Featured Books
શ્રેણી
શેયર કરો

સદગુરૂ - ઈન્નર એન્જિનિયરિંગ - ૨ (અંતિમ)



Inner Engineering Part 2

સૂર્ય નમસ્કાર:-

સૂર્ય નમસ્કાર એ ફક્ત નમસ્કાર વ્યાયામ નથી પરંતુ તે તમારી અંદર સૌર ઊર્જાને સંગઠિત કરે છે સૂર્ય એ જીવનનો સ્રોત છે વધારે સારા લાભ માટે તમારે તે સુયૅ ઉજૉને તમારી સિસ્ટમ ભેળવવું અને સંગઠીત કરવું પડશે જેઓ સૂર્ય નમસ્કાર નિયમિતપણે કરે છે તેમની બેટરી લાંબા સમય સુધી ચાલે છે તે આપણી મૂળભૂત સિસ્ટમ નો સંપૂર્ણ વર્કઆઉટ છે
રાઘવેન્દ્ર રાવ જેને આપણે મલ્લદીહલ્લી સ્વામી તરીકે પણ ઓળખીએ છીએ. તેઓ દરરોજ ૧૦૦૮ સૂર્યનમસ્કાર કરવા માટે જાણીતા હતા જે સમયની અછતના કારણે ૯૦ વર્ષના થયા ત્યારે તેની સંખ્યા ઘટાડીને 108 કરી દીધી હતી તેઓ કેટલાક જાણીતા નાળી વૈદીઓ માના એક હતા જે તમારી શરીર અને નાળી ચકાસીને તમારા શરીરનાં તબીબી ભવિષ્યની આગાહી કરી આપતા અને તમારી બીમારીનું મૂલ્યાંકન કરી આપતા કે અમુક વર્ષો પછી પણ તમને કઈ બીમારી થઈ શકે દર સોમવારે તેઓ તેના આશ્રમમાં ડૉક્ટર તરીકે ઉપલબ્ધ રહેતા અને તે અગાઉના દિવસે ગમે ત્યાં હોય એક રવિવારે તેઓ ટ્રેન ની રાહ જોતા ઉભા હતા ત્યારે કોઈ ટ્રેન નથી આવવાની અને ટ્રેનની હડતાલ છે તેમણે તેમના બે સાથીદારોને ત્યાં જ છોડી દીધા અને રેલવે ટ્રેક દ્વારા ૭૫ કીમી સુધી તેમના આશ્રમ સુધી દોડી ગયા આવી તેઓની પ્રતિબદ્ધતા હતી તેમણે 106 વર્ષની ઉંમરે તેમના છેલ્લા દિવસ સુધી યોગ શીખવ્યું
ખોરાકની આદતોનો પ્રભાવ:-

તમે જે જમો છો તેનાથી તમારા શરીરની ગુણવત્તા નક્કી કરો છો કુદરતી ખોરાક કે જે રાંધ્યા વગરની સ્થિતિમાં પ્રચંડ જીવનશક્તિ અને ભરપૂર સ્વાસ્થ્ય તમારા સિસ્ટમમાં ઢાલવે છે અને તમારું શરીર આરામદાયક અનુભવ લે છે તે સૌથી યોગ્ય છે જીવનને ટકાવી રાખવાની બાબત સિવાય એક સભાનપણે ખોરાક ગ્રહણ કરવો જોઈએ સ્વાદ રસિયાઓ તરીકે નહીં
એક બીજ એ છોડ ના જીવન નું ભવિષ્ય છે તે પુષ્કળ પોષણ મૂલ્ય ધરાવે છે કોઈપણ સ્વરૂપમાં બીજ ખાવાથી તમારાં સ્વાસ્થ્યમાં વધારો થાય છે વપરાશ પહેલા 6 થી 8 કલાક માટે પાણીમાં શુષ્ક બદામને પલાળવાથી કોઈપણ ઝેરી પદાર્થો તેના પર લાગેલા હશે તો દૂર કરશે અને પાચન ને સરળ બનાવશે
આપણે જે પણ ખાઈએ છીએ તો ખોરાક વિશે કંઈપણ આધ્યાત્મિક કે નૈતિક કંઈ નથી. પરંતુ તમારે જે વસ્તુ તમારા શરીર માટે અનુકૂળ અને સુસંગત હોય તેનો ખોરાક તરીકે તમારે ઉપયોગ કરવો જોઈએ. જો તમે એવું શરીર ઇચ્છતા હો જે તમારી ખાસ વ્યવસાયિક દિનચર્યા અથવા તમારી ખાસ બુદ્ધિ અથવા જાગૃતતા અથવા ચપળતા અથવા ચિંતન કરવા માટે અનુસાર હોય તો દરેક માટે તમારે ખાસ અલગ રીતનું ભોજન લેવાની જરૂરિયાત હોય છે જો તમે યોગ્ય રીતે તમારો ખોરાક ચાવવાની જરૂરિયાત હોય છે આધુનિક જીવનમાં આપણે આપણા ખોરાકને ગલ્પાવીએ અથવા તો ઓગાળી દઈએ છીએ આ વસ્તુ આપણા પાચન તંત્ર પણ તણાવ કરે છે યોગ્ય રીતે ચાવેલા ખોરાકનું 55% પાચન આપણા મુખમાં જ થઇ જાય છે ફળ સૌથી વધારે સુપાચ્ય ખોરાક છે પછી મૂળ પછી અનાજ અને પછી માંસ આવે છે આમ આ કારણે માંસ એ આધ્યાત્મિકતા માટે મદદ કરતા નથી
આપણા શરીરમાં માત્ર ત્રણ ટકા પ્રોટીન છે વધારે પડતાં પ્રોટિનથી આપણા શરીરમાં કેન્સરની શક્યતાઓ વધે છે આ રીતે માટે પણ સાચું છે કોઈ પણ વધારાનો ખોરાક આપણી ખોરાક નહેર મારફતે ધીરે-ધીરે મુસાફરી કરે છે આ લાંબી મુસાફરીના કારણે જે વધારાનો સમય મળતા બેક્ટેરિયલ ગ્રોથ વધારે થાય છે એટલે ઊંઘ વધારે સમય સુધી રહે છે , આપણી શરીરના કોષોનું સમારકામ અને તેના પુનઃજીવન કરવાની આપણી ક્ષમતા માં ઘટાડો કરે છે ચિંતન અને દ્રષ્ટિકોણમાં ઘટાડો કરે છે આથી માંસએ આધ્યાત્મિકતા આ માટે મદદરૂપ નથી
આ પ્રકારના સંબંધી ખોરાકની પાચન કરવા માટે શરીરમાં એસિડ અને આલ્કલીનું ઉત્પાદન થાય છે આ એસિડ અને આલ્કલીનું પાચન માટે વધુ સમય લે છે અને આ જ વસ્તુ જડતા માટેનું કારણ બને છે પરંપરાગત રીતે ભારતમાં અને ખાસ કરીને દક્ષિણ ભારતમાં ખોરાકને એકબીજા સાથે મિક્સ કરવાની પરંપરા નથી રહી ખાદ્ય પદાર્થો સુખાકારી માટેના છે તેના બદલે તે સામાજિક મેળાવડા માત્ર રહી ગયા છે
ભોજન પહેલાં એક ચમચો ઘી પીવાથી આપણા પાચનતંત્ર માટે આ વસ્તુ ખૂબ જ લાભકારક રહે છે આ વસ્તુ ખોરાકની નહેરને સાફ કરી તેનું સમારકામ કરી અને યોગ્ય લ્યુબ્રીકેશન આપે છે માછલીઓ સૌથી વધુ યોગ્ય બિન શાકાહારી ખોરાક છે તે સરળતાથી સુપાચ્ય અને તંદુરસ્ત છે
જમવાની પ્રક્રિયાને સભાન પ્રક્રિયા બનાવવી
જ્યારે યોગ્ય સમજ અને તૈયારી સાથે કરવામાં આવે છે ત્યારે ઉપવાસ ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે તે કોઈ પણ સક્રિય જમણ વગર તે આપણને પોષણ આપે છે યોગ ની પરંપરામાં ચંદ્રના ચક્રના આધારે ઉપવાસનો દિવસ નક્કી કરવામાં આવે છે તેને એકાદશી પણ કહેવામાં આવે છે આ દિવસોમાં ઉપવાસ તમારી પાણી હવા અને સૂર્યપ્રકાશમાંથી ઉર્જા ભેગી કરવાની તમારી ક્ષમતા માં વધારો કરે છે જેઓ જમ્યા વગર નથી રહી શકતા તેઓ ફળો ના આહાર પર રહી શકે છે જ્યારે તમે ભૂખ્યા છો ત્યારે તમારી જાતને થોડી મિનિટોની જગ્યા આપો તમને તફાવત લાગશે અને તે તમને મજબૂત રીતે ઊભા કરશે જમવાની વ્યવસ્થા પણ વીવશતા વાળી અજાગૃત પેટૅનમાં જવાને બદલે તેને સભાન પ્રક્રિયામાં ખાવું એ ઉપવાસ નો સાર છે તમારે પોતાની જાતને ફિટ રાખવા માટે યુદ્ધ ના કરવું જોઈએ પ્રવૃત્તિ કરો જે તમને આનંદ આપે તેવો રનીગ, સ્વિમિંગ, જોગિંગ અથવા રમત રમીને જમો અને આરામ માટે તમારા શરીરનું પ્રોગ્રામિંગ કરવાની જરૂર નથી જ્યારે તમે વધુ કામ કરો છો ત્યારે વધુ ખાઓ છો અને જ્યારે તમારી પ્રવૃત્તિ ઓછી હોય તે દિવસે ઓછું ખાવ જીવન સાથે યુદ્ધ ન કરો તમે પોતે જ જીવન છો મૃત્યુ જીવનનો અંત નથી તે ફક્ત શરીર નો અંત છે
તમારુ શરીર એ આ પૃથ્વીમાંથી લીધેલી લોન છે જો જીવનને તેની સંપૂર્ણ તીવ્રતામાં વ્યાખ્યાયિત કરવામાં આવતું નથી અને તમે જો તમારા જીવનને ભૌતિક શરીરમાં જ મર્યાદિત કરી દીધું છે તો ભય એ કુદરતી પરિણામ છે જીવન ભૌતિકતાથી આગળ હોવું જોઈએ
જીવન તકૅથી ઘણું આગળ અને અનુભવથી મેળવેલું જ્ઞાન:-

આલૌક્કીક શક્તિઓની શોધમાં એક માણસ હિમાલયના કુદરતી જંગલોમાં એક સન્યાસીની ઝુપડી માં જોવા મળે છે ગુરુએ માણસને વહેલી સવારે હિમાલયની ઠંડી નદીમાં ડૂબકી મારવાનું કહ્યું અને ૪૦ દિવસ સુધી મંત્રનો ત્રણ વખત જાપ કરવાનું કહ્યું "અસતો મા સદગમય" નું ઉચ્ચારણ કરવાનું હતું અને કહ્યું કે તેનાથી તેને અલૌકિક શક્તિઓ પ્રાપ્ત થશે પરંતુ હા ઉચ્ચારણ સમયે તારે વાંદરાઓ વિશેનો વિચાર પણ કરવાનો નથી આથી તે ગંગા નદીના કાંઠે પહોંચ્યો અને માણસ એ ડૂબકી લગાવીને મંત્રનું ધ્યાન કરવા બેઠો તેમણે કહ્યું હતું કે "અસતો મા સદગમય" આનું ઉચ્ચારણ કરતાં જ વાંદરાઓ તેના મગજ પર હાવી થઈ ગયા તેણે ઘણા દિવસો સુધી ઘણી મુદ્રાઓ અને આસનોમાં પ્રયત્ન કર્યો અને અંતે હારીને તે ગુરુની પાસે પરત ફર્યો ગુરુએ તેમને સમજવા મદદ કરી કે જ્યારે ભૌતિક સમજણને અનુભવથી મળેલા જ્ઞાન દ્વારા સમર્થન આપવામાં આવે નહીં હોય ત્યારે તમને મનની રમતો મૂંઝવી અને ગુંચવી દે છે.
તમારા જીવનની સૌથી સુંદર ક્ષણો તે છે કે જ્યારે તમે આનંદ અને ઉલ્લાસ માં હો અને આ ક્ષણો તમે કંઈ પણ વિચારતા હોતા નથી પરંતુ તે ક્ષણમાં જ હો છો આપણી માનસિક વિચારો ની પ્રક્રિયાએ આપણી જીવન પ્રક્રિયાનો બહુ જ નાનો ભાગ છે છતાં આપણે તેને ખૂબ મહત્વ આપીએ છીએ આપણે જીવનની પ્રક્રિયાને વધારે મહત્વ આપવાની જરૂર છે.
એકવાર એરિસ્ટોટલ બીચ પર ચાલતો હતો સમગ્ર અસ્તિત્વ વિશેના ઊંડા વિચારમાં બીચ પર બીજો કોઈ માણસ હતો જે એટલી બધી લાગણીશીલતા સાથે અને ધ્યાન મગ્નતાથી કામ કરતો હતો કે તે એરિસ્ટોટલના ધ્યાનથી બચી શક્યો નહીં તે માણસ દરિયા તરફ બહુ ઝડપથી જતો હતો અને વારંવાર તીવ્રતાથી કીનારે પાછો ફરતો હતો પૂછપરછ કરતાં તેમણે જણાવ્યું કે તે એક ચમચી વડે જમીનમાં ખાડો ખોદે છે અને મહાસાગરને તે ખાડામાં ખાલી કરવામાં વ્યસ્ત છે એરીસ્ટોટલે તેને ડીસ્ટૅબ કરવો નાં જોઈએ એરીસ્ટોટલે તેની આવી પ્રવૃત્તિની મજાક ઉડાવી અને જણાવ્યું કે મહાસાગરને તે આ નાની ચમચી વડે આ ખાડામાં ખાલી કરવું શક્ય નથી એક ડોલ હોત તો પણ કદાચ સમજી શકાય આ માણસે તે વસ્તુ સાંભળીને ચમચી ફેંકી દીધી અને જણાવ્યું કે બીચ પર તેનું જે કામ કરવા આવ્યો હતો તે કામ પતી ગયું છે એરિસ્ટોટલે વિચાર્યું કે મહાસાગરને ખાલી કરવાના પ્રયાસો નકામા હતા જોકે એરિસ્ટોટલ જે કરવા પ્રયત્ન કરી રહ્યો હતો તે તો તેનાથી પણ વધુ ખરાબ હતું તે માણસે કહ્યું અને એને સમજાવ્યો કે આ બધું અસ્તિત્વ આ જીવન આટલું વિશાળ છે કે આવાં કરોડો મહાસાગર તેમાં સમાહીત છે અને તે વિચારોની ચમચી સાથે તે આ સમગ્ર અસ્તિત્વને પોતાના માથામાં ખાલી કરવાનો પ્રયાસ કરી રહ્યો છે આ માણસ હેરાક્લિડ્સ હતો અને તે દિવસે દર્શાવ્યું કે દરેક અસ્તિત્વ માટે તે કારણ બનાવવાનો પ્રયત્ન કરીને તે તેને અપંગ અને અલ્પવિકસિત અસ્તિત્વ તરફ દોરતો હતો વિચારો જીવન કરતા મોટા ન હોઈ શકે તે માત્ર લોજિકલ કે તર્કસંગત હોઈ શકે
તમે આ બ્રહ્માંડમાં ધૂળના કણ કરતા પણ નાના છો અને જો તમને લાગે કે તમારા વિચારો અને અસ્તિત્વની સમજ હોવી જોઈએ તો તમે તમારા જીવનનો પરિપ્રેક્ષ્ય ગુમાવ્યો છે તમારા વિચારોથી જીવન ચાલવું જોઈએ નહીં પરંતુ જીવનથી વીચારો હાવાં જોઈએ
કઠોર ઓળખો આપણને પાછા પકડી રાખે છે
જો આપણે ડુંગળી કાપવા માટે એક જ છરીનો ઉપયોગ કરીએ અને તે જ છરી વડે એક કેક અને પછી એક ફળ પણ કાપીએ તો આ બધાં માં જ ડુંગળી જેવો જ સ્વાદ આવશે તેવી જ રીતે એકવાર તમારી બુદ્ધિ કોઈ ઓળખ સાથે ઓળખાય છે તો તમે વિશ્વને સંપૂર્ણ રીતે વિકૃત અનુભવ મેળવ્યો છે વધુમાં તે બુદ્ધિ માંથી જ દરેક વિચાર અને લાગણીઓના ઝરણાં વહે છે
આ મધમાખી મધપૂડો બનાવે છે તે એક યોજના સાથે નહીં તેમની સિસ્ટમમાં તેમની કુદરતી નકશાઓ છે તે સુંદર રીતે અપવાદરૂપ ડિઝાઈનમાં સ્થિતિસ્થાપક અને જટિલ છે તેઓ જાણે છે કે તેમના શરીર સાથે શું આધ્યાત્મિક જ્ઞાન અથવા જાણકારી એ જ રીતે પ્રચારીત અને પ્રસારીત થાય છે તમારી પાસે તીવ્ર આંતરિક બુદ્ધિ છે જે સંપૂર્ણપણે ઉપયોગમાં લેવાતી નથી
આધ્યાત્મિક માર્ગ પર રહેવા માટે તમારે તમારા અકળ મનની કઠોર માન્યતાઓ અને ભાવનાઓને પડતી મૂકવી જોઈએ અને જીવનને જેવું છે તે જ રીતે જોવું અને સ્વીકારવું જોઈએ
આપણી પાસેથી આ ઓળખોને અલગ રાખવી શક્ય છે અને તેનો ભાર લીધા વગર આપણે જીવી શકીએ છીએ આજે આપણે જે સૌથી મોટી સમસ્યાઓનો સામનો કરીએ છીએ તે આ બાળપણથી જ આપણે નૈતિકતાને કડક બનાવી રહ્યા છીએ જ્યારે લોકો ખોટું અથવા પાપી કંઈક ટાળવા માટે તેમના સમગ્ર જીવન ના પ્રયાસો તેમાં થોપી દે છે ત્યારે તેમના મન પર પણ તેની છાપ સતત રહે છે જોકે નૈતિકતા સામાજિક ક્રમ જાળવવા માટે, બદલાની ભાવનાઓ અને આંતરિક પાયમાલી ને દુર કરવા માટે આવશ્યક છે આપણે લોકોને આનંદીત બનવા માટે આપણે દરેક વસ્તુને પૂર્વગ્રહ વગર જોવા માટે સમર્થ હોવા જોઈએ
પ્રેમ અને દુખ એ પસંદગીઓ:-

શારીરિક,મનોવૈજ્ઞાનિક અને ભાવનાત્મક જરૂરિયાતોને સંતોષવા માટે પ્રેમએ એક સાધન બની ગયું છે ત્યાં શરતો છે અને તે પ્રેમ પણ છે, પરંતુ પ્રેમ બિનશરતી છે અને તે આંતરિક સ્થિતિ છે તે તમારી અંદર થાય છે જો તમે પ્રેમથી બધું જોઇ શકો છો તો વિશ્વ સુંદર બની જાય છે અને તે નાનું પથ્થર અથવા જ નાનો છોડ પણ હોય શકે કે ભલે પછી જેનો અર્થ તમારા માટે કંઈ જ ન હોય
દૂરના વિસ્તારમાં મારા motorbike ના પ્રવાસ દરમિયાન મને એક અસામાન્ય અકસ્માત થયો અને મારા પગની સ્નાયુને ઉપસ્થિતિ મોટો ઘાવ હતો સ્થાનિક ક્લિનિકના ડોક્ટર પાસે એનેસ્થેટિક ની સગવડ ની અછત હતી આથી તેણે સારવાર કરવાનો ઇનકાર કર્યો હતો તેમણે મને મોટી હોસ્પિટલમાં જવા કહ્યું તેમ છતાં મેં આગ્રહ કર્યો કે તે મારી સાથે જે રીતે પણ વર્ષે કારણકે મારે સફર ચાલુ રાખવી પડી તેમ હતી અને ખૂબ જ અતિશય અને મેં મક્કમ હતો કે તે મને સારવાર આપે છેવટે તેઓ તૈયાર થયા અને તેઓએ 52 ટાંકાઓ એનેસ્થેટીક વગર લીધાં તેઓને સારવાર માટે વ્યવસ્થિત કરવા માટે મેં તેઓને વાતચીતમાં વ્યસ્ત રાખ્યા અંતે તેઓએ મને પૂછ્યું કે શું તમને પીડા નથી થતી શું? મે હા કહ્યું કે તે ભયંકર અસહ્ય પીડા હતી જોકે સહન કરવું કે નહીં તે હું પસંદ કરું છું વિચારો કે શા માટે પીડા કરતા દુખાવો વધુ ખરાબ થઈ જાય છે
દરેક મુદ્દાને સંબોધવા માટે આપણી પાસે બધા જરૂરી સ્રોતો અને ટેકનોલોજી છે વિશ્વને બનાવવા અથવા તોડવા માટે કે આપણા પોતાના નિકાલ કરવા માટેના દરેક સાધન છે છતાં આપણે સૌથી પ્રેમાળ અથવા આનંદી નથી વાસ્તવમાં આપણી બાહ્ય સુખાકારી પ્રયાસોથી આપણે વૈશ્વિક આપત્તિના આરે છીએ વ્યંગાત્મક રીતે તેમની સફળતાના પરિણામોને લીધે ઘણા લોકો દુઃખ અનુભવે છે માનવીની સભાનતા ખૂટે છે જાગૃતતા ખૂટે છે તમારા આનંદ, દુઃખ, સંતાપ અથવા ખુશીઓ તમારાં જ હાથમાં છે
ત્યાં એક બહાર રસ્તો છે, તે બહારથી અંદરની તરફ આવવાની રીત છે આપણે લોકો સાથે મળીને આપણે ખરેખર પ્રેમ પ્રકાશ અને ઉલ્લાસનું વિશ્વ બનાવી શકીએ છીએ
સમાપ્ત

book summary વાંચવી એ ભૂખ લાગી હોય ત્યારે એક નંગ બિસ્કીટ ખાવા બરાબર છે મારી વાચકોને વિનંતી છે કે તેઓ આ ભૂત ખરીદે અને એનો અભ્યાસ કરે. આ બુકમાં આપેલી દૈનિક જીવનની નાની-મોટી સાધનાઓ એ જીવનમાં mindfulness લાવનારી છે. જે મારો પોતાનો અંગત અનુભવ છે.

વાચકમિત્રો, તમારા સજેશન મારા માટે હીરા-મોતી સમાન છે.તમારા સજેશન મને માતૃભારતી એપ પર મેસેજ કરો.