હું ને મારી રચના Kishor Padhiyar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભીતરમન - 58

    અમારો આખો પરિવાર પોતપોતાના રૂમમાં ઊંઘવા માટે જતો રહ્યો હતો....

  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

શ્રેણી
શેયર કરો

હું ને મારી રચના

૧. કચરાપેટી ના બોલ
(જ્યારે કચરાપેટી હોય છતાં તેમાં કચરો ન નાખતા જ્યાં ત્યાં ફેંકવામાં આવે ત્યારે તેની આજુબાજુ જ ઘણો કચરો જમા થતો હોય છે અને એવા સમયે કચરાપેટી ને જો વાચા હોત તો જે વિનંતી કરેત તે કહેવાનો અહીં પ્રયત્ન કરવામાં આવ્યો છે )

કચરો મને આપો ભાઈ કચરો મને આપો
હું છુ કચરા પેટી ભાઈ કચરો મને આપો

તમને આપું છું સ્વચ્છતા
વધારૂ તમારા આંગણાની સુંદરતા
કચરો મને આપો ભાઈ કચરો મને આપો

ભલે પડી રહું છું એક ખુણામાં
પણ સ્વચ્છ રાખીશ તમને જીવનમાં
કચરો મને આપો ભાઈ કચરો મને આપો

દરેક વસ્તુ પોતાની જગ્યાએ શોભે
તો કચરો કેમ આમ તેમ રખડે?
કચરો મને આપો ભાઈ કચરો મને આપો

માન મળ્યું હતું મને ગાંધી બાપુથી
બાપુની વાત જરા માનો ભાઈ
કચરો મને આપો ભાઈ કચરો મને આપો

૨. કોણા કાજે ?
(આજનો માનવ નાત જાતના, પ્રાન્તવાદના, ધર્મવાદના, રંગ ભેદના ભેદભાવ રાખીને ચાલશે ત્યાં સુધી વિશ્ર્વ શાન્તિ સ્થપાવી શક્ય નથી. આ બધું છોડીને બંધુત્વની ભાવના વિકસાવે એમાંજ વિશ્ર્વનુ કલ્યાણ રહેલું છે એ વાત અહી કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે)

માનવીજ બન્યો છે
માનવીનો દુશ્મન આજે
ખબર નથી કેમ
રાખે છે દુશ્મની કોણા કાજે ?

નથી લઈ જવા નો કોઈ
સીમા કે સરહદ સાથે
ખબર નથી કેમ ખેંચે છે લકીર કોણા કાજે ?

નથી કહેતો કોઈ ધર્મ
બીજા સાથે રાખવી દુશ્મની
તો બાંધે છે કેમ વેર કોણા કાજે ?

ધર્મના નામે આજે થાય છે ધતિંગ
છતાં સહન કરીલે છે બધું જ
ખબર નહીં કેમ કોણા કાજે ?

પોતાના દેશને રાખવો છે અખંડિત
તો બીજા ના દેશને કેમ કરે છે ખંડિત
ખબર નહીં કેમ કોણા કાજે ?

દુનિયા આખી રાખી અખંડિત
થશે ક્યારે આનંદિત
માનવતાની રક્ષા કાજે !

૩. કેડી
( જ્યારે કોઈ નવજુવાન હીમ્મત અને સાહસ થી ભરપુર હોય અને જૂના રીતી રીવાજને બદલે પોતાની જાતે અલગ કેડી ચીતરી તેના પર ચાલે ત્યારે તેના દિલમાં ઉઠતી ઉર્મિઓનુ અહીં નિરૂપણ કરવાની આછેરી કોશિશ કરવામાં આવી છે. )

પંખી થઈ ગગન વિહાર કરવો છે મારે
જળચર થઈ દરીયો ખુંદવો છે મારે

રાત ભલે ને હોય અંધારી
આગિયો થઈ ટમકવુ છે મારે

નથી લેવું રામનું નામ
થઇ પાંજરાનો પોપટ

માં શારદા નો મોર થઈ
સીમ આખીમાં ટહેકવુ છે મારે

નથી થવું મારે શાંત નદી
ઝરણું થઈ કુદવું છે મારે

નથી ખિલવવો બાગ મારે
થઇ ને સુંદર ફુલ

આમ્રમંજરી થઈ મજાની
ફોરમવુ છે મારે

નથી ઝગમગવુ દિપક થઈ
વિજળી થઈ ચમકવું છે મારે

ત્યજી દેવી છે જુની કેડી
નવી કેડી ચીતરવી છે મારે

૪. થવું છે, મારે
(નફરત અને ધૃણાથી કંઇ હાંસલ કરી શકાતું નથી. કોઈ પણ કાર્ય પ્રેમથી થાય એવા બનવાની વાતનો ઉલ્લેખ અહીં કરવામાં આવ્યો છે )

કોઈને પડવાનું ના થાય
એવો માણસ થવું છે મારે

બધે હળી મળીને રહેવાય
સૌને સહાયરૂપ થવાય
દિલમાં સૌના વસી જવાય
એવો માણસ થવું છે મારે

સર્વધર્મ પ્રત્યે સમભાવ થાય
ભાઇચારો એવો કેળવાય
માનવતા બધે પ્રસારી જવાય
એવો માણસ થવું છે મારે

દુશ્મન પણ મિત્ર બની જાય
દોસ્તી પાકા રંગે રંગાય
કોઈથી વેર રહે ના જગમાય
એવો માણસ થવું છે મારે

સહુ જીવથી પ્રેમ થઈ જાય
નફરત દુર દુર ભાગી જાય
એવો માણસ થવું છે મારે

દુનિયા પ્રેમ વડે ભરી દેવાય
ચારેકોર શાન્તિ ફેલાવાથી
એવો માણસ થવું છે મારે

અહીં આપેલી અને બીજી કેટલીક રચનાઓ મેં મારા વિચારોને કાગળ પર ઉતારી હતી. એમાં ભાષાકીય ભુલ હોવાની પણ સંભાવના રહેલી હોય શકે છે. અને માતૃ ભારતી જેવી સાઈટ પર મુકું છું ત્યારે આમાં થયેલી ભૂલો પ્રત્યે ધ્યાન દોરવા વિનંતી. આપણા પ્રતિભાવો, સલાહ અને સુચનો મારા માટે ખૂબજ કિંમતી છે.

With you..... For you..... Always.....
Kishorsinh Padhiyar