તારા માટે તો હું જાણે કંઈ છું જ નહી. જાણે હું આસપાસ નથી એમ રેહતો હતો. આમ કહેતા કહેતાં એની આંખમા પાણી આવી જાય છે.

આદિત્ય : મિહીકાની નજીક જાય છે અને એની આંખો સાફ કરે છે અને કહે છે, અરે સોરી મિહીકા આ બાઈક રેસીંગનું ફોર્મ ભરવાની તારીખ નજીક આવી રહી છે એટલે એની તૈયારીમાં જ હતો. બાકી મારી બેસ્ટ ફ્રેન્ડને ભુલાઈ. પણ હા તુ બહાર રિસર્ચ કરવા જશે તો મને ચોક્કસ ભુલી જશે.

આદિત્યના આમ કહેવાથી મિહીકાનું દિલ એકદમ તુટી જાય છે. અને એ ગુસ્સામાં કહે છે,

મિહીકા : હા ભૂલી જ જવા તને. તુ પણ મને ભૂલી જજે. આપણે બંને એકબીજાને ભૂલી જઈશું. હુ તો એ દિવસની રાહ જોઉં છું કે ક્યારે તુ રેસ જીતે અને ક્યારે આપણે આપણાં ફેક મેરેજની વાત આપણાં પેરેન્ટ્સને કરીએ. અને એ ગુસ્સામાં ગાડીમાંથી બહાર નીકળીને જોરથી દરવાજો બંધ કરી ચાલી જાય છે.

મિહીકાના આમ ગુસ્સે થઈને ચાલી જવાથી રાહુલને પહેલાં થોડું દુઃખ થાય છે. પછી એ હસીને મનમાં જ કહે છે, " સોરી મિહીકા આમ તને તડપાવવા માટે. પણ પ્રેમમાં જેટલી તડપ લધારે હશે એટલી જ મીલનની મજા આવશે. બસ હવે તારે થોડી વાર જ આમ મારાથી અલગ રહેવાનું છે પછી હુ તને હંમેશા માટે મારી બનાવી લઈશ. " અને એ પણ એના દોસ્તો તરફ જાય છે. બધાં ચા નાસ્તો કરે છે. અને ફ્રેશ થઈ ફરીથી ગાડીમાં ગોઠવાઈ છે.

ગાડી મધ્યમ ગતિથી રસ્તા પર દોડી રહી છે. હવે જંગલની હદ શરૂ થઈ જાય છે.

ધરા : યાર આજુબાજુ તો જુઓ કેટલું સરસ વાતાવરણ છે. આવું તો પહેલે જોયું જ નહોતુ.

આદિત્ય : પહેલાં આપણું ધ્યાન ખાલી પ્રોજેક્ટ પર જ હતું એટલે આપણે આ કુદરતી સૌંદર્યને માણી નહી શક્યાં. અને આજે આપણે ખાલી ફરવા જ આવ્યાં છે તો ખાલી પ્રકૃતિના સૌંદર્યને જ માણીશુ.

સમીર : હા અને ત્યારે આપણી દોસ્તી પણ નવી નવી હતી તો આપણે એકબીજાને સારી રીતે જાણતા પણ ના હતાં. તો હવે વધારે મજા આવશે.

ઈશિતા : હા તો મે તો પહેલાં તમારી સાથે આવી જ નોહતી. તો હું તો ડબલ એન્જોય કરીશ.

ધરા : હા પણ સૌથી મોટું ચેન્જ તો આદિત્ય અને મિહીકાના રિલેશનમા આવ્યું. ક્યાં તો પહેલાના ટ્રીપમાં બંને એકબીજાને પસંદ ના કરતાં હતાં. અને ક્યાં હમણાં બંનેના મેરેજ થઈ રહ્યાં છે.

મિહીકા : હા તો પસંદ તો હમણાં પણ નથી કરતાં અને એ મેરેજ થોડાં સમય માટે જ છે. એ યાદ રાખજે.

બધાં મિહીકાના આમ બોલવાથી અચરજ પામે છે, મિહીકા હજી પણ ગુસ્સામાં બારી બહાર જોતી હોય છે. આદિત્ય બધાને ઇશારામાં સમજાવી દે છે કે એ ગુસ્સામાં છે.

આદિત્ય : હા મારી મા યાદ છે બધાને એ વાત. તુ આમ ગુસ્સો કેમ કરે છે. !!

મિહીકા : હુ ક્યાં ગુસ્સો કરું છું. હું તો ખાલી કહું છું.

ધરા : સારું મિહીકા એકદમ વાત તો કહે આદિત્ય સાથે ડિવોર્સ લઈને પછી તુ મેરેજ કરશે.

મિહીકા : હાસ્તો,, મેરેજ તો કરવાની જ ને એ પણ મારા સપનાના રાજકુમાર સાથે.

સમીર : અચ્છા તો તારો સપનાનો રાજકુમાર કેવો હશે.

મિહીકા : જેવો હશે તેવો પણ આદિત્ય જેવો તો નહી જ હશે.

ઈશિતા : સારું ચાલો એ વાત પછી પહેલાં એ તો કહો કેટલું દૂર છે હજી.

આદિત્ય : બસ થોડું જ દૂર છે. ગર્લ્સ જુઓ સામે મસ્ત નાનું ઝરણું વહે છે. તો ત્યાં તમારે પીકચર ક્લીક કરવું હોય તો બેસ્ટ લોકેશન છે. તમે ત્યાં પીક ક્લીક કરો ત્યાં સુધી હુ ને સમીર ટાયરમાં હવા ભરાવતા આવીએ.

મિહીકા : કેમ તે ગાડી ચેક નોહતી કરી.

આદિત્ય : ચેક તો કરી હતી પણ કદાચ કોઈ કાંટો ભરાઈ ગયો હશે. આ તો ખાલી સેફ્ટી માટે ચેક કરાવી લઉં છું. પછી જતી વખતે તકલીફ ના પડે.

ધરા : હા મિહીકા ચાલ આપણે ફોટો લઈએ. અને ત્રણેય સહેલી. ઝરણાં પાસે જાય છે. આદિત્ય મિહીકાનો હાથ પકડી એને ગાડી પાછળ લઈ જાય છે. અને ગાડી સાથે ઉડાડીને ઊભી રાખે છે.

મિહીકા : આદિત્ય,, આમ આ રીતે વારે વારે મારો હાથ પકડીને મને રોકે તે મને પસંદ નથી.

આદિત્ય : અચ્છા તો કોણ હાથ પકડે તો પસંદ છે. અને આદિત્ય બંને હાથ મિહીકાની આજુબાજુ લાવી એની એકદમ નજીક જઈ એની આંખોમાં આંખો મિલાવી પૂછે છે. શું કહેતી હતી તુ,, તારા સપનાનો રાજકુમાર મારા જેવો નહી હોય. કેમ મારાંમા શું ખરાબી છે.

આદિત્યના આમ એકદમ નજીક આવવાથી મિહીકાની ધડકન એકદમ તેજ થઈ જાય છે. આદિત્ય એની વધું નજીક આવે છે. અને એના હોઠોને જુએ છે. અને હસે છે. મિહીકા એને જોઈને શરમાઈ જાય છે અને નીચું જોઈ જાય છે. આદિત્ય એને કીસ કરવાં જતો જ હોય છે કે, મિહીકા એના હોઠ પર હાથ રાખી દે છે અને કહે છે, આદિત્ય તુ મારો બોયફ્રેન્ડ કે હસબન્ડ નથી.

આદિત્ય : અરે નથી તો બની જઈશ. એમ કહી એ ફરી મિહીકા તરફ આગળ વધે છે. મિહીકા આંખો બંધ કરી એ છે. આદિત્ય ધીરેથી એના કપાળ પર ટપલી મારે છે. મિહીકા આંખો ખોલે છે તો આદિત્ય એની તરફ હસી રહ્યો હોય છે અને કહે છે,, પાગલ હું તો ખાલી મજાક કરતો હતો. હુ કોઈ પણ દિવસ તને ના પસંદ હોય એવું કામ ના કરું. અને મિહીકા પણ એના ગાલ પર હળવેથી થપ્પડ મારે છે અને કહે છે,, પાગલ મને ડરાવી દીધી.. એટલાંમાં ઈશિતા મિહીકાને બૂમ પાડે છે. અને મિહીકા આદિત્યને ધક્કો મારી દોડવા લાગે છે. આદિત્ય પણ ખાલી ખાલી એને પકડવા જતો હોય એમ એની પાછળ થોડે છે અને બૂમ પાડીને કહે છે. ઓયે મિહીકા પાણીમાં વધારે અંદર ના જતી.

આદિત્યના આમ કહેતા તો મિહીકાના ચેહરા પર લાલી આવી જાય છે. એ એમ વિચારી ખુશ થાય છે કે આદિત્યને મારી ફીકર તો છે. થોડો સમય એ લોકો ફોટો પાડવામાં ગાળે છે પછી ઝરણાના પાણી એકબીજા પર ઉડાડી રમવા લાગે છે. આદિત્ય અને સમીર પાછા આવી જાય છે. અને ફરીથી તેઓ ગાડીમાં બેસી જાય છે.

ઈશિતા : અરે યાર આપણે ગાડીમાં જ બેસી રહેવાનું છે કે ક્યાંક ફરવાનું પણ છે.

સમીર : હા હવે જંગલ બસ નજીક જ છે.

આદિત્ય : બસ આવી જ ગયાં. હવે ગાડી અહીં મૂકી જંગલમાં ચાલતાં જવું પડશે.

ઈશિતા : હા તો ચાલો ચાલતા ચાલતા જઈશું.

અને બધાં જંગલ તરફ જાય છે. જંગલની શોભા કંઈક અનેરી જ હોય છે. આપણી આસપાસ ના જોવા મળતા એવા તો કેવા છોડ અને ફૂલો જંગલમાં જોવા મળે છે. આ બધા મિત્રો પણ કુદરતના એ સૌદર્યને માણતા માણતાં આગળ વધે છે.
ઈશિતા : wow.. કેટલું મસ્ત atmosphere છે..

મિહીકા : હા શહેરની ભીડભાડથી દૂર ત્યાંનો ઘોંઘાટ, પ્રદુષણ એમાંથી કંઈ જ નથી અહી.. અહીં છે બસ કુદરતી હવા, આલ્હાદક વાતાવરણ અને પંખીઓનો કલરવ.. અહિયાં જે ફૂલો અને છોડ ઉગે છે એમાંથી કેટલાંક તો આપણને ત્યાં જોવા પણ નથી મળતાં..

ધરા : હા મિહીકા તારી વાત એકદમ સાચી છે. જંગલની શોભા કંઈક અનેરી હોય છે..

આદિત્ય : મિહીકા ચાલ તો મારી સાથે તને કંઈક બતાવું.. અને એ મિહીકાનો હાથ પકડીને ખીણ તરફ લઈ જાય છે. મિહીકા આદિત્યની પાછળ પાછળ દોરવાઈ છે.

મિહીકા : યાર તને થોડી થોડી વારે શું સૂઝે છે. અને એ આદિત્યનો હાથ છોડાવવાનો પ્રયત્ન કરે છે. પણ આદિત્ય એનો હાથ વધારે જોરથી પકડે છે અને એને એની તરફ ખેંચે છે.

આદિત્ય : તુ કંઈ પણ પૂછવા વગર મારી સાથે નહી આવી શકે. જ્યારે હોય ત્યારે સવાલો જ પૂછ્યા કરે.

મિહીકા : ઓહ હવે તને મારા સવાલ પૂછવા પર પણ પ્રોબ્લેમ છે. સારું તો શોધી લે કોઈ એવી છે અને સવાલ ના પૂછે.

આદિત્ય : હવે નસીબમાં તુ જ મળી છે તો શું થાય.. પણ તુ કેમ થોડાં દિવસથી આમ બિહેવ કરે છે. શુ તને મારાથી લવ તો નથી થઈ ગયો ને.. !!

આદિત્યના આમ કહેવાથી મિહીકા નું દિલ જોર જોરથી ધડકવા લાગે છે. એ પોતાની ઘડકનને કાબૂમાં લે છે અને કહે છે, લવ અને તારી સાથે પહેલાં પોતાનો ફેસ મીરરમા જોઈ લે.

આદિત્ય : હા રોજ જોઉં છું.. અને બીજાં પણ કહે છે હું બહું હેન્ડસમ છું. અને એ મિહીકાને કમરથી પકડીને પોતાની એકદમ નજીક લાવે છે. બંનેના શ્વાસોશ્વાસ એકબીજા સાથે તકરાઈ છે. અને બંને એકબીજાની ધડકનો મહેસુસ કરે છે. આદિત્ય મિહીકાની આંખોમાં આંખો પરોવીને પૂછે છે,,

આદિત્ય : શું હું નજીક આવું તો તને કંઈ મહેસુસ નથી થતું..

મિહીકા : ના..

આદિત્ય : પણ તારી ધડકન તો કંઈ ઓર જ કહે છે. તારી આંખોમાં તો મને મારાં પ્રત્યે પ્રેમ જ દેખાય છે.

મિહીકા : તુ તારી આંખ અને કાનનો ઈલાજ કરાવ.. તને બધું ખોટું જ દેખાય છે અને સંભળાઈ છે.

આદિત્ય : સારું તો એક કામ કરીએ હુ તને કીસ કરું છું અને જોઉં છું તારી ધડકન કેટલી ગતિએ ધડકે છે. અને એ મિહીકાની એકદમ નજીક જાય છે.

મિહીકા એને ધક્કો મારીને ભાગી જાય છે. આદિત્ય પણ એની પાછળ પાછળ આવે છે.

ધરા : અરે તમે બંને ક્યાં ચાલ્યા ગયા હતાં. અમે ક્યારના તમને શોધીએ છીએ.

આદિત્ય : અમે એક ટેસ્ટ આપવાં ગયા હતાં. એ મિહીકા તરફ જોઈને હસીને કહે છે.

મિહીકા એની તરફ આંખો મોટી કરી ગુસ્સો કરે છે.

ઈશિતા : ચાલો હવે પછીનો શું પ્લાન છે.

આદિત્ય : હવે તને એક મિરેકલ પ્લેસ બતાવું. જે જોઈને તને એવું લાગશે કે તુ અલગ જ દુનિયામાં આવી ગઈ છે.

સમીર : શુ તુ પેલી ટેકરીની વાત કરે છે.

આદિત્ય : હા

ધરા : wow મજા આવશે તો ચાલો જલ્દી ત્યાં પહોંચી જઈએ..

અને બધાં ગાડી તરફ જાય છે અને ગાડીમાં બેસી જાય છે.

થોડાં સમય પછી આદિત્ય એ ટેકરી પાસે ગાડી ઊભી રાખે છે. બપોર નમવાની તૈયારી કરતી હોય છે અને સુરજ પણ પશ્ચિમ તરફ જવા માટે ડગલાં માંડે છે.

આદિત્ય : ચાલો તો હવે જલ્દી જલ્દી પગ ઉપાડજો. ઉપરથી સનસેટ જોવાની મજા આવશે.

અને બધાં ફટાફટ ટેકરી ચઢવાની શરૂ કરે છે. આમ તો એ ટેકરી એટલી ઊંચી નોહતી પણ એ વિસ્તારના સૌથી ઊંચા વિસ્તારમાં આવી હોવાથી એની ઉપરથી આખું ગામ અને જંગલ દેખાતુ હોય છે.

ટેકરીના ટોચ પાસે પહોંચતા તો નીચેનું વાતાવરણ એકદમ આલ્હાદક નજર આવે છે. શિયાળાનો સમય હોવાથી ચારે ધુમ્મસ છવાયેલું હોય છે. જેના કારણે એવું લાગે કે જંગલમાં નાના નાના વાદળ સંતાકૂકડી રમતાં હોય છે. સુરજ પણ ધરતીની આગોશમાં સમાવવા માટે ઉતાવળો થતો હોય એમ જલ્દી અસ્ત થઈ રહ્યો હોય છે.

આદિત્ય બીજાં બધાને ઈશારો કરે છે. એટલે ધરા, સમીર અને ઈશિતા જાણી જોઈને ધીમે ધીમે ચાલે છે. આદિત્ય તો ફટાફટ ચઢીને સૌથી પહેલાં પહોંચી જાય છે. મિહીકા પણ આજુબાજુના સૌંદર્યને માણતાં માણતાં ટેકરી પર પહોંચે છે.

ઉપર જઈને એ આકાશમાં સૂરજને ડૂબતો જુએ છે સુરજના કેસરી રંગની લાલી એના ચેહરા પર છવાઈ જાય છે. એ આજુબાજુ એના દોસ્તને શોધે છે. એ આદિત્યને બૂમ પાડે છે. પણ કોઈ અવાજ આવતો નથી. પછી એ સમીર, ધરા અને ઈશિતાને પણ બોલાવે છે. પણ કોઈ તરફથી જવાબ આવતો નથી. એ ગભરાઈ જાય છે. એની આંખોમાં પાણી આવવા લાગે છે. તે આજુબાજુ બધાને શોધે છે.

અચાનક એને એની આજુબાજુ થોડે દૂર થોડાં થોડાં અંતર પર તસ્વીરો દેખાય છે. આંખોમાં પાણી હોવાને કારણે એને બધું ધૂંધળુ દેખાય છે. એ આંખોને સાફ કરે છે અને એ તસવીરો તરફ ફરીથી જુએ છે. એ તસવીર એની અને આદિત્યની હોય છે. એક તસવીર પાસે જઈને એ ઊભી રહે છે અને એની પર હાથ ફેરવે છે. એ તસવીર સગાઈના દિવસે આદિત્ય એને કીસ કરતો હતો એ હોય છે. મિહીકા એ તસવીરને જોઈને ખૂબ ખૂશ થઈ જાય છે. એ તસવીરને જોયા કરતી હોય છે. એટલામાં પાછળથી એક અવાજ આવે છે.

હું બની જાઉં શબ્દ,ને તુ બની જાય પંક્તિ,ચાલને એક કવિતા બનીએ..
હું બની જાઉં ગીત,ને તું બની જાય સૂર,, ચાલને એક સંગીત બનીએ...
હું બની જાઉં રંગ,ને તું બની જાય પીંછી,, ચાલને એક તસવીર બનીએ...
હું બની જાઉં પાંખડી,ને તું બની જાય પરિમલ,, ચાલને એક કુસુમ બનીએ...
હું બની જાઉં હ્રદય,ને તું બની જાય ધબકાર,, ચાલને એક જીવન બનીએ...

એ અવાજ સાંભળીને મિહીકાના હોઠો પર મુસ્કુરાહટ આવી જાય છે કેમ કે એ અવાજ આદિત્યનો હોય છે. મિહીકા પાછળ ફરીને જોઈ છે તો આદિત્ય એક બોર્ડ લઈને ઉભો હોય છે જેની ઉપર I LOVE YOU MIHIKA લખેલું અને એના બીજાં હાથમાં લાલ ગુલાબ હોય છે. મિહીકા દોડતી દોડતી જઈને આદિત્યને વળગી જાય છે. આદિત્ય પણ પત્રને જેમ પરબિડીયુ પોતાનામાં સમાવી લે એમ મિહીકાને પોતાનાંમા સમાવવા માંગતો હોય એમ એને જોરથી ભેટે છે. થોડો સમય એકબીજાના સાનિધ્યને માણીને તેઓ છૂટા પડે છે. મિહીકા આદિત્યની આંખોમાં જુએ છે.

મિહીકા : આદિત્યની છાતીમાં મુક્કો મારે છે અને કહે છે,, પાગલ ખબર છે આ બે દિવસ મે કેવી રીતે કાઢ્યાં. જ્યારે જ્યારે તુ મને નજરઅંદાજ કરતો હતો ત્યારે ત્યારે મારું દિલ ચૂર ચૂર થતું હતું. તુ નહી જાણતો હોય પણ તુ મારા અસ્તિત્વનો એક ભાગ બની ગયો છે. તારા વગરની મારી દુનિયાની મે કલ્પના પણ નથી કરી શકતી.

આદિત્ય : સોરી મિહીકા આમ તને સતાવવા માટે. તારા માટેની ફીલીંગની તો મને સગાઈના દિવસે જ ખબર પડી ગઈ હતી. પણ હુ તને સ્પેશિયલ રીતે પ્રપોઝ કરવા માંગતો હતો. અને એને માટે આ જગ્યાથી વધું સ્પેશિયલ જગ્યા બીજી કંઈ હોય જ્યાંથી આપણાં રિશ્તાની એક નવી શરૂઆત થઈ હતી.

મિહીકા : પણ તારા આ સ્પેશિયલ પ્રપોઝના ચક્કરમાં આ બે દિવસ મારી પર શું વિતી એનો તને ખ્યાલ છે ?

આદિત્ય : I am very sorry for hurt u..પણ હુ તને સરપ્રાઈઝ આપવા માગતો હતો. And by the way.. તુ પણ તો તારી ફીલીંગ મને કહી શકતી હતી ને. આમ તો બહું આજની વુમન કહે છે પોતાને તો આમાં કેમ પાછળ રહી ગઈ.

આદિત્ય : ઓ મિસ્ટર.. દુનિયા ગમે તેટલી એડવાન્સ થઈ જાય પ્રપોઝ તો તમારે જ કરવું પડશે. અને હુ તારા સપનાઓમાં નડતર રૂપ બનવા નોહતી માંગતી હતી.

આદિત્ય : ઓહ મિહીકા એ મારું સપનું નહોતુ. બસ મારા જીવનનો જે ખાલીપો હતો એને ભરવાં માટેનું એક ઝુનૂન હતું. પણ જ્યારથી તુ મારી જીંદગીમાં આવી છે ત્યારથી મને એકવાર પણ એનો ખ્યાલ નથી આવ્યો.

મિહીકા : સાચ્ચે.. તુ સાચું કહે છે ને ક્યાંક મારા કારણે તારા સપનાઓનું સેક્રેફાઈસ તો નથી કરતો ને.

આદિત્ય : ના બિલકુલ નહી. મારા જીવનમાં પોપ્સી અને તારાથી અગત્યનું બીજું કંઈ નથી. હવે હુ તમારાં બંને માટે જીવવા માગું છુ. પહેલાં મારી જીંદગીની મને કોઈ કીમત નોહતી પણ તારા મારી જીંદગી માં આવવાથી મને એવું લાગે છે કે મારી લાઈફ તારી અમાનત છે. તારા વગર હું મરવા પણ નથી માંગતો.

મિહીકા : આદિત્યના મોઢાં પર હાથ મૂકી દે છે અને કહે છે, ખબરદાર જો મરવાની વાત કરી છે તો.આપણે એકસાથે ઘણું જીવવાનું છે.

બંને જણાં એકબીજાની આંખોમાં ખોવાઈ જાય છે. આદિત્ય મિહીકાની નજીક આવીને એને કીસ કરવાં જાય છે. મિહીકા શરમાઈને મોઢુ ફેરવી લે છે.આદિત્ય મિહીકાનો ચેહરો પોતાની હથેળીમાં લે છે. અને કહે છે,

આદિત્ય : મિહીકા હવે તો હુ તારો બોયફ્રેન્ડ પણ છુ અને હસબન્ડ પણ બનવાનો છુ લાઈફ ટાઈમ માટે તો હવે તો હું હકથી તને કીસ કરીશ. અને તે પોતાના અધરોને મિહીકાના અધરો પર મૂકી દે છે. ભ્રમર જેમ ફૂલોનું રસપાન કરે છે તેમ આદિત્ય મિહીકાના હોઠોનુ રસપાન કરે છે. પછી છૂટા પડી મિહીકાના કપાળને ચૂમે છે.

એટલાંમા ધરા, સમીર અને ઈશિતા ચિલ્લાતા એમની પાસે આવે છે અને બધાં એકબીજાને વળગી જાય છે.

સમીર : તો ફાઈનલી તમે એકબીજાને પ્રપોઝ કરી જ લીધું.

આદિત્ય : અરે ક્યાં હજી માહીએ મને પ્રપોઝ નથી કર્યું.

આદિત્ય ના આમ માહ કહેવાથી બધાં એની તરફ આશ્ચર્યથી જુએ છે.

ઈશિતા : ઓઓઓ માહી.... તો જનાબે નવું નામ પણ આપી દીધું.

આદિત્ય : હા તો હુ એનો આદિ અને એ મારી માહી.. પણ હવે તમે અને કહો કે એ પણ મને એ થ્રી મેજીકલ વર્ડ કહે.

મિહીકા : ઓહ તો તે બોલીને ક્યાં કહ્યું છે. પહેલાં તુ કહે પછી હુ કહીશ.

આદિત્ય : ઓહ એવું છે તો આ લે.. એમ કહી તે ટેકરીની વચ્ચે જાય છે અને જોરથી I love you Mahi.... એમ કહે છે.. જેનો પડઘો આખાં વિસ્તારમાં પડે છે.

ધરા : ચાલ મિહીકા હવે તારી વારી તુ પણ બતાવી દે કે આપણે ગર્લ્સ પણ પાછળ નથી.

અને મિહીકા પણ દોડતી આદિત્ય પાસે જાય છે અને I love you Aadi... કહે છે. બંને એકબીજાને જોરથી hug કરે છે. બધાં મિત્રો ખુશ થઈને તાળીઓ પાડીને એમને ચિયર કરે છે. અંધારું થવાનું હોવાથી બધાં નીચે ઉતરે છે આખી ટેકરી આદિત્ય મિહીકા એકબીજાના હાથ પકડીને ઉતરે છે.

નીચે આવી તેઓ ગાડીમાં બેસવા જાય છે ત્યારે સમીર કહે છે, આદિત્ય હવે ગાડી હું ચલાવીશ તમે બંને પાછળ બેસો. ધરા સમીરની બાજુમાં આગળ બેસી જાય છે. આદિત્ય અને મિહીકા બંને પાછળ બેસે છે. ગાડીમાં પણ તેઓ એકબીજાનો હાથ પકડી રાખે છે. મિહીકા આદિત્યના ખભા પર માથું નાંખીને આંખો બંધ કરી દે છે. અને બંને જણાં પોતાના જીવનના નવા સફરમાં કદમ રાખે છે.


** ** **

મિત્રો આ સાથે આ વાર્તાનો હુ અહીં અંત કરું છું. મને ઘણાંના મેસેજ આવ્યાં કે આ સ્ટોરીને આગળ વધારુ પણ હવે આ સ્ટોરીને વધું ખેંચવી મને યોગ્ય ના લાગ્યું.. એટલે આદિત્ય અને મિહીકાનો સફર અહીં જ પૂરો થાય છે. આપ સૌએ મારી સ્ટોરી વાંચી એને વખાણી એ બદલ હું આપ સૌનો હ્રદયપૂર્વક આભાર માનું છું. મારાથી ભૂલમાં કંઈ ખોટું લખાઈ ગયું હોય કે કહેવાય ગયું હોય તો માફ કરશો.. ફરી મળીશું કોઈ નવી કહાની સાથે ત્યાં સુધી હસતાં રહો.. think positive and be optimistic..


- Tinu Rathod ' Tamanna '