પ્યાર તો હોના હી થા - 19 Tinu Rathod _તમન્ના_ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્યાર તો હોના હી થા - 19


( આપણે આગળના ભાગમાં જોયું કે આદિત્ય અને મિહીકા બંનેને એમનાં પ્રેમનો એહસાસ થઈ જાય છે. આદિત્ય સમીર સાથે મળીને મિહીકાને પ્રપોઝ કરવાનો પ્લાન કરે છે. હવે જોઈશું આગળ શું થાય છે. )

આદિત્ય સમીરને એનો પ્લાન સમજાવે છે. અને બંને આદિત્યના ઘરે જાય છે. આદિત્ય ફટાફટ એનું લેપટોપ ખોલે છે. અને તેમના આહવા-ડાંગના ફોટાનું ફોલ્ડર ખોલે છે. અને ફટાફટ એક ફોટો સમીરને બતાવે છે. સમીર પણ એ ફોટો જોઈને એની તરફ જોઈને સ્માઈલ આપે છે. એ ફોટો જ્યારે તેઓ સુરજ સાથે એ ટેકરી પર ગયા હતાં ત્યારે આદિત્ય મિહીકાને હાથનાં ઈશારાથી કંઈક બતાવતો હોય છે, અને મિહીકા એ તરફ જોતી હોય છે ત્યારે સમીરે ક્લીક કરેલો ફોટો હોય છે.

આદિત્ય : સમીર તુ આને મોટો કરાવી મસ્ત ફ્રેમમાં મઢાવી લાવજે..

સમીર : હા ગુડ આઈડિયા.. મારી પાસે પણ તારા માટે એક મસ્ત સરપ્રાઈઝ છે. એમ કહી એ એના મોબાઈલના પીક બતાવે છે.જે જોઈ આદિત્યની આંખો પહોળી થઈ જાય છે અને એ કહે છે,

આદિત્ય : અબે યાર.. આ તે ક્યારે લીધાં..

સમીર : ખડખડાટ હસે છે અને કહે છે. Don't underestimate to your best friend.. hahaha.. તને શું લાગે છે અમે બધાં બેવકૂફ છે. અરે તમારો લવ તો અમને તમારા કરતાં પહેલાં ખબર પડી ગયેલી.

આદિત્ય : શું ? તમને પેહલેથી ખબર હતી. પણ કેવી રીતે !!

સમીર : અરે તુ જે રીતે એની બધી વાત માની લે છે, એ તારી આટલી કેર કરે છે, અને ખાસ તો તમે બંને એકબીજાને જે રીતે જુઓ છો. તેના પરથી કોઈને પણ ખબર પડી જાય છે. કે u guys are love each other.. અમને પણ પહેલાં જ ખબર પડી ગઈ હતી એટલે તો મે ધરા અને ઈશિતાએ પ્લાન બનાવ્યો કે તમને બંનેને અલગ અલગ લઈ જઈને પૂછીએ..

આદિત્ય : ઓહ તમને ખબર હતી !! અમે જ ડફર છે કે અમને એકબીજા પ્રત્યેની ફીલીંગ્સ થોડી મોડી ખબર પડી.. પણ એ કહે તે ફોટા પાડ્યા ક્યારે ?

અને આદિત્ય સમીરના મોબાઈલમાં ફોટા જોઈ છે. એમાં આદિત્ય અને મિહીકાના ખૂબ જ સુંદર ફોટાઓ હોય છે. એ એકદમ નેચરલ હતાં એટલે બહું જ સુંદર લાગતાં હતાં. કેમકે સમીરે એ ફોટાઓ આદિત્ય અને મિહીકાની જાણકારી વગર પાડ્યાં હતાં, એટલે બંનેના કુદરતી હાવભાવ ફોટામાં આવ્યાં હતાં. સમીરે જ્યારે મિહીકા સગાઈ માટે તૈયાર થઈને આવે છે ત્યારે આદિત્ય અને મિહીકા જ્યારે આંખના ઈશારાથી એકબીજા સાથે વાતો કરતાં હતાં ત્યારનો, આદિત્ય જ્યારે મિહીકાને હાથનાં પકડીને લઈ જાય છે અને બંને એકબીજાની આંખોમાં ખોવાઈ જાય છે ત્યારે, આદિત્ય મિહીકાને કીસ કરે છે ત્યારે, મિહીકા શરમથી નીચું જોઈને હસે છે ત્યારે, આદિત્ય -મિહીકા બંને એકબીજાનો હાથ પકડીને આવે છે ત્યારે, એમ અલગ અલગ ફોટાઓ ખૂબ સુંદર રીતે લીધાં હોય છે.

આદિત્ય ફોટાઓ જોઈને એમાં જ ખોવાય જાય છે. એના ચેહરા પર આપોઆપ સ્માઈલ આવી જાય છે.

સમીર : હવે મન ભરીને પીક જોવાઈ ગયા હોય તો હવે આગળ શું કરવું એ કેહશે..

આદિત્ય : આદિત્ય જાણે તંદ્રામા હોય એમ ઝબકીને સમીર તરફ જુએ છે અને કહે છે,

આદિત્ય : હે.. હાહા.. તુ શું કહે છે !

સમીર : હુ કહું છું કે હવે આગળ શું કરવાનું છે.

આદિત્ય : યાર મારે મિહીકાને એકદમ સ્પેશિયલ રીતે પ્રપોઝ કરવું છે. અને તમારે મને એમાં હેલ્પ કરવાની છે.

સમીર :હા તો તુ કહે તેમ કરીશું..

આદિત્ય : થોડાં દિવસ પછી આપણી ફાઈનલ એકઝામ આવશે. અને અમારાં મેરેજ. તો આપણે કાલે કેન્ટીનમાં આ ટૉપિક ઉઠાવીશું. તુ ધરા અને ઈશિતાને પણ સમજાવી દેજે કે એમણે મારી હા મા હા મિલાવવાની છે. બસ બીજી વાત કાલે.

સમીર : ઓકે હુ ધરા અને ઈશિતાને સમજાવી દઈશ. તો કાલે કૉલેજમાં મળીએ.

આદિત્ય : ઓ કૉલેજ વાળા... પહેલાં મને અમારા બધાં પીક સેન્ડ કર. પછી આપણે સાથે જઈને પીક સિલેક્ટ કરીને ફ્રેમ કરાવી લઈએ..

સમીર આદિત્યને એના અને મિહીકાના બધાં પીક સેન્ડ કરે છે. આદિત્ય બધાં પીક લેપટોપમા લઈ લે છે અને એમાંથી થોડાં પીક સિલેક્ટ કરી પેન ડ્રાઈવમાં લઈ લે છે અને બંને ફોટો સ્ટુડીયોમા જાય છે. ત્યાં એ લોકોને કંઈ રીતના ફોટા જોઈએ છે એ સમજાવી આજે જ જોઈએ છે એ પણ કહે છે. અને સ્ટુડીયોવાળા રાતે આપી દેશે એમ કહે છે. આદિત્ય રાતે પીક કલેક્ટ કરી લેશે એમ નક્કી કરી બંને પોત પોતાના ઘરે જાય છે.

આદિત્ય ઘરે જઈ થોડો સમય એના પપ્પા સાથે વાતો કરે છે. પછી ડીનર કરી એની ગાડી લઈને બહાર જાય છે. રાતે પીક કલેક્ટ કરી ઘરે આવે છે.
આજે એ જાણી જોઈને મિહીકાને ફોન કે મેસેજ નથી કરતો. બેડ પર આડા પડી એ મોબાઈલમાં એના અને મિહીકાના પીક જોયા કરે છે. અને મનમાં જ કહે છે, " બસ મિહીકા આજની રાત જ છે આપણી વચ્ચે કાલે હુ તને મારા દિલની વાત કહી દઈશ અને હંમેશા માટે તને મારી બનાવી લઈશ." અને એ સવારના ઈન્તજાર મા સૂઈ જાય છે.

આ બાજું મિહીકા આદિત્યના ફોન કે મેસેજ ના આવતા બેચેન રહે છે. એ વારંવાર ફોન હાથમાં લઈ જોયા કરે છે. અને પોતે જ દિલાસો આપે છે કે, " મિહીકા તને તો ખબર જ છે કે આદિત્ય તને લવ નથી કરતો તો પછી શા માટે એવી આશ રાખે છે. મૃગજળ પાછળ ભાગવાથી તરસ નથી છિપાતી. " એની આંખોમાથી આંસુ વહેવા લાગે છે. એ આંખોને સાફ કરે છે અને નિરાશ થઈને સૂઈ જાય છે.

* * *

આજે મિહીકાનુ મન કૉલેજ જવા માટે પણ નથી માનતું પણ પછી વિચારે છે કે આદિત્યને જોવા વગર તો એનો આંખો દિવસ કેવી રીતે જશે. અને એ ફક્ત આદિત્યને જોવા માટે કૉલેજ જાય છે.

કૉલેજ પહોંચતા જ ગેટ પર આદિત્ય એની રાહ જોતો હોય છે. એ પોતાના દિલની ધડકનને કાબૂમાં લે છે. અને ચેહરા પર સ્માઈલ લાવીને એની તરફ જાય છે અને કહે છે,

મિહીકા : અરે વાહ આજકાલ તો કોઈ બહુ સિરિયસ છે ને સ્ટડી માટે.

આદિત્ય : હા તો એકઝામ નજીક છે તો ભણવું તો પડે જ ને.

આદિત્યના આ જવાબ થી મિહીકાની આંખોમાં એક ઉદાસી છવાઈ જાય છે. જે આદિત્ય નોટિસ કરે છે. અને મનમાં જ કહે છે ( સોરી મિહીકા આમ તને ઉદાસ કરવાં માટે પણ બસ થોડો સમય જ આ ઉદાસી તારા ચેહરા પર રેહશે.) અને બંને ક્લાસમાં જાય છે. જ્યાં ધરા અને સમીર પેહલેથી જ હાજર હોય છે. સમીરે ધરા અને ઈશિતાને બધી વાત કરી દીધી હોય છે અને એમણે શું કરવાનું છે એ પણ સમજાવી દીધું હોય છે.

મિહીકા : અરે વાહ આજકાલ તો બધાં જ એકઝામના કારણે સ્ટડીમા બહું સિરિયસ થઈ ગયા છે. લાગે છે મારો નંબર ખતરામાં છે. અને બધાં હસવા લાગે છે.

બ્રેક ટાઈમમાં બધાં કેન્ટીનમાં ભેગાં થાય છે અને આદિત્ય વાતની શરૂઆત કરે છે.

આદિત્ય : hey guys.. હું શું કહુ, થોડા સમયમાં આપણી એક્ઝામ ચાલું થઈ જશે. પછી મારા અને મિહીકાના મેરેજ આવશે. તો, પહેલાં એકઝામ અને પછી મેરેજની તૈયારીમાં આપણને એન્જોય કરવાનો બિલકુલ સમય નહી મળશે. તો મારો વિચાર છે કે આપણે ક્યાંક વન ડે પિકનિક પર જઈએ.

સમીર : હા ગુડ આઈડિયા.. આપણે કશે જઈએ. બહું મજા આવશે

ઈશિતા અને ધરા પણ હા કહે છે અને મિહીકાને પૂછે છે મિહીકા તુ શુ કહે છે.

મિહીકા : ના યાર તમે જઈ આવો મારું મુડ નથી.

ધરા : અરે પણ કેમ ? ચાલને મજા આવશે

મિહીકા : ના સાચે મારું બિલકુલ મુડ નથી. તમે જઈ આવો.

ઈશિતા : અરે યાર આવું શા માટે કરે છે ચાલને, આદિત્ય તુ સમજાવ.

આદિત્ય : મિહીકા ચાલને બધાં જ સાથે જઈશું તો મજા આવશે. પછી તો આપણે બહું બીઝી થઈ જશું. એકઝામની પ્રીપરેશન અને મેરેજની તૈયારીમાં એકબીજાને મળવાનો સમય પણ મળે કે ના મળે.

મિહીકા મનોમન વિચારે છે કે આદિત્ય બરાબર કહે છે આ જ સમય છે આદિત્ય સાથેના સમયને ભરપૂર માણવાનો. તો પછી હાથે કરીને શા માટે એને જવા દઉ. પછી તો અમારી મંજિલ અલગ જ છે. પછી આવો સમય મળશે કે નહીં એ પણ શુ ખબર. અને એ પણ હા કહે છે. બધાં ખુશ થઈ જાય છે.

મિહીકા : સારું આપણે જઈશું પિકનિક પર. પણ ક્યાં એ તો નક્કી કરો.

સમીર, ધરા, ઈશિતા બધાં પણ એકીસાથે હા કહી આદિત્ય તરફ જુએ છે.

આદિત્ય : ઓકે. મે કંઈક વિચાર્યુ છે.

સમીર : શું ?

આદિત્ય : આપણે બધાં આહવા - ડાંગ જઈએ તો કેવું રહે ?

શુંઉઉઉઉ..... પાછાં આહવા - ડાંગ !

આદિત્ય : હા આપણે પહેલા પણ ત્યાં ગયા છે પણ ત્યારે આપણે પ્રોજેક્ટ માટે ગયા હતાં તો અને આપણી દોસ્તી એટલી ગહેરી પણ નોહતી હતી. તો આપણને એન્જોય કરવાનો કે આજુબાજુની પ્રકૃતિને માણવાનો સમય વધારે નોહતો મળ્યો.

સમીર : હા વાત તો તારી સાચી છે. આપણી દોસ્તીની જ્યાંથી શરૂઆત થઈ છે ત્યાં જ એને વધું પાક્કી કરીશું.

મિહીકા : હા અને આ વખતે ફક્ત એન્જોય જ કરીશું કોઈ સ્ટડીની વાત નહી

ધરા : ઓહ આ તુ કહે મિહીકા.. જેના દિમાગમા સ્ટડી સિવાય બીજી કોઈ વાત જ નથી હોતી. અને બધાં હસવા લાગે છે.

ઈશિતા : સારું તો આહવા - ડાંગ ફીક્સ. હવે એ કહો જવાનું ક્યારે છે ?

આદિત્ય : કાલે જ.

ઈશિતા : શું કાલે જ !!

આદિત્ય : હા કાલે શિનવાર છે તો કાલે એક પણ સબ્જેક્ટના લેકચર નહી હશે કાલે ખાલી જનરલ જ સબમીટ કરવાની છે તો કાલે એ સબમીટ કરીને આપણે અહીંથી જ નીકળી જઈશું. અને રાતે ડીનર કરીને પોત પોતાના ઘરે. તો બીજા દિવસે રવિવારના દિવસે રિલેક્સ પણ થવાશે.

સમીર : ગુડ આઈડિયા.. તો કાલે પાક્કું.. અને તે ત્રણેય સહેલીઓને પૂછે છે. અને તેઓ પણ હા કહે છે. અને બધાં કાલે કૉલેજ પર મળવાનું નક્કી કરીને છૂટા પડે છે.

** ** **

વધું આવતાં ભાગમાં..

મિત્રો આ વાર્તા હુ અહીં આ ભાગમાં જ પૂરી કરવાની હતી પણ આ ભાગમાં જ થોડું વધારે લખાય ગયું હોવાથી આ ભાગ અહીં જ પૂરો કર્યો છે. હવે આદિત્ય મિહીકાને પોતાના દિલની વાત કંઈ રીતે કેહશે એ જોઈશું વાર્તાના આગળના એટલે કે છેલ્લા ભાગમાં. વધું રાહ જોવડાવા માટે માફ કરશો.