Soorsamraat - 8 books and stories free download online pdf in Gujarati

સૂરસમ્રાટ - 8

આગળ ના ભાગ માં જોયું કે પિકનિક માં જવા માટે બધા તૈયાર થઈ જાય છે.... સમ્રાટ ને ખબર નથી કે સૂર આવે છે..... હવે આગળ....
ભાગ - ૮
દર્શન અને સમ્રાટ કૉલેજ
પહોચી જાય છે.....
સૂર અને દીયા પણ કોલેજ માં એન્ટર થાય છે....
સૂર ને જોતા જ સમ્રાટ ખુબ ખૂશ થઈ જાય છે... દર્શન ને ઉત્સાહ માં જ બોલવા લાગે છે ....સૂર આવે છે.... યાર...
દર્શન પણ કહે છે હું પણ સરપ્રાઇઝ છું.....
દિયા અને સૂર તેમની પાસે આવે છે....દિયા કહે છે તો કેવી લાગી સરપ્રાઇઝ......???
દર્શન કહે મતલબ....સૂર નું આવવાનુ ફાઇનલ હતું તમે મજાક કરી હતી એમ ને????
સૂર કહે આ દિયા મેડમ ના કામ છે બધા......
દર્શન કહે પણ કેમ આવું કર્યું?
દિયા કહે યાર ફ્રેન્ડ છીએ થોડી મસ્તી મજાક હોઈ તો મજા આવે ને??
બધા હસવા લાગે છે અને કહે છે ઓકે જે પણ હોઈ આપણે બધા સાથે જઈએ છીએ ખુબ જ મજા પડશે....
બધા બસ માં બેસે છે...દિયા જાણી જોઈ દર્શન ને કહે છે દર્શન તું મારી સાથે બેસ જે મારે થોડું કામ છે.....દર્શન કહે ઓકે ....
એટલે ના છૂટકે સૂર ને સમ્રાટ સાથે બેસવું પડે છે....
સૂર સમ્રાટ બાજુ માં બેસે છે સમ્રાટ સૂર ને કહે છે સરપ્રાઇઝ સારી હતી...
સૂર હસવા લાગે છે...
બંને ના ચેહરા પર હસી છે પણ બંને કઈ બોલી નથી શકતા બસ એક બીજા નો સાથ છે એ વાત થી મન ખુશ થાય છે
દિયા દર્શન સાથે બેસે છે..દર્શન પુછે છે દિયા ને બોલ શું કામ છે તારે કઈ કેહવાનુ છે?
દિયા કહે છે કઈ નઈ યાર એ તો સૂર સમ્રાટ ને સાથે બેસાડવા માટે નો આઈડિયા હતો?
દર્શન કહે હુ કઈ સમજ્યો નહી..
દિયા કહે કે મને એવું લાગે છે કે એ બંને એક બીજા માટે કઈક અલગ લાગણી ધરાવે છે....
ઓહ સાચે???? દર્શન
નોટ શ્યોર પણ લાગે છે..દિયા
ઓકે તો આપને નોટિસ કરશું આં પિકનિક માં....દર્શન
બંને હસે છે ને એક બીજા ને હાયફાય આપે છે...
થોડી વારમાં બધા અંતાક્ષરી રમવાનુ શરૂ કરે છે ...
ગીત ગાતા ગાતા બંને એક બીજા ની સામે જોઈ લે છે ....
બારી માંથી આવતી હવા ના કારણે સૂર ના વાળ વારંવાર સમ્રાટ ના ચેહરા પર આવે છે જેથી સમ્રાટ ની ધડકન તેજ થઈ જાય છે...
બંને આજ ખુબ ખુશ હોઈ છે...
બસ આમ જ મજાક મસ્તી અને રમત માં સાપુતારા આવી જાઈ છે.....
બધા નીચે ઉતરે છે...
સાપુતારા ની ઠંડી અને મદ મસ્ત હવા ને મેહસૂસ કરી બધા એકદમ રીફ્રેશ થઈ જાય છે....
બધા પોતપોતાના ગ્રૂપ માં ફોટો લે છે સેલ્ફી લે છે....ખુબ એન્જોય કરે છે....
બધા ચા નાસ્તો કરવા બેસે છે...
થોડી વાર વાતો કરે છે ત્યાં સૂર ને વોમિટિંગ થાય છે ...
સમ્રાટ ફટાફટ જઈ એના માટે પાણી લઈ આવે છે...
એને રૂમાલ આપે છે...
એક જગ્યા પર હાથ પકડી બેસાડે છે ...વારંવાર પુછે છે....તું ઠીક છે.....
સમ્રાટ તેની પાસે જ રહે છે જ્યાં પણ જાઈ ....તે સૂર નું પૂરું ધ્યાન રાખે છે....ખાવા પીવામાં ફરવા માં સૂર તેની આટલી કેર જોઈ તેને ખુબ માન થઈ જાય છે સમ્રાટ માટે અને તેની લાગણી તેના પ્રત્યે વધારે સ્ટ્રોંગ થતી જાઈ છે.....સૂર આવી વ્યક્તિ ને ખોવા નથી માંગતી તે સ્પષ્ટ દેખાય છે.....સૂર પણ હવે ખૂબ જ સહેલાય થી સમ્રાટ સાથે વાતચીત કરી શકે છે બધી જ વાત શેર કરે છે ...
ક્રમશ:
આગળ ના ભાગ માં જોશું કે શું સૂર તેની લાગણી વ્યક્ત કરશે...... કે પછી સમ્રાટ જ પહેલ કરશે.....પિકનિક માં આગળ શું થશે....તે માટે વાચતા રહો મારી કહાની સૂર સમ્રાટ......
"આરવિક"



બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED