પ્રેમ મનસુખભાઈ મીસ્ત્રી . દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમ

મીના આજે ખરેખર પરી જેવી લાગતી હતી. આજે છવ્વીસમી જાન્યુઆરી હોવાથી તે ખાસ તૈયાર થઈ ને ઓફીસ આવી હતી. આમતો તે કાયમ કપડાં માટે ખાસ ધ્યાન રાખતી. મીના એક એકાઉન્ટ ઓફીસ માં નોકરી કરતી હતી. તે છેલ્લા પાંચ વરસથી અહીં હતી. મીનાએ પ્રેમલગ્ન કરેલાં હતાં પણ માબાપની મરજી વિરૂદ્ધ નિર્ણય લીધો હોવાથી કોર્ટે મેરેજ કરી લીધા હતા. પણ કૂદરતને આ મંજૂર નહી હોવાથી ફક્ત છ મહિન મા છૂટાં છેડા થયાં હતાં. તેને તેની ભૂલ સમજાઈ હતી પણ પોતે સાચી છે તે સાબિત કરવાં ધેર પાછી ફરી નહોતી અને એક ફ્લેટ ભાડે રાખી રહેતી હતી.

મીના જે દિવસ થી નોકરી આવી તેજ દિવસ થી તેની જ ઓફીસ માં નોકરી કરતો મનોજ તેની તરફ આકર્ષાયો હતો. અને તે સ્વાભાવિક હતું કારણકે મીના દેખાવે સુંદર અને ચપળ હતી. મનોજે એક બે વાર તેને કૉફી માટે ઇન્વાઇટ કરી હતી અને તે આવી પણ હતી તેથી મનોજને એમ હતું કે મીના મને પસંદ કરે છે. આજે આવાં નવાં ગેટઅપમા જોઈ ને મનોજથી રહેવાયુ નહી અને તેણે મીનાને સાંજે હોટલ ઇન માં ડીનર માટે ઇન્વાઇટ કરી. રાત્રે ડીનર પર મીના આવી ત્યારે મનોજે ગુલાબ આપી તેને પ્રેમ કરેછે તે વાત મૂકી પણ મીનાએ કહ્યુંકે તું હજું મારાં વિષે વિશેષ જાણતો નથી. મારાં એકવાર લગ્ન થઈ ગયા હતા અને ડાઇવોરસ પણ થયેલા છે.

મનોજ કહે મને તું જેવી છો તેવી મને મંજૂર છે. આ પછી મીનાએ વિચાર કરી જવાબ આપીશ કહી રજા લીધી. બે દિવસ પછી તેણે મનોજને હા પાડી દીધી. હવે મનોજ એક દિવસ તેણીને તેનાં ઘેર લઈ ગયો. તેનાં માતાપિતા એ તેને જોઈ ને થોડી પૂછપરછ કરી મંજૂરીની મહોર મારી દીધી પણ આ લગ્ન તેણીના માતાપિતા ની હાજરી અને ઘેરથી થાયતો વધારે સારું . એક દિવસ મનોજના માતાપિતા મીનાના માતાપિતા ને મળવા ઊપડી ગયાં અને બધી ચર્ચા કરી લીધી. મનોજ મીનાને સાથે લઇ તેનાં ઘેર લઈ ગયો. તેની માતા મીના ને જોઇને રડી પડી અને ગળે વળગી પડી. તેનાં પિતા સહેજ વાર ગુસ્સે થયાં પણ પછી માની ગયાં. મીના ઘેર પાછી ફરી. ત્યાર બાદ વડીલોએ બધી ગોઠવણ કરી લગ્ન નું કામ પતાવી દીધું.

મનોજના માતાપિતા એ મીનાને પહેલીવાર કરેલી ભુલ સમજાવી અને કહ્યૂકે દરેક માબાપ પોતાનાં સંતાન સુખી થાય તેમ ઇચ્છતાં હોયછે અને તેમનાં અનુભવો ને આધારે નિર્ણયો લેતાં હોયછે. પરીણામે યૂવાનો વિરૂધ્ધ જઇને પાછળથી પછતાય છે. મીના આજે હનીમૂન પર આબૂ આવી છે આ એજ જગ્યા છે જ્યાં તે પાંચ વરસ પહેલાં રાજૂ સાથે હનીમૂન પર આવી હતી. તેનું મન મનોમન સરખામણી કરતું હતું રાજૂ અને મનોજ વચ્ચે. છેવટે મનોજનુ પલડુ ભારી હતુ. બાકી અનુભવે ખબર. મીના હવે નવા ઘરમાં સેટ થઇ ગઇ હતી. તેણે મનોજને અપનાવી લીધો હતો. પોતાનું સર્વસ્વ તેને સોંપી દીધું હતું. અને ફળસ્વરૂપે તેને સારા દિવસો રહ્યાં અને અને પૂરાં દિવસે તે એક દિકરાની માં પણ બની. હવે તેણે નોકરી છોડી દીધી હતી. તે સંસાર માં ઓતપ્રોત થઇ ગઇ હતી. તેનાં માતાપિતા ના આશીર્વાદ તેની સાથે હતા.

જીવનમાં આજ વસ્તુ મહત્વની છે. માતાપિતા ને દુખી કરીને સૂખી થવાતુ નથી. જીવનમાં માબાપ ના આશીર્વાદ ખૂબ જરૂરી હોય છે. જે લોકો એ મા બાપ નેછોડ્યા તે કાયમ માટે પછતાય છે. અને આ વાતની અનુભૂતિ જેમને માબાપ ના હોય તેને જ થાય છે

...