Musafir books and stories free download online pdf in Gujarati

મુસાફિર

આ પુસ્તક પુર્ણરૂપ થી કાલ્પનિક છે.આ પુસ્તક માં મુસાફરી કે પ્રવાસ નું વર્ણન નથી.પરંતુ આ ચાર એવા મિત્રો ની વાત છે.જે પોતા ના સફર ની શરૂવાત તો કરે છે .પણ તેનો અંત ક્યારે આવશે તે તેમાંથી કોઇને ખબર નથી.તેવો એક એવી સફર કરે છે કે જેનો કયારેય અંત નથી આવતો.આ એક સફર તેમની જિંદગી બદલી નાખે છે.તેવો ગયા તો હતા પ્રવાસી બનવા પણ પ્રવાસી બનીને રહેવું તેમનું સપનું બની જાય છે.અને આજ સપનું તેમને દુનિયાના સૌથી ઉંચા પર્વત માઉન્ટ એવરેસ્ટ ના શિખરે ખેચી જાય છે.
આ પુસ્તક ચાર મિત્રો ની એવરેસ્ટ સુધી ની સફર અને જિંદગી જીવવાના તેમના જસબા ઉપર આધારિત છે.
આ પુસ્તક ના કુલ ૭ ભાગ છે.
૧.बिछड़े यार
૨.सफर
૩.मंजिल
૪.नया मुसाफिर
૫.बदला सपना
૬.राह
૭.सपना


સવારના ૭:૩૦ નો સમય મુંબઈ શહેરના એક ઘરમાં જોરથી ઘંટડીનો અવાજ આવીયો.અને તેજ ક્ષણે મારી નીંદર ઊડી અને મેં મારી બાજુમાં પડેલ ઘડિયાળને ધબો મારી ને એલાર્મ બંધ કારીયો.હું એટલે કે અંકિત.મારુ પૂરું નામ અંકિત શર્મા. હું પોતે M.B.A પાસ વ્યક્તિ જેથી હું .મારી પોતાની કંપની ચલાવતો વ્યક્તિ. મારી માટે સમય એટલે પૈસા અને પૈસા એટલે જલસા.હું મારી આ લાઈફ માં એટલો વ્યસ્ત કે મારી પાસે કોઈની સાથે બેસવાનો કે વાત કરવાનો જરા પણ સમય નહીં. મારી દિનચર્યા એટલે ૭:૩૦ થી રાતના ૧:૦૦ થી ૩:૦૦ વાગ્યા સુધી માત્ર ધંધો.પાછો હું એક ગુજરાતી માણસ એટલે મારા માટે ધંધો એટલે ભગવાન .મારી આખી લાઈફ માત્ર આજ દિનચર્યામાં ચાલતી. પણ કહે છે ને કે "જિંદગીમાં ક્યારેક તો એવું ક્ષણ આવે જ છે.જે ક્ષણ આપણને જિંદગી જીવતા શીખવી દે છે.મારી સાથે પણ એવું જ કંઈક થયું. માત્ર એક વસ્તુ એ મારી આખી જીંદગી જીવવાનો ધ્યેય જ બદલી નાંખીયો.


बिछड़े यार
સમય થયો હતો.સવારના ૮:૩૦ આજે મારે ઊઠવા માં મોડું થયું હતું.એટલે હું ૮:૩૦ નાઈધોઇ ને ઓફિસ જવા નીકળી જ રહીયો હતો.કે ત્યાં જ મારા મોબાઈલ ફોન ની રિંગ વાગી.મેં જોયું તો રાહુલ નો ફોન આવીયો હતો.રાહુલ એટલે મારો જૂનો મિત્ર.જે આ સ્ટોરીમાં સૌથી મહત્વનું પાત્ર છે.માત્ર સ્ટોરી જ નહીં પરંતુ મારી લાઈફ નું સૌથી મહત્વનું જો કોઈ હોય તો તે રાહુલ છે.રાહુલ નો ફોન મેં ઉપાડ્યો તો રાહુલ બોલિયો"યાર જલ્દી તું ઘરે આવ યાર બોવજ મોટી પ્રૉબ્લેમ ઉભી થઈ છે."મેં કીધું યાર શાંતી રાખ અને તું શાંતિ થી પહેલાં કે કે શું થયું"રાહુલે કીધું કે યાર બોવ જ મોટી પ્રોબ્લેમ છે" તું ઘરે આવ પછી વાત કરું મેં કીધું ચાલ એવું.હું ખુબ જ ગભરાઈ ગયો અને ઝડપ થી રાહુલ ના ઘરે ગયો.રાહુલના ઘરે પહોંચીયો તો ત્યાં સાવ શાંતિ હતી.મારા હૃદયના ધબકારા વધી ગયા અને હું મનોમન વિચારવા લાગીયો કે શું થયું હશે.મેં ધીમે ધીમે દરવાજો ખોલિયો. જોયુ તો રાહુલ,રોહિત અને રવિ ત્રણેય સાથે બેઠાં બેઠાં ચા પીય રહિયા હતા.મને આ જોઈને ખૂબ જ ગુસ્સો આવીયો અને હું ત્યાં જઈ ને રાહુલ પર ગુસ્સો કરવા લાગીયો. પણ રાહુલ કહીયું કે યાર તું ગુસ્સો ન કર તને ખબર જ છે કે તું તારી લાઈફ માં એટલો વ્યસ્ત છો કે તને અમારી સાથે બેસવાનો પણ ટાઈમ નથી. અને તું છેલ્લા ૧ વર્ષથી તો અમારી સાથે માત્ર ફોન પરજ વાત કરે છે.અને હું તને એમ બોલાવત તો તું આવત પણ નહીં એટલા માટે મેં તને આ રીતે બોલાવીયો.હું મારા મગજ ને શાંત કરી ત્યાં બેસી ગયો.પછી હું ,રોહિત અને રવિને ઘણાં સમયથી મળિયો ન હતો એટલે પહેલા તે બંને ને મળિયો અને થોડી વાત ચીત કરી.વાત પૂરી થઈ તો રવિ એ રાહુલને પુછીયું કે "બીજી બધી વાત પછી કરીએ પણ રાહુલ તે અમને બોલાવીયા કયાં કારણે ઈ જણાવ.રાહુલે કહીયું કે યાર આપણા ચારેય પાસે અત્યારે બધીજ વસ્તુ છે.પણ એક જ વસ્તુ નથી જે છે.પોતા ના માટે સમય.મેં કીધું અબે યાર અમે તારું ભાષણો સાંભળવા નથી આવિયા.તારે જ કેવું હોય તે સીધી રીતે કે રાહુલે કહીયું કે "યાર હું એમ કહેવા માગું છું કે આપણા ચારેય પાસે આપડી માટે ટાઈમ જ નથી.એટલે આપણે આપણી આ જિંદગીનો થોડો ટાઈમ કાઢીને આ જિંદગીને જીવી લઈ અને ક્યાંક રખડવા જઈએ.ત્યાં રવિ બોલિયો હાલો જુ બીચ બાજુ માજ છે.ત્યા જય આવીએ.ત્યાં રાહુલે કીધું કે ભાઈ હું એમ કહું છું કે કયાક ફરવા જયે.તેજ સમયે હું,રોહિત અને રવિ હસવા માંડીયા.અમને એ વાત નું હસું આવતું હતું કે જે વ્યક્તિજ અમારી બધી સફર માં આવવાની ના કેતો હોય. તેજ વ્યક્તિ આજે પ્રવાસ નું આયોજન કરતો હતો.અમે રાહુલ ને પુછીયુ કે ભાઈ આજે તને કસું થયું છે.કે આજે તું મજાક ના મુડ માં છો. રાહુલે કહીયું ભાઈઓ એવું કશુ નથી હું પોતે મારી આ લાઈફ થી કંટાળી ગયો છું.માટે મને કયાંક જવા નો વિચાર આવીયો. તો મને થયું કે ચાલો પેલા કમીના ની સાથે જયે એટલે તમને અહીં બોલાવીયા.ત્યાં રવિ અને રોહિત મારી સામું જોવા લાગીયા.રાહુલે તરતજ તે બને ને કીધું તેની ચિંતા ન કરો ઈ આવશે.કે કીધું યાર મેં કયારે હા પાડી અને મારી પાસે ટાઈમ નથી ફરવા જવાનો.ત્યાં રાહુલ બોલિયો ભાઈ યાદ છે ને તને કે તું ના પાડીશ તો તારો શુ હાલ થશે.મને ખબર હતી કે જો આને હું ના પાડીશને તો આ નંગો મારી હાલત બગાડી નાખશે.એટલે મેં તેમને હા પાડી દીધી.મેં પુછીયું કે કેટલા દિવસ માટે જવું છે તે તો કે રાહુલે કહીયું માત્ર ૧ મહિનો.મેં કહીયું બે મારી પાસે 1 દિવસ નો ટાઈમ નથી ને તું ૧ મહિના ની વાત કરે છે.મેં કહીયું હું વિચારીને કહીશ. રાહુલે કહીયું ના ,ભાઈ ના વિચારવા નું નથી.તારે આવાનું છે નકર અમારા માંથી કોઈ નય જાય. મેં તેની વાતો માં આવી ને હા પડી દીધી.પણ મને જો એ વાત ની ખબર હોત કે આ હા અમારી ચારેય ની જિંદગી બદલી નાખશે તો હું ક્યારેય હા ન કેત. પણ કહે છે ને "કિસ્મતમાં લખેલું બનેજ છે તે ને કોઈ રોકી શકતું નથી." અ મેં ચારોયે પછી ક્યાં જવું ક્યારે જવું તેનો ચાર્ટ તૈયાર કારીયો.અમે સૌ સિમલા,લેહ-લદાખ જેવા પર્વતીય સ્થળો એ જવાનું નકી કારીયું. પણ આ સફર માં એવરેસ્ટ ની ચોંટી પણ હશે તેની અમને ખબર પણ નહતી.અમે લોકોએ બીજે દિવસે સવારે ૫:૦૦ નીકળવાનું કરીયું.


બીજા રસપ્રદ વિકલ્પો