કૃષ્ણ ભગવાન કે મારી અંદર રહેલી આત્મા ? Gopi Manish Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કૃષ્ણ ભગવાન કે મારી અંદર રહેલી આત્મા ?

અમુક સ્વ અનુભૂતિ, અનુભવ કે વિચારમંથન ની ફળસૃતી.

કૃષ્ણ એક સુંદર અને શ્રેષ્ઠ સર્જન, અવતરણ કે પછી imagination.

કૃષ્ણ ની સીમારેખા જ ના હોય બસ એ તો અનંત વિસ્તરણ પામેલું પાત્ર, છતાં હજી કોઈ ના મન કે હૃદયમાં વિસ્તરતું જ જાય છે.હું કૃષ્ણ ને હિન્દૂ ધર્મ શાસ્ત્ર મુજબ ભગવાન જ કહીશ પણ ભગવાન તો પૃથ્વી ના ભલા માટે અવતારે અને હેતુ સિદ્ધ થયા પછી લીલા સંકેલી લે અથવા સ્વર્ગ માં વાસ કરે એટલે આમ જોતાં કૃષ્ણ ભગવાન જ છે ....છતાં મન એ માનવા તૈયાર ન થાય કે એ માત્ર ભગવાન જ છે. એ તો દરેક ના હૃદય માં જીવંત આત્મા છે.કૃષ્ણ જેવો પ્રેમ પામવાની જંખના કોઈ પાસે રાખવી મારી દ્રષ્ટિ એ મૃગજળ પાછળ આંધરી દોટ જ કહેવાય.એ તો અનંત પૂર્ણ પુરુષોત્તમ છે અને આપણે મનુષ્ય દેહ પામી પૂર્ણ પુરુષોત્તમ બનવાનું હોય બીજા પાસે આશા રાખી આપણે શુ પામીએ ?કૃષ્ણ ને તો આપણી અંદર પાંગરવા દેવાનો હોય, આપણે એને પોતાનામાં લાડ કરવાના હોય એને રમાંડવાના હોય અને આ ત્યારે જ શક્ય બને જ્યારે આપણી અંદર નો બાળક જીવતો હોય...આપણે ખુદ માં કૃષ્ણ ની પ્રેમલીલા અનુભવવાની હોય અને એ ત્યારે જ શક્ય બને જ્યારે આપણી અંદર નિર્દોષ પ્રેમ જીવિત હોય.આપણે એમની જેમ શ્રેષ્ઠ સંચાલક કે યોધ્ધા બનવાનું હોય અને એ ત્યારે જ શક્ય બને જ્યારે ગીતા ના મર્મ ને સમજી જીવનમાં ઉતારીએ..તમને થશે આ તો ભગવાન જેવું બનવા કે પોતાને ભગવાન બનાવવાની વાતો કરે છે પણ પેલા કીધું એમ કૃષ્ણ ભગવાન માત્ર છે જ ક્યાં ? અને આમ પણ આપણે કહીએ છીએ ને કે મારે જીવ માંથી શિવ થવું છે તો મારા મતે કૃષ્ણ જ શિવ છે. એ શ્રેષ્ઠ ઉદાહરણ છે જીવ માંથી શિવ ની ગતિ તરફ નું...અમને આપણને સમજાવ્યું કે સંસારને માણી ને એનાથી પર થી પર રહેવાનું ...વિજય ને પામી ને એનાથી અલિપ્ત રહેવાનું...અને ત્યાં સુધી કે કોઈ ની ઉપર કૃપા કરી ને કર્મ નું ફળ કે પ્રેમ નું ફળ કહી અભિમાન રહિત જીવવાનું.અને પાછું આ બધું ખૂબ જ સરળ ત્યારે બની જાય જ્યારે આપણી અંદર કૃષ્ણ રૂપી પ્રેમ હોય અને આપણા જીવન ની દોર એક અનંત શક્તિ ના હાથ માં હોય...અને એટલે જ કહું છું કૃષ્ણ પૂજવાના જ ભગવાન નહિ આપણી અંદર જીવાડવાના , રમાંડવાના, અનુભવવાના અને બધી તકલીફ વચ્ચે સ્થિર રહી સરળ સ્વીકાર કરી શકતી શ્રેષ્ઠ આત્મા છે જે આપણી અંદર જ છે જેને આપણે રોજ જાગતી રાખવાની છે..
..કૃષ્ણ ને માપવાનો નહિ માણવાનો છે....કૃષ્ણને ઓળખવાનો નહિ ચાહવાનો છે....સાચું કહું તો આપણા માં જ કૃષ્ણને પાંગરવા થી લઈ વિસ્તરવા દેવાનો છે...જાણું છું આ બધું અઘરું છે અશક્ય નહિ..અને આમ પણ જ્યારે આપણી યાત્રા પૂર્ણ પુરુષોત્તમ બનવા તરફની થઈ જશે ત્યારે અઘરામાં અઘરું કાર્ય સરળ લાગશે અને સૌથી મોટો ફાયદો તો એ થશે કે કાર્ય કરવાનો ભાર જ નહી લાગે, થાક ની અનુભૂતિ જ જાણે ગાયબ થઈ જશે ..આપણે જાણે હવા માં ઉડી શકી એટલી હરવાશ અનુભવીશું..સ્થિતપ્રજ્ઞતા નું પ્રમાણ જોઈતું હશે તો કૃષ્ણ ને આપણામાં જાગતો, જીવતો, રમતો, હસતો, રડતો કે પછી દુઃખ કે યાદ વચ્ચે સમતુલા જળવવા વાંસળી વગાડતો રાખવો પડશે..કૃષ્ણ ભલે પુરુષ હોય પણ તે અક્કડ નથી કે જે મન મૂકી રડી, હસી ,નાચી,કુદી કે મસ્તી ના કરી શકે. મન મૂકી જીવી શકે એ જ પૂર્ણ પુરુષોત્તમ બની શકે બાકી આપણે વિચારો ના બંધન થી તો માત્ર પુરુષ જ બની શકાય.આપણી આત્માને પૂર્ણપુરુષોત્તમ રૂપી કૃષ્ણ બનાવો છે કે સામાન્ય મનુષ્ય એ આપણે વિચારવાનું......

જય શ્રી કૃષ્ણ

ગોપી પટેલ