પ્રેમનો કિનારો - ભાગ-૪ Chaudhari sandhya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમનો કિનારો - ભાગ-૪

અનુરાગ ઘરે જઈ ગિટાર લઈ પ્રેક્ટીસ કરી રહ્યો હતો. પણ એના સૂર બરાબર બેસતા નહોતા. આજનો કડવો અનુભવ થવાને લીધે એનું ધ્યાન નહોતું. મુક્તિના શબ્દોએ એને ભીતરથી ઝંઝોડી કાઢ્યો હતો. એના કાને વારંવાર "bloody loser" શબ્દો સંભળાતા હતા.થોડીવાર પછી અનુરાગ લેપટોપ પર વ્યસ્ત થયો. એટલામાં જ અનુરાગનો કઝીન વિરેન આવે છે.

વિરેન:- "Hey bro...શું કરે છે?"

વિરેન અનુરાગની બાજુમાં આવી બેસી ગયો.

વિરેન:- "લવ" નામના ફેક Id પર તું શું કામ પોસ્ટ કરે છે તે તો મારા સમજની બહાર છે બોસ...શું લખે છે તારા "લવ" નામના ફેક Id પર..."

અનુરાગ:- "તને તો ખબર છે ને કે કૉલેજમાં મારી ઈમેજ કેવી છે તે...જો કોઈને ખબર પડી ગઈ કે હું આવું કંઈક લખુ છું તો મારી ઈમેજ સાથે મેચ નહિ થાય. કોલેજમાં મારી ઈમેજ તો Cool ટાઈપ છે.

વિરેન:- "ઑરિજનલ Id પર પણ પોસ્ટ કરે તો તારી ઈમેજ Cool જ રહેશે."

અનુરાગ:- "તું નહિ સમજે."

વિરેન:- "ઑકે મારે સમજવું નથી. ઑ હા હું તો તને બોલાવવા આવ્યો હતો. ચાલને વિરાજને ત્યાં જઈએ. પાર્ટી કરીશું."

અનુરાગ:- "તું જા. મારી આવવાની ઈચ્છા નથી."

વિરેન:- "કેમ આજે મૂડ સારું નથી. ઑહ I see મુક્તિની વાતો કડવી લાગી."

અનુરાગ:- "શું કરવા એનું નામ લે છે?"

વિરેન:- "મને એક વાત સમજમાં ન આવી."

અનુરાગ:- "શું?"

વિરેન:- "પહેલી વાર તને આટલો ગુસ્સામાં જોયો. આજથી પહેલા કોઈ છોકરી પર તું આટલો ગુસ્સે નહોતો થયો કે કોઈ છોકરી પર હાથ ઉપાડે. આજ સુધી કોઈ છોકરી પર હાથ નથી ઉપાડ્યો અને મુક્તિ સાથેની પહેલી જ મુલાકાતમાં આટલો બધો ગુસ્સો...ચક્કર શું છે બોસ?"

અનુરાગ:- "તું જા ને પાર્ટી કરવા...મારું મગજ ન ખરાબ કર..."

વિરેન:- "Ohk...bye..."

અનુરાગ:- "દરવાજો બંધ કરતો જજે."

વિરેન જતા જતા ફરી અનુરાગને મજાકમાં કહ્યું
"મે મગજ ખરાબ કર્યું કે મુક્તિએ?"

અનુરાગ:- "બેટા તારો પણ વારો આવશે. તારી લાઈફમાં કોઈ છોકરી આવશે તો હું તને પણ પજવીશ."

વિરેન:- "તે કહ્યું એનો મતલબ હું સમજી ગયો."

અનુરાગ:- "શું સમજી ગયો?"

વિરેન:- "મતલબ કે મુક્તિ તારી લાઈફમાં આવી ગઈ છે એમ ને?"

અનુરાગે તકિયો લીધો અને વિરેન તરફ ફેક્યો.
વિરેન હસતા હસતા ઝડપથી દરવાજો બંધ કરી નીકળી ગયો.

સાંજે મુક્તિ લેપટોપ લઈને બેઠી હતી. આજનો અનુભવ મુક્તિ માટે ખરાબ રહ્યો. સનાયાએ કહેલાં શબ્દો એના કાનમાં ગુંજતા રહ્યા. આ શબ્દો મુક્તિના અસ્તિત્વને છિન્નભિન્ન કરવા પૂરતા હતા... "કેરેક્ટરલેસ." મુક્તિની આંખમાં આંસુ આવી ગયા. મુક્તિએ લખવાનું શરૂ કર્યું.

"કોઈ યુવતી સ્વતંત્ર વિચારસરણી ધરાવે છે તો 'બોલ્ડ ગર્લ કે કેરેક્ટરલેસ' નામનું સર્ટીફિકેટ એ યુવતીને આપી દે છે આ સમાજ...પુરુષ એક કરતા વધારે યુવતી સાથે પ્રેમ કરે તોયે એ વફાદાર...અને સ્ત્રી જો એક કરતા વધારે યુવક સાથે ફ્લર્ટીંગ કરે તો કેરેક્ટર લેસ...Why? યુવકો જોડે ફલર્ટ કરે છે એનો મતલબ તો એ નથી કે એ કેરેક્ટર લેસ હોય!

સ્ત્રીના કપડા પરથી એનું કેરેક્ટર માપનારી ઘણી યુવતીઓને જોઈ છે. એવી યુવતીઓ પર સખ્ત નફરત થાય છે.

સ્ત્રીએ કેવા કપડાં પહેરવા અને કેવી રીતે વર્તવું તે પિતૃસત્તાક સમાજ નક્કી કરે છે. સ્ત્રીના કપડાં કોણ અને ક્યારે ઉતારે તે પણ સદીઓથી પુરુષો જ નક્કી કરતા આવ્યા છે. નહીં તો દ્રૌપદીના શરીરને પાંડવો દાવ પર ન લગાવી શકત અને દુર્યોધન તેને ભરી સભામાં ચીરહરણ કરવાનો આદેશ ન આપી શકત. સભામાં કોઈ જ સ્ત્રી નથી અને કોઈ પુરુષ આ અન્યાય વિશે અવાજ ઉઠાવતો નથી. સભામાં તો ધૂરંધર લડવૈયાઓ, વિદ્વાનો, વડિલો બેઠા હતા. તે છતાં અન્યાય થઈ શકે સ્ત્રીને. તો આજે અન્યાય થાય તેમાં કોઈ નવાઈ નથી લાગતી પણ ત્યારેય દ્રૌપદીએ વિરોધ નોંધાવ્યો હતો અને સવાલો પૂછ્યા હતા. ગુસ્સો વ્યક્ત કર્યો હતો. આજે પણ સ્ત્રીઓ અન્યાય વિરુદ્ધ અવાજ ઊઠાવી જ રહી છે. સ્ત્રી પાત્રને મજાકનું સાધન બનાવીને રજૂ કરવામાં આવે તે ક્યાનો ન્યાય?"

અનુરાગે જોયું તો ચાહતે આજે સ્ત્રીના ચારિત્ર્ય વિશે કંઈક લખ્યું હતું. અનુરાગના કાનમાં "bloody loser" શબ્દો ગૂંજ્યા કરતા હતા અને આજે ચાહતે લખ્યું કે પુરુષો સ્ત્રીને અન્યાય થાય એ વિશે અવાજ ઉઠાવતા નથી. એટલે અનુરાગે પણ ચાહતની પોસ્ટ પર કોમેન્ટ કરી.

"તમે પુરુષોને જ Blame કરો છો એ બરાબર નથી. સવાલ સ્ત્રી કે પુરુષનો છે જ નહિ...સવાલ છે સમાજની માનસિકતાનો...વસ્ત્રોનો તો વાંક જ નથી..આ તો લોકોનો નજરિયો બદલાય છે અને વસ્ત્રો બદનામ થાય છે નહિ તો દ્રૌપદીના વસ્ત્રો ક્યાં ટૂંકા હતા. યુવક અને યુવતી બંન્ને સાથે ફરતા જોવા મળે તો કહેશે કે બંનેનું અફેર કે લફરું ચાલે છે. "જરૂર બંને વચ્ચે કંઈક છે" એવું વિચારી બંનેના ચિરિત્ર્ય પર અફવાઓ ફેલાવી કિચડ ઉછાળે છે. પણ ખરેખર વાંક તો અત્યારની વિચારધારાનો પણ નથી કારણ કે આવી વાતો તો કૃષ્ણનાં વખતમાં પણ થતી હતી જ્યારે કૃષ્ણે દ્રૌપદીના સન્માનની રક્ષા કરી હતી. જો કૃષ્ણ અને દ્રૌપદી ની મિત્રતા પર સમાજે અફવાઓના છાંટા ઉડાડ્યા હતા તો આ સમાજની નજરમાં તમારી અને મારી શું ગણતરી??? કૃષ્ણ પણ સંપૂર્ણ પુરુષ તરીકે ઓળખાય છે. એમણે સ્ત્રીના સન્માનને સાચવ્યું છે. તો તમે પુરુષોને Blame કરો તે બરાબર નથી."

મુક્તિએ લવની કોમેન્ટ વાંચી...મુક્તિ અત્યારે કંઈ પણ જવાબ આપવાના મૂડમાં નહોતી પણ એને લવની કોમેન્ટ ગમી એટલે એણે ફક્ત "Right" કહ્યું.

લવ:- "એક વાત પૂછું?"

ચાહત:- "હા જરૂર."

લવ:-"શાનો ડર છે તારા દિલને?"

ચાહત:- "અજીબ ડર છે હ્દયને પણ..
પામવા કરતા ખોવાનો ડર વધુ લાગે છે..
દૂર હોવા કરતા નજીક હોવાનો ડર વધુ લાગે છે.

લવ:- "ખુદથી દૂર ભાગે છે કેમ?
શું શોધે છે તું?"

ચાહત:-"ગાઢ નિદ્રામાં એક સપનું શોધું છું
દૂર રણમાં એક ગુલાબ શોધું છું
બધાની વચ્ચે એક એકાંત શોધું છું
ભટકેલ રસ્તે એક ખુદને શોધું છું
અધૂરા સવાલનો એક જવાબ શોધું છું
લાંબી મુસાફરીમાં એક સાથી શોધું છું..."

લવ:- "દિલ ખોલીને શ્વાસ લે,
અંદરને અંદર ગુંગળાવવાની કોશિશ ના કર..
ચાલતા સમય સાથે તું પણ ચાલ..
સમયને બદલવાની કોશિશ ના કર..
તું જીંદગીને જીવ..
એને સમજવાની કોશિશ ના કર.."

ચાહત:- "Good night..."

લવ:- "Good night dear..."

ક્રમશઃ