સૂરસમ્રાટ - 7 Arti Purohit દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સૂરસમ્રાટ - 7

આગળ ના ભાગ માં જોયું કે સમ્રાટ સૂર દિયા અને દર્શન હવે ખાસ દોસ્ત બની જાઈ છે અને બધા હંમેશા સાથે ને સાથે. જ હોઈ છે.... કૉલેજ માંથી પિકનિક નું આયોજન ગોઠવાય છે...હવે આગળ......
ભાગ-૭
ક્લાસ મા પિકનિક ની વાત થતાં જ બધા ખુુબ ખુશ જાય છે....
બધા પોતપોતાના ફ્રેન્ડ અને ગ્રૂપ માં ચર્ચા કરવા લાગે છે કે ક્યાં જવાનું હશે,શું પહેરિશું,કેમેરો લેશું,બોવ બધા પ્લાનિંગ શરૂ થઈ જાય છે....
દિયા સૂર દર્શન અને સમ્રાટ પણ પાર્કિંગ માં બેઠા હોઈ છે ....દિયા સૂર ને કહે છે હું મસ્તી માં એમ કહીશ કે તું નથી આવવાની.....
લે કુછ બી.....પણ તું કેમ આવું કહીશ?..સૂર
બસ મારે સમ્રાટ ના ચેહરા ના હાવભાવ જોવા છે....દિયા
બધા વાતો કરતા હોઈ છે ત્યાં દિયા બોલે છે કે સૂર નથી આવવાની એને બહાર ગામ જવાનું છે ફેમિલી સાથે.....
કોઈ પણ વ્યક્તિ ને અંદાજ આવી જાઈ સમ્રાટ ને જોતા એવી મયુસી હતી તેના ચેહરા પર.....સૂર દિયા બંને નું ધ્યાન સમ્રાટ પર હોઈ છે એને ખ્યાલ આવતા એ નીચું મો કરી જાઈ છે....
દર્શન કહે છે...પણ કેમ યાર પિકનિક માં આપના ગ્રુપ માંથી કોઈ એક પણ નઈ હોઈ તો જરા પણ મજા નહિ આવે... પ્લીઝ યાર આવું ના કર તું આવે છે... ઓકે?????
દિયા કહે હા એ પ્રયત્ન કરશે આવવાનો હેને સૂર..?
હા ....સૂર
પછી બધા નીકળે છે ઘરે જવા...
સૂર દિયા રસ્તા માં વાતો કરતા જાઈ છે....
પાગલ છેલ્લે તો બોલી દેવાનુ હતું કે તું મસ્તી કરે છે...સૂર
અરે નહિ મેડમ જી...આપ કી પીકનિક વાલી સુબહ ડાયરેક્ટ એન્ટ્રી હિ હોગી...તબ તક આપ કુછ નહિ બોલોગી...દિયા
મતલબ.???..સૂર...
મતબલ કે પિકનિક ના દિવસે સવારે તું ડાયરેક્ટ કૉલેજ આવીશ ત્યાં સુધી એમ જ રાખવાનુ છે કે તું નથી આવવાની....દિયા
કેમ આવું કરવાનુ કોઈ ખાસ કારણ??સૂર
બસ તારા મજનું માટે....દિયા
તું તો પાછળ પડી ગઈ છે પણ બિચારા ની...સૂર
અરે મારો ફ્રેન્ડ છે....હુ કઈ પણ મસ્તી કરું તને કેમ તકલીફ થાઈ છે....દિયા
હવે શરૂ ના થઈ જતી પાછી.....સૂર...
બંને હસી મજાક કરતી ઘરે પહોંચે છે....
સૂર બાલ્કની માં જુલા પર બેઠી વિચારે છે....સાચે સમ્રાટ મને પસંદ કરતો હશે...મારા પિકનિક માં ના જવાના કેહવા થી ઉદાસ તો થઈ ગયો હતો ...
....
અહી સમ્રાટ પણ વિચારતો હોઈ છે...સૂર સાથે સમય પસાર કરવાનો એને જાણવાનો એટલો સારો મોકો મળ્યો હતો..... એ નહિ આવે તો જરા પણ મન નહિ લાગે....મને એના માટે મન માં કઈ તો લાગણી છે.....તો જ એના ના આવવા થી હું ઉદાસ થઈ ગયો .....
સૂર સમ્રાટ બંને એક બીજા વિશે વિચારતા વિચારતા ક્યારે ઊંઘ આવી ગઈ ખબર ના પડી
....

બીજા દિવસે બધા કૉલેજ ભેગા થાય છે...
દર્શન પુછે છે સૂર શું થયું તું આવે છે ને હવે બે દિવસ પછી પિકનિક છે...
વચ્ચે દિયા બોલે છે...ના યાર મે પણ ખુબ કહ્યું પણ એને જવું પડશે....
પછી બધા પોતપોતાની જગ્યા પર બેસી ક્લાસ એટેન્ડ કરે છે....
આમ કરતાં કરતાં બે દિવસ પસાર થઈ જાય છે....અને પિકનિક માં જવાનો દિવસ આવી જાઈ છે...પિકનિક માટે સાપુતારા પર પસંદગી ઉતારવામાં આવે છે....
સવારે ૬ વાગે બધા ને કૉલેજ આવી જવાનું હોઈ છે...
પિકનિક ની સવારે દિયા સૂર સમ્રાટ દર્શન ૫ વાગે ઉઠી તૈયાર થઈ કૉલેજ આવવા માટે નીકળે છે....

ક્રમશ:
આગળ ના ભાગ માં જોશું સમ્રાટ ના કેવા હાવભાવ હશે જ્યારે તે સૂર ને જોશે...... શું બંને વચ્ચે પ્રેમ નો ઇઝહર થશે પિકનિક માં..... કે પછી હજુ રાહ જોવી પડશે...સમજવામાં એ માટે વાચતા રહો મારી કહાની.....
...
આભાર વાચક મિત્રો મારી કહાની ને એટલો સારો પ્રતિભાવ આપવા અને પસંદ કરવા બદલ.....તમારા આટલા સહકાર ના કારણ થી જ મને આટલું લખવાનુ
પ્રોત્સાહન મળે છે...તમારો સહકાર અને અમૂલ્ય પ્રતિભાવો જરૂર આમ જ આપતાં રહેજો....માફી ચાહીશ આ ભાગ રજૂ કરવા માં સમય લાગ્યો એ બદલ......

"આરવીક"