શ્રીરામ નો અર્થ. - શ્રીરામ નવ ની સંખ્યા પુરણ લશ્કરી દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

શ્રીરામ નો અર્થ. - શ્રીરામ નવ ની સંખ્યા

શ્રીરામ શબ્દ આમ જોઈએ ત્રણ અક્ષરથી બનેલો છે . શ્રી -રા - મ, . પણ આ શબ્દના અક્ષર અક્ષર ની સંધિ છૂટી પાડી અને જોઈએ તો કેટલાક અક્ષર થાય છે ? ' ૭ ' . અને એટલે જ કદાચ રામચરિતમાનસમાં તુલસીદાસજી પહેલા જ સાત શ્લોકોનું વર્ણન કર્યું છે ! ! અને પછી શ્રીરામચરિત માનસની શરૂઆત કરે છે . એ તો થઈ તુલસીદાસ ની વાત . શુંકામ ? ને કયા કારણે સાત શ્લોકો લખ્યા ? એ આપણો વિષય અત્યારે નથી . આજ એ ચર્ચા છ કે શ્રીરામ એમના 7 વર્ણોને ની અંદર એમના 'નવ' નવ અર્થ કરવા છે . શ્રી રામ નવમીના દિવસે પ્રગટ થયા છે , એટલા માટે આજે 9 અરથો જોઇશુ જે રામના જીવને ખૂબ લાગુ થતા હોય . 9 ના આંકડા અને શ્રી રામ ને કંઈક ખાસ સંયોગ છે , કંઈક સંબંધ છે એવું લાગે છે!! તેથી નવ ને સમજવાનો પ્રયાસ કરીશું . રામના જીવનકાળ દરમિયાન એકી સંખ્યા નુ ખૂબ મહત્વ રહ્યું હોય એવું લાગે છે. શ્રી રામ ત્રણ શબ્દ. શ્રી રામચંદ્ર પાંચ અક્ષર .
સંધિ છૂટી પાડતા હતા તો થયા 7 આંકડા શ ર ઇ ર્ આ મ્ અ = રામ .

રામ જન્મ નવમી નો આંકડો . જન્મ ની અંદર એકી સંખ્યાનો કંઈક ખાસ મહત્વ છે . શું હશે એતો હજી સુધી સમજાયું નથી!! પણ કંઈક નવો વિચાર કરીને નવું સમજવાનો પણ પ્રયત્ન કરીશું જરૂર !! . પણ આજે જે વિચારો આવ્યા છે એ વિચારોની લખે અને આપ સૌની સમક્ષ રજૂ કરવાની એક પ્રભુ શ્રીરામેજ કદાચ કોઈ પ્રેરણા કરી હશે ! . આવો જોઈએ શ્રી રામ નામ નો અર્થ . પહેલો શબ્દ છે, ' શ્રી '
ની અંદર શ્રી શ્ ર્ ઇ = 'શ્રી' .
1શાંત ,
2 શુદ્ધ ,
3 શીલ,
4 શોભા,
5 શાશ્વત ,
6 શબ્દ ,
7શાંતિ ,
પ્રભુ શ્રીરામ જેવુ શાંત દુનિયામાં બીજું કોઈ છે નહીં. દેવી -દેવતાઓમાં પણ ખૂબ શાંત છે , પ્રભુની શાંતિપ્રિયતા એટલી છે કે રાવણ જેવા શત્રુઓને પણ શાંતિ પ્રસ્તાવ મોકલ્યો છે , કે યુદ્ધ કરવું સ્વભાવ નથી , રામ ને પસંદ નથી અને ત્યારે શ્રી રામચંદ્ર પોતાના દ્વારા પહેલા જ શાંતિ વાર્તા માટે થઈ અને લંકા ની અંદર પ્રસ્તાવ મોકલે છે .
સાગર જ્યારે માર્ગ આપતો નથી અને ત્યારે લક્ષ્મણજી ક્રોધિત થાય છે પણ રામ હંમેશા શાંત ચિત્તે સાગર ને વિનંતી કરે છે . મહારાજા જનકના દરબાર ની અંદર પણ જ્યારે પોતાની ચિંતા વ્યક્ત કરે છે ત્યારે લક્ષ્મણજી ખૂબ ક્રોધિત થાય છે પણ , બાજુમાં જ રહેલા મહારાજ શ્રી રામચંદ્રજી એ ખૂબ શાંત ચિત્તે બેઠેલા છે . આમ અવારનવાર રામકથા ની અંદર રામાયણ ની અંદર આપણને રામ શ્રી રામ ના શાંત ચિત ની ઝાંખી જોવા મળે છે . તો શ્રીરામ જેવું શાંત જીવન બીજું કોઈ નથી .
2 , શુદ્ધા , રામજી જેવું શુદ્ધ જીવન બીજા કોઈનું નથી . દરેક જગ્યાએ કોઈ પણ જીવનની અંદર તપાસ કરતા જોઇયે કે કોઈ છળ નહીં . કોઈ કપટ નહીં . કોઈ લાલચ નહીં . એવું શ્રી રામ નું ચિત્ર છે. એ કે એક ચિત્ર જુઓ એકદમ સુંદરતા ઉભરાય છે . કોઈ પણ ભેદભાવ વગર શુદ્ધ જીવન દર્શન કહેતા કે , અંદર જે છે એ જ બહાર !!અંદર દરેકે દરેક પ્રજાજનો પ્રત્યે અગર તો મિત્ર અને શત્રુ પ્રત્યે પણ જે ભાવ છે એ જ ભાવ બહાર છે ! ક્યારેય પણ રામ ના સ્વભાવ ની અંદર અને જીવનની અંદર દેખાવમાં અને વર્તનમાં અને કર્તવ્યમાં ક્યારેય કોઈ ભેળસેળ જોવા મળી નથી . શુદ્ધ સ્વરૂપ રામાયણની શ્રીરામની છે .
4। શોભા કોઈ વર્ણનની અંદર કોઈ શાસ્ત્રોની અંદર બીજા દેવોની કે બીજા કોઈ પાત્રને વર્ણવી નથી. રામ ની શોભા અત્યંત મનોહર નિર્દોષ !!!
રામ ની શોભા જોઈ અને પહેલા તો બાળપણ ની અંદર કાગભુષંડી અને મહારાજ શિવજી પણ મોહીત થયા હતા !!. રામ ની શોભા કિશોરાવસ્થામાં જોઈ અને ઋષિમુનીઓ પણ એમાં સ્તંભિત થયા હતા ! . જનક પુર ની સ્ત્રી અને પુરુષો પણ સ્તબ્ધ થઇ ગયા હતા અને એ જશોભા વનવાસી જીવન છે છતાં એની એ જ શોભા!!
શ્રીરામની લંકા નરેશ રાવણ જુએ છે અને ત્યારે પણ રામજી ની શોભા જોઈને થંભી થઈ જાય છે . !!! .
તો રામ જેવું શોભાયમાન બીજો કોઈ પાત્ર નથી કેમ કે સત્ય શણગાર છે કર્તવ્યપાલન જેનો ગુણ છે અને ધર્મ જેમનો શ્વાસ છે . એમના થી વિશેષ બીજું શું હોઈ શકે !
5 શમન , શમન ... શ્રીરામ રમા રમણં શમનં ભવતાપ ભયાકુલ પાહી જનમ।।
ભય શોક, પાપ,તાપ ના કુળ ને દુર કરનાર એમ શમન શબ્દ પણ રામને ખુબ અનુરુપ છે.
6 શિઘ્રતા જયારે જરુરીયાત હોય એ નિર્ણય લેવાની જડપ , કોય મોહ કે આવેગ મા ફસાઇ ને કોય કામમા વિલંબ ન કરવો એ લક્ષણ ખુબ સારુ છે . જ્યારે જાણ થઇ કે , દશરથ ને મારા કારણે આ હાલત ભોગવવી પડે છે !! ત્યારે એક મિનિટ વિલંબ કે વિચાર કર્યા વિના વન ગમન નો શિઘ્રનિર્ણય ...
7 શત્ર -શાત્રનાગ્યાતા , રામ જેવો કોઇ શસ્તર કે શાત્ર નો ગ્નાતા નથી , !!
'જિનકે વાસ સહજ સૃતિચારી .... ' આ દર્શાવે છે કે સ્વાસ ની ક્રિયા ની જેમ શાત્ર સહજ છે ...
8 શબ્દ , રામ બ્રહ્મ છે , અને બ્રહ્મ નો એક અર્થ છે , 'શબ્દ ',
શબ્દ થીજ ભાષા જીવીત છે !!
રામ થી જ સ્ષ્ટિ ટકી છે .
9 શાશ્વત,
'શાંતમ શાશ્વત પ્રમેય મનઘં....'
શાશ્વત યાનિ હંમેશા , નિત્ય , જે મટિ ન શકે એ . આમતો ઘણા ' શ - કાર ' રામ મા છે, પણ આટલા અત્યારે બસ .

આપણી ચર્ચા મા
બિજો વર્ણ છે 'ર્ '

1 રંગ ,2 રુપ, 3 રાજવિ, 4 રાજીવનયન,
5 રસ, 6 રાગ અનુરાગ, 7 રણરંગધિર, 8 ઋષિરુપ, 9 રુહ. .
વિસ્રુત માહિતી ,
1 રંગ , એટલે કે વર્ણ અને જીવનના રંગ પણ કહી શકાય ' મેઘવરણં શુભાંગમ ....'
મેઘ હોય તોજ હરિયાળી આવે છે .!! અને હરિયાળી હોય તો જ બીજા બધા રંંગ.
2 રુપ બીજું કોઈ આજ સુધી પૃથ્વીલોક ઉપર થયાં અને ત્યાં એમના પહેલા પણ હતા નહીં .
3 રાજવિ અર્થ સૌ જાણીયે છીયે .
4રાજીવ નયન કેહતા અત્યંત વિશાળ અને એની અંદર સુખ- દુ:ખ ,દયા- કરુણા દરેક વસ્તુઓ સમાઇ જાય છે .
5 રસ રામના જીવનનો હિસ્સો કહીશકાય છે કેમકે રામ જેવો બીજો કોઈ મીઠો રસ છે નહી .
રામ નામ નો રસ અમર છે . આ રામ વાર લગાડતા નથી .
6 રાગ પણ છે અને અનુરાગ પણ છે. દરેક વસ્તુ અને પ્રત્યે પ્રીતિ છે .
7 રણરંગ ધિરં ...રણની અંદર ધીર ગંભીર થઈને રણને જીતનાર પણ છે . રણના મેદાનમાં હોય છતાં પણ એ ધીરજ ધારી અને ઉભા રહે છે એમના થી વિશેષ બીજો રણને જીતનાર કોણ હોય ??!
8 રુષિરુપ રૂષિ સાથે વનમા ધર્મ અને શાત્રો ના અર્થો કરે છે. વનવાસ મા રુષિરુપે જ ફર્યા છે .
9 રુહ એટલે કે આત્મા " .... એક રામ દશરથ ઘર ડોલે ...... એક રામ ઘટઘટમે બોલે ...."


વર્ણ 3 ઇ
1 ઇશ્વર,
2 ઈમાનદાર
3 ઇછાપુરણ ,
4 ઇનોસેન્ટ,
5 ઇમોશનલ,
6 ઇશકિ,
7 ઇબાદત,
8 ઇદ્રિયજિત,
9 ઇજ્જત,
આ નવ લક્ષણ ખુબ ઉમદા છે .
1 સ્વયં ઇશ્વર છે ,
2 ઇમાનદાર , તો કોઇ હોયજ ના શકે રામ થી વિશેષ !!
યુદ્ધમા પણ ઇમાનદારી! જીતમા પણ ઇમાનદારી .!!
લંકાગઢ વિભિષણ ને આપીદિધુ કોણ કરે આવુ !!!?
3 ઇછા પુરણ કે પુરિત ,
દરેક ભક્તો ની મનોકામના પુર્ણ કરનાર .
4 ઇનોસેન્ટ ,
નિર્મળતા , મા રામને તોલે કોઇ ન આવિશકે. .
5 ઇમોશનલ,
રામ જેવુ લાગણીશિલ ?? જટાયુ પક્ષિ ને પણ પિતાતુલ્ય માન આપી અગ્નિ સંસ્કાર !!
કોણ કરે આવુ ??
6 ઇશકિ ,
હાં , મરયાદાપુરષોત્તમ છે પણ પ્રેમ પણ અલૌકિકછે , પછી એ જાનકિ સાથે હોય , ભક્તો , કે સંતો કોય પણ નો હોય !!.
7 ઇબાદત ,
પુજા - ભકતિ , સેવા માં રામ અજોડ છે ,
માં- બાપ ની , ગુરુ કે ભગવાન ની કોઇ ની હોય એના જેવિ ઇબાદત ન થય શકે . લંકા જવા પેલા રામેશ્વર સ્થાપના એજ તો દરશાવે છેને !!.
8 ઇદ્રિયાજિત ,
રામથી વિશેષ કોઇ નય
યોગ્ય છે આ શબ્દ રામને .
9 ઇજ્જત,
રામ ની ઇજ્જત પણ અનહદ છે ને રામ પણ અનહદ ઇજ્જત કરેછે , પોતાના કપ્રિય કે શત્રુઓનીય .!
આ થયો શ્ ર્ ઇ = શ્રી

હવે જોઇયે ર્ આ = રા.
1રુચિકર
2 રમારમણ,
3 રિસપેકટેડ,
4રણેશ,
5 રિક્ત,
6 રસિક,
7 રસપ્રદ,
8 રુજૂ,
9 રોશન.
દરેક શબ્દ ને ઉંડાણ પુરવક લખવો જરુરી નથી . છતા ય થોડા અર્થો કરીયે .
1 રુચિકર , એટલે પ્રિય લાગનાર . દરેકના પ્રિય .
2 રમારમણ જાનકિનાથ .
3 રિસપેકટેડ , જે નુ માન જળવાય તે , મોભાદાર વ્યક્તિત્વ .
4 રણેશ ,
રણ જીતનાર રણજીત કે રણેશ .
5 રિકત , ખાલીપો સર્વ એનુ છે છતા સર્વ થી પર. બધુ છે છતા એકલા છે .
6 રસિક , રસોનો ભંડાર છ યે રસ જેમા છે એ .
7 રસપ્રદ , રસ આપનાર પ્રદાન કરીદેનાર .
8 રુજ્જુ , સાવ કોમળ.
9 રોશન .
જેનુ નામજ સૌને પરકાશ આપેછે.
"હરહુ તિમિર ...."
હવે જોઇયો
"આ"
1 આદર્શ,
2 આનંદ,
3 ઓજસવિ,
4 અમલી,
5 અનંત,
6 અપાર,
7 આગ્યાંકિત,
8 આરંભ,
9 અગણિત ,
1 આદર્શ , આદર્શ જીવન મા રામ ના જીવન નો જોટો નથી ,
2 ઓજસ્વિ, રામ ના તેજ પુંજ સામે બધા રાજાઓ , જીવ, વગેરે ફિકકા છે .
3 અમલી, એટલે કે કોઇપણ વાત કહી હોય તો એનો અમલ તરતજ હોય , સુગરિવ ની સહાયતા , વિભિષણ ને ગાદી .. વગેરે કેવાયૂ એનો અમલ ..
4 આનંદ , હંમેશા આનંદ સવરૂપ જ છે . સુખ હોય કે દુઃખ કોઇ ફર્ક નથી એ .
5 અનંત , જેનો કોઇ અંત જ નથી તે .
6 અપાર , જેનો વેદો ને બ્રહ્મા ય પાર એટલે કે છેડો ન પામિ શકયા એ .
7 આગ્યાંકિત , રામ નુ અભિન્ન અંગ આગ્યા પાલન મા રામ થી ઉપર કોઇ નામ નહોય !
8 આરંભ , ઉત્પતિ ના સ્થાનરુપ વિષણુ.
9 અગણિત , જે ગણના મા ન આવિશકે કોઇ સંખયાનુ માપ જ નહી .
અગણિત છબિ નવ નિલ નિરજ .....
તો
આ થયો ર્ આ = રા અક્ષર .

હવે જોઇમે મ્ અ= મ .
1 મૃદુ,
2 મૌન,
3 મનસવિ,
4 મૂકત,
5 મહાન,
6મિત્ર,
7 મર્યાદા,
8 મૂળ,
9 મંત્ર
અર્થો ટુંકમા
1 મૃદુ , કોમળ જો ફુલો ની પાંખડી પણ પડે તો અંગ પર ખરોચ થય જાય , કોઇ અઘટિત શબ્દ પણ જેના મનને પિડા પોંચાડી શકે એટલુ કોમળ મન .
2 મૌન , અયોગ્ય જગ્યા યે બોલવા કરતા ચૂપ રેહવુ એ ગુણ રામ નો છે.
3 મનસ્વિ , મન નો માલિક , ખુબ વિશાળ વિચાર શક્તિ ધરાવનાર વયકતિ.
4 મૂક્ત , બધાથી પર .
5 મહાન , સૌથી વિશેષ એ અર્થ છે અહી મહાન નો .
6 મિત્ર , રામ જેવિ મિત્રતા ના જોટા નહોય બીજે . મિત્ર બન્યા એનો ઉદ્ધાધાર જ .!!
7 મર્યાદા , એ તો પેહલીજ ઓળખાણ છે !!રામ ની અભિન્ન અંગ .
8 મૂળ . સાર સંસાર નો સાર જે છે એ .
9 મંત્ર , રામ નામ જ એક મહાન મંત્ર છે , ભવ સાગર થી તરવા નુ નામ .

1 અજિત ,
2અમિત,
3 અમૃત,
4 અનૂરાગ,
5અભિરામ,
6 આશાવાદિ ,
7 અમનપ્રિય,
8 અનંગ,
9 અનન્ય,
1 અજિત , જેને જિતવુ મૂશ્કેલ છે .રણ મા .
2 અમિત, અત્યંત શોભાયમાન, સુંદરતા નવિનતા.
3 અમૃત , જે નામ અમૃત સમાન છે .
4અનૂરાગ , પ્રિતી રામ નામ સાંભળતાજ એમા પ્રિતી જાગે એ .
5 અભિરામ , શાંતિ , સુખ પમાડનાર પ્રિય લાગનાર .
6 આશાવાદી . હાં આશા છોડિ નથી , જાનકી ની ભાળ મળ જાશે , સાગર માર્ગ આપશે .. વગેરે બતાવે છે આશાવાદીપણુ . !!
7 અમનપ્રિય , શાંતિ પ્રિય તો છેજ ન છૂટકે જ શસતર ઉઠાવે . !
8 અનંગ , સ્વયં કામ સમાન દૈદિપયમાન .
9 અનન્ય, એના જેવૂ કોઈ જ નથી ન થય શકે , અન્ય કોઇ જ નહી , અન અન્ય .....
તો આ થયો મ્ અ = મ
તો આ 7 સ્વરવયંજન ભેળવિને બનતો આપણી દ્રષ્ટિયે ત્રણ અક્ષર નો એક નાનકડો શબ્દ " રામ" . પણ સૃષટિનો સાર સમાયેલ છે એમા . !!
જે માત્ર એક નામ જ નથી, પણ સૃષ્ટિ નો આધાર છે .
(પુરણ-સાધુ)
નવા વિચાર સાથે નવા લેખ મા ફરી મળશુ .
જય સિયારામ .
( માલપરા -ભાલ)
પુર્ણ.