2981 ( જુદા પડવાનું કારણ ) - 2 Shital.Solanki દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

2981 ( જુદા પડવાનું કારણ ) - 2

આગળ ના પ્રકરણ માં જોયું તેમ શ્રેયા અને સમીર બહુ સારા મિત્રો હતા. બલકે મિત્રોથી પણ કંઇક વિશેષ હતો એ બન્ને નો સંબંધ.
સમીર શ્રેયા ની બહુ સંભાળ લેતો. શ્રેયા કંઇક બીમાર હોય કે કઈક થયું હોય તો એની વાતોમાં એની શ્રેયા પ્રત્યેની લાગણી વ્યક્ત થઈ જતી. બન્ને ને એકબીજા વગર ચાલતું ન હતું. વાત ના થાય ક્યારેક તો લાગતું કે જાણે આજનો દિવસ જ ખરાબ છે.
બન્ને એકબીજા ને ક્યારે પસંદ કરવા લાગ્યા હતા એની એમને જ ખબર ન હતી.
શ્રેયા મનોમન સમીરને ચાહવા લાગી હતી. તે મનોમન સપના જોઈ રહી હતી એની સમીર સાથેની જીંદગી ના,એણે તો સમીરને જ પોતાની જિંદગી માની લીધેલો.સમીર વગરની લાઇફ વિશે એ સપનામાં પણ ન'તી વિચારી શકતી.એણે મનથી પોતાનું નામ સમીર ના નામ સાથે જોડી દીધેલું. હવે ફક્ત એ સમીરના દિલની વાત જાણવા માગતી હતી. જેથી એને ખબર પડે કે સમીરના મનમાં શું છે?
શ્રેયાને લાગ્યું કે સમીર પોતાની લાગણી સામેથી જ જણાવશે પણ એવું કંઈ થયું નહી એટલે સમીર ના મનની વાત જાણવા શ્રેયા એ જ સામે થી પોતાના મનની વાત સમીર ને જણાવી.અને સમીરે એના પ્રસ્તાવને ઠુકરાવી દીધો. એમ કહી ને કે " હું તારા સપના ક્યારેય પૂરા નહિ કરી શકું. તું તારી લાઇફ માં આગળ વધી જા."
શ્રેયા પૂરેપૂરી તૂટી ગઈ. એનો તો જીવવાનો આધાર જ સમીર હતો અને સમીરે જ એના દિલને ઠેસ પહોંચાડી. થોડા દિવસ આમ જ વીતી ગયા. બન્ને વચ્ચે કોઈ વાતચીત થઈ નહિ. શ્રેયા જાણે કે પોતાને સમીર વગર જીવતા શીખવી રહી હતી. એ દેખાવા ખાતર ખુશ તો રહેતી પણ મનથી એ ખુશ ન હતી.
થોડા દિવસ આમ જ વીત્યા હશે ત્યાં સમીર નો શ્રેયા પર ફોન આવ્યો. શ્રેયાએ જોયું પણ ઉપાડ્યો નહિ.
કારણ કે સમીરે એનું દિલ તોડ્યું હતું. હવે એ સમીર સાથે કોઈ વાત કરવા ન'તી માંગતી. થોડીવારમાં ફરી થી ફોન આવ્યો. સમીરે બે ત્રણ વાર ફોન કર્યા. અંતે થાકીને ફોન ઉપાડ્યો અને સમીર કઈક બોલે એ પહેલા જ શ્રેયાએ કહ્યું, " હવે શું જાણવા ફોન કર્યો છે? હું મરી ગઈ છું કે હજુ જીવું છુ એમ?? "
સમીર તરત જ બોલ્યો, " કરીલે જેટલો ગુસ્સો કરવો હોય એટલો કરીલે.કારણ કે હું એને જ લાયક છું,તારા પ્રેમને નહિ. પણ એ પહેલા એટલું સાંભળી લે કે આટલા દિવસ તારી જે હાલત થઈ છે એવી જ મારી હાલત હતી. તારા વગર ખાલી શ્વાસ ચાલી રહ્યા હતા, પણ હું જીવતો ન'તો."
શ્રેયા ની આંખ માંથી આંસુ સરી રહ્યા હતા. એ કશું જ બોલી શકે એમ ન હતી.
સમીરે ફરી કહ્યું, "તું મને ચાહે છે એમ હું પણ તને ચાહું છુ અને તારા વગર નથી રહી શકતો."
શ્રેયાએ કહ્યું કે, "તો પછી તે દિવસે એમ કેમ કહી દીધું કે તું તારી લાઇફ માં આગળ વધી જા. હું તારા સપના ક્યારેય પૂરા નહિ કરી શકુ?"
સમીરે કહ્યું કે, "હું પણ તને ચાહતો હતો અને તને કહેવાનો મોકો શોધી રહ્યો હતો. ત્યાં જ શ્વેતા એ આવીને કહ્યું કે આપણી ફ્રેન્ડ શીપ વિશે ઘરમાં બધાને ખબર પડી ગઈ છે. હું ડરી ગયો હતો કે કદાચ મારા લીધે તારા ઘેર કોઈ પ્રોબ્લેમ ના થઈ જાય. મારા પપ્પા એ મને ત્યારે જ સમ ખવડાવ્યા કે હું પછી ક્યારેય તારી સાથે વાત ના કરું. મારા દિમાગમાં મારા પપ્પા ની વાત જ ચાલી રહી હતી અને ત્યાં તારો તારા પ્રેમનો એકરાર કરતો મેસેજ આવ્યો. હું શું કરું મને સમજાતું નહોતું. એટલે મેં તને ના પાડી દીધી.પણ પછી મને લાગ્યું કે હું પણ તારા વગર નહિ રહી શકુ.એટલે મેં વિચાર્યું કે થોડા દિવસ માટે ઘર નો માહોલ શાંત થઇ જવા દવ પછી તારી સાથે વાત કરીશ. અને એટલે આજે હોસ્ટેલ આવ્યા પછી તને ફોન કર્યો."
સમીરે શ્રેયાને કહ્યું કે હવે પછી એ લોકો વચ્ચેની વાત શ્રેયાએ કોઈ ને કહેવી નહી. જેથી કોઈ પ્રોબ્લેમ ના થાય.બન્ને વચ્ચે ફરીથી પહેલાની જેમ વાત થવા લાગી. શ્રેયા હવે ખુશ હતી કે સમીર પણ એને જ પ્રેમ કરે છે. એના પ્રેમ ખુશી એની આંખોમાં એના ચહેરામાં દેખાઈ આવતી.
સમીર હવે ભણવા માટે હોસ્ટેલમાં રહેતો હતો એટલે વાત કરવામાં કોઈ તકલીફ પડતી નહિ. શ્રેયા જ્યારે એકલી હોય ત્યારે સમીર સાથે ફોન કરી વાત કરી લેતી. બાકી આખો દિવસ બન્ને મેસેજ થી વાત કરી લેતા. થોડા દિવસ આમ જ ચાલ્યું ત્યાં સમીરના દાદી ઓફ થઈ ગયા.એટલે સમીરે ઘેર આવવું પડ્યું.
આમતો સમીર એની અને શ્રેયા વચ્ચે થયેલી મેસેજ વળી વાત ડિલીટ કરી દેતો પણ આવું અચાનક આવવાનુ થવાથી એ ચેટ ડિલીટ કરવી ભૂલી ગયો. અને એના પપ્પાએ બધા મેસેજ જોઈ લીધા.
સમીરે એના પપ્પાના ડર ના કારણે એના પપ્પાને એવું કહ્યું કે એમની વચ્ચે એવું કશું જ નથી.તે બન્ને ખાલી મિત્ર છે.
આ દરમિયાન જ શ્રેયાના ઘેર પણ શ્રેયાના સંબંધ માટે વાત આવી હતી.શ્રેયા મુંજાઈ રહી હતી કે શું કરવું.એણે સમીરને કહ્યું.તો સમીરે એને બધી વાત જણાવી કે, " મારા પપ્પાને બધી ખબર પડી ગઈ છે અને હવે હું મારા પપ્પાને વધારે ગુસ્સે કરવા માગતો નથી. એટલે આપણે આપણા સંબંધને મિત્રતા પૂરતો જ રાખીએ. તું તારી લાઇફ માં તારા મમ્મી પપ્પા કહે તેમ કર."
શ્રેયા રડી પડી. એણે કહ્યું કે, " પણ હું તારા વગર નહિ જીવી શકું. ખબર નહિ જે કોઈ મારી લાઇફ માં આવશે તે મને તારા જેટલું જ સમજી શકશે કે નહિ."
સમીરે એને આશ્વાસન આપતા કહ્યું કે, "જરૂર સમજી શકશે જો તું એને મોકો આપીશ તો. બહુ નસીબદાર હશે એ જેને તું મળીશ. પણ હા હું તારો મિત્ર હમેશા રહીશ જ્યારે જરૂર પડે ત્યારે તું મને યાદ કરજે."
આમ બન્ને છૂટા પડયા. શ્રેયા ના સંબંધની વાત આવી હતી ત્યાં શ્રેયાની સગાઈ થઈ ગઈ.શ્રેયા ભૂતકાળને ભૂલવાની કોશિશ કરતા કરતા પોતાના વર્તમાનને સ્વીકારવાની કોશિશ કરવા લાગી. નવી જિંદગીના સપના જોવા લાગી.પણ ભગવાનને આ પણ મંજૂર ન હતું.
સગાઈના પંદર જ દિવસમાં સામેવાળા લોકો એ કહી દીધું કે એ લોકો આ સગાઇ રાખવા માગતા નથી. શ્રેયા આ વખતે સંપૂર્ણ તૂટી ગઈ. ડિપ્રેશન માં આવી ગઈ. હોસ્પિટલ માં દાખલ કરવામાં આવી. આ બધી વાત સમીરને ખબર પડતાં એનો તરત શ્રેયા પર ફોન આવ્યો અને એને કહ્યું કે, "આટલું બધું થઈ ગયું તો પણ તે મને કશું કીધુ નહિ."
શ્રેયાએ તૂટેલા મનથી કહ્યું કે, "હવે ક્યાં સંબંધ ના હિસાબે ફોન કરું. મારા અને તમારા વચ્ચે કોઈ સંબંધ નથી."
સમીરે કહ્યું કે, " પ્લીઝ. એવું ના બોલીશ.હજુ પણ આપણો સંબંધ એ જ છે અને રહેશે."
શ્રેયાએ કહ્યું કે, " એમ..? તો સ્વીકારવા તૈયાર છો મને તમારી લાઇફ પાર્ટનર તરીકે.?
સમીરે કહ્યું કે, " શું વાત કરે છે? સમાજ શું કહેશે?."
શ્રેયાએ કહ્યું, " વાહ. હજુ પણ તમને સમાજની પડી છે.પોતાના પ્રેમની નહી. જેને સમાજ ની બીક લાગતી હોય એને પ્રેમ કરવાનો અધિકાર છે જ નહી. આજ થી તમારી સાથેના તમામ સંબંધ હું તોડું છુ."
અને શ્રેયાએ ફોન મૂકી દીધો. સમીરે ઘણીવાર કોશિશ કરી પણ શ્રેયાએ સમીર નો નંબર જ બ્લોક કરી દીધો.
શ્રેયા દિલથી તૂટી ગઈ.પણ સમજી ગઈ કે જિંદગીમાં પોતાનાથી વધારે કોઈ પર વિશ્વાસ કરવો નહી.
અને આ વાત ને યાદ રાખીને એ પોતાની લાઇફ માં હમેશા માટે આગળ વધી તો ગઈ.પણ એ ક્યારેય સમીર સાથે વિતાવેલી સમય ભૂલી શકી નહી. કારણકે એને દિલથી પ્રેમ કર્યો હતો ટાઈમપાસ નહી.
આજ પોતાની લાઇફ માં શ્રેયા ખુશ છે પોતાના પતિ અને દીકરા સાથે.
અને સમીર હવે પસ્તાઈ રહ્યો છે શ્રેયાને ઠુકરાવવા માટે. કારણકે એની લાઇફમાં શ્રેયાના ગયા પછી શ્રેયા જેવું નિસ્વાર્થ પ્રેમ કરવાવાળું કોઈ નથી.