malhar - 4 - Last Part books and stories free download online pdf in Gujarati

મલ્હાર - ૪ - છેલ્લો ભાગ



ગાતંકથી ચાલુ..,
''શુ વાત છે હર્ષિતાબહેન.. આખરે તમે તમારી કૃતિઓમાં મૌલિકતા લાવ્યા ખરે..!''
''શુ કરું સર, પાછલા એક મહિનાથી ગામડાઓમાં રોજ ભટકું છું.. ત્યારે આટલું સારું લખી શકું છું..''
''તમારી આ નવલકથાઓ હું આજે જ પ્રેસમાં મોકલવું છું.. તમે ચિંતા શુ કામ કરો છો.. જોજો તમારી આ નવલકથાઓ તમને એકદિવસ બહુ ઉપર સુધી લઈ જશે.. ''
આખરે હર્ષિતાને જે જોઈતું હતું એ મળી જ ગયું.. એ પછી એણે દેવધરા જઈ મલ્હારને મળવાનું પણ બંધ કરી દીધું.. મલ્હારની એક એક મૌલિક કૃતિઓ લખી લખીને એના પર પોતાનું નામ ચડાવી ને હર્ષિતા ચાવડા અમદાવાદની એક પ્રખ્યાત રાઇટર બની જ ગઈ.. મોટા મોટા અખબારોમા એની કોલમો શરૂ થઈ.., સાહિત્ય જગતમાં એનું નામ ગુંજવા લાગ્યું.. એના વાંચકોની સંખ્યામાં દિવસેને દિવસે વધારો થતો ગયો.. એને મળવા લોકોની લાઈનો લાગવા લાગી.. છાપામાં એના ઇન્ટરવ્યુઝ છપાવવા લાગ્યા..
જ્યારે આ કૃતિઓ પરેશે વાંચી એને જોતા જ ખ્યાલ આવી ગયો કે આ કૃતિઓ હર્ષિતાની તો ના જ હોઈ શકે.. કારણ કે આમાં એવી એવી વાતનો ઉલ્લેખ છે જે વિષયમાં હર્ષિતાને કશું ખબર પણ નથી.. નક્કી એણે કોઈને ચિટ કર્યા છે..
આ તરફ મલ્હાર હજુએ હર્ષિતાના આવવાની રાહ જોતો એ જ તળાવને કાંઠે આખો દિવસ બેસી રહેતો..
તળાવના પાણીમાં એક એક નાના કકરાઓ ફેંકી એ એમાંથી ઊમટતા વમળો ને જોઈ રહેતો.. ને પછી કશાક ઊંડા વિચારોમાં ખોવાઈ જતો..
એ વિચારોમાં ડૂબેલો હતો ને ત્યાં જ એને કોઈની ચીંખ સાંભળી..
બાજુના ખેતરની જાળીઓ માં કોઈ તો છે એવો એને અહેસાસ થયો.. એ બાજુ જોવા એ ધીમે પગલે ઉભો થયો.. અને પછી હળવે પગલે એ એ તરફ ગયો તો.. ત્યાં લાખાનું હોન્ડા પડ્યું હતું અને જમીન પર એક ઝાડીઓમાં નીરજાનો લાલ રંગનો દૂપટ્ટો ફાટેલો પડ્યો હતો.. એનું બેગ એકતરફ ઉલાળેલું હતું..
એને પરિસ્થિતિ ને સમજતા વાર ના લાગી.. એણે ઝાડીઓ જઈ જોયું તો નીરજા અસહાય હાલતમાં પડી.. પડી પોતાની જાતને લાખાની પકડમાંથી છોડાવાના વ્યર્થ પ્રયત્ન કરતી હતી ને લાખો એના બને હાથ પોતાની પકડમાં દબાવી.. એના શરીર પર ચડી બેઠો હતો.. વાસનાથી ભૂખ્યો એ હરણી જેમ ફફડતી નીરજાની તરફ આગળ વધવા જતો હતો ત્યાં જ.. મલ્હારે પાછળથી એની કોલર જાલીને ખેંચ્યો..
લાખો કઈ સમજે એ પહેલાં જ મલ્હારે એના મોં પર પોતાના મજબૂત હાથના બે ચાર ઘુસ્સા મારી દીધા.. એના મોં માંથી લોહી નીકળવા લાગ્યું.. ને એ પણ મલ્હારનો પડકાર ઝીલવા સામો તૈયાર થઈ ગયો..
એણે મલ્હાર પર પગથી વાર કર્યો.. પણ મલ્હારે પોતાની જાતને એ વારથી બચાવી લીધી.. એ પછી બન્ને વચ્ચે ખૂબ હાથાપાઈ થઈ ને છેલ્લે મલ્હારના ઘુસાઓ સહન ન થતા એ ત્યાંથી ભાગી ગયો.. મલ્હાર એની પાછળ પણ દોડ્યો.. પણ પછી નીરજાનો ખ્યાલ આવતા એ નીરજા પાસે આવ્યો.. એનો દુપટ્ટો ઉઠાવી.. એને આપ્યો અને નીરજા મલ્હારને વળગી ને રડવા લાગી..
* * *
મુખીબાપાને જ્યારે આ વાતની જાણ થઈને ત્યારે એણે લાખાને ગામની બહાર કાઢી મુક્યો..
હવે મલ્હાર ફરી નીરજાને કોલેજ લેવા મુકવા જવા લાગ્યો.. ફરી એમની વચ્ચેની દોસ્તી એવીને એવી જ થઈ ગઈ.. પણ એ હર્ષિતાને નોહતો ભૂલી શક્યો એને થતું કે એકવાર શહેર જઈને હું હર્ષિતાને મળી લવ..
એક દિવસ એ હર્ષિતાને મળવા અમદાવાદ પોહચી ગયો.. જ્યાં એ પરેશ મકવાણાને મળ્યો એને કહ્યું
''મારે હર્ષિતા મેડમને મળવું છે..''
''તમે કોણ..?''
હર્ષિતાનો કોલેજ ફ્રેન્ડ અને હવે એનો સેક્રેટરી તરીકે કામ કરતો પરેશ મકવાણાએ જ્યારે મલ્હારને પૂછ્યું ત્યારે મલ્હારે કહ્યું.
''હું મલ્હાર હર્ષિતા મેડમ મને સારી રીતે ઓળખે છે.. તમે જઈને કહો કે તમને મલ્હાર મળવા આવ્યો છે..''
પરેશ હર્ષિતા પાસે ગયો અને એણે હર્ષિતાનું ધ્યાન મલ્હાર તરફ દોર્યું..
''મેડમ, કોઈ મલ્હાર નામનો માણસ તમને મળવા આવ્યો છે..'' હર્ષિતાએ મલ્હાર સામે જોયું અને પછી એને પહેલીવાર જ જોઈ રહી હોય એવા ભાવ સાથે કહ્યું..
''પરેશ જા જઈને કહી દે એમને કે હું એમને નથી ઓળખતી..''
એના આ શબ્દો એની સામે થોડે દુર ઉભેલા મલ્હારે સાંભળી લીધા..
''પણ મેડમ એ તમને ઓળખે છે..તમારો કોઈ વાંચક હોઈ શકે છે..''
''પરેશ તું સમજતો કેમ નથી તને એકવાર કહ્યું ને કે મારે એને નથી મળવુ..''
પરેશ મલ્હાર પાસે આવ્યો ત્યાં સુધીમાં તો મલ્હાર ત્યાંથી ચાલ્યો ગયો હતો..

ઘરે આવી એણે દુઃખ સાથે આ વાત નીરજાને કરી.. એ વખતે નીરજા એ એક છાપું એની સામે રાખ્યું..
''આ જો..'' એમાં હર્ષિતાનો ફોટો હતો હાથમાં સાહિત્યનો કોઈ પુરસ્કાર હતો અને ઉપર કઈક લખેલું હતું..
મલ્હારે નીરજા સામે જોઈ પૂછ્યું
''શુ લખ્યું છે આમાં..?''
''લખ્યું છે કે સાહિત્ય જગતનું નવું નામ..હર્ષિતા ચાવડા, બહુ જ નાની ઉંમરમાં બહુ મોટું નામ..''
મલ્હાર હસ્યો, ''બહુ જ મોટું નામ બનાવી લીધું નહીં.. હવે આપણા જેવા નાના માણસો ને એ ક્યાંથી યાદ રાખે..''
''મલ્હાર એણે તારી કૃતિઓ પોતાના નામે ચડાવી છે.. આ બધી જ કૃતિઓ તારી પોતાની છે.. તારા મોઢે મેં ઘણીવાર સાંભળેલી છે.. તારી જ બધી કવિતાઓ ના કવિતાસંગ્રહો આજે એના નામે છપાય છે..''
મલ્હારને આ બધામાં કઈ જ સમજાતું નોહતું..
''નીરજા કઈક સમજાઈ એવું બોલને..''
''એણે તારો ફાયદો ઉઠાવ્યો છે.. તારી લાગણીઓ સાથે રમત રમીને ચાલી ગઈ.. એનું અહીંયા આવવાનું મકસદ જ આ હતું.. તારી કૃતિઓ થી પોતાનું નામ બનાવવાનું.. ''
''નીરજા છોડ ને એ બધું આપણે શું.. હવે હું એને યાદ કરી કરી ને વધારે દુઃખી નથી થવા માંગતો.. ''
અને પછી એ પોતાના ઘરે ચાલ્યો ગયો.. પણ નીરજાના શબ્દોએ એને રાતભર ઊંઘવા ના દીધો.. એ રાતભર વિચારતો રહ્યો..
'હું આ માણસ ને નથી ઓળખતી..'
'એકવાર કહ્યું ને કે મારે એને નથી મળવુ..'
'એણે તારી કૃતિઓ ને પોતાના નામે ચડાવી દીધી.. એણે તારો ફાયદો ઉઠાવ્યો છે.. તારી સાથે રમત રમીને ચાલી ગઈ એ.'.
હર્ષિતા અને નીરજા શબ્દો જાણે એની આસપાસ સતત ગુંજતા રહ્યા..
સવારે વહેલો જ એ નીરજા પાસે પોહચી ગયો..
''નીરજા તું સાચું કહેતી હતી.. એ મારી કૃતિઓ છે એના પર મારો હક હોવો જોઈએ..''
નીરજાએ એની સામે જોઈ પૂછ્યું
''ક્યાં હકની વાત કરે છે તું.. એ એણે લખી છે.. ભલે તે એને કહી..''
''તો શું કરવું નીરજા.. એ મારી પોતાની કૃતિઓ છે મારી રાતરાત ભર જાગીને બનાવેલી મૌલિકતાની મહેનત છે.. એને આમ કોઈ લઈ જાય એ હું કેવી રીતે જોવ..''
''આમાં, આપણે ધારીએ તો પણ કશું ના કરી શકીએ.. તું તૈયાર થઈ જા આપણે કોલેજ જવાનું છે..''
નિરાશ થઈ મલ્હાર ત્યાંથી જવા લાગ્યો.. નીરજાએ એને રોક્યો
''એક મિનિટ મલ્હાર, એક રસ્તો છે એને જવાબ આપવાનો..''
મલ્હારના ચહેરા પર ચમક આવી ગઈ..
''શુ બોલ જલ્દી..''
નીરજા એ કહ્યું ''પણ.. થોડું અઘરું છે.. બોલ તું કરી શકીશ..?''
''તું બોલ તો ખરે.. હવે આપણે બધું જ કરવા તૈયાર છીએ..''
''તારે ભણવું પડશે.. લખતા વાંચતા શીખવું પડશે..''
''શુ નીરજા તું પણ.. એ કઈ આપણાંથી નહીં થાય..''
''સાંભળ મલ્હાર, તારે હર્ષિતા ને જવાબ આપવો છે કે નહીં.. આ એકમાત્ર રસ્તો છે.. એને એની જ ભાષામાં જવાબ આપવાનો..''
''વાત તો તારી સાચી પણ આ ભણવાનું..?''
''સાંભળ, આ લડાઈ તારા એકલાની નથી મારી પણ છે.. આ લડાઈ આપણાં આત્મસમ્માન ની છે.. અને આપણે આમાં જીતવાનું જ છે..''
''પણ યાર આ ઉંમરે મને ભણવા કોણ રાખે.. કોણ મને ભણાવે..?''
''હું છું ને.., સાંભળ આજ થી મને ગુરુ માની લે.. આજથી તારી શિક્ષા શરૂ થશે.. ''
* * *
એ પછી રોજ સવાર સાંજ નીરજા મલ્હારને ભણવા લાગી.. શરૂઆતમાં તો મલ્હાર ભણવા બબબતમાં જરાય સિરિયસ નોહતો.. પણ પછી થી નીરજાએ એને એક લક્ષ્ય બનાવી દીધું.. 'હર્ષિતાને જવાબ આપવાનો' આ લક્ષ્ય સાથે નીરજા રોજ મલ્હારને ભણાવતી..
મલ્હાર ગુજરાતી વાંચતા શીખ્યો ને નીરજા રોજ એની કોલેજની લાઇબ્રેરીમાં થી એના માટે સારી સારી પુસ્તકો લાવવા લાગી.. મલ્હાર વાંચતો ગયો એમ એમ એ ગુજરાતી ભાષા સાહિત્યમાં ઊંડોને ઊંડો ખૂંચતો ગયો..
ધીરે ધીરે મલ્હાર લખતા પણ શીખી ગયો.. કાગળ પર જ્યારે એ એના મોતી જેવા સુંદર વળાંકવાળા અક્ષરો ઉતારતો.. નીરજાને થતું હવે એ દિવસ દૂર નથી.. જ્યારે એ હર્ષિતાની બરાબરીમાં ઉભો રહશે.. એ પછી મુખીબાપાને કહીને નીરજાએ મલ્હાર માટે એક લેપટોપ ખરીદ્યું.. અને મલ્હારને ભેટમાં આપ્યું એ જોઈને તો મલ્હારે ખુશીમાં એને કમરેથી રીતસરની હવામાં ઉઠાવી લીધી..
એ વખતે બે જુવાન ધડકતા હૈયાઓ મળ્યા આંખો મળી ને પછી મળ્યા એમના હોઠ..
નીરજાની સામે મલ્હારે લગ્નનો પ્રસ્તાવ મુક્યો ને નીરજા તો પહેલેથી જ એને ચાહતી હતી.. એણે ખુશી ખુશી હા કહી દીધી..
એ પછી એક નાના બાળકની જેમ મલ્હારનો હાથ પકડી એણે એને લેપટોપમાં લખતો કર્યો..
કીબોર્ડ પર બે ત્રણ અઠવાડિયાની સતત પ્રેક્ટિસને અંતે મલ્હારની ટાઈપિંગ પર સારી એવી પકડ પણ આવી ગઈ..
આમ ને આમ છ મહિના વીતી ગયા.. અને આ છ મહિનામાં મલ્હાર ઘણો જ બદલાઈ ગયો.. નીરજાએ એને સાવ બદલી જ નાખ્યો..
એણે આ છ મહિનામાં ચાર મોટી નવલકથાઓ, બે વાર્તા સંગ્રહો, એક કવિતાસંગ્રહો લખી નાખ્યા..
અને પછી એ જ બધી કૃતિઓ લઈને એ અને નીરજા અમદાવાદ જઈ પરેશને મળ્યા..
પરેશને એણે પોતાની કૃતિઓ બતાવી.. અને પરેશે એના જ એક મિત્રના પ્રકાશનહાઉસમાં માં મલ્હારની એ કૃતિઓ મોકલી..
ત્રણ અઠવાડિયા પછી એ કૃતિઓ પ્રકાશિત થઈ.. બજારમાં આવીને.. ને એ સાથે જ મલ્હાર નામનો સિતારો સાહિત્યની દુનિયામાં ચમકી ગયો..
મલ્હાર જોશી સાહિત્યની દુનિયાનો નવો સિતારો.. એની મૌલિકતાના વખાણ કરતા કોઈ થાકતું જ નહીં.. એટલી મૌલિકતા, એટલી રસિકતા... એના શબ્દોમાં જ એવો જાદુ હતો કે વાંચનાર એમાં ખોવાઈ જ જાતો..
એ તો હર્ષિતાને લોકોની સામે ખુલી પાડવા માંગતો હતો પણ નીરજાએ એને એમ કરતાં રોક્યો..
''જો મલ્હાર, આજે તું જે કઈ છે ને એ હર્ષિતા ને કારણે છે.. એ તારી જિંદગીમાં આવી જ ના હોત તો તું કદાચ અહીંયા પોહચી જ ના શકત.. જવાબ દેવો એનો મતલબ એવો નહીં કે આ રીતે એને બધાની સામે ઉઘાડી પાડવાની.. જવાબ દેવો એટલે એનો આભાર માનવનો..''
''તું કોનો આભાર માનવાની વાત કરી રહી છે નીરજા..!!''
''એ જ સ્ત્રીનો જેણે તને આ મુકામ સુધી પોહચાડ્યો.. તું હવે પછી જ્યારે પણ હર્ષિતાને મળ એકવાર એને થેંક્યું કહી દેજે.. કહેજે કે તારા કારણે હું છેક દેવધરાથી આજે અહીંયા પોહચી શક્યો..''
* * *
એક મહિના પછી મલ્હારને સાહિત્ય જગતને આવી અમૂલ્ય કૃતિઓ આપવા બદલ વિશ્વ સાહિત્ય પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો.. ત્યારે એ સમારોહમાં હર્ષિતા પણ હાજર હતી.. એ વખતે એ નીરજાને લઈને એની પાસે ગયો.. અને એની સામે જોઈ હળવું સ્મિત કરતા કહ્યું..
''હેલ્લો મિસ. હર્ષિતા ચાવડા.. તમે મને તો ઓળખતા જ હશો નહીં..?'' એ સાંભળતા જ હર્ષિતાના ચહેરાના તો જાણે રંગ જ ઉડી ગયા.. શુ જવાબ આપે એ એને.. એ વાતને ટાળવા ત્યાંથી જવા લાગી પણ ત્યાં જ પરેશ ત્યાં આવી ગયો..
''અરે હર્ષિતા મેડમ, આ એ જ મલ્હાર છે.. જે એ દિવસે તમને મળવા આવેલા ને એ.. ''
''આઈ નો પરેશ પણ મારે થોડું કામ છે મારે જવું પડશે..''
''પણ મેડમ આવી રીતે આમ, સમારોહ ને અધવચ્ચે છોડીને જવું સારું નહીં રહે..''
એ પરેશ પર ગુસ્સે થઈ..
''કહ્યું ને મારે કામ છે..''
પરેશ બિચારો શુ કરે.. એ પણ એની પાછળ ચાલવા લાગ્યો.. એ જ વખતે મલ્હારે હર્ષિતાને સંબોધીને કહ્યું..
''એક મિનિટ..,''
હર્ષિતા ઉભી રહી.. મલ્હાર એની પાસે ગયો અને એની સામે એજ સ્મિત સાથે ઉભો રહ્યો..
અને પછી ધીમેથી એકદમ વિનય પૂર્વક કહ્યું
''થેંક્યું.. મેડમ, જો આજે તમે ના હોત તો હું આજે આ પોઝિશન પર પોહચ્યો જ ના હોત..''
પરેશને કઈ સમજાણુ નહીં એટલે એણે મલ્હારને પૂછ્યું..
''હર્ષિતા મેડમને કારણે તમે અહીંયા પોહચ્યા.. મને કંઈ સમજાણુ નહીં..'' એ જ વખતે હર્ષિતાએ પરેશની સામે ગુસ્સામાં આંખો બતાવી.. અને પોતાની સાથે ચાલવા આંખનો ઈશારો કર્યો..
પણ એ જ વખતે પરેશે કહ્યું
''સાંભળ હર્ષિતા, હું બધું જ જાણું છું..મલ્હારે મને પહેલા જ બધુ જણાવી દીધું છે.. કે કેવી રીતે તે મલ્હારને ચિટ કરી એની કૃતિઓ ને તારા નામે ચડાવી..''
એ સાંભળી હર્ષિતા પગ પછાડતી ગુસ્સામાં ત્યાંથી ચાલી ગઈ..
સમાપ્ત
©PareshMakwana

બીજા રસપ્રદ વિકલ્પો