ઘરે આવ્યા પછી મીરાનુ મન ખૂબ જ વ્યાકુળ હતુ. વ્હિસ્કીની બોટલ કાઢી એણે પેગ બનાવ્યો ગ્લાસના બાઉલમાં આઇસ ક્યુબ નાખી મનના ઉચાટને શરાબના ઘૂંટમાં એ ગટગટાવી જવા માગતી હતી.
દરવાજે દસ્તક થતાં મીરાંનુ હ્રદય આંચકો ખાઇ ગયુ.
એક સાથે અનેક ભાવો આવીને ઓજલ થયા.
અલપઝલપ થયેલી ચહેરાની ફીક્કાશને
છૂપાવવાની મથામણ એને કરી..
એણે જેવો દરવાજો ખોલ્યો સામે સમિર ઉભો હતો.
"સમિર ..!! આમ અચાનક..?"
પોતાના ચહેરા પર થી ગભરાહટ છુપાવવાનો એણે મિથ્યા પ્રયાસ કર્યો.
"કેમ અચાનક ના આવી શકું..?"
'હ..હા કેમ નહી..!"
મીરા સમજી શકતી નહોતી કે ખરેખર સમીર એને ઘટનાસ્થળે જોઈ ગયો હશે કે કેમ.?
"કોઈ ટેન્શન છે..?"
સમિરના સવાલથી એ ડઘાઈ ગઈ.
"નહીં તો..?" એણે સ્વબચાવ કર્યો.
કોઈ પણ વ્યક્તિ બે પરિસ્થિતિમાં વાઈનનો સહારો લે છે. એક તો જ્યારે ખૂબ પરેશાનીમાં હોય ત્યારે અને બીજું કે કોઈ ખુશીનો પ્રસંગ હોય ત્યારે..!
તારા હસબન્ડનું મર્ડર થયા પછી તું વાઇન પીને ખુશી મનાવે એવી નથી..?
તો પછી..?"
મીરા સમજી ગઈ હતી સમીર આગળ જુઠ લાંબો સમય ટકવાનું નથી. અને તેમાંય જો પોતાને તરુણના બંગલે જોઈ ગયો હશે તો મારા આડંબર પછી સપોર્ટ કરવો તો દૂરની વાત છે એ નજીક ફરકશે પણ નહીં. એટલે એને સમજી વિચારી એક ડગલું આગળ વિચાર્યું.
"સમીર તારાથી લાખ છુપાવું છતાં તું મારા ચહેરાને વાંચી જવાનો.. એટલે મારું મન માનતું નથી કે તારાથી કોઈ વાત હું છુપાવું..!
સમીર એની પડખે બેડ પર બેઠો. ફરી એકવાર એણે વાઈનનો ઘૂંટ ભર્યો.
તું મારી મનઃસ્થિતિ પારખવામાં ક્યારેય થાય ખાય એમ નથી. હા હું પરેશાન હતી. જાણી જોઈને મેં કૂંડાળામાં પગ નાખ્યો હતો. મારી એક ભૂલના કારણે હું મોટી આફતમાં સપડાઈ ગઈ.
પેરન્ટ્સની વાત માની કરણ સાથે લગ્ન કર્યા. પણ અમારું દાંપત્યજીવન ડામાડોળ હતું. કરણને કામ સિવાય કશામાં રસ નહતો. મોટા ભાગનો સમય એ ડાયમંડની ઓફિસમાં ગાળતો. એની ઓફિસમાં ઘણી બધી છોકરીઓ કામ કરતી હતી. મેં કારખાનામાં મારો અંગત માણસ મૂકી તપાસ કરાવી જોઈ. લગભગ બધી સાથે એણે રિલેશન હતા.
કરણનુ આવું રૂપ જોયા પછી મને મારી ભૂલ સમજાઈ. હું એને છોડી મૂકી મારા પેરન્ટ્સને કોઈ આંચકો આપવા માગતી નહતી. પપ્પા હાર્ટ પેશન્ટ હતા મારા કારણે એમનો જીવ જાય તો જિંદગીમાં ક્યારેય હું મારી જાતને માફ ન કરી શકું..!એક માનસિક બોજ તળે જીવતી હતી એવામાં એક ફેમિલી ફંકશનમાં બધાને મળવાનું થયું. તરુણ સાથે ત્યાં જ મુલાકાત થયેલી.
પ્રથમ વાર જોયા પછી તરત જ એણે મને જીતવાના પ્રયાસો આદરી દીધા હતા.
એની મજબુત છાતી સપ્રમાણ કદ કાઠી, સોહામણો ચહેરો.. અે ચહેરા પર જો કોઈ આકર્ષણનુ કેન્દ્ર હોય તો એ હતી એની નીલી સંમોહક આંખો..! એની પર્સનાલિટી જોતાં કોઈ પણ સ્ત્રીને પોતાની તરફ ઢાળી શકવા પૂર્ણતયા એ સક્ષમ હતો.
કદાચ કરણ મારી પડખે હોત તો એના જાંસા માં હું ક્યારેય ના આવી હોત..!
મીરા એ એક લાંબો નિશ્વાસ નાખી પોતાની વાત આગળ વધારી.
ખેર.. આટલી બધી પબ્લિકમાં મને એકલી બેસેલી જોઈ કોલ્ડડ્રીંક લઈ એ મારી નજીક આવ્યો.
"હેલો મેમ..!
આઈ એમ તરુણ... તરુણ શાહ..! I think તમને પહેલા ક્યારેય જોયા નથી..!"
મે સ્માઇલ કરી
અને સ્માઈલ સાથે બોલી.
સાવ ઉધુ બોલ્યા . એના લંબાયેલા હાથમાં થી કોલ્ડ્રીક્સ લઈ લીધું.
"ડાયલોગ એમ છે કે તમને ક્યાંક જોયા છે હું
મીરા દાસ..!"
"વાઉ...! તમારો અવાજ વારંવાર સાંભળવો ગમે એવો છે સાચુ કઉ સૌંદર્યનો આખો બાગ છે અહીં..! નામ પણ... મીરાં... મીરાં...!!"
બબડતો એ ચાલ્યો ગયો પણ મારા મનમાં જીજ્ઞાશાનો નવો અધ્યાય આરંભતો ગયો.
એ ફંકશન પત્યું ત્યાં સુધીમાં તો એ મારા અંતરમાં ચિનગારી ભડગાવી ચૂક્યો હતો.
કરણની સતત ગેરહાજરીમાં એણે મને પોતાની બનાવવા અનેક સફળ પેતરા અજમાવ્યા.
મારી લાગણીઓ સાથે રમત રમી એને જોઈતું હતું એ બધું જ મેળવી લીધું.
એનો પ્રેમ પામી હું મારી જાતને ધન્ય સમજવા લાગી. પણ જ્યારે એણે પોતે પ્રકાશ્યુ ત્યારે મારા પગ તળેથી જમીન સરકી ગઈ.
અમારી અંગત પળોની સીડી બનાવી મને બ્લેકમેલ કરી અવાર-નવાર પૈસા પડાવતો હતો.
મન ફાવે ત્યારે એ મને બોલાવી લેતો.
મેં તારાથી આ વાત છુપાવી હતી કારણ કે તારી નજરોમાંથી હું પડી જવા માગતી નહોતી.
કરણના મર્ડર પછી ઓરિસ્સાથી હું જેવી આવી એવી જ એને પૈસાની માગણી કરી. કરણના મૃત્યુ પછી કદાચ એને ડર હતો કે હવે હું એની વાતોમાં આવીશ નહીં.
એટલે અખતરો કરવા એણે મને ફોન કર્યો. અમારી વચ્ચે એક સોદો થયો.
તરુણ સાથે મારી આ છેલ્લી મુલાકાત હતી છેલ્લી વાર પૈસા આપી વિડિયો ક્લિપ લઈ મારે ત્યાંથી છટકી જવાનું હતું. પણ..!!
બધું ઉલટુ થઈ ગયું. તરુણ સાથે ટાઇમ સ્પેન્ડ કરી હું વૉશરૂમમાં ગઈ. ઝડપથી ફ્રેશ થઈ રીટર્ન બેડરૂમમાં આવી તો મારા હોશ ઉડી ગયા. અનાયાસે જ મારા મોઢા પર હાથ મુકાઈ ગયો. તરુણનુ કોઈએ ઢીમ ઢાળી દીધુ હતુ. ગણતરીની પળોમાં તરુણ મૃત્યુ પામેલો. ધસમસતા રક્તપ્રવાહને જોઈ હું સમજી ગઈ હતી કે ખૂની હમણાં જ ભાગ્યો હોવો જોઈએ. હું સારી પેઠે જાણતી હતી કે તરૂણ ઉપર એક તરફ પોલીસની નજર હતી તો બીજી તરફ તુ કાગડોળે શિકારની રાહ જોઇ બેઠો હતો.
અને મારે શિકાર બની જવું ન હતું એટલે મેં ઘરમાંથી બહાર દોટ મૂકી. ગ્રાઉન્ડ ફ્લોર પર આવીને જોયું તો સામેની દિવાલ પર મોટા અક્ષરે રક્ત વડે કટપુતલી ચિત્રાયુ હતું. સમીર તારી પહેલા તરુણની સિસ્ટર દોડતી આવી એ તુ સારી રીતે વાત જાણતો હતો કે ઉપર જતાંની સાથે જ એના માટે પણ દ્રશ્ય પચાવવુ અઘરૂ થતાં ચીસ પાડવાની હતી.
એની પાછળ પાછળ તને પ્રવેશ કરતાં જોઈ થોડીવાર હું એક તરફ છુપાઈને ઊભી રહી ગઈ.
(ક્રમશ:)