Featured Books
શ્રેણી
શેયર કરો

સદગુરૂ - ઈન્નર એન્જિનિયરિંગ - ૧



Inner Engineering

સપ્ટેમ્બર 20 2016 માં પ્રકાશિત થયેલી સદગુરૂ દ્વારા લિખિત આ બુક new york times bestsellerthe રહી ચૂકી છે. આ બુક સાત ભારતીય ભાષાઓમાં અવેલેબલ છે.

આધ્યાત્મિકતા એક ગંતવ્ય છે એવી લોકોની ભુલ ભરેલી માન્યતા હોય છે.આપણે ફક્ત માત્ર આપણું ચિંતન વધારવાના હેતુ વગર જ જીવનને જોવાની જરૂરિયાત છે.લેખક સદગુરુ જન્મથી જ શંકાશીલ હતા કોઈપણ નિષ્કર્ષ કાઢવાની જરૂરિયાત સમજ્યા વગર બધી જ બાબતો પર પ્રશ્ન કરતા
મનુષ્યને પોતાની પાસે જે પણ છે ત્યાંથી હંમેશાં વધારે મેળવવા માટેની ઉત્કટ ઇચ્છા હોય છે એટલે કે જે ક્ષણે મનુષ્ય પોતાની સીમાઓ પ્રત્યે સભાન થાય છે તો તે તેને તોડવા માંગશે જ.

સાચું સુખ :-

દરેક વ્યક્તિ માત્ર ને માત્ર એક જ વસ્તુ ની શોધમાં છે તે છે આનંદ. તે લોકો વ્યવસાય, નોકરી-કારકિર્દી ,પરિવાર અથવા પ્રેમ દ્વારા મેળે છે.આ બધાને જ લોકો કદાચ આનંદનો અર્થ સમજતા હોય છે. આપણી ખુશહાલીનું અત્યંત મહત્વ છે એટલે કે સુખનો એક ઊંડો અર્થ છે અને તે આપણા જીવનના વિવિધ ક્ષેત્રો દ્વારા પ્રસરે છે.
પરંતુ દુનિયામાં તમારી સફળતાનો આધાર એ છે કે તમે તમારા શરીર અને મનની શક્તિઓનો કેટલી સારી રીતે ઉપયોગ કરો છો,એવા વૈજ્ઞાનિક પુરાવાઓ છે કે જો તમે 24 કલાક માટે આનંદિત રહી શકો તો તમારી બૌદ્ધિક ક્ષમતા બમણી થઇ જાશે.

મોટા ભાગે જે લોકો પોતાને સુખી માને છે તેઓનાં જીવનનો સાર પોતે એ જ છે કે તેણે સંજોગો અનુસાર પોતાના શરીર અને મનનો પુરેપુરો ઉપયોગ કર્યો. જ્યારે દુખી લોકો પોતાનાં જીવનનો સાર એ કાઢે છે કે સંજોગો અનુસાર તેણે સંજોગો અનુસાર પોતાના શરીર અને મનનો પૂરતો ઉપયોગ કર્યો નહિં. બાકી બધા માત્ર ફરીયાદ નોંધાવતા દોષિત હોય છે.જેઓને સુખ કે દુઃખ કોઈ ખબર નથી.

આમ છતાં જો કે જીવન જીવવાની સરળ જીવનશૈલીએ માનવજાત પર બોજ વધાર્યો છે કામ કરવા ,કુટુંબ વધારવા પ્રજનન કરવા અને મૃત્યુ પામવા આ દરેક વસ્તુ આજે એક પડકારરૂપ છે. આપણે એવી વસ્તુઓની સાથે સંઘર્ષ કરીએ છીએ જે અન્ય સજીવો માટે બહુ જ સહેલી છે આપણી આંતરિક પરિસ્થિતિ એઠવાડ એક ગંદકી જેવી બની ગઈ છે આપણે હંમેશા બહારથી આનંદ ચૂસવાનો પ્રયાસ કરીએ છીએ પરંતુ વાસ્તવિક આનંદ અંદરથી જ આવવો જોઈએ બધા જ માનવીય અનુભવો સૌ ટકા સ્વયં સર્જિત છે.
સાચું સુખ મેળવવા માટે સાચા કામ:-

શાંતિ અને આનંદ આધ્યાત્મિકતાના ધ્યેય નથી પરંતુ તે સુખાકારી માટેની મૂળભૂત આવશ્યકતાઓ છે .એક વખત ઈશા યોગ કેન્દ્રની શોધમાં આવનાર કોઈએ સ્થાનિક છોકરાને પૂછ્યું કે યોગ કેન્દ્ર કેટલુ દૂર છે તો આ છોકરાએ કહ્યું 24,996 માઈલ અને તે માણસ હેબતાઈને ભયભીત થઈ ગયો હતો છોકરાએ તેને કહ્યું તમે જે રીતે જે દિશામાં જઈ રહ્યા છો તેથી જો તમે તમારી દિશા પલટી નાખો તો તે યોગ કેન્દ્ર માત્ર ચાર માઈલ જ છે.
જો તમે બહારની તરફ જાઓ તો પ્રવાસ અનંત છે જ્યારે અંદરની બાજુ માટે તે માત્ર એક ક્ષણ જ છે
"ગરીબી દૂર કરવા શું કરવું ?" તે માટેનાં એક આંતરરાષ્ટ્રીય સંમેલનમાં સદગુરૂ ગયા હતા ત્યાં નોબેલ પારિતોષક વિજેતા સહિત અનેક વિખ્યાત જાહેર વ્યક્તિઓ દ્વારા હાજરી આપવામાં આવી હતી તેઓ માથી એક વ્યક્તિ દ્વારા તેમને પૂછવામાં આવ્યું કે શું આ એક દિવ્ય ઈચ્છા નથી? તેઓએ જવાબ આપ્યો કે જો તમારા પડોશી ગરીબ છે તો તે એક દૈવી ઈચ્છા છે પરંતુ જો તમે ગરીબ છો અથવા તમારું બાળક ભુખથી મૃત્યુ પામવા જતું હોય તો તમે તેના વિશે કંઈક કરશો જ
બાકી તો ભાગ્ય અને ડેસ્ટીની એક એવા શબ્દ છે જે નિષ્ફળતા સાથે સંકળાયેલા છે અને આપણી જાતનું સમાધાન કરવા માટે છે ખાસ કરીને જ્યારે આપણે પરિસ્થિતિ માટેની જવાબદારી લેવા નથી માગતા

સ્ટોરી:-

એક સાંજે sankaran pillai તેમના મિત્રો સાથે ઝડપી ડ્રીંક પતાવવા માટે બહાર નીકળી ગયો ઝડપી ડ્રીંક પતાવવા વધારે સમય પસાર થઈ ગયો તેનો તેને ખ્યાલ નહોતો આવ્યો, તે રાત્રી માં નશામાં અને અર્ધજાગૃત અવસ્થામાં ઘરે પહોંચવા જેમ તેમ કરી ગમે તે રીતે ઘરે પહોંચ્યો રસ્તામાં માર્ગ પર તે ગુલાબના કાંટાદાર ઝાડવા ઉપર પડી ગયો અને તેના ચહેરા પર ઘણા બધા ઉઝરડા અને જખમો પડ્યા આ જખ્મો પર તે ઝડપથી બેન્ડે-એડ લગાવી અને શાંતીથી પથારીમાં સુઈ ગયો બીજા દિવસે સવારે તે જ્યારે ઊંઘી રહ્યો હતો ત્યારે તેની પત્નીએ તેના ચહેરા પર ઠંડું પાણી રેડી અને તેને બાથરૂમમાં ઢસડીને લઇ ગઈ અને બતાવ્યું કે તેણે બધી જ બેન્ડે-એડ અરીસા પર લગાવી હતી
આ સુખાકારી મેળવવા માટે પ્રથમ આપણે પોતાની જાતને સુધારવાની જરૂરીયાત છે તમે તમારી સુખાકારી તરફ જ તમારૂ નસીબ બનાવો ભલે તમારી આસપાસ જે પણ થઈ રહ્યું હોય તેની ચિંતા ના કરો.
સ્ટોરી
એક ઠંડા શિયાળાની બરફના પ્રદેશમા એક માણસે તેની બાજુમાં બિયર રાખીને માછીમારી શરૂ કરી એક પછી એક બિયરના કેન ખાલી થઈ ગયા અને તેની બપોરે ચાર વાગ્યા સુધી પકડેલી માછલીઓની ટોપલી ખાલી જ હતી એક યુવાન છોકરો તેના કાનમાં મોટેથી વાગતા સંગીતના દેકરા સાથે ત્યાં આવ્યો અને તરત જ છોકરાએ બે મોટી માછલીઓ પકડી આ જોઈ તે માણસને આઘાત લાગ્યો તેણે તે છોકરાને પૂછ્યું તો છોકરાએ તેણે કહ્યું કે એક માછલી ને પકડવા માટે તમારે માછલીનાં ચારાના જીવડાઓ ગરમ રાખવા પડશે
આમ જો તમે તમારા બગીચાને ફૂલ થી હર્યો-ભર્યો રાખવા માગતા હો તો તમારે નિયમિત રીતે પાણી ખોરાક સૂર્યપ્રકાશ આપવું જોઈએ અથવા તમે માછલીઓ પકડવા માગતા હો તો તમારે ચારાના જીવડાઓ ગરમ રાખવા જોઈએ જો તમે ઇચ્છતા હો કે તમારી સાથે સાચી વસ્તુઓ થવી જોઈએ તો તમારે પણ સાચી વસ્તુઓ કરવી જ રહી
જવાબદારી-એક સંકટ કે એક સોપાન
બહારના દેશમાં એક સાંજે એક યુગલ વચ્ચે દલીલ થઈ કે બંનેમાંથી કોણ ઘરનું આગળનું બારણું બંધ કરશે. કોઇ દંપતી માટે આ હસવાની બાબત નથી તેઓએ નક્કી કર્યું કે કોણ લાઈટ બંધ કરશે અથવા કુતરાને ચાલવા લઈ જશે આ બાબતો બંને વચ્ચે છૂટાછેડાનું કારણ પણ બની શકે તે હદની હતી બંન્ને માંથી જે કોઇ પ્રથમ શબ્દ ઉચ્ચારે ત બારણું ખોલી ખોલશે તેવી શરત થઈ આમ બંને લાંબા સમય માટે મૌન બેઠા બે લંપટ લુચ્ચાઓ ત્યાંથી પસાર થતા હતા તેઓએ પોતાનું નસીબ અજમાવવાનો નિર્ણય કર્યો અને તેઓ ઘરની અંદર પ્રવેશ્યા થોડી કીમતી ચીજો અને દાગીના લીધા ,રાત્રિ ભોજન તૈયાર હતું તે પણ જમ્યા, તેની પત્નીને ગાલે ચુંબન પણ કર્યું આમ છતાં પણ બંનેમાંથી કોઈએ એક શબ્દ પણ ઉચ્ચાર્યો નહિ જ્યાં સુધી બંનેમાંથી એક લુચ્ચાએ રેઝર લઈને પતિની મુચ્છો કાપવા માટે પતિને સ્પર્શ ના કર્યો ત્યાંરે પતિએ મોટેથી બરાડો પાડ્યો અને બારણું બંધ કર્યું અને આમ બન્ને વચ્ચેના મૌન નો અંત આવ્યો
ઉપરોક્ત વાર્તા માં કોણ જવાબદાર હતું ? આપણે જે આજે છીએ તે માટે જવાબદાર કોણ છે ? આ ઉપરાંત આપણી પરિસ્થિતિ માટે જુદી જુદી ભિન્નતાઓ અને જુદા જુદા લોકોના દોષ સાથેની આપણી એક જ વાર્તા છે પ્રાચીન સમયથી જ કોઇ માણસને દુઃખી કેવી રીતે બનવું તે અંગેની કોઈ સલાહ લેવાની આવશ્યકતા નથી પડી જવાબદારી ઉપાડવા નો અર્થ તમારા જીવનમાં ફેરફાર કરે છે તમે તમારા પોતાના નિયતિના માલિક છો
જવાબદારી એટલે પ્રતિસાદ કરવાની ક્ષમતા જ્યારે ઓફિસમાં કંઈ ખોટું થાય છે ત્યારે આપણે દોષ દેવા માટે આંગળીઓ ઉભી કરી શકીએ છીએ અથવા આપણો ગુસ્સો વધારી શકીએ છીએ વૈકલ્પિક રીતે આપણે જવાબદારી લેવાનું પસંદ કરી શકીએ છીએ જવાબદારી એટલે દોષ પોતાના પર લેવું નથી પરંતુ પરિસ્થિતિને પ્રતિભાવ આપવાનું છે પ્રતિક્રિયા આપવાને બદલે આપણે ઉકેલ જોઈએ છીએ ગુસ્સો એ સ્વને પરાજિત કરવાનું સાધન છે અથવા બીજી ભાષામાં કહી શકાય તો ગુસ્સો પરિસ્થિતિઓ સામે આપણી પોતાની જાતને પરાજિત થવાની નિશાની છે કારણ કે ગુસ્સો આનંદ બને આપણે જ આપણી અંદરથી આવેલા અનુભવો છે ગુસ્સો એ સ્વ-પરાજયની નિશાની છે એટલે કે તમે તમારી વિરુદ્ધ કાર્ય કરી રહ્યા છો.
એકવાર બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન નાઝી સૈનિકો ઓસ્ટ્રિયા માંથી એક ઘરમાં પ્રવેશી કુટુંબને વિભાજિત કરી અને તેમના બાળકોને લઈ ગયા એક ૧૩ વર્ષીય છોકરી અને તેનો એક આઠ વર્ષનો ભાઇ હતો તેઓને રેલ્વે સ્ટેશન પર લઈ જવામાં આવ્યા હતા બધા બાળકો ને લાવવા આવતી ટ્રેનમાં ચડવામાં આવી હતી આ છોકરીએ જોયું કે તેનો ભાઈ શિયાળામાં પોતાની સાથે જૂતાને ભૂલી ગયો હતો અને બહેને ભાઇને બેદરકાર રહેવા માટે ઠપકો કર્યો આમ પછી નાં સ્ટેશન પર ભાઈ અને બહેન અલગ થઈ ગયા અને તે છેલ્લા શબ્દો હતા જે તેણીએ તેના ભાઈને કહ્યા હતા વર્ષો પછી જ્યારે તેણી નાઝીઓના એકાગ્રતા શિબિર માં થી બહાર આવી ત્યારે તેણી પોતાના પરિવારની એકમાત્ર હયાત સભ્ય હતી અને બીજા બધા પરીવારના સભ્યોને મારી નાખવામાં આવ્યા હતા અને તેણીની છેલ્લી યાદશક્તિ એ તેના કઠોર શબ્દો હતા જે તેણે તેના ભાઈને કહ્યા હતા તે સમયથી તેણે એક ગંભીર નિર્ણય કર્યો કે તે જેને પણ મળે તેની સાથે તે કોઈ દિવસ ખરાબ રીતમાં વાત નહીં કરે અને તેને જ્યારે પણ કોઈની સાથે ખરાબ રીતે વાત કરવાની ઈચ્છા થાય તો ભાઈ ને યાદ કરશે અને કોઈ વસ્તુ બદલ તે ખેદ કે દુઃખી નહીં કરે.
આધ્યાત્મિકતાનો ઉદ્દેશ તમે પોતાની જ બનાવેલી સીમાઓને તોડવાનું છે.

યોગની પરીભાષા:-

યોગએ પોતાની જાતની સાથે એક સંપૂર્ણ એલાઈમેન્ટમા રહેવાનું તથા સમગ્ર અસ્તિત્વની સાથે સંવાદિત્તા અને સુમેળમાં રહેવાનું વિજ્ઞાન છે. જ્યારે તમે તમારી જાત સાથે સંવાદિતતા માં હો તો તમારી ઉર્જાનું વહન પણ સુંદર રીતે થતું રહેશે. થોડું સુખ તમને પ્રોત્સાહિત કરે છે તેવી જ રીતે એક નાનો માથાનો દુખાવો પણ તમારા ઉત્સાહને દૂર કરી દે છે અને તે તમારી પ્રોડક્ટીવિટી ને અસર કરે છે યોગ દ્વારા આપણે આપણું શરીર અને મનને ઉચ્ચતમ સ્તરની ઉજૉ અને કાર્યક્ષમતા પર આપણે રાણી શકીએ છીએ અને આપણી આંતરિક ઉર્જાની તેજસ્વીતાને અકલ્પનીય સ્તર સુધી પહોંચાડી શકીએ છીએ.
યોગ એ જ્ઞાનને લાવવાનું(બુદ્ધિ) ,ભક્તિ (સમર્પણ) કર્મ (ક્રિયાઓ) અને ક્રિયા (ઉર્જાઔ) આ બધાને સુમેળ માં સાથે લાવવાનું એક વિજ્ઞાન છે. આપણા બધામાંથી મોટાભાગના માટે આ બધા ચાર જુદી જુદી દિશામાં વહે છે અને આ બધાને એકસાથે લાવવાનું મુશ્કેલ છે.
આ વસ્તુ માનવ હોવું એ સુપર છે તેની અનુભૂતિનો સાક્ષાત્કાર કરવા માટે છે.આનંદિત રહેવું અને પોતાની અંદર શાંતિપૂર્ણ રહેવું એ માનવ માટે શક્ય છે આ બધા સુપરમેનના ગુણો નથી.
શરીરએ સૌથી વધું પોતાનામાં જ સંપૂર્ણ અને રસપ્રદ મશીન છે. તમે એક વૃક્ષ અથવા છોડ ની સામે થોડી મિનિટો સુધી બેસો ઝાડનો ઉછ્વાસ તમારા શ્વાસમાં અને તમારો ઉછ્વાસ તે વૃક્ષ પોતાના શ્વાસમાં લે છે આની અનુભૂતિ મેળવવાનો પ્રયત્ન કરો અને તેની સાથે મનોવૈજ્ઞાનિક સંબંધ સ્થાપિત કરો આ બધું વારંવાર કરો અને ધીમે ધીમે તમે તમારી આસપાસની વસ્તુઓ સાથે જોડાવાનું શરૂ કરો.


જ્યારે તમે આસપાસના લોકો અને તેના શરીરના હલનચલન અને ઊઠવા બેસવાની ક્રિયાઓનું નિરીક્ષણ કરશો તો તમે જાણશો કે કેટલાક લોકો અન્ય લોકો કરતાં વધારે દ્રષ્ટિકોણ અને વધારે ચીંતન ધરાવતા હોય છે જો તમે તમારી સ્પાઇન એટલે કે કરોડરજ્જુને ટટ્ટાર હાલતમાં રાખીને થોડા કલાક બેસી રહો તો તે તમારા જીવન પર અત્યંત ઉપયોગી અસર કરશે. તમને તમારા અસ્તિત્વની ભુમિતી વિશે જાણકારી મળશે.
આપણું શરીર એક કેબલ ટીવીના એન્ટીના જેવું છે જો તમે યોગ્ય શારીરિક અવસ્થા માં રહો છો તો આપણી આસપાસની મોટાભાગની બધી વસ્તુ પ્રત્યે સંવેદનશીલ એટલે કે ગ્રહણશીલ બનીશું અન્યથા આપણી પાંચ ઇન્દ્રિયોથી બહારની બધી જ બાબતોથી આપણે અજાણ રહીશું યોગમાં આપણે શરીર પર વિશ્વાસ રાખવાનું શીખીએ છીએ અને તેને એક ગેજેટ/ યંત્રની જેમ રાખીએ છીએ જેમ જેમ આપણે આપણા શરીરને વીશે વધુ જાણીએ તેમ તેમ તેનો વધુ સારી રીતે ઉપયોગ કરી શકીએ છીએ મોટાભાગના લોકો તેનો માત્ર એક ટકા જ ઉપયોગ કરે છે.
પ્રકૃતિ સાથે જીવન:-

એક વાર જ્યારે હું ઘણા વર્ષો સુધી ખેતરમાં વસવાટ કરતો હતો ત્યારે હું ચીક્કીગૌડાને મળ્યો તેની સાંભળવાની શક્તિ ઓછી હતી અને તેથી તે ઓછી વાતો કરતો સામાન્ય લોકો તેની ઠેકડી ઉડાવતા. તેથી મેં તેને મારી સાથે ખેતરમાં કામ કરવા માટે રાખ્યો હતો એકવાર વહેલી સવારે તે ખેતર ખેડવા માટે તૈયાર થઈ ગયો મેં તેને કહ્યું કે આજે વરસાદ થવાની કોઈ સંભાવના દેખાતી નથી તેમ છતાં તે એવો તે પોઝિટિવ હતો જ કે વરસાદ આવવાનો જ છે અને વરસાદ આવ્યો.આ વાતથી મારા અહમને ઠેસ પહોંચી અને મેં રાત્રે ઊંઘી ન શક્યો કારણ આ માણસ એવું તે શું અનુભવી શકે છે કે જે હું નથી અનુભવી શકતો આ વસ્તુ મને જાણવાની ઈચ્છા થઈ આમ ૧૮ મહિનાના લાંબા ગાળા પછી મને સમજાયું કે પૃથ્વી,પાણી ખાતર અને વાયુ આ માત્ર કોમોડિટી નથી પરંતુ આ બધા આપણી જીવનની પ્રક્રિયાના મૂળભૂત ભાગ છે જો આજે વરસાદ થવાની શક્યતા છે તો તમારા શરીરમાં કેટલાક ફેરફાર થશે મોટાભાગના શહેરી નિવાસીઓ તેને અનુભવી શકતા નથી જો કે વિશ્વભરના જંતુઓ,પક્ષીઓ પ્રાણીઓ,વૃક્ષો અને મોટાભાગના ગ્રામીણ નિવાસી આ વસ્તુ સમજી શકે છે
જ્યારે આપણે પૃથ્વી સાથે સંપર્કમાં આવીએ છીએ ત્યારે શરીર જવાબ આપે છે આ જ કારણ છે કે શા માટે આધ્યાત્મિક લોકો ઉઘાડે પગે ચાલતા હતા અને ક્રોસ પગ રાખી વાળી બેસતા હતા તે એક મહત્વપૂર્ણ જોડાણ છે જો તમે ઘણીવાર બીમાર પડ્યા હોઈએ તો ખુલ્લી જમીન પર પગપાળા ચાલો અથવા લઘુતમ અથવા સાથે ખુલ્લી જમીન પર તે એક તફાવત લઈ આવશે વૈકલ્પિક રીતે કેટલીક તાજી જમીન એકત્રિત કરો તમારા હાથ અને પગ પર ચોપડીને 20 મિનિટ માટે બેસી જાઓ જો તમે પણ પુષ્કળ પ્રમાણમાં ફૂલોથી લદાયેલા એક વૃક્ષને શોધી શકો છો તો તેની આસપાસ થોડો સમય પસાર કરો

બુક રીવ્યુ એ ભુખ લાગે ત્યારે એક નંગ બિસ્કીટ ખાવા બરાબર છે આથી મારી તમારા લોકોને વિનંતી છે. તે સમય કાઢીને આ બુક ખરીદો અને તેનો અભ્યાસ કરો.
આ બુક રીવ્યુ નાં પ્રથમ ભાગ ને જેટલા જલ્દી સારા રેટીગ અને કોમેન્ટો મળશે તેટલી જલ્દી બીજો ભાગ તમને વાંચવાં મળશે.

વાચકમિત્રો, તમારા સજેશન મારા માટે હીરા-મોતી સમાન છે.તમારા સજેશન મને માતૃભારતી એપ પર મેસેજ કરો.