પ્રેમનો કિનારો - ભાગ ૧ Chaudhari sandhya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • મારા અનુભવો - ભાગ 24

    ધારાવાહિક:- મારા અનુભવોભાગ:- 24શિર્ષક:- હાહાકારલેખક:- શ્રી સ...

  • ભાગવત રહસ્ય - 163

    ભાગવત રહસ્ય- ૧૬૩   ઘરમાં કોઈ મોટો મહેમાન આવ્યો હોય તો –તેની...

  • રેડ સુરત - 5

    2024, મે 18, પીપલોદ, સુરત સાંજના 07:00 કલાકે પીપલોદના કારગિલ...

  • ફરે તે ફરફરે - 60

    ફરે તે ફરફરે - ૬૦   વહેલી સવારે  અલરોસાની હોટેલમા...

  • સોલમેટસ - 5

    આગળના ભાગમાં તમે જોયું કે રુશી આરવને અદિતિની ડાયરી આપે છે. એ...

શ્રેણી
શેયર કરો

પ્રેમનો કિનારો - ભાગ ૧

પૂર્વની ક્ષિતિજે ધીમે ધીમે સૂરજ ઉગતા સોનેરી કિરણો ધરા પર ફેલાઈ રહ્યા હતા. આકાશ સ્વચ્છ ભૂરા જળ જેવું પ્રતિત થતું હતું. પ્રભાતિયાં અને દુહાના મીઠા સૂરોથી વાતાવરણ જીવંત બની ગયું હતું. સવારે ખેડૂતો પોતાના બળદોને લઈને ખેતર તરફ જતા હતા. બળદોની ડોકે બાંધેલા ઘૂઘરાનો મીઠો રણકાર અત્યંત કર્ણપ્રિય લાગી રહ્યો હતો. ગોવાળો ગાયોનાં ધણને ચરાવવા માટે નીકળી પડે છે. મંદિરોનો દિવ્ય ઘંટનાદ શ્રદ્ધાળુ લોકોનાં હૃદયમાં ભક્તિમય સંવેદનો જગાવી રહ્યા હતા.

સવારની આવી તાજગીને માણવાને બદલે મુક્તિ રજાઈ ઓઢીને નિરાંતે સૂઈ રહી હતી. બારીમાંથી આવતા સૂર્યના સોનેરી કિરણો મુક્તિના ચહેરા પર ફેલાયા.

મુક્તિ આંખ ચોળતી ચોળતી પથારીમાં બેઠી થઈ. નાઈટ સૂટમાં શર્ટ અને પાયજામો પહેરેલી મુક્તિ બંને હાથથી અંગડાઈ લેતા ઉભી થઈ. સ્લીપર પહેરીને બાલ્કીની તરફ જવા માટે બારણું ખોલ્યું. હળવો હળવો અને ઠંડો પવન લહેરાઈ રહ્યો હતો. પક્ષીઓ કલરવ કરી રહ્યા હતા. ઉઠીને ઝાંક્યુ તો ખીલેલા સુંદર ફુલોની આસપાસ રંગબેરંગી પતંગિયા ઉડાઉડ કરતા હતા.

મનને પ્રફુલ્લિત કરી દે એવુ શાંત રમણીય વાતાવરણ અને ચારે બાજુ ભુરા આસમાનની ઝાંય ઝીલતા હોય એવા ભુરા સ્વચ્છ પાણી વચ્ચે ઘેરાયેલી આ જગ્યા. ચોગમ વેરાયેલી લીલીછમ વનરાજી વચ્ચે વસતુ આ ગામ અને જાણે ક્યાંય જવાની કશે જ પહોંચવાની કોઇ ઉતાવળ જ ન હોય એવા ગામવાસીઓ.

મુક્તિ કુદરતી સૌદર્યઁને માણી રહી હતી.
ત્યાં જ સાવિત્રીબહેને પગથિયા ચઢતા ચઢતા બૂમ પાડી "મુક્તિ ઉઠી કે નહિ?"

મુક્તિએ સાવિત્રીબહેન તરફ જોઈ કહ્યું "બસ હમણાં જ ઉઠી."

સાવિત્રીબહેન બાલ્કની પાસે આવ્યા "જલ્દી નાહી લે...હું ચા મૂકવાની છું."

મુક્તિએ બ્રશ હાથમાં લેતા કહ્યું "હું જયાં સુધી નાહીને નહિ આવું ત્યાં સુધી ચા ન બનાવતી."

સાવિત્રીબહેન રસોડામાં પ્રવેશતા બોલ્યાં "આજે પણ મોડી ઉઠી. બધા ચા-નાસ્તાની રાહ જોતા હોય. એકીસાથે બધા માટે ચા બનાવું તો શું ખોટું છે? પણ ના મુક્તિને તો ઠંઠી થઈ ગયેલી ચા નથી ગમતી....ચાલો નથી ગમતી તો નથી ગમતી પણ એ ચાયને ગરમ કરીને આપી હોય તો પણ નથી પીતી. ફરીથી નવેસરથી ચા બનાવવી પડે છે. આ બધા નખરાં આપણે ચલાવી લઈએ પણ સાસરીમાં તો ન શોભે ને આ બધા નખરાં! ભગવાન જાણે આ છોકરીનું શું થશે?"

સુમિત્રાબહેન બાફેલાં બટાકા સમારતા સમારતા બોલ્યા " હજી તો ચાહત આ વર્ષે જ તો કૉલેજમાં આવી છે. હજી તો એ નાદાન છે."

સાવિત્રીબહેને કહ્યું " એટલી પણ નાદાન નથી જેટલું તું સમજે છે. અત્યારથી જ થોડો થોડો ઠપકો આપતા રહેવું પડે તો જ આગળ જતા સમજણી થાય. ખબર નહિ કઈ દુનિયામાં રહે છે એ છોકરી? અને કામ કરવામાં તો બહુ આળસુ છે અને ઊંઘણશી તો બહુ જ છે. તને ખબર છે સુમિત્રા.... એની બધી બહેનપણીઓને રસોઈ બનાવતા આવડે છે અને
કૃતિકા પણ કેટલી સ્વાદિષ્ટ રસોઈ બનાવે છે અને મુક્તિ... એને તો રસોઈમાં કંઈ ગતાગમ જ નથી પડતી. રસોઈ બનાવવાની વાત આવે ત્યારે કોઈને કોઈ બહાનું કરી છટકી જાય. રસોઈ શીખવાની આળસ આવે અને નવી નવી વાનગીઓ ખાવાનો તો જબરો શોખ છે!"

એટલામાં જ મુક્તિ રસોડામાં આવતાં જ કહે છે "મમ્મી આજે શું બનાવ્યું? બહુ ભૂખ લાગી છે...Wow! બટાકા વડા...! હવે તો વધારે જ ભૂખ લાગી છે. ચા સાથે બટાકાવડા...Wow! બની જાય પછી મને બૂમ પાડજો."

આટલું કહી મુક્તિ રસોડામાંથી નીકળી બહાર દાદી પાસે જાય છે.

સાવિત્રીબહેને સુમિત્રાબહેન તરફ ભ્રમર ચઢાવતા કહે છે "જોયું....ઑર્ડર આપીને તરત જ જતી રહી. એમ પણ ન થયું કે મમ્મી અને કાકીને મદદ કરું."

કૃતિકા:- "મોટી મમ્મી હું તમને અને મમ્મીને મદદ કરું છું. બોલો શું કરવાનું છે?"

સાવિત્રીબહેન:- "સુમિત્રા તારી દીકરી કૃતિકામાં બધી આવડત છે અને મુક્તિ....એની તો વાત જ ન પૂછો."

સુમિત્રાબહેને કહ્યું "તમે મુક્તિની નાહકની ચિંતા કરો છો. સમય સાથે મુક્તિ સમજણી થઈ જશે."

જમીને મુક્તિ પોતાના રૂમમાં લેપટોપ લઈને બેઠી હોય છે. કૃતિકા મુક્તિના રૂમમાં આવે છે.

કૃતિકા મુક્તિની બાજુમાં બેસતા બોલી "મુક્તિ
શું કરે છે?"

મુક્તિ:- "કંઈ ખાસ નહિ. એક handsome boy સાથે ચેટિંગ કરું છું."

કૃતિકા:- "મુક્તિ તને ખબર છે તું શું કરી રહી છે? આ બધું તું શું કામ કરે છે? નવા નવા Boys ને ફ્રેન્ડ બનાવવા. અને થોડા થોડા દિવસે તારા Boyfriend બદલાય છે. મુક્તિ આ બધું શું છે? પહેલા તો તું એવી નહોતી."

મુક્તિ:- "આવી બૉરિંગ વાત કરવાનો મારો મૂડ નથી. તું આ યુવકને જો. કેટલો Hot છે. આ યુવક મુંબઈનો છે."

કૃતિકા:- "મુંબઈ પરથી યાદ આવ્યું આપણે ક્યારે નીકળવાનું છે મુંબઈ જવા માટે?"

મુક્તિ:- "કાલે સવારે. I hope કે દિલ્હીમાં જેટલી ભણવાની મજા આવી એટલી જ મુંબઈમાં પણ આવે."

થોડીવાર મુક્તિ ચેટ કરે છે. પછી કૃતિકાને કહ્યું "કૃતિ ઘરમાં રહીને બૉરિંગ થવાય છે. ફરવા જઈએ."

કૃતિકા:- "અત્યારે ક્યાં ફરવા લઈ જાઉં તને?
અહીં તો ખેતર,મંદિર,ડુંગર અને નદી છે."

મુક્તિ:- "એટલે જ હું અહીં આવવા નહોતી ઈચ્છતી. મમ્મી પપ્પાએ ફોર્સ કર્યો. અને દાદા દાદી ફોઈ ફુવા કાકા કાકીને મળાયું નહોતું. તો વિચાર્યું કે મળી જ લઉં."

થોડીવાર પછી મુક્તિ બોલી "ચાલને હવે ફરી જ આવીએ. છેલ્લે નદીએ જઈ જ આવીએ."

આસપાસના ઘરના લોકો મસ્ત લીમડા ના ઝાડ નીચે ખાટલા નાખીને વાતો કરતા હતા. મુક્તિએ આકાશ તરફ નજર નાંખી. એકદમ સ્વચ્છ ભૂરું આકાશ હતું. ખેતરો વેરાન પડ્યા હતા...આંબા ના ઝાડ તો જાણે કેરીઓ નું વજન લાગતું હોય એમ ઝુકી ગયા હતા. કેસૂડાનો કેસરિયા રંગને લીધે પ્રકૃતિ ખીલી ઉઠી હતી.

કૃતિકા અને મુક્તિ પ્રકૃતિનું સૌદર્યઁ માણતા માણતા નદીના કિનારે પહોંચી ગયા. ગામના ઢોળાવ પરથી નદી તરફ જતાં મસ મોટા પથ્થરોથી કુદરતી રીતે બનેલો પથરાળ રસ્તો હતો. કુદરતી નયનરમ્ય વાતાવરણ ખુબજ આહલાદક અને મનને શાંતિ આપી પ્રફુલ્લિત કરે તેવું ત્યાનું સુંદર દશ્ય. એકદમ પારદર્શક પાણી. નદીની આસપાસ વુક્ષો. નીચે પથરાયેલું લીલુછમ ઘાસ. ઠંડો લહેરાતો પવન. કૃતિકા અને મુક્તિ એક પથ્થર પર જઈ પાણીમાં પગ બોળીને બેઠા. થોડીવાર બેસીને મંદિર તરફ જઈ આવ્યા. પછી બંને વાતો કરતા કરતા ઘરે પહોંચ્યા.

ક્રમશઃ