પ્રેમ - 2 મનસુખભાઈ મીસ્ત્રી . દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમ - 2

રમીલા આજે સુડતાલીસ વરસની ઉંમરે પહોંચી છે. તે સવારની ચ્હા પીતા પીતા વિચાર કરેછે. કે આ કેવા સંજોગો ઊભા થયાં છે. જો નસીબ મારી સાથે હોત તો રાજુ મને દગો કરીને ભાગી ગયો ના હોત. અને આ ઉંમરે આમ હું એકલી ડાઇનીંગ ટેબલ પર ચ્હા પીતી ના હોત. મારી આજુબાજુ એક બે નાના ટાબરિયાં અને સાથે ખુરશી પર રાજૂ બેઠો હોત. આમ વિચારતી હતી તેમાં ચ્હા કપડાં પર ઢોળાઇ અને વિચારતંદ્રા તૂટી.

વાત એમ હતી કે રમીલા કૉલેજમાં હતી ત્યારે તેન રાજૂ સાથે પ્રેમ થયેલો અને માબાપની મરજી વિરૂદ્ધ લગ્ન કર્યા અને અમદાવાદ રહેેેેેવા આવી ગયાં. ટૂંક સમયમાં ઉપરવાળા ની મરજીથી એક પુત્ર ની માતા પણ બની ગયી.પણ રાજૂ સ્વભાવે ભ્રમરવૃતી વાળો હતો. રમીલા રાજૂ ને ઓળખવામાં માર ખાઇ ગયી. રાજૂ એક દિવસ તેેેેને અને નાના રીષી ને મૂૂૂકીને ચાલ્યો ગયો. તેેેેને બીજી કોઈ મલી ગયી હતી.
રમીલા એ સ્વમાન ભેર એકલાં રહેવાનો નિર્ણય લીધો.અને શિક્ષીકા ની નોકરી ચાલું કરી દીધી અને આજે રીષીને પણ પરણાવી દીધો છે અને તે તેની પત્ની સાથે મુંબઈ રહેછે. અને તેને ત્યાં પણ એક બાર મહીનાની રિદ્ધિ પણ છે. અત્યારે રમીલા એકલીજ અમદાવાદમાં નદીપાર ફ્લેટ માં રહેછે.આજુબાજુ લગભગ બધાંજ નોકરીયાત હૉવાથી ફક્ત સવારે જ ફલેટમાં અવરજવર દેખાતી. બાકી આખો દિવસ શાંત વાતાવરણ રહેતું. રમીલા સવારે એકજ ટાઇમ રસોઈ બનાવતી અને સાંજે થોડી નાસ્તો કરી પતાવી દેતી. તે સાંજના સમયે ફલેટની સામેજ આવેલાં બાગમાં બેસવા જતી. એકાદ કલાક ત્યાં બેસતી અને પછી ધેર આવી જતી. તે કાયમ લગભગ એકજ બાંકડે બેસતી. થોડાં દિવસ થી તેણે માર્ક કર્યું કે એક ભાઈ બરાબર તેની સામેનાં બાંકડે એક નાની પરી જેવી છોકરીને લઇ ને આવેછે. તે નાની પરીને જોઈને વિચારે ચડી જાયકે મારી રિદ્ધિ પણ આવીજ દેખાતી હશે.
એક દિવસ તે પરી સાથે બોલ લઇ ને આવી અને બાગમાં રમતી હતી. રમતાં રમતાં બોલ રમીલા પાસે આવતો અને રમીલા તેને પાસે બોલાવી માથે હાથ ફેરવી વહાલ કરતી ધીમે ધીમે તેને પરીની માયા થતી ગયી. અને પરીને લીધે પરીના દાદા રમણભાઈ સાથે પણ વાત થતી. વાતો વાતોમાં રમીલાને જાણવાં મલ્યૂકે રમણભાઇની પત્ની પરીની મમ્મી સાત વરસની હતી ત્યારે જ એક અકસ્માતમાં મૃત્યુ પામ્યાં હતા. થોડા દિવસો બાદ એક દિવસ પરી પાસે ઊભેલી આઇસક્રીમ ની લારી જોઈ ખાવા માટે જીદ કરવા લાગી. પરંતું રમણભાઇ ના પાડતાં હતાં. તેમનું કહેવું હતું કે તેનાંથી શરદી થઈ જાય અને તેમને તેનાથી દુઃખ થાય. પણ છેવટે રમીલા એ દરમ્યાનગીરી કરી પરીને આઇસક્રીમ અપાવરાવ્યો. હવે પરીને પણ રમીલાની માયા લાગી હતી.તો રમણભાઈ ના દિલમાં પણ છેલ્લા પંદર વરસ થી સૂકાઇ ગયેલી પ્રેમ ની સરવાણી ફૂટી નિકળી હતી. તે મનોમન રમીલાને ચાહવા લાગ્યા હતા પણ ઉંમર ના તકાજાને લીધે મોંએથી બોલી શકતાં નહોતાં. તો સામે પક્ષે રમીલાને તો રાજૂએ દગો આપ્યા પછી પુરુષ જાત પ્રત્યે નફરત હતી. પણ કોણજાણે રમણભાઇ ને જોઇને તેની નફરત મા પરીવર્તન આવ્યું હતુ અને તે તેમની ભણી ટગર ટગર જોઈ રહેતી. એવામાં એક દિવસ પરીની મમ્મી ની બહેનપણી બાગમાં આવી હશે તેણે પરીના દાદા અને રમીલાને સાથે રમાડતાં જોયાં હશે. તેણે પરીની મમ્મી રીટા ને વાત કરી કે પરીને એક બહેન ખૂબ સારી રીતે રમાડતાં હતા. તો તે કોણ હશે? આમ કહી વાત અધૂરી મૂકી.
રીટા એક દિવસ નોકરીથી વહેલી આવી હતી અને રિદ્ધિ ને લેવા બાગમાં આવી હતી. તે દિવસે રમણભાઇ એ રમીલાની રીટા સાથે ઓળખાણ કરાવી. પછી પણ એકાદ બે વખત મૂલાકાત થઈ. અને રિટાના મગજમાં એક ઝબકારો થયો. તેણે તેનાં પતિને પોતાનો વિચાર જણાવ્યો . તેમણે વિચાર કરીને આગળ પાછળ તપાસ કરીને પછી નિર્ણય લેવાય કહી વાત આટોપી લીધી. પણ રીટાએ રમીલા વિષે બધી માહિતી મેળવી લીધી અને એક રવીવારે તેમના ઘેર પહોંચી ગયી. અને તેમનાં પૂનર્વિવાહ બારામાં શું વિચાર છે તે જાણી લીધા.
બીજા દિવસે તેણે તેના પપ્પાને રમીલા વિષે અભિપ્રાય પૂછતાં તેમણે તેણીને એક સારી વ્યક્તિ તરીકે છાપ જણાવી. પછી રમણભાઈ ને જો ઇચ્છા હોયતો રમીલાબેન સાથે પૂનર્વિવાહ માટે પૂછવા બાબતે વાત કરી. પહેલાં તો હા ના થઈ પરંતુ સમજાવટ પછી રમણભાઇ તૈયાર થયા . અને એક દિવસ રીટા અને તેના પતિ. રમીલાને ઘેર જઈ ચડ્યાં. થોડી ઈધર ઊધર વાત થયા પછી રીટા એ તેના પિતાને એક સાથીની જરૂર છે જે પાછલી ઉંમરે સહારો બની શકે અને તે માટે અમે તમોને પસંદ કર્યા છે તેમ જણાવી હાથ જોડી ઊભાં રહ્યાં. રમીલા કહે તમે પહેલાં આવી ને પૂનર્વિવાહ ની ચર્ચા કરતાં હતા ત્યારે જ મને શંકા ગયી હતી કે કાંઈક રંધાઇ રહ્યું છે .પણ મારે મારાં છોકરાં વહુને પૂછ્યા સિવાય આમાં જવાબ દઇ શકાય નહીં. રીટા કહે તેમને અમે સમજાવી લઇશું તમે તેમનું સરનામું અને મો . નંબર આપો.
રમીલાબેને મૉ.નંબર આપ્યો. અને બીજા રવિવારે બંન્ને કુટુંબ ભેગાં થયાં. આ વખતે રીટાએ બીજું એક કામ પણ કરેલું તેની કોઈ ને ખબર નહોતી. તેણે રમીલાબેન ના માતાપિતા ની તપાસ કરી તેમને પણ બોલાવ્યા હતાં. સાથે રમીલાના એક ભાઈ અને ભાભીને પણ લેતાં આવ્યાં હતાં. રમીલા એ જ્યાંરે છોકરાને પરણાવ્યો ત્યારે માતાપિતા ની માફી માંગી તેમને આગળ રાખી પ્રસંગ પતાવ્યો હતો. પણ રહેવાનું સ્વતંત્ર જ રાખ્યું હતું.
આખરે રીટાની મહેનત રંગ લાવી અને બંન્ને વડીલોની ગાડી જે પાટા પરથી ખડી ગયેલી તેને નવે નામે પાટે ચડાવવાની તૈયારીઓ થઈ ગયી. અને એક દિવસ સારા ચોધડીયે બંન્ને ના લગ્ન થઈ ગયાં રમીલાના માબાપને પહેલીવાર કન્યાદાન કરવાનો મોકો નહીં મળેલ તેથી તેમણે આ વખતે હરખ ભેર કન્યાદાન આપ્યું અને સૂખી થવાનાં આશીર્વાદ પણ આપ્યા. બેયની આંખો આંસુઓથી છલકાતી હતી પણ તે હરખના હતાં.
નવદંપતી માટે હોટલમા એક રૂમ પણ બૂક કરાવામાં આવી હતી. લગ્ન પછી તેમને તે રૂમ સૂધી વળાવવા રમીલાની ભાભી આવી હતી. અને સારાં સમાચાર આપજો એમ કહ્યું હતું પણ રમીલા શરમની મારી ઊચું પણ ન્હોતી જોઈ શકતી. આખરે રૂમનું બારણું બંધ થયું. રમણભાઇ રમીલાને પલંગ સૂધી દોરી ગયાં. તેને પલંગમાં બેસાડી અને પોતે નીચે બેસી ગયાં. તેમણે રમીલાને કહ્યુંકે મને શરીર ભોગવવાની જરા પણ લાલસા નથી. પણ મને જીવુ ત્યાં સૂધી સાથ આપજો. હું તમારું કાયમ માન રાખીશ. રમીલા થોડીવાર કશું બોલી શકી નહીં પણ પછી તેણે કહ્યુંકે હું પહેલીવાર છેતરાઇ હતી પણ આ વખતે બધાની સાક્ષીએ બંધનમાં જોડાઈ છું અને મારા તરફ થી કોઈ ફરિયાદ નહી થવા દઊ. આમ કહી તે શરમની મારી પલંગની એક બાજુ સુઇ ગયી. ધણા સમય પછી રમણભાઈ પણ સુઈ ગયાં. આમને આમ ત્રણ દિવસ અને રાત પસાર થઈ ગયાં. આખરે રમીલાએ ચોથી રાત્રીએ રમીલાએ રમણલાલ ને મનાવી લીધાં અને પોતાનું સર્વસ્વ સોંપી દીધું. આમતો બંન્ને લગ્ન જીવન ના અનુભવી હતાં. આથી વરસોની બંધ બારણે સચવાઇ રહેલી પ્રેમની ભૂખ બંન્ને જીવની પૂરી થઈ અને એકબીજા માં સમાઈ ગયાં.

ભલે ગુજરાતી માં કહેવત હોય કે પાકા ધડે કાંઠા ના ચડે પણ આવા પાકી ઉંમરે થયેલા લગ્ન તો જરૂર સફળ થાય જ. અને નાની ઉંમરે વિધૂર થયેલા પુરૂષો અને છૂટાછેડા થયેલ બહેનોએ સમય આવે આ વાતનો ખાસ વિચાર કરવો જોઇએ. ધણીવખત અમૂક વાતો દિકરા દિકરીઓને કે વહૂઓને નથી કહી શકાતી તે પોતાનુ માણસ હોય તેનેજ કહીં શકય.


" અસ્તુઃ. "