malhar - 2 books and stories free download online pdf in Gujarati

મલ્હાર - ૨





ગાતંકથી ચાલુ..,
થોડીજ વારમાં ગામ ભણી ગયેલો ચકો દોડતો પાછો આવ્યો..
''મલ્હાર કેમ લ્યા શુ થયું.. પરસોતમભાઈ ક્યાં છે.. ''
ચકો એક જ શ્વાસે બધું જ બોલી ગયો..
''એ નોતા..ધીરે.. એની હોવ ધીરે છે.. ઇને કીધું ઇવડા ઇ બારગામ ગિયા સે.. બે દાડામાં આઈ જાહે..''
મલ્હાર નિરાશ થઈ પોતાની જગ્યાએ થી ઉભો થયો..
''આ પરસોતમભાઈ પણ..જ્યારે કામ પડે ત્યારે જ ગામતરે નીકળે..''
પેલી યુવતીએ પૂછ્યું..
''શુ થયું.. કઈ પ્રોબ્લેમ છે..?''
''પરોબલમ તો છે કે એ ભાઈ ધીરે નથી.. એટલે ગાડી નહીં રીપેર થાય..''
એ યુવતી ચિંતામાં સરી પડી એનું પડેલું મોઢું જોઈ મલ્હારે કહ્યું..
''તમે ચિંતા ના કરો હું છું ને હું કઈક કરું છું.. ચલો ગાડી લઈ લો.. મારા ઘરે જઈને કઈક વિચારીએ..''
એ યુવતીએ ગાડી.. સાથે લીધી.. અને મલ્હારની સાથે ગામ બાજુ ચાલવા લાગી..
ચાલતા ચાલતા જ એણે મલ્હારને કહ્યું,
''તમે આ પેલા લોકોને શુ કહેતા હતા..''
''વાર્તા, ભૈરવ અને ભૈરવીની.. તમે ના સાંભળી..?''
''મેં સાંભળી.. બહુ જ સરસ હતી.. મને ખરેખર બહુ જ ગમી.. આમ કહેવું પડે હો.. તમે તો કથાકાર નીકળ્યા.. શુ ગજબનું સ્ટોરીટેલિંગ કરો છો તમે..''
''આભાર.., મારુ તો આ જ કામ નવરાશની પળોમાં ગામ લોકોનું મારી વાર્તાઓ દ્વારા મનોરંજન કરવાનું..''
''મારી વાર્તાઓ.. મતલબ તમે વાર્તાઓ પણ લખો છો એમ..!''
''ના, આ લખતા બખતા આપણને ના ફાવે આપણે તો બસ.. આમ જ ક્યાંક ક્યાંકથી સાંભળેલી ઘટનાઓ પર મનોમંથન કરી એમાં અમારા વિચારોને ઉમેરી કઈક કેટલી નવી મૌલિક કથાઓ ઘડી કાઢીએ.. અને પછી એ પ્રસાદ રૂપે બનેલી નવી કથાઓને નવરાશની પળોમાં આમ જ બેસીને ગામલોકોને સંભળાવી દઈએ.. જેનાથી એ લોકોને થોડુંઘણું મનોરંજન મળી જાય અને અમારા જેવાને લોકો સાંભળે છે.. એ આંતરિક આનંદ મળી જાય..''
એ એકપળ તો મલ્હાર સામે જોઈ રહી.. એને વિશ્વાસ જ નોહતો આવતો કે એક ગામડાનો અભણ જેવો લાગતો આ માણસ કેટકેટલું જાણે છે..
''ખરેખર શું ગજબનું ટેલેન્ટ છે.. તમારા જેવા લોકો અહીંયા શુ કરે છે તમારે તો શહેરમાં હોવું જોઈએ.''
''ના તમારું શહેર તમને મુબારક પણ આપણને શહેરમાં ના ફાવે.. ત્યાં આપણને સાંભળનાર જ કોઈ નથી જ્યારે અહીંયા.. અહીંયા પેલા ખેતરમાં જોયું ને તમે..''
આટલી બધી વાતો કર્યા પછી મલ્હારે એનું નામ પૂછ્યું..
''તમે..?''
ને જવાબમાં એ યુવતીએ હસીને એનો પરિચય આપ્યો..
''આટલી બધી વાત કર્યા પછી નામ હવે પૂછો છો.. બાયધવે, મારુ નામ હર્ષિતા છે. હર્ષિતા ચાવડા.. અમદાવાદમાં રહું છું.. અહીંયા મારા એક કામ માટે હું અહીંયા આ બાજુ આવી હતી.. પણ ગાડી ખરાબ થઈ ગઈ ને..''
મલ્હાર એની સામે જોઈ હસ્યો..
''તમે દુઃખી શુ કામ થાવ છો.. એમ માનો કે ગાડી ખરાબ થવા પાછળ પણ કોઈ ચોક્કસ કારણ હશે..''
હર્ષિતા સવાલ ભરી નજરે સામે જોઈ રહી..
''મલ્હારે ખુલાસો કર્યો.. જો તમારી ગાડી જ ખરાબ ના થઇ હોત તો તમે અહીંયા આવત જ નહીં.. અને જો તમે અહીંયા જ ના આવત તો આપણી ઓળખાણ પણ ના થાત ને.. ''
એ સાંભળી હર્ષિતા પણ હસી પડી.. ખરેખર આ માણસ કેટલું પોઝિટિવલી વિચારે છે..
* * *
એની સાથે વાતો કરતો કરતો મલ્હાર એને પોતાના ઘરે લઈ આવ્યો.. કમળાબહેને હર્ષિતાને પોતાના ઘરે પ્રેમથી આવકાર આપ્યો.. અને પ્રેમપૂર્વક જમાડી પણ ખરે..
જમતા જમતા જ હર્ષિતાએ કહ્યું..
''મલ્હાર મારે સાંજ સુધીમાં મારા શહેર પોહચવું પડશે.. નહિતર મારા ઘરના ખોટી ચિંતા કરશે.. પ્લીઝ તમે ગાડીનું કઈક કરો ને..''
''ગાડી હરખી કરવાનું તો પરસોતમભાઈ સિવાય કોઈ નથી જાણતું.. તમે એક કામ કરો ગાડી અહીંયા મુકતા જાવ.. કાલ અથવા તો પરમદિવસે પરસોતમભાઈ આવશે ને રીપેર થતા જ હું ગાડી વ્યવસ્થિત રીતે તમારા ઘરે પોહચાડી દઈશ..''
''પણ.. હું ગાડી અહીંયા મૂકીને કેવી રીતે જઈ શકું..આમ પણ મારું શહેર અહીંથી સાઈઠ કિલોમીટર દૂર છે..''
''વિશ્વાસ રાખો.. તમારી ગાડી તમારા ઘરે પોહચાડી દઈશ.. અને રહી વાત તમારા ઘરે પોહચવાની તો.. તો ચાર વાગ્યે અમદાવાદની એસ.ટી. આવશે જ.. સમયસર હું તમને તમારા ઘરે પોહચાડી દઈશ''
મલ્હારની વાત માન્યા સિવાય હર્ષિતા પાસે બીજો કોઈ વિકલ્પ પણ નોહતો.. અને મલ્હારે જાણી જોઈને હર્ષિતા સામે આ ઓફર મૂકી હતી.. જેનાથી એ હર્ષિતાની નજીક જવા માંગતો હતો..
મલ્હાર અને હર્ષિતા વાતોએ વળગ્યા હતાને.. કમળાબહેન એની સામે બેઠા બેઠા એમની વાતો સાંભળતા હતા.. ત્યાં જ નીરજા આવી પોહચી..
મલ્હારને એક શહેરી યુવતી સાથે આટલો હસી હસીને વાતો કરતો જોઈ એને થોડીઘણી ઈર્ષા પણ થઈ આવી.. શુ કરે એ પ્રેમ જો કરતી હતી મલ્હાર ને.. અને એ વાતથી સાવ અજાણ મલ્હાર અત્યારે કોઈ અન્ય યુવતી સાથે બેઠો હતો..
એ આવી એટલે મલ્હારે એનો અને હર્ષિતા નો પરિચય કરાવ્યો..
''અરે નીરજા તું.. તું ક્યારે આવી..?''
નીરજાએ એની સામે જોઈ કટાક્ષમાં કહ્યું..
''ત્યારે જ જ્યારે તું જમવામાં બેધ્યાન બન્યો હતો..''
કમળાબહેને નીરજાને પણ આવકાર આપ્યો..
''આવી છે તો જમીને જ જાજે..''
નીરજાએ જમવાની ના પાડતા કહ્યું. ''અરે કમળામાં હું જમીને જ આવી છું..''
અને એ પણ કમળાબહેનની બાજુમાં બેસી ગઈ..
* * *
જ્યારે નીરજાને ખબર પડી કે મલ્હાર આ હર્ષિતાને શહેર છેક મુકવા જવાનો છે.. એને સારું ના લાગ્યું.. એને લાગ્યું કે મલ્હારને શુ થઈ ગયું છે.. શુ કામ આ અદાઓ ના લટકા ઝટકા કરતી હર્ષિતા પાછળ પડ્યો છે..
એને એક પળ તો થયું કે એ મલ્હારને એની સાથે ના જવા દે.. પણ એના કહેવા થી મલ્હાર માને એમ નોહતો.. આથી એ મલ્હારથી નારાજ થઈ ચૂપચાપ પોતાના ઘરે ચાલી ગઈ..
આ તરફ હર્ષિતાની ગાડી વ્યવસ્થિત પોતાના ઘર પાસે મૂકી.. એ એને મુકવા શહેર ઉપડી ગયો..
મલ્હારના બુલેટની પાછલી સીટ પર મલ્હારની એકદમ નજીક એને વળગીને બેઠેલી હર્ષિતાને જોઈ નીરજાને મનોમન એના પ્રત્યે ઈર્ષા થઈ આવી..
આ તરફ બસ સ્ટેન્ડ તરફ જઈ રહેલા મલ્હારના બાઇક પાછળ બેઠેલી હર્ષિતાએ એકાએક જ મલ્હારને પૂછી લીધું મલ્હાર,
''તમે માત્ર વાર્તાઓ જ બનાવો છો કે પછી બીજું કંઈ પણ..''
''વાર્તાઓ જ નહીં.. પણ કવિતાઓ, ઓલું પેલું શુ કહેવાય.. કવિતા જેવું જ કંઈક હોય.. ''
''શાયરી..?''
''હા શાયરી પણ લખું છું એની સિવાય પણ કંઈક હોય.. હા જો યાદ આવ્યું ગઝલો.. હું ગઝલ પણ બનાવું છું.. આ બધામાં આપણને કઈ ગતાગમ પડે નહીં.. આ તો નીરજા બધુંય જાણે.. એને ખબર પડે કોને કવિતા કેવાય.., કોને શાયરી કેવાય અને કોને ગઝલુ..''
''આ નીરજા તમારી કોઈ બહેન થાય..?''
''ના ના, એ તો મારી બાળપણની સખી છે.. અમારા મુખીકાકા.. એમની દીકરી છે.. એ અને હું બાળપણમાં ખૂબ ઝઘડતા.. ''
'' એ શું કરે છે..?''
''એ બાજુના જ શહેરમાં ભણવા જાય છે.. શુ ભણે છે ઇ તો ખબર નહી..''
ત્યાં જ બસસ્ટેન્ડ આવી ગયું.. મલ્હારે બાઇક ઉભું રાખ્યું..
''લ્યો આવી ગયું તમારું સ્ટેન્ડ.. બસ પણ આવતી જ હશે.. અહીંથી તમને છેક અમદાવાદની બસ મળી જશે..''
એ ઉતરી.. અને પછી એણે મલ્હારને એક હળવું આલંગીન આપ્યું..
* * *
''થેન્ક્સ મલ્હાર, જો આજે તમે ના હોત તો.. હું ક્યાં જાત..''
એના એક સ્પર્શથી મલ્હાર જાણે એજ ઘડીએ એના પ્રેમમાં પડી ગયો.. એ એકપળ તો એની સામે જોઈ રહ્યો..
હર્ષિતાએ એ નોટિસ કર્યું એટલે એણે મલ્હાર સામે હસીને પૂછ્યું
''શુ જુઓ છો..?''
''તમને, વિચારું છું કે આ ઘડી જોઈ લવ તમને.. કાલ કદાચ તમે ફરી મળો ના મળો..''
''જો તમે ચાહો તો હું ફરી તમને મળવા આવી શકું છું.. ખાસ તો તમારી આ કવિતાઓ સાંભળવા.. એક્ચ્યુલી મને છે ને કવિતાઓ બહુ જ ગમે..''
''તો ક્યારે આવશે..?''
''જ્યારે તમે કહેશો..''
''હું તો કહું છું કે આ જ ઘડીએ રોકાઈ જાવ..''
''ક્યાં હકથી તમે મને રોકાવાનું કહો છો..''
''એ તો ખબર નહી, પણ તમારાથી દુર જવાનું મન જ નથી થતું..''
''આ મન છે ને બહુ જ ચંચળ હોય છે.. એના પર કાબુ રાખતા શીખો..''
એમનો પ્રેમભર્યા સંવાદ ચાલતો હતો ત્યાં જ.. એસ.ટી. આવીને ઉભી રહી..
''લ્યો બસ પણ આવી ગઈ.. હવે મારે જવું પડશે..''
અને હર્ષિતા દોડીને બસમાં ચડી ગઈ.. મલ્હાર એની સામે જોઈ રહ્યો..
''ફરી પાછા ક્યારે આવશો..?'' બારીવાળી સીટ પર બેસતા હર્ષિતાએ કહ્યું..
''તમે ગાડી મુકવા ના આવતા બે દિવસ પછી.. હું ગાડી લેવા જાતે જ આવીશ..''
મલ્હારે એને વિદાય આપવા પોતાનો એક હાથ ઊંચો કર્યો.. એની આંખોમાં હર્ષિતાથી અલગ થવાની ગમગીની સાફ વર્તાતી હતી..
બસ ઉપડી..અને હર્ષિતા પણ મલ્હારને ભીની આંખે જોઈ રહી..
* * *
ક્રમશ..

બીજા રસપ્રદ વિકલ્પો