imandari books and stories free download online pdf in Gujarati

ઈમાનદારી

એ શુક્રવારે તૃપ્તિ ભર બપોરે નાની નીતુ ને ટયુશન માં મૂકી ને જતી હતી, અચાનક એના પગ એક ઘર વપરાશ ની પ્લાસ્ટિક ની વસ્તુઓ વેંચતા એક લારી વાળા ને જોઈ ને થંભી ગયા...

એ વિચારવા લાગી કે આવા ભર બપોરે આવા તડકે આ બિચારા લારી વાળા ને સવાર થી કઈ ધંધો નથી થયો એ કાગડોળે સડક પર નજર મંડી ને બેઠો છે કે કોઇ ગ્રાહક આવે તો કાંઈક ધંધો થાય .
મેલા કપડાં, પરસેવે રેબઝેબ એ માણસ કૈક સારો ધંધો થાય એવી ઉમ્મીદ થી આવા તડકા માં પણ ઉફ્ફ તક નથી કરતો. તૃપ્તિ ને થયું કે આજકાલ આપણે મોટા મોટા મેગા સ્ટોર માં થી ખરીદી કરતા થયા છીએ જ્યાં બધી વસ્તુઓ આસાની થી ઉપલબ્ધ હોય છે પણ, આ નાના લારી વાળા ધંધા વાળા ઓ નું શું? તો શું આપડે આ જ બધી ચીજ વસ્તુઓ આની પાસે થી ન લઇ શકીએ?! આવા લોકો બે પૈસા કમાય તો શું વાંધો છે. તૃપ્તિ રસ્તો ક્રોસ કરી એ લારી પાસે ગઈ અમે થોડી વસ્તુઓ લીધી અને પૈસા આપ્યા પણ હમણાં તો એને એની સ્કૂલ ફ્રેન્ડ દીપાલી ને ત્યાં કિટ્ટી પાર્ટી માં જવાનું હતું તો આ બધી વસ્તુઓ લઇ ને એ જઈ સકે એમ ન હતી, એટલે એને પેલા ભાઈ ને પૂછ્યું કે તમે રોજ અહીંયા જ ઉભો છો ને ભાઈ? પેલા ભાઈ એ ઉત્તર આપ્યો હા !
તૃપ્તિ બોલી તો આ બધું હું કાલે લઇ જાવ તો વાંધો નહિ ને! કારણ કે મારે હમણાં એક જગ્યાએ જવાનું છે ને તો હમણાં નહીં લઈ જઈ શકું બધું ! પેલા લારી વાળા એ કહ્યું વાંધો નહીં બેન કાલે લઈ જાજો .. તૃપ્તી બોલી કાલે ચોક્કસ તમે અહીંયા જ હશો ને ? કારણ કે મારે કાલે આ સમાન જોશે ....પેલાએ કીધું હા ભાભી વાંધો નહીં કાલે હું જરૂર આવીશ તમારો સામાન કાલે લઈ જાજો . અને તૃપ્તિ ત્યાં થી દીપાલી ને ત્યાં જતી રહી.
બીજા દિવસે શનિવારે ખૂબ જ વરસાદ હતો અને વીજળીના કડાકા સાથે ગામમાં વરસાદ તૂટી પડ્યો , તૃપ્તિ તો ભૂલી પણ ગઈ હતી કે પેલા લારીવાળા પાસે સામાન લેવા પણ જવાનું હતું ! અને એ પોતાના રૂટીન ઘરકામમાં મશગૂલ થઈ ગઈ .
આજે રવિવારનો દિવસ તૃપ્તી બધું ઘરકામ આટોપી આરામથી સોફા પર ન્યૂઝ પેપર વાંચવા બેઠી . અખબારમાં જ્યાં જુઓ ત્યાં વરસાદની અને ક્યાં કેટલા ડેમ છલકાયા તેના જ ન્યૂઝ હતા આખું ગુજરાત જળબંબાકાર બન્યું હતું એના જ સમાચાર હતા ... ત્યાં અચાનક તો તેની નજર કોર્નર પર છાપેલા એક ફોટો પર પડી , એનો ચહેરો ક્યાંક જાણીતો હોય એવું લાગ્યું પણ યાદ નહોતું આવતું . એણે હેડલાઇન્સ વાંચી પણ આ શું ?!!!! તૃપ્તિ એક ઝટકા સાથે ચોંકીને ઉભી થઈ ગઈ એને સમજાતું નહોતું કે આ શું થઈ ગયું ?! થોડી વાર માટે એ પોતાની જાતને સંભાળી ન શકી . માંડ પોતાની જાતને સંભાળીને એણે ન્યૂઝ પાછા ધ્યાનથી વાંચ્યા ..... હેડલાઇન હતી "શહેરના એમ. જી. રોડના કોર્નર પાસે વીજળી પડતાં બે વ્યક્તિનાં મોત" હેડલાઇન ની બાજુમાં બંને વ્યક્તિના ફોટા છાપેલા હતા.
તૃપ્તિ ચોધાર આંસુએ રડવા માંડી .... એ ફોટો પેલા વ્યક્તિનો જ હતો જેની પાસેથી બે દિવસ પહેલા તૃપ્તીએ ઘર વપરાશની વસ્તુઓ લીધી હતી !
શું ખરેખર તૃપ્તી ની મદદ કરવાની મંછા એ વ્યક્તિની મોતની જવાબદાર હતી !! કે પછી
એ માણસની ઈમાનદારી?!!!!!


બીજા રસપ્રદ વિકલ્પો