2981-(Move on) - 3 books and stories free download online pdf in Gujarati

2981-(મૂવ ઓન) - ૩

શ્રેયાએ સમીર ને દીલથી પ્રેમ કરેલો. એની સાથે જીવવાના સપના જોયેલા. એ જ સમીરે જ્યારે એના સપનાઓ તોડ્યા ત્યારે શ્રેયા તૂટી ગઈ પણ માં માં આશા હતી કે એનો પતિ એના આ બધા સપના પૂરા કરશે.
શ્રેયાની સગાઇ જેની સાથે નક્કી થયેલી એનું નામ મિહિર હતું. મિહિર ચાહતો હતો કે શ્રેયાને સરકારી નોકરી હોય.પણ ત્યારે શ્રેયાની કોલેજ ચાલુ હતી. અને શ્રેયા ની ઈચ્છા પણ નોકરી કરવાની હતી જ તેથી જ તેને મિહિર સાથે વાતચીત દરમિયાન મિહિર એને જોબનું કીધુ તો એને હા પાડી દીધી.
સમીરના દુઃખ માંથી બહાર નીકળવાની કોશિશ કરી રહેલી શ્રેયા ધીરે ધીરે મિહિરને સ્વીકારવાની કોશિશ કરી રહી હતી.
એવું ન હતું કે એને કોઈ દબાણ હેઠળ આવીને સગાઇ ની હા પાડી હતી એને જાતે જ મિહિર ને પસંદ કર્યો હતો અને મિહિરે પણ એના પર પસંદગીનો કળશ ઢોળ્યો હતો.
પોતાની લાઇફ માં ધીરે ધીરે સેટલ થઇ રહી હતી શ્રેયા. પણ કુદરત ને એ પણ મંજૂર ન હતું.
સગાઇ થયા બાદ એ જ દિવસ થી મિહિર શ્રેયાને ફોન કરીને વાત કરતો. અને બહુ સારી રીતે શ્રેયા સાથે વાત કરતો.જેમ કે, "તમારી આપેલી ગિફ્ટ મને બહુ જ ગમી. અરે તમે જો પત્થર આપ્યો હોત તો એ પણ મને સારો લાગત.કેમ કે એમા તમારા હાથ નો સ્પર્શ હોત." અને આવી બધી વાતો થી શ્રેયા મિહિરને પસંદ કરવા લાગી હતી. એની સાથે જિંદગીના સપના જોવા લાગી હતી.
ત્યાં જ એક અઠવાડિયા પછી મિહિરે ફોન કરવાનુ બંધ કરી દીધું. એક બે દિવસ ફોન ના આવ્યો તો શ્રેયાને લાગ્યું કે કઈક કામમાં વ્યસ્ત હશે. પણ બે દિવસ પછી શ્રેયાએ ફોન કર્યો તો પણ મિહિરે ઉપાડ્યો નહિ.અને શ્રેયાના મેસેજ નો જવાબ પણ ના આપ્યો.
શ્રેયાએ એની એક બેસ્ટ ફ્રેન્ડના ફોન માંથી ફોન કર્યો તો મિહિર ની મમ્મીએ ઉપાડ્યો અને કીધુ કે મિહિર બહાર ગયો છે અને રાતે મોડો આવશે.શ્રેયાને કશું સમજાયું નહિ કે મિહિર આવું કેમ કરી રહ્યો છે.
પણ આ સવાલનો જવાબ તે દિવસે રાતે જ શ્રેયાને મળી ગયો.રાતે શ્રેયાના પપ્પા પર મિહિરના મોટા ભાઈનો ફોન આવ્યો કે એ લોકો આ સગાઇ નથી રાખવા માગતા કારણકે એ લોકો ને સરકારી નોકરી કરતી બીજી કોઈ સારી છોકરી મળી ગઈ છે.
શ્રેયા કોઈને કશું જ કહી શકી નહી પણ એ અંદર ને અંદર બહુ જ દુઃખી થઇ ગઈ. એ ગુમસુમ બની ગઈ.
ખાવા પીવાનું પણ ધ્યાન આપતી નહિ અને એટલે જ એને એક દિવસ હોસ્પિટલમાં દાખલ કરવી પડી અને લોહીના બાટલા ચડાવ્યા.
સમીરે જ્યારે એને ફોન કર્યો ત્યારે એને સમીરને કીધુ બધું અને પૂછ્યું કે એ સ્વીકારવા તૈયાર છે એને?
તો સમીરે પણ ના પાડી દીધી. સમાજ ના ડર ના લીધે.
શ્રેયાને હવે પ્રેમ નામના શબ્દ પર થી ભરોસો ઉઠી ગયો હતો.કારણ કે એનું દિલ એકવાર નહિ બે વાર તૂટ્યું હતું. સમીર સાથે એને હમેશા માટે વાત કરવાનુ બંધ કરી દીધું. અને હવે તે બસ પોતાના માં વ્યસ્ત રહેવા લાગી.
શ્રેયા ના બીજે મેરેજ પણ થઈ ગયા અને મેરેજ ના ચોથા વરસે એક દીકરાની માં પણ બની ગઈ.
પણ આજ દિન સુધી શ્રેયા પોતે સમીર ને કરેલો પ્રેમ ભુલાવી શકતી નથી.
સમીરને ભાવતી વાનગીઓ જ્યારે ઘરમાં બને છે ત્યારે ન ચાહવા છતા તેને સમીર યાદ આવી જાય છે.
સમીર ને ગમતો કલર કે એને ગમતું ગીત, એને ગમતું મૂવી એવી કોઈ પણ વાત શ્રેયાના આંખનો ખૂણો ભીનો કર્યા વગર રહેતી નથી.એવી જ એક આ બસ 2981 જેમાં બન્ને એક વાર સાથે આવ્યા હતા.
અને એવા જ નંબર વાળી બસ માં બેસવાથી શ્રેયાને બધું યાદ આવી ગયું.
અને બસ હવે યાદો અને એના દુઃખ સિવાય કશું જ નથી.
શ્રેયા પાસે આટલો પ્રેમાળ પતિ છે પણ એ ક્યારેય એના પતિ ને સમીરની જગ્યા નથી આપી શકી ભલે સમીરે એનું દિલ તોડ્યું પણ શ્રેયાનો પ્રેમ તો સાચો હતો. સાચો પ્રેમ એક જ વાર થાય બીજી વાર તો માત્ર સમાધાન હોય.શ્રેયા આગળ વધી ગયી છે પોતાની જીંદગીમાં અને આ સમાધાન વાળી જિંદગી જીવી રહી છે.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED