Third side of the coin- Unpaid Debt books and stories free download online pdf in Gujarati

સિક્કા ની ત્રીજી બાજુ - ઉધાર ચૂકતે

રસ્તા ઓ વટાવતો,શેરીઓ પસાર કરતો એ ધીમી પણ મક્કમ ચાલે ચાલતો હતો, એનું માથું ઢકાયેલું હતું પણ એના લાંબા અવ્યવસ્થિત અને વિચિત્ર રંગ ના વાળ એની ચાડી ખાતા હતા..પણ ઝરમર વરસાદ મા કોઈને ફુરસદ નહતી,વીજળી ના શાંત ચમકારા એક તોફાન નો આગાઝ કરતા હતા,હા એક બીજા બવંડર ની આગાહી કોઈ એ નહતી કરી.

રસ્તા ની બાજુ મા બારી માંથી એક વ્યક્તિ નો ફોટો દેખાતો હતો,બોલવા વાળા એ ઘણા ઉચા પણ એની માટે ઘૃણા જન્મે એવા શબ્દો થી પરિચય આપતો હતો.એણે બારી માંથી નજર નાખી,ધીરેક થી વાળ ઓળાવ્યા અને બોલ્યો ”ટીવી ઉપર બંદા હેન્ડસમ લાગે છે”.

રેલવેસ્ટેશન ની બાજુ ની એક સસ્તી હોટેલ મા એ પ્રવેશ્યો,અંધકાર જાણે એનો પડછાયો હતો.


હોટેલ મા વરસાદ ના કારણે વીજળી નહતી,ઠેર ઠેર મીણબતી અને ફાનસ ના જીણા અને અસ્પર્શ્ય અંજવાળા એની હાજરી છુપાવતા હતા.લાકડા ની ભેજ વાળી સીડી ઉપર ધીમે ધીમે ઉપર જતો હતો,ખાલી એના વજન થી જે તીણો અવાજ થતો એ વધતા વરસાદ ના પતરા ઉપર ના પ્રહાર થી ઢંકાય જતો.એ એક રૂમ ના બારણે પહોચ્યો અને ટકોર મારી.

અંદર થી કોઈક ના નશા મા ચૂર લડખડાતા કદમો નો અવાજ આવ્યો,એણે સ્ટોપર ખોલી પણ ભેજ ના લીધે જુના લાકડા ના એ દરવાજા ને ખોલવા મા અસમર્થ હતો.ધબ દયને દરવાજા ખુલ્યો અને કોઈ અંદર પ્રવેશ્યું.

દેશી દારૂ ની દુર્ગંધ થી મઘમઘ તો એ રૂમ રેહવા લાયક જરા પણ ના હતો.એક તરફ એક ખાટલો હતો જે સુવા લાયક ન હતો બીજી તરફ ની બારી જે રેલવેસ્ટેશન ની સામે પડતી એની બાજુ મા લાકડા ના તૂટેલા અને પછી સાંધેલા પાયા વાળી ખુરસી હતી,ફર્શ પર છાપરા માંથી ચુવેલા પાણી ના ખાબોચ્યા હતા અને આ બધું જે જીણા અને જાખા પ્રકાશ થી જોય શકાતું એવો એક માત્ર સ્રોત એક ફાનસ હતું.

"કોણ છે ઈ" પેલા દારૂ ના નશા માં ચકચૂર માણસ બોલ્યો.

હજી એનું વાકય પૂરું થાય એની પેલા એના મેહમાને એને ધક્કો દઈ ખુરશી ઉપર બેસાડી દીધો,એ પોતાના પ્રતિકાર કરવા માટે અસમર્થ હતો.
“તો તું પૂરી કોશીસ કરે છે પોતાની જીંદગી ટુકાવાની,પણ આ પુરતો પ્રયાસ નથી” અંધારા માંથી કોઈનો અવાજ આવ્યો.
એની તંદ્રા મા ડૂબેલી આંખો મોટી થય,ખુરશી ઉપર બેઠેલા એ શરાબી ને પેહલી વખત ભાસ થયો કે એનો મેહમાન એના ખબર કાઢવા નહતો આવ્યો.

“કોણ છે તું?અહિયા કેમ આવ્યો?મને તે ગોત્યો કેવી રીતે”

“ના,ના,ના, નાતો તારે સવાલ પૂછવાનો હક છે,ના તો તારામાં જવાબ દેવાની તાકાત,બસ જરાક યાદ કર આજથી ૧૦ વર્ષ પેહલા ની આ રાત,એ રાત જેણે ભોપાલ ને બદલી નાખ્યું,જેણે મને બદલી નાખ્યું.” હજી પણ એ અવાજ ની પાછળ નો ચેહરો હજી પણ અસ્પષ્ટ હતો.
ના હવે એ નશા મા નહતો,એને ખ્યાલ આવી ગયા કે એના પાપ એનો પીછો કરતા અહિયા પહોચી ગયા.એની વધેલી દાઢી,અને વધતી ઉમર કદાચ એની ઓળખ છતી કરી શકત પણ સિક્કા ના અવાજ મા બધું દબાય જાય છે,આજે એનો એ ભ્રમ તૂટી ગયો.

એના મેહમાને ખીસા માંથી કઈક કાઢ્યું,ફાનસ મા એ ઓળખાતું હતું પણ બારી માંથી અંદર આવતા વીજળી ના ચમકારા મા એની ચમક ભયંકર લગતી હતી.

“જો આપણે શાંતિ થી બેસી ને વાત કર્યે,તું મને કે તારે શું જોયે છે..તું કે એટલા પૈસા આપીશ..” ખુરશી માં બેઠેલા માણસે ગળગળા અવાજ માં પૂછ્યું.

“પૈસા..હા હા હા હા”.એનું અટહાસ્ય એના હથિયાર કરતા પણ ખતરનાક અને તીક્ષ્ણ હતું.

તને એમ લાગે છે કે દસ વર્ષ પછી હું તારી પાસે પૈસા માટે આવ્યો છુ,ના બિલકુલ નહિ એણે દાંત ના કચડવા થી જવાબ દીધો
તારો એક હિસાબ બાકી છે,જે તું જીંદગી ભર ચુક્વીસ તો પણ નહિ ચુકવાય એની માટે તારે તારી જીંદગી થીજ એને ચૂકવો પડશે.

હું આજે એ ઉધારી વસુલ કરવા આવ્યો છો,હું આજે તને મારવા આવ્યો છુ.
ખુરશી મા બેઠેલા એ પેહલી વાર એને નજીક થી જોયો,શું આ સૈતાન નો માણસ છે ના આતો સ્વયં સૈતાન છે.

એના લાંબા વાળ એના ખભા સુધી પહોચતા હતા, એની આખો માં એક વિચિત્ર પણ ડરાવણી ચમક હતી. એના મોઢા પર હાસ્ય હતું જે એના હોઠ થી વધારે લાંબુ હતું.


મારે ખરેખર તારો આભાર માનવો જોયે,હું અત્યારે જે છુ એ તારે લીધે જ છુ,એક ઉદાસ વ્યક્તિ ના જીવન મા તે પરમીનેન્ટ હસી લાવી દીધી, મને આ સેલ્ફીસ,ઈગોએસ્ટીક લોકો થી ખદબદતા કાદવ મા થી ઊંચું આવાની તાકાત આપી, હું તને કદાચ ધન્યવાદ આપી શક્યો હોત.

પણ..


અને એક ધારદાર ચાકુ ખુરશી પર બેઠેલા ના દિલ ની અંદર ઘુસી ગયું.


આ દુનિયા માંથી એક ઔર ખરાબ માણસ ને દુર કરવા બદલ તારે મારો આભાર માનવો જોયે નહિ? સામે જો બારી ની બહાર, એવું લાગે છે કે એ બધા જેનો જીવ તે લીધો એ ખુશ થય છે.
વીજળી નો એક ચમકરા એ માણસ ની ચમકતી સૈતાની આંખો અને લોહી થી ભીંજાયેલ ચાકુ અને તરફડીયા મારતા એ શરાબી ની છબી લય લીધી.

તને ખબર છે મને ફાનસ ખુબજ પસંદ છે,એણે ફાનસ તરફ ઈશારો કરતા કીધું,હું નાનો હતો ત્યારે એક ટીસે એની જ્યોત સામે જોતો,એમાં પ્રકાશ ફેલાવી અંધકાર દુર કરવાની તાકાત છે,મારા ખ્યાલ થી તને અંધારા આવતા હસે ને,ચાલો તારો અંધાપો દુર કર્યે.


એ ત્યાં થી ચાલ્યો,કઈક ભૂલતો હોય એમ પાછો આવ્યો,મારું ચાકુ,મને ખુબ પ્રિય છે એમ કહી એણે ચાકુ બહાર કાઢ્યું,એક ક્ષણ ઉભો રહ્યો અને પાછુ અંદર ખોચી દીધું,આનું ધ્યાન રાખજે હું હમણાં આવું હો.

એણે ફાનસ લીધું અને એનું ઢાકણું ખોલ્યું અને બધું કેરોસીન પેલા માથે ઢોળી દીધું.
અને તને ખબર છે હવે મને ફાનસ કેમ ગમે છે કેમકે એક તરફ એ ધીમે ધીમે રોશની આપે અને બીજી તરફ ધીમા મોતે મારે છે.
આખો રૂમ આગ ના લબકારા થી જળહળી ઉઠ્યો.

એણે બાજુ ના પલંગ નો ટેકો લઇ ઉભો રહ્યો.હવે હું શું કરીશ?મારી જીંદગી નો એકજ મકસદ હતો તારી મોત,હવે હું શું કરીશ? જાણે પેલા સાથે વાત કરતો હોય એમ બોલ્યો પણ એતો દર્દ થી તરફડીયા મારતો હતો.

ચાલો એ કાલ વિચારસું,તમને મળી ને આનંદ થયો હવે નર્ક મા મળીશું અને એ જેવો ફર્યો એવો બારી માંથી વીજળી નો ચમકારો થયો.
દુર એક બિલ્ડીંગ ઉપર એને કોઈક ઉભેલું દેખાણું,પણ આગ ના લબકાર મા એ બારી ની બહાર નહિ ખાલી પોતાનો ચહેરો જ જોય શકતો હતો.

એનો ચેહરો લબકારા મારતી આગ માં ચમકતો હતો અને તેના હોઠ ની બંને બાજુ ના ચીરા સ્પષ્ઠ દેખાતા હતા.
એણે બારી સાથે પોતાનું મોઢું ચિપકાવી દીધું કેમ નાના બાળકો કરતા હોય અને ધ્યાન થી જોયું.


સામે ની બિલ્ડીંગ ઉપર થી એને કોઈક જોતું હતું,એક ચમકારા એ એની હાજરી અને એની સ્થિતપ્રજ્ઞતા છતી કરી..અને બીજા ચમકારો થયો,ત્યાં એ ગાયબ હતો.

**********************************************************************************

જો ગાડી ની પાછળ બેઠો બેઠો એક ટીસે બહાર જોતો હતો.

આગળ થી અવાજ આવ્યો, "શું જોવે છે?"

"કઈ નહિ, બસ જૂની પુરાની યાદો તાજા કરું છું."

"યાદો, કેવી યાદો? સારી કે ખરાબ?"

"ઓહ, સારા માં સારી અને દિલ ને ખુસ કરી દે એવી યાદો. હું કોઈ દિવસ દુખી થતો જ નથી. જુવો મારો ચેહરો, હું હમેશા જ હસતો રહું છુ" જો નો હસતો ચેહરો ગાડી ના રીવ્યુ મિરર માં જોઈ ને ડ્રાઈવરે પૂછ્યું, "મને કહીસ આ તારા ચેહરા પર ચીરા કોણે કર્યા?"

"આજે નહિ, કોઈક બીજા દિવસે. હવે તમે મને કેહ્સો કે કેટલી વાર છે પહોચવા માં?"

અને અચાનક ગાડી થંભી ગઈ. આગળ બેઠેલા રોબીને પાછળ વળી ને જો ને એક ચાકુ આપ્યું. "તને ગન નથી ગમતી ને?"

"જરા પણ નહિ. બંધુક થી જરા પણ મજા જ ના આવે. તમે કોઈ ને મારો અને એ તરત જ મારી જાય, તમે કોઈ ની મોત ને શું કેહવાય? હા ઇન્જોય જ ના કરી શકો, એમાં શું મજા?"

"બરોબર, ચાલો હવે આ કોડીનારવાળા ને લઇ ને આપડે ભાસ્કરા ને બચવવા જવાનું છે."

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED