શૂં કહીને આવકારુ તને એ સમજાતૂ નથી,,,અત્યાર સૂધી તો એ મથામણ માં હતી કે તારા વિશે લખૂ કે નહી????? પણ પછી વિચાર્યૂ કે ચલો જવા દો,,, ભલા એવો તે કોનો ડર કે મારી જ જિંદગી વિશે લખવા,વાંચવા,બોલવા,વિચારવા,,મારે બીજાના પરવાના લેવા પડે,,,, અત્યાર સૂધી તો મને તારા મા એટલી વ્યસ્ત રાખી કે તારા વિશે સમજવૂ તો દૂર તારા વિશે વિચારવાનો પણ વિચાર ના આવ્યો,,,હંમેશા તારા વિશે લોકો પાસેથી શીખતી રહી,,,,તને પકડવા માટે તારી પાછળ. ભાગતી રહી,પણ પછી થી ખબર પડી કે હૂ પાછી એ જ વળા઼ક પર આવીને ઉભી રહી કે જ્યાથી મે ભાગવાનૂ શરૂ કર્યૂ હતૂ....
સમય જતા એક નવા જ શબ્દ થી પરિચીત થઈ ,એ શબ્દ હતો "કિસ્મત" પણ એને મળી તો ખબર પડી કે એ તો તારી પાકી બહેનપણી,,સાલી જિંદગી છે તૂ મારી પણ ચાલેે છે કિસ્મતના રસ્તેે,,, વિચાર્યૂતૂ કે કિસ્મત સાથે લાગવાગ કરીને મારૂ ચલાવી લઈશ ને તને સૂધારી લઈશ, પણ નખચળી કિસ્મત પાસે તો મારી એક ના ચાલીી.પછી વિચાર્યુ કેે છોડો આ માથાકૂટ હું શા માટે મારો વખત બરબાદ કરૂ???? પેલા તોો તૂ મને સાવ સીધી સાદી લાાગતી પણ પછીી ખબર પડી કે તારા મા તો ઘણી મથામણ ભરી છે.
જાણવા મળ્યૂ કે દોડવા માટે માત્ર જિંદગી જ નથી , જો તમારે દોડવૂ જ હોય તો આ જિંદગી મા સફળતા, સપના, મંઝીલ ઘણુ બધૂ છે.ત્યારે ખબર પડી કે તૂ એટલી બધી ય ખાલી નથી જેટલી હૂ તને સમજતીતી.પણ એક વાત તો ખરી ,જો તારી સાથે દોડની રેસ લગાવૂ તો તૂ તો gold medalist બની જા....
હંમેશા તને પામવાની માથાકૂટ કરી પણ વખત બાદ જાણ્યૂ કે છેવટે તૂ પણ પેલા મોત સામે ઘૂંટણ ટેકવી દેવાની,,,,એટલે પછી જેમ જેમ તને જીવતી ગઈ એમ સમજાતૂ ગયૂ કે ""તને મૂટ્ઠીમાં લેવાની રમત કરી લઉ,પણ હાથમાંથી સરકી જતી રેતની જેમ તૂ સરકતી રહે છે,અને પછી એ જ મૂટ્ઠી ખોલીને જોઉ તો તૂ હાથમાં ચોંટેલી લકીરો સ્વરૂપ તારૂ અસ્તિત્વ મારી સામે જોઈને ખડખડાટ હસી પડે છે..." જિંદગીમાં બે દિવસ હોય છે ,,એક આપણા હકમાં અને બીજો આપણા વિરોધમાં,,પણ મિત્રો યાદ રાખજો,હકના દિવસમાં ક્યારેય અભિમાન ન કરવૂ અને વિરોધના દિવસમાં ક્યારેય ઊતાવળા ન થવૂ.
એક નવરે દહાડે કિસ્મત ને પૂછ્યૂ કે એને માણસને હેરાન કરવામા શૂ આનંદ આવે છે?? એને પ્રત્યૂતર આપ્યો, માણસ મારા માટે રમકડૂ છે એને વારેવારે જોડવા માટે હુ એને વારેવારે તોડૂ છૂ....પણ જિંદગી તારી એક વાાાત તો માનવી પડશે,,,સલામ છે તારી હિમ્મમ ને,, સામે મોત છે એ જાણીને પણ દોડતી ે છે,,અને તે આપેલી સૌથી મોટી ભેટ તે આપેલા સંબંધ છે......કોઈ દોસ્તીના સંબંધ તો કોઈ દૂશ્મનીના સંબંધ,કોઈ પ્રેમના સંબ઼ધ તો કોઈ દોસ્તીના.અમે માણસો તો આ સંબંધ પર લાલ પીળા રંગના લેબલ મારતા ફરીએ છીએ. પણ હવે સમજાયૂ કે તને જીતવી હોય તો પેલા સંબંધોને જીતવા પડે.એક વાત તો માનવી પડશે કે જિંદગી whatsapp ના Last seen જેવી હોય છે બધાને પોતાની છૂપાવવી છે પણ બીજાની જોવી છે. સાહેબ જિંદગી માં ઉકાળો એટલો ય ના હોવો જોઈએ કે લોહી ઉડી જાય,,પણ ધીરજ ય એટલી ના હોવી જોઈએ કે લોહી જામી જાય.
મોર નાચતા નાચતા ય રડે છે,
હંસ મરતા મરતા ય ગાય છે,
આ જિંદગીની ફીતરત છે ,
દૂ:ખની રાતે કોઇ ને ઊંઘ નથી આવતી અને સૂખની રાતે કોઈ સૂવા તૈયાર નથી.
ચાલો માની લીધૂ કે બરગદ કે પીપર જેવા પડછંદ નથી અમે પણ ક્યારામાં ઉગતી તૂલસી પણ કંઈ ઓછી નથી....