Premno kinaro - 8 - last part books and stories free download online pdf in Gujarati

પ્રેમનો કિનારો - ભાગ ૮ - છેલ્લો ભાગ

બીજા દિવસે અનુરાગ કૉલેજમાં મુક્તિને શોધે છે. મુક્તિ ક્લાસમાં હોય છે. અનુરાગ મુક્તિ પાસે જાય છે.

અનુરાગ:- "મુક્તિ મારે તારી સાથે એકલામાં વાત કરવી છે."

મુક્તિ:- "સારું..."

મુક્તિ અને અનુરાગ બંને એકાંતમાં જાય છે.

અનુરાગ:- "તું બધી યુવતીઓ કરતા અલગ છે.
ખબર નહિ કેવી રીતના પણ હું તને ચાહવા લાગ્યો છું મુક્તિ..."

મુક્તિને તો વિશ્વાસ જ ન આવ્યો.

થોડીવાર સ્વસ્થ થઈ પછી મુક્તિએ કહ્યું "મને થોડો ટાઈમ જોઈએ છીએ."

અનુરાગ:- ઑકે તારે જેટલો ટાઈમ લેવો હોય તેટલો લે. હું રાહ જોઈશ.

કૉલેજમાં અનુરાગ જેમ બને તેમ મુક્તિ સાથે રહેવાની કોશિશ કરતો. કલાકો સુધી મુક્તિ સાથે ફોન પર વાતો કરતા. ધીરે ધીરે મુક્તિને અહેસાસ થયો કે અનુરાગ ખરેખર મને ચાહે છે.
ધીરે ધીરે મુક્તિ અને અનુરાગનો પ્રેમ વધુ ગાઢ થતો ગયો. અનુરાગના ફાર્મ હાઉસ પર અનુરાગ પથારીમાં સૂઈ મોબાઈલમાં વ્યસ્ત હતો. મુક્તિ અનુરાગની પાસે બેઠી હતી. મુક્તિ અનુરાગના ઘુંટણ પર માથુ મૂકી અનુરાગને નિહાળી રહી.

મુક્તિએ અનુરાગને કિસ કરવાની કોશિશ કરી. પણ અનુરાગ મુક્તિને અટકાવતા કહે છે.

અનુરાગ:- "શું કરે છે મક્તિ?"

મુક્તિ:- "કેમ શું વાંધો છે? હું તને લવ કરું છું અને તું મને."

અનુરાગ:- "મને કોઈ વાંધો નથી. પણ હમણાં નહિ..."

મુક્તિ:- "ઑકે.."

અનુરાગ:- "એક વાત પૂછું?"

મુક્તિ:- "બોલ..."

અનુરાગ:- "તે દિવસે દરિયાકિનારે આપણી આકસ્મિક મુલાકાત થયેલી ત્યારે મને જોઈને તારા ચહેરાના હાવભાવ કેમ બદલાય ગયા?"

મુક્તિ:- "હું નહોતી ઈચ્છતી કે મારા મનની કોઈ વાત કોઈપણ જાણી શકે. હું આ વાત કોઈને નહોતી કહેવાની પણ તું મને ચાહે છે એટલે કહી દઉં. એક યુવકને હું ચાહતી હતી પણ એને મારી સ્વતંત્રતા અને બિન્દાસપણું પસંદ નહોતું.
એના પછી જે યુવકો મારી લાઈફમાં આવ્યા તે બધા પણ સંકુચિત માનસવાળા જ હતા.
પછી ધીમે ધીમે ખ્યાલ આવ્યો કે લવ જેવું કશું હોઈ જ ન શકે. બિન્દાસ સ્વભાવની હતી એટલે બધી બાબતોને એકદમ હળવાશથી લઈ લીધી. એટલે સોસાયટીની નજરોમાં કેરેક્ટર લેસ હતી. મને લાગતું હતું કે મારો જે I don't care વાળો એટિટ્યુડ છે એ એક દિવસે મને જરૂર ડૂબાડી દેશે. પણ હવે મને તું મળી ગયો છે એટલે હવે બધુ સારું જ થઈ જશે મારી લાઈફમાં."

મુક્તિ થોડીવાર ઊંડા વિચારોમાં ખોવાઈ ગઈ.

અનુરાગ:- "શું થયું મુક્તિ? તું ઠીક છે ને?"

મુક્તિ:- "કંઈ નહિ બસ એમજ એક નાનકડો વિચાર આવ્યો."

અનુરાગ:- "Come અહીં આવ...મારી પાસે..."

મુક્તિ અનુરાગની છાતી પર માથુ મૂકી સૂઈ જાય છે. અનુરાગ મુક્તિના માથે હાથ ફેરવે છે.

અનુરાગ:- "શું વિચાર આવ્યો? બોલ..."

મુક્તિ:- "મને પહેલાં પહેલાં વિશ્વાસ જ નહોતો આવતો કે તું મને લવ કરે છે. પરંતુ ધીરે ધીરે વિશ્વાસ થવા લાગ્યો. અનુરાગ પ્લીઝ મારો વિશ્વાસ ન તૂટવો જોઈએ નહિ તો હું તૂટી જઈશ."

અનુરાગે કોઈ જવાબ ન આપ્યો બસ મુક્તિના માથે હાથ ફેરવતો રહ્યો.

બીજા દિવસે અનુરાગના ઘરે બધા ફ્રેન્ડસ ભેગા થયા. અનુરાગે પીત્ઝા બર્ગર ઑર્ડર કર્યા હતા. બધા ડાન્સ કરી રહ્યા હતા. અનુરાગ મુક્તિ સાથે ઓછુ અને સનાયા સાથે વધુ ડાન્સ કરી રહ્યો હતો. ત્યારબાદ બધાએ પીત્ઝા બર્ગરની મોજ માણી.

અનુરાગ સનાયા સાથે કપલ ડાન્સ કરી રહ્યો હતો. મુક્તિએ અનુભવ્યું કે અનુરાગ પોતાને ઈગ્નોર કરી રહ્યો છે. ડાન્સ કરી બધા શાંતિથી બેઠા. ખાસ્સા સમય સુધી બધાએ મજાક મસ્તી કરી. અનુરાગના બધા ફ્રેન્ડ ઘરે જતા રહ્યા. વિરેન અને કૃતિકા બહાર ફરવા નીકળી ગયા.

મુક્તિ:- "અનુરાગ મારે તારી સાથે વાત કરવી છે."

અનુરાગ:- "ના મારે હમણાં વાત નથી કરવી."

મુક્તિ:- "બસ પાંચ મિનીટ..."

અનુરાગ:- "બોલ..."

મુક્તિ:- "અનુરાગ મને બસ એવું ફીલ થયું કે તું મને ઈગ્નોર કરે છે."

અનુરાગ:- "હા હું તને ઈગ્નોર કરું છું. because મારે break up કરવું છે."

મુક્તિને થોડો ઝટકો લાગ્યો.

મુક્તિ:- "કેમ શું થયું?"

અનુરાગ:- "મુક્તિ તને યાદ છે તે મને વગર કારણે થપ્પડ મારી હતી. એ પણ ત્યારે જ્યારે મે તને ટચ પણ નહોતું કર્યું."

મુક્તિ:- "ઑહ I see તારે મારી સાથે એ થપ્પડનો બદલો લેવો હતો. એટલે પ્રેમનું નાટક કર્યું. એટલે જ હું વિચારતી થઈ ગઈ કે તે મને કિસ કેમ ન કરવા દીધી. હવે મને સમજાઈ ગયું."

મુક્તિની આંખોમાં આંસુ આવી ગયા. મુક્તિ ત્યાંથી ચાલી પડી.

અનુરાગ:- "મુક્તિ ઉભી રહે. હું ઘરે મૂકવા આવું છું."

મુક્તિ:- "હવે મને તારી sympathy નથી જોઈતી ok? leave me alone."

અનુરાગે મુક્તિનો હાથ પકડ્યો.

મુક્તિ હાથ છોડાવતા કહે છે "છોડ મને."

અનુરાગ મુક્તિને ખભા પર ઉંચકીને લઈ ગયો. મુક્તિ હાથ પગ હલાવવા લાગી. અનુરાગે મુક્તિને કારમાં બેસાડી.

અનુરાગ મુક્તિને તેના ઘર સુધી મૂકી આવ્યો.

અનુરાગે પોતાના મનને સમજાવ્યું મુક્તિ સ્ટ્રોંગ ગર્લ છે. થોડા વખતમાં બધુ ભૂલી જશે.

મુક્તિ રડતા રડતા ઊંઘી ગઈ. સવારે આંખ ઉઘડી. ગઈકાલની વાત યાદ આવતા જ એની આંખો ભરાઈ આવી. મોબાઈલમાં અનુરાગનો મેસેજ આવ્યો કે નહિ તે જોવા મોબાઈલ લીધો.

અનુરાગને ઓનલાઈન જોતા ખુશ થઈ. પણ અનુરાગ તરત જ ઑફલાઈન થઈ ગયો.
મુક્તિ ખાસ્સી વાર સુધી મોબાઈલને જોતી રહી.

મુક્તિએ પોતાના મનને જ સમજાવ્યું "છોડ ને મુક્તિ રાત ગઈ વાત ગઈ....મને કંઈ ખાસ ફરક નથી પડ્યો. હું જાણતી જ હતી કે all boys are same....ખબર નહિ મે અનુરાગ પર કેમ કેમ વિશ્વાસ કરી લીધો."

સાંજે મુક્તિ ક્લબમાં બેસી ડ્રીંક કરી રહી હતી. અનુરાગ અને અનુરાગના ફ્રેન્ડસ પણ ત્યાં આવે છે. બધા મુક્તિ પાસે આવ્યા.

કૃતિકા:- "મને કહેવું તો જોઈએ કે તું અહીં આવે છે."

મુક્તિ કંઈ બોલી નહિ.

અનુરાગ:- "Come on guys...ડાન્સ કરીએ."

બધા ડાન્સ કરવા લાગ્યા. મુક્તિ એક પછી એક ગ્લાસ ગટગટાવી રહી. અનુરાગ દૂરથી જ ડાન્સ કરતા કરતા મુક્તિ પર નજર રાખતો હતો.

મુક્તિ એટલી બધી નશામાં હતી કે એ ઉભી પણ ન થઈ શકી. ઉભી થતા જ મુક્તિ નીચે ફસડાઈ પડતી હતી કે અનુરાગે એને પકડી લીધી. અનુરાગે મુક્તિને બંને હાથે ઉંચકી લીધી.

અનુરાગ:- "Guys let's go..."

અનુરાગે મુક્તિને કારમાં પોતાની બાજુની સીટ પર બેસાડી.

અનુરાગ:- "વિરેન કૃતિકાની કાર લઈને કૃતિકા સાથે જા. હું મુક્તિને લઈ આવું છું."

અનુરાગ મુક્તિને ઘરે મૂકી આવે છે. કૃતિકા અને વિરેન પહોંચી ગયા હોય છે.

કૃતિકા અનુરાગ સામે જોય છે.

અનુરાગ:- "કૃતિકા તું મને આમ કેમ જોય છે?"

કૃતિકા:- "તને ખબર હતી ને કે મુક્તિ આ ક્લબમાં છે એટલે જ તું અમને એ ક્લબમાં લઈ ગયો. તમારા બે વચ્ચે કંઈક તો થયું છે."

અનુરાગ:- "Good night કૃતિકા..."

અનુરાગ અને વિરેન ઘરે પહોંચે છે.

બીજા દિવસે બપોરે કેન્ટીનમાંથી આવી મુક્તિ ક્લાસમાં બેઠી હતી. કોઈ નહોતું ક્લાસમાં. એણે સિગારેટ બેગમાંથી કાઢી. અને એક પછી એક કશ લેવા લાગી. અનુરાગ મુક્તિને આ રીતે સિગારેટ પીતા જોઈ દંગ રહી ગયો.

અનુરાગ:- "What are you doing? શું કરી રહી છે મુક્તિ?"

મુક્તિ:- "કેમ તને ખબર નથી હું શું કરી રહી છું?"

અનુરાગે મુક્તિના હાથમાંથી સિગારેટ લઈ ફેંકી દીધી.

મુક્તિ:- "તારી હિમંત જ કેમ થઈ મારી સિગારેટ ફેકવાની?"

અનુરાગ:- "ગઈકાલે પણ તે કંઈક વધારે જ ડ્રીંક કરી લીધું હતુ અને આજે સિગિરેટ...તારા માટે સારું નથી."

મુક્તિ:- "સૉરી અનુરાગ હવે નહિ કરું...એક સેક્ન્ડ ...પણ તું છે કોણ મને આવું કહેવાવાળો? નથી તો તું મારો ફ્રેન્ડ કે નથી તો બોયફ્રેન્ડ...મિસ્ટર અનુરાગ હજુ પણ ઊંઘમાં છો કે શું? હવે હું તમારી ગર્લફ્રેન્ડ નથી...wake up...હું શું બોલું છે તે સમજાય છે."

અનુરાગ:- "મુક્તિ શું કરવા તમાશો કરે છે?"

મુક્તિ:- "હું તમાશો કરું છું? ઑ હેલો તમાશો હું નથી કરતી. તું કરે છે...સિગારેટ ફેંકીને શું સાબિત કરવા માંગે છે?

બધાને ક્લાસમાં આવતા જોઈ અનુરાગ અને મુક્તિ ચૂપચાપ પોતપોતાની જગ્યાએ બેસી જાય છે.

સાંજે મુક્તિ એક યુવક સાથે ફરવા જવાની તૈયારી કરતી હતી.

અનુરાગ:- "મુક્તિ ક્યાં જાય છે?"

મુક્તિ:- "હું ક્યાં જાઉં છું શું કરું છું એ મારે તને જણાવવાની જરૂર નથી."

અનુરાગ:- "તું એ છોકરા સાથે ફરવા નહિ જાય..."

મુક્તિ:- "જઈશ જ તારે જે કરવું હોય તે કરી લે."

અનુરાગ મુક્તિનો હાથ પકડી એક રૂમમાં લઈ જવાની કોશિશ કરે છે. પણ મુક્તિ આવતી નથી. અનુરાગ મુક્તિને ઉંચકી એક ક્લાસમાં લઈ આવે છે. દરવાડાને અંદરથી બંધ કરી દે છે.

અનુરાગ:- "મુક્તિ I really love you...મુક્તિ હું તને ખરેખર ચાહવા લાગ્યો હતો. હું તને કહેવાનો જ હતો પણ એ પહેલાં તે મને થપ્પડ મારી દીધી."

મુક્તિ:- "હવે તારી કોઈ વાત પર મને વિશ્વાસ નથી."

મુક્તિની આંખમાં આંસુ આવી જાય છે.
અનુરાગ મુક્તિની આંસુ સાફ કરતા કરતા મુક્તિને શાંતિથી સમજાવવા લાગ્યો.
અનુરાગ મુક્તિના ચહેરા પર આવતી લટોને સરખી કરે છે. મુક્તિના મન પર અનુરાગના સમજાવટની અસર થાય છે. અનુરાગ ધીરે રહીને મુક્તિને કિસ કરે છે. મુક્તિની પાંપણો બીડાઈ જાય છે. અનુરાગ ઘણીવાર સુધી મુક્તિને કિસ કરી રહે છે. મુક્તિ અનુરાગથી પોતાની જાતને છોડાવે છે.

મુક્તિ:- "અનુરાગ શ્વાસ તો લેવા દે."

અનુરાગ:- "હવે વિશ્વાસ થયો કે હું તને લવ કરું છું. I love you..."

મુક્તિ અનુરાગને તરત જ વળગી પડતા કહે છે "I love you too..."

અનુરાગ પણ મુક્તિને પોતાના આઘોષમાં સમાવી લે છે.

મુક્તિને અનુરાગના પ્રેમના કિનારાનો સહારો મળી ગયો.

સમાપ્ત...


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED