The Author Darshini Vashi અનુસરો Current Read ત્રમ્બક નું જંગલ - 2 By Darshini Vashi ગુજરાતી હૉરર વાર્તાઓ Share Facebook Twitter Whatsapp Featured Books પિતા માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે... રહસ્ય,રહસ્ય અને રહસ્ય આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ... હાસ્યના લાભ હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે... સંઘર્ષ જિંદગીનો સંઘર્ષ જિંદગીનો પાત્ર અજય, અમિત, અર્ચના,... સોલમેટસ - 3 આરવ રુશીના હાથમાં અદિતિની ડાયરી જુએ છે અને એને એની અદિતિ સાથ... શ્રેણી વાર્તા આધ્યાત્મિક વાર્તાઓ ફિક્શન વાર્તા પ્રેરક કથા ક્લાસિક નવલકથાઓ બાળ વાર્તાઓ હાસ્ય કથાઓ મેગેઝિન કવિતાઓ પ્રવાસ વર્ણન મહિલા વિશેષ નાટક પ્રેમ કથાઓ જાસૂસી વાર્તા સામાજિક વાર્તાઓ સાહસિક વાર્તા માનવ વિજ્ઞાન તત્વજ્ઞાન આરોગ્ય બાયોગ્રાફી રેસીપી પત્ર હૉરર વાર્તાઓ ફિલ્મ સમીક્ષાઓ પૌરાણિક કથાઓ પુસ્તક સમીક્ષાઓ રોમાંચક કાલ્પનિક-વિજ્ઞાન બિઝનેસ રમતગમત પ્રાણીઓ જ્યોતિષશાસ્ત્ર વિજ્ઞાન કંઈપણ ક્રાઇમ વાર્તા નવલકથા Darshini Vashi દ્વારા ગુજરાતી હૉરર વાર્તાઓ કુલ એપિસોડ્સ : 2 શેયર કરો ત્રમ્બક નું જંગલ - 2 (53) 1.8k 5.5k 2 આગળ વાત થઈ એમ પિતા અને પુત્ર ગાડીના બોનેટ તરફ આગળ વધ્યા. પિતાએ ટોર્ચ નો પ્રકાશ ગાડીના બોનેટ તરફ ફેંક્યો. પુત્રએ બોનેટ ખોલ્યું કે ઠક ઠક ઠક ઠક એવો અવાજ કાને પડ્યો. માથે પસીનો આવી ગયો. ક્યાંથી અવાજ આવે છે એ જોવાની હિંમત પણ નહોતી એક મિનિટ તો કાપે તો ખૂન ન નીકળે એવી હાલત થઈ ગઈ હતી પરંતુ હિંમત કરીને થોડી નજર ફેરવી કારણ બીજો કોઈ ઑપશન પણ ન હતો. ત્યાં તો તેમને 30 એક ફૂટ દૂર કંઈ હલનચલન થતું હોવાનું જોયું. પિતાએ શું હશે તે જોવા ટોચ મારવાનો વિચાર કર્યો પરંતુ ડર હતો કે ટોર્ચ મારવાનું પરિણામ કંઈ વિપરીત તો નહીં આવેને એટલે ટોચ ને તે દિશામાં ધીરે ધીરે ઉપર કરી તો ત્યાં ચાર મજૂરો રસ્તામાં પર કંઈ કામ કરી રહ્યા હોવાનું નજરે ચઢ્યું. હાશ આ તો મજૂરો જ છે એમ જોઈને થોડો હાશકારો થયો કે ચાલો જેનો ડર હતો તે તો નથી પરંતુ પિક્ચર અભી બાકી હે મેરે દોસ્ત... ગાડી પાછી ચાલુ થઈ ગઈ. બાપ અને દીકરા એકબીજાની સામે જોઇને થોડા હસ્યાં કે આપણે ખોટી ચિંતા કરતાં હતાં અને થોડા ફેમિલી સાથે હળવા થયાં પરંતુ મનમાં છૂપો ભય કોરી રહ્યો હતો. ગાડી સ્પીડમાં ચાલવા લાગી થોડે દુર ગાડી પહોંચી હશે ને ત્યાં ગાડીની સામેથી પાંચ છ માણસોને પસાર થતાં જોયા. આમ તો આવી જગ્યાએ માણસો દેખાય તો મનમાં રાહત થવી જોઈએ પરંતુ તેનાથી ઊલટું ભય લાગવા લાગ્યો એનું કારણ એ તેમનાં હાથમાં હથિયારો હતા. બધાં ભગવાનનું નામ લેવા લાગ્યાં કે ભગવાન આ જગ્યાએ ગાડી પછી બંધ નહિ પડી જાય તો સારું નહીંતર ખબર નહિ શું થઈ શકે છે. જાણે ભગવાન સુધી તેમની વિનંતી પહોંચી હોય તેમ તેઓની ગાડી અહીં અટકી નહિ પરંતુ આ જગ્યાએથી માત્ર બે કિલોમીટર આગળ આવ્યા હશે ને ગાડી પાછી બંધ પડી ગઈ હવે જો પેલા ધારપાડું હશે અને અહીં આવી પહોંચશે તો શું કરીશું ગાડીમાંથી ઉતરીને પાણી નાખીએ કે શું કરીએ કે પછી અહીં જ બેસી રહીએ એવા વિચારને વિચારમાં આ ફેમિલી પાંચ મિનિટ સુધી ગાડીમાં જ પુરાઈ રહ્યા પરંતુ આમ ગાડીમાં ક્યાં સુધી બેસી રહેવાઈ કંઈ તો કરવું જ પડશે. ગાડીમાં બેઠા બેઠા પાછળ નજર કરી લીધી અંધારામાં કંઈ લાંબે સુધી દેખાવાનું ન હતું પરંતુ મન અને ફેમિલીના સંતોષ ખાતર પાછળ ફરીને જોઈ લીધું ફટાફટ બહાર નીકળ્યા બોનેટ ખોલ્યું પાણી નાખ્યું અને ઝટ પાછા અંદર બેસી ગયા. ઓહ ગોડ ક્યાં સુધી આવું ચાલશે હવે તો તાકાત નથી રહી ક્યાં તો મુકામ સુધી પહોંચાડી દે ક્યાં તો સૂરજ દેવતા ને વ્હેલા મોકલાવી દે. ગાડી ચાલુ થઈ ગઈ ભગવાને પાછી તેઓની અરજી સાંભળી હોય તેમ તેમને રસ્તામાં થોડે દુર એક નાનકડો દીવો કોઈના ઘરે ચાલુ હોય તેવું દેખાયું થયું કે ચાલો કોઈના ઘરે રાતવાસો મળી જાય તો ભયો ભયો. એમ વિચારીને આ દિવાની જ્યોત સુધી ગાડી લઈ ગયા. ત્યાં કોઈ ઘર તો ન હતું પરંતુ ફોરેસ્ટ ઓફિસર ની બંધ ઓફિસ હતી જેની બહાર એક ઇલેક્ટ્રિક દીવો ચાલતો હતો. આ ઓફિસની બહાર બે મોટી ઉંમરના પુરુષ બીડી ફૂંકી રહ્યા હતાં તેમને જોઈને લાગ્યું કે તેઓ અહીં જ બહાર રાતવાસો કરતાં હશે. તેમને પૂછ્યું ભાઈ અહીંથી મેઈન હાઈ વે કેવી રીતે પહોંચવું અને કેટલો ટાઈમ લાગશે. તેઓ ભલા માણસો લાગ્યા તેમણે પીવાનું પાણી આપ્યું અને ત્યાં બહાર નળ લાગેલો હતો ત્યાંથી પાણીની બોટલો ભરી લીધી. તેમણે વધુ ફોડ પાડવા વગર કહ્યું કે ભઈલાઓ આ રસ્તેથી રાતના સમયે ન નીકળવું જોઈએ. હવે ધ્યાનથી સાંભળો આગળ બે રસ્તા નીકળે છે જે બન્ને મેઈન હાઇવે સુધી પહોંચાડશે. જેમાં ડાબી બાજુનો રસ્તો વ્યવસ્થિત છે જ્યારે જમણી તરફનો રસ્તો જોખમી છે જ્યાં ધારપાડું છુપાયેલા હોય છે. ઘણી વખત ગાડી લૂંટાઈ જાય છે એટલે સંભાળીને જજો. તમને મેઇન હાઇવે સુધી પહોંચતાં એકાદ કલાક લાગશે. તેમનો આભાર માનીને ગાડીમાં પાણી નાખ્યું અને બેસી ગયા. ગાડી ને સેફ રસ્તા તરફ વાળી અને સ્પીડમાં ચલાવવા લાગ્યાં. પંદર વીસ મિનિટ સુધી ગાડી સડસડાટ ચાલી. ચાલો હવે કંઈ વાંધો નહિ આવે એમ માંડ વિચાર્યું હશે ત્યાં ગાડી ફરી અટકી પડી. રાત પૂર્ણ કળાએ ખીલી ઉઠી હતી. એકદમ શાંત વાતાવરણ ન તો કોઈ પક્ષી કે પ્રાણીનો અવાજ. એકદમ હૉરર ફિલ્મ ના જેવો માહોલ. ડર લાગ્યો પરંતુ આ તો હવે કલાકોથી રૂટિન થઈ ગયું હતું અને હવે હાઇવે ઘણો નજીક છે એવું મનમાં હતું એટલે થોડી નિરાંત સાથે ગાડીનો દરવાજો ખોલ્યો અને અંદર પાણી નાખ્યું અને પાછા અંદર બેસી ગયા.ગાડી ફરી ચાલુ કરવા જઈ જ રહ્યા હતા કે ત્યાં ગાડી ચલાવી રહેલા યુવકને ગાડીની સામેથી કોઈ સ્ત્રી દોડીને પસાર થઈ હોય તેવું દેખાયું. તો બીજી તરફ પિતાને બાજુમાંથી કોઈ નાની છોકરી પાયલ પહેરીને દોડી ગઈ હોઈ તેવું ફિલ થયું. પણ તેઓ તેને જોઈ શક્યા નહી માત્ર મહેસુસ થયું. બન્ને જણ સ્તબ્ધ થઈ ગયાં. આવા ઘનઘોર જંગલમાં જ્યાં કોઈ રહેતું નથી ત્યાં રાત્રીના સમયે કોઈ સ્ત્રી અને બાળકી ક્યાંથી આવવાની. પિતા પુત્રને શું કરવું કંઈ સમજાયું નહીં. અત્યારસુધીમાં જોયેલી બધી ભૂતપ્રેતની ફિલ્મો અને વાર્તા યાદ આવી રહી હતી. ન કંઈ બોલવાની હિંમત કે ન કંઈ કરવાની. પણ આ વાતની જાણ પાછળ બેસલા માતા અને ભાઈ ને ખબર ન હતી એટલે તેઓ વાત કરી રહ્યા હતા કે હવે થોડા સમયમાં ઘરે પહોંચી જશું પિતા અને પુત્ર બન્નેએ એકબીજાની સામે ભય ની નજરે જોયું બન્ને સમજી ગયા કે બન્ને એ કંઈ અજુગતું જોયું છે. પણ એની ચર્ચા કરવા માંગતા ન હતાં. તેઓએ ગાડીમાંથી બહાર ફરી વખત નજર કરી પરંતુ હવે કોઈ દેખાતું ન હતું કે ન કોઈ અવાજ આવતો હતો તેઓ સમજી ગયા કે તેઓએ જે જોયું છે તે હૉરર ઘટના જ હતી. આ વિશે વધુ ચર્ચા કે વિચાર કરવા કરતાં તેઓએ સાંઈ બાબાનું નામ લઈને ગાડી શરૂ કરી દીધી. ન એક શબ્દ પિતાના મુખેથી સંભળાઈ કે ન એક શબ્દ પુત્રના મોઢેથી નીકળે. બસ એક જ વિચાર આવ્યા કરે કે જો પાણી નાખવા પૂર્વે જો આવું જોયું હોત તો... પણ કહેવાય છે ને કે જેને રામ રાખે તેને કોણ ચાખે. સાંઈ બાબા ના નામનું સતત સ્મરણ ચાલતું હતું અને ગાડી ત્યારબાદ અટકી નહિ. અને હવે આખરે આટલી બધાં એડવેન્ચર બાદ હાઇવે ની લાઈટ દેખાવા લાગી. મન શાંત થવા લાગ્યું. હવે હાઇવે આવી ગયો. હાઈ વે પર આવીને પહેલાં મેકેનિક શોધ્યો જેની પાસે ગાડી રીપેર કરાવી અને થોડી પળ નિરાંતમાં બેઠાં. માતા અને ભાઈએ પૂછ્યું શું થયું કેમ ક્યારથી બન્ને જણ એકદમ શાંત થઈને બેસેલા છો પણ હવે તેમને કહેવું પણ શું નકામા તેઓને ચિંતામાં મુકવા એટલે વાત વાળી દીધી. ગાડી રીપેર થઈ ગઈ વહેલી સવારે ફેમિલી ઘરે પહોંચી ગઈ. આજે આ વાત ને વર્ષો વીતી ગયાં છે પરંતુ તે ઘટના હજીએ શિરડી જતી વખતે યાદ આવી જાય છે. ‹ પાછળનું પ્રકરણત્રમ્બકનું જંગલ - 1 Download Our App