પ્રેમ - 3 મનસુખભાઈ મીસ્ત્રી . દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમ - 3

રેખા આજે કૉલેજ વહેલી આવીહતી. તેણે મનોજને મલવા માટે પ્રોમીસ આપ્યું હતુ. મનોજ કાયમ રેખાની આઞળ પાછળ ફરતો હતો પણ રેખાને સામેથી કહેવાની હિંમત કરતો નહીં. એક દિવસ તેણે તેની બહેનપણીને વાત કરી અને છેવટે મૂલાકાત ગોઠવાઈ ગઈ. આમેય રેખાનો સ્વભાવ ગરમ હતો.તે ભાગ્યેજ કોઈની સામે નજર નાખતી.થોડી આમતેમ વાતો થયાં પછી મનોજ કહે હું તને પ્રેમ કરું છું અને તારી સાથે લગ્ન કરવાની ઇચ્છા છે.

રેખાએ તે વખતેેે જ રોકડો જવાબ આપી દીધો. એવી રીતે લગ્ન ના કરાય .તેતો મા બાપના આશીર્વાદ અને મરજી મૂજબ કરાય. મનોજને ખોટું લાાગ્યું. તેણે મનમાં ગાંઠ વાળી કે તને એક દિવસ મેળવીને જ રહીશ. પછી તેેેણે રેેખા સામે જોવાનુય બંધ કરી દીધુ. કોલેજ પુુુરી થઈ. રેખા એ તેેેના સમાજમાં માતાપિતા ની મરજીી મૂજબ લગ્ન કરી લીધાં. તે તેનાં જીવનમાં ખુશ હતી. તેના ફળસ્વરૂપે તેને એક રાજૂ નામે દિકરો પણ હતો.
એક દિવસ રેખા અને તેેનો પતિ શોપિંગ કરવાં ગયાં હતાંં ત્યારે મનોજ મલી ગયો. રેખાએ તેની ઓળખાણ તેના પતિ રવિ સાથેે કરાવી. પછીતો અવારનવાર તેઓ મલતા. રેખા નો દિકરો મનોજ નેે મામા કહી બોલાવતો. મનોજે હવે બદલો લેવા નું નક્કી કર્યું હતું. તેણે રવિ ને રેખા વિરૂધ્ધ ભડકાવવાનુ ચાલૂ કરી દીધું કોલેજની સાચી ખોટી વાતો કરતો. રવિ બધું સાંભળી લેતો પરંતું રેખાને કશું કહેતો નહીં. મનમાં ને મનમાં ગૂંચાતો. આવા વિચાર માં તે બાઈક લઈને જતો હતો ત્યારે બેધ્યાન માં એક ટ્રક સાથે અકસ્માત થયો અને મૃત્યુ પામ્યો.હવે રેખા નાના રાજૂ સાથે એકલી રહેતી હતી. જોકે મનોજને એમ હતું કે રેખા તેને મદદ માટે બોલાવશે પણ એવું કશું બન્યું નહી. એક દિવસ મનોજ રેખાને ઘેર આવી ચડ્યો. રેખાએ ચ્હા પીવડાવીને રવાના કરી દીધો. પછીતો અવારનવાર તે આવતો. રેખા ના માતાપિતા પણ તેની સંભાળ રાખતા. આમ કરતાં રાજૂ દસ વરસ નો થયો હશે અને તે ને સખત તાવ આવી ગયો. તેને દવાખાને દાખલ કરવો પડયો. આ વખતે પણ મનોજે મદદ કરી .
ત્યાર બાદ હવે રાજૂ કોલેજમાં આવી ગયો હતો. રેખાએ પણ એક ખાનગી સ્કુલ માં નોકરી ચાલૂ કરી હતી . રાજૂ કોલેજમાં છેલ્લા વરસમાં હતો અને તેને એક છોકરી સાથે પ્રેમ થયો. તે તેની માતા પાસે તેને લઇ આવ્યો. પણ રેખા એ લગ્ન માટે હમણાં ના પાડી. તો સામે પક્ષે છોકરીવાળા તેને બીજે પરણાવી દેવા ઉતાવળ કરતાં હતા .પણ રાજૂને તેની સાથેજ લગ્ન કરવાની ઇચ્છા હતી . વાત અહીં ગૂંચવાઇ હતી જો આ લગ્ન થઈ જાયતો રાજૂ ને પરદેશ જવા મલે તેમ હતુ. કારણકે છોકરીનાં બધાં સગા પરદેશ હતાં.
છેવટે રાજૂ એ મનોજની મદદ લીધી. તેણે રેખા ને સમજાવવા મનોજને વાત કરી. અને મનોજે બે ત્રણ દિવસ મહેનત કરી ને રેખાને સમજાવી દીધી પછીતો રેખાએ બધી તૈયારી કરી અને રાજૂને પરણાવી દીધો . એક મહીના પછી તેઓ હનીમૂન માટે જવાના હતાં કારણકે રેખાના પિતાજી ની તબિયત અચાનક બગડી હતી અને હવે લાંબુ ટકે તેમ નહોતુ લગ્ન ના પંદરેક દિવસ ગયાં હશેને રેખાના પિતાજી મૃત્યુ પામ્યાં. રેખા ખૂબ દૂઃખી થઈ .
આ સમયે પણ મનોજ રેખાને પડખે રહ્યો અને તેને હિંમત આપી બધૂ કામ પતાવી દીધું . હવે તેણે રેખાને સમજાવી રાજૂ ને હનીમૂન માટે જવા રજા અપાવી દીધી તેમનો પંદર દિવસ નો પોગ્રમ હતો. આ બધા સમય દરમ્યાન રેખાની મમ્મી એ જોયૂકે મનોજ રેખાની વધારે કાળજી રાખે છે અને તે કુંવારો છે. જો રેખા માની જાય અને મનોજની ઇચ્છા હોયતો રેખાને મનોજ સાથે પૂનર્વિવાહ કરાવી દેવાય તો પાછલી ઉંમરે તેને સહારો મલે .કારણકે દિકરો વહૂતો ભવિષ્ય માં પરદેશ જવાનાં અને પોતાની જીંદગી નો ભરોંસો નહીં. આમ લાંબુ વિચારી તેમણે રેખાને મનોજ સાથે ફરી લગ્ન કરવા રાજી કરી દીધી. અને આ કામ રાજૂ હનીમૂન પર જાય તે પહેલાં પતાવી દેવાનુ હતું. આખરે જવાનાં આગલા દિવસે કોર્ટ મેરેજ કરાવી દીધાં. બીજાં દિવસે રાજૂ તેની પત્ની સાથે કાશ્મીર રવાના થયો અને રેખા મનોજના ધેર સાસરે આવી.
આજે એક સાથે બે હનીમૂન હતાં. રાજુ કાશ્મીરમાં તૈયારી કરતો હતો તો તેની માં સાથે મનોજ અહીં તૈયારી કરતો હતો. મનોજ થોડું છાંટો પાણી કરીને આવ્યો હતો. તેણે પલંગમાં બેઠેલી રેખા ને કહી દીધું કે તેં મને કોલેજમાં ના પાડી દીધી હતી પણ મેં તને આજે મારી બનાવી દીધી. જોકે મને મહેનત બહુ પડી અને સમય પણ વધારે થયો. આખરે વટનો સવાલ હતો. તને ખબર નથી પણ રવિનો અકસ્માત પણ મેં જ કરાવેલો. અને આ વાત સાંભળીને રેખાનો ગુસ્સો સાતમાં આસમાને પહોંચી ગયો. તેણે કચકચાવીને એક લાત તેની ઉપર સૂવાની તૈયારી કરતાં મનોજને મારી અને મનોજ ઊછળી ને સામી દિવાલે પછડાયો . મનોજને માથામાં હેમરેજ થયું અને ત્યાં ને ત્યાં મૃત્યુ પામ્યો. રેખાએ તરત બીજાં સંબંધીને બોલાવારાવ્યા અને દારૂ પીને પડ્યો અને મૃત્યુ પામ્યો. કહી વાત પતાવી દેવરાવી . બધી વિધી પતાવી રેખા પાછી પોતાને ધેર આવી ગયી. થોડાં દિવસો માં રાજૂ પણ ધરે આવી ગયો. તેને પણ વાત સમજાવી અને હવે બધાં સાથેજ રહેશે કહીં તેની માતાને પણ બોલાવી લીધી.
આ પછી થોડાં દિવસોમાં રાજૂ પરદેશ પણ ગયો. અને રેખા કોઈ કોઈ વાર વિચારે ચઢી જાય છે કે પ્રેમ ખરેખર આંધળો જ હોયછે તે ના કરવાના કામ કરાવે છે..............