Soorsamraat - 3 books and stories free download online pdf in Gujarati

સૂરસમ્રાટ - 3

આભાર મિત્રો કહાની વાંચવા અને પસંદ કરવા બદલ...
આગળ ના ભાગમાં જોયુ કે સૂર વેલકમ પાર્ટી માટે શોપિંગ કરવા માટે જાય છે.....
હવે આગળ...
ભાગ-૩
સમ્રાટ પણ ઘરે પહોંચે છે...
Hi... દિવ્યા...
Hi...my dear brother...
મમ્મી ક્યાં છે?
ત્યાં જ રસોડા માંથી દક્ષાબેેન નો અવાજ આવે છે.... અહીં છું બેટા....તારા માટે પૌંઆ બનાવું છું....તું ફ્રેશ થઈ જા સમું.... દક્ષાબેન પ્રેમ થી સમ્રાટ ને સમું કહેતા....
અરે મારી વ્હાલી મા.....મારે નાસ્તા ની ઉતાવળ નથી તું થોડીવાર બેસ મારી સાથે...વાતો કર... સમ્રાટ...
હા... બેટા વાતો પણ કરીશું...પણ તું અત્યારે પહેલા નાસ્તો કરી લે....આટલી મહેનત કરે છે.... ભૂખ તો લાગે જ ને.... દક્ષાબેન....
માં......તું કેટલું ધ્યાન રાખે છે મારૂં.. સમ્રાટ...
માં છું તારી.... હું ના રાખું તો કોણ રાખે... દક્ષાબેન....
સમ્રાટ ફ્રેશ થઈ આવે છે..... સમ્રાટ,દક્ષાબેન અને દિવ્યા નાસ્તો કરવા બેસે છે...
.......
આ એમનો રોજ નો નીયમ.....
સમ્રાટ કોલેજ થી આવે એટલે દક્ષાબેન નાસ્તો તૈયાર રાખે... દક્ષાબેન સમય ના પાક્કા......ટાઈમ પર બધુ તૈયાર જ હોય...
પછી ત્રણેય સાથે નાસ્તો કરવા બેસે...અને વાતો કરે...
સમ્રાટ દરરોજ તેનાં મમ્મી-પપ્પા અને બહેન ના ખબર પૂછે....
તમારે કંઈ જોઈએ છે?કોઈ વસ્તુની જરૂર છે?..આ સમ્રાટ નો દરરોજ નો સવાલ ઘર માટે નો
ના બેટા કંઈ હશે તો ચોક્કસ જણાવીશ.... દક્ષાબેન...
દક્ષાબેન એકીટશે સમ્રાટ સામે તાકે છે અને મન માં બોલે છે...મારો સમું.....કેટલો લાગણીશીલ અને સરળ છે...
આમ તે પોતાના સંસ્કાર અને પરવરીશ પર ગર્વ કરે છે...
સમ્રાટ નાસ્તો કરી જાય છે જોબ પર....તે ક્લાસીસમાં ભણાવવા જાય છે....
અહીં સૂર અને તેના મમ્મી કાર ની રાહ જૂએ છે.....
કાર ને આવતા ટાઈમ લાગે છે....
હું કેહતી હતી સુહાન ને બોલાવી લે...કેટલો ટાઈમ લાગે કાર આવતા... સ્મિતા બેન
ચાલે મમ્મી...થોડું આમ તેમ....તને ખબર છે ને મને કોઈ ને કામ મા ડિસ્ટર્બ કરવું ના ગમે.....સૂર
આવી કાર ચાલ કહી સૂર અને તેના મમ્મી કાર માં બેસી જાય છે... અને પહોંચે છે મોલ માં...
કાર માંથી ઊતરે છે ત્યાં જ ત્યાં થી સુહાન નીકળે...
અરે...તમે અહીં....કેમ?સુહાન
અરે...bro... શોપિંગ માટે...સૂર...
તો મને ફોન કરાઇ ને...સુહાન
અરે...મારા વીરા તું કામ મા હોય તને ક્યાં ડિસ્ટર્બ કરવો...???સૂર..
બહુ ડાહી....ચાલ હવે
શોપિંગ પતાવી સાથે જ ઘરે જશું...સુહાન....
બધા શોપિંગ માટે જાય છે....
સૂર એક પછી એક.....સાડી જૂએ છે...... માંડ એક પસંદ આવે છે....
સુહાન ચીડવે છે.... છોકરી ઓ ના નખરા એ જ જાણે....??
ભલે....તું ચૂપ બેસ.... સૂર
આમ બંને મસ્તી કરતા કાર માં બેસે છે..
થોડું આગળ જતાં ફૂટપાથ પર સેન્ડલ વેચાય છે ત્યાં સૂર નું ધ્યાન જાય છે....
અહીં રાખ તો ભાઇ.....સૂર
કેમ? સુહાન
સેન્ડલ માટે...સૂર..
ઓકે....સુહાન...
સૂર સેન્ડલ જૂએ છે ત્યારે તેના પપ્પા ની કાર ત્યાંથી નીકળે છે.....તે સૂર ને જૂએ છે... પણ કંઈ બોલ્યા વગર નીકળી જાય છે..... સ્મિતા બેન કાર માં હોવાથી સુધીરભાઈ તેને જોઈ શક્તા નથી તેથી તે સ્મિતા બેન ને ફોન કરી પૂછે છે.... ક્યાં છો..... સ્મિતા બેન કહે છે શોપિંગ માટે આવ્યા સૂર ની...
સુધીરભાઈ ઓકે કહી ફોન કટ કરે છે..
સૂર સેન્ડલ ખરીદીને કાર માં બેસે છે....
ભાઈ ચલ ને પાણી પૂરી ખાઈએ....સૂર..
ના...હવે પછી ખૂબ મોડું થઈ ગયું છે..... સ્મિતા બેન..
પ્લીઝ મમ્મી...મને બહુ મન છે ખાવાનું ના નહીં કે....સૂર...
હા મમ્મી નહીં ટાઈમ લાગે....સુહાન...
આમ છોકરાઓ ની જીદ સામે સ્મિતાબેન માની જાય છે....
સૂર પાણી પૂરી ખાઈ કાર માં બેસવા જાય છે ત્યાં જ તેની સાથે કોઈ ટકરાઇ છે......
ક્રમશઃ.....
કોણ હોઈ શકે છે જેનો ટકરાવ સૂર સાથે થાય છે...
શુ હશે સુધીરભાઈ ના મનમાં કે તેને સૂર ને જોઈ ને પણ ના બોલાવી.....આ તમામ ટ્વિટ્સ જાણવા માટે જોડાયેલા રહો મારી કહાની સાથે....ભાગ ૪ હશે મસ્તી ધમાલ અને રહસ્યો થી ભરપુર....
આભાર
"આરવીક"



બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED