પહેલો પ્રેમ Parimal Parmar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પહેલો પ્રેમ

***

હું બેડ પર સુતો હતો. એ પણ બાજુમા મારા ખભા પર માથુ રાખીને સુતી હતી. કપાળમા નાનકડી એવી બિંદી હતી, થોડા વાળ ચહેરા પર આવી ગયા હતા ને જે તેની સુંદરતા વધારી રહ્યા હોય એવુ લાગતુ. એનો ગરમ શ્વાસ હુ મારા ગળા પર મહેસુસ કરી શકતો. ગળામા પહેરેલો ચેઇન નીચેની તરફ લટકતો હતો ચહેરો પરોઢીયાના અંજવાળામા ખુબ જ કોમળ દેખાઇ રહ્યો હતો હુ એને મારી આંખોથી નિહાળી રહ્યો હતો.

અચાનક મારુ સ્વપ્ન તુટી જાય છે ને હુ સફાળો બેઠો થઇ જાવ છુ. હદયના ધબકાર વધી ચુક્યા હતા બાજુમા રહેલા જગમાથી પાણી પીધુ ઘડીયાળ સામે જોયુ તો હજુ ચાર વાગી રહ્યા હતા. બારી બહાર ટમટમતા તારલાઓ ચશ્મા વગર ઝાંખા દેખાઇ રહ્યા હતા. સ્વપ્નએ મને મારા ભુતકાળમા પાછો પહોચાડી દીધો હતો. જે ભુતકાળને ભુલવા હુ વર્ષોથી આગળ ને આગળ દોડી રહ્યો હતો એ આજે ફરી મને ખેંચીને એ જ જગ્યાએ લઇ આવ્યુ હતુ. હુ પલંગ પર તંટોળાતો રહ્યો પણ હવે ઉંઘ આવે ખરી ? સુવુ પણ બેકાર જ હતુ વિચારનો વંટોળીયો મને મારી ભુતકાળની જિંદગીમા પાછો ખેચી લાવ્યુ હતુ.

***


ધોરણ ૧૨ પાસ થયો પછી વધારાના અભ્યાસ માટે મમ્મીના આગ્રહ ને વશ થઇને મારે ભાવનગર જવુ પડેલુ. મમ્મી ગામડાની સરકારી શાળામા શિક્ષકની નોકરી કરતા. પપ્પાનુ તો પાંચ વર્ષ પહેલા જ કેન્સર ને લીધે અવસાન થયેલુ. ઘરમા હુ અને મમ્મી બે જ હતા બીજા કાકા દાદાના છોકરાઓ હતા પણ એ ફક્ત સગપણથી કહેવાના ભાઇઓ હતા બાકી કશુ નહી.

ધોરણ ૧૨ મા સારા માર્કસ હતા એટલે ભાવનગરની સરકારી કોલેજમા આઇ.ટી વિભાગમા એડમિશન મળેલુ ભાવનગરમા આ પહેલા પણ બે ત્રણ વખત આવી ચુકેલો અેટલે કોઇ ખાસ મુશ્કેલી ના હતી હોસ્ટેલમા પણ મમ્મીના સબંધીએ એડમિશન કરાવી આપ્યુ હતુ પણ મને હોસ્ટેલમા રહેવુ પસંદ નહોતુ પડતુ મને સ્વતંત્ર રીતે અલગ રુમમા રહેવુ પસંદ હતુ પણ હવે મમ્મીની જીદના કારણે હોસ્ટેલમા આવવુ પડેલુ.

અહીંનુ વાતાવરણ ગામડાથી તદ્દન જુદુ હતુ. શહેર ના વાહનોના ઘોંઘાટ કાનના પડદા ચિરી નાખે એવા તીવ્ર હતા. અહીના માણસોમા દેખાદેખીનો દંભ હતો અને મોટાભાગે મતલબી માણસો જ વસવાટ કરતા જેનુ ભાન આવતાની સાથે જ થઇ ચુક્યુ હતુ. ગામડામા જે શબ્દ હરિયાળી લીલાછમ વ્રુક્ષો અને ઘાસ માટે વપરાતો અે શબ્દ 'હરિયાળી' નો મતલબ આ કોલેજ કેમ્પસમા કઇક જુદો હતો. ગામડે માણસોમા જે નિરાંત અને સંતોષ જોવા મળતો અહી એ દુર દુર સુધી જોવા નહોતો મળતો માણસો રાત દિવસ ભાગમભાગ કરતા.
***

આજે કોલેજનો પ્રથમ દિવસ હતો ને હુ હોસ્ટેલથી તૈયાર થઇને કોલેજ જવા નિકળેલો. હા પણ મનમા નિરાંત હતી કારણ કે અહી કોઇ ફ્રેશિયરની રેંગિંગ નહોતા કરતા અને કરે પણ શુ કામ ? અેન્જિનીયરીંગ ખુદ એમની રેગિંગ કરતુ હતુ તો સિનિયર અમારી રેગિંગ શા માટે કરે ?

ગુજરાત એન્જિનિયરિંગ કોલેજના ગેટ પાસે ઉભા રહીને મે નોટિસબોર્ડ જોવાનુ શરુ કર્યુ કયો ડિપાર્ટમેન્ટ કઇ બાજુએ છે એની દિશા દર્શાવતા ચિહ્નો કરેલા હતા હજુ હું કાઇ અંદાજો લગાવી શકુ એ પહેલા જ પાછળથી અવાજ આવ્યો

એક્સકયુઝમી, તમને અા આઇ.ટી ડિપાર્ટમેન્ટ કઇ તરફ આવ્યો એની ખબર છે ?

અવાજ મધુર હતો મે પાછા ફરીને નજર કરી તો એક યુવાન છોકરી મારા તરફ જોઇને ઉભી હતી એના ચહેરા પર નવો ઉત્સાહ હતો કાજલ લગાવેલી કાળી મોટી આંખો અને એના પર બ્લેક ફ્રેમના મોટા ચશ્મા હતા ખુલ્લા કાળા વાળ અને કપાળ પર નાની એવી બિંદી હતી જે તેના ચહેરાની શોભા વધારી રહયુ હતુ. બ્લેક જીન્સ પેન્ટ અને યલો ટીશર્ટમા એ યુવતી ખુબ જ સુંદર દેખાઇ રહી હતી.

એટલા મા એણે ફરિવાર પુછ્યુ, તમને ખબર છે આઇ.ટી ડિપાર્ટમેન્ટ કઇ તરફ છે ?

સોરી, હુ પણ ફ્રેશિયર જ છુ અને અાજે મારો પણ કોલેજમા પહેલો જ દિવસ છે.

તમારે કયાે ડિપાર્ટમેન્ટ છે એણે સહજભાવે મારા તરફ જોઇને પુછ્યુ ?

હુ પણ આઇ.ટી એન્જિનિયરિંગ મા જ છુ

આોહ્ ધેટ્સ ગ્રેટ. ચલો હવે આપણે બંને ભેગા મળીને શોધખોળ કરીએ એ હસતા હસતા બોલી

હા ચલો મને કશો વાંધો નથી મે પણ હસતા હસતા કહયુ.

ચાલતા ચાલતા અમારા વચ્ચે થોડો પરિચય થયો

તમારુ નામ શુ ?

અતુલ, અતુલ પરમાર

તમારુ ?

નેહા પટેલ.

એટલામા આઇ.ટી વિભાગ આવી ગયો અમે બંને સાથે ક્લાસમા પ્રવેશ્યા. પહેલો દિવસ હતો એટલે અાગળની બધી બેંચો ભરાઇ ગયેલી હતી અને અમે અામ પણ થોડા મોડા પહોચેલા. અહીની કોલેજોમા સહઅભ્યાસ ની છુટ હતી એટલે છોકરા છોકરીઓ સાથે અભ્યાસ કરી શકતા અમે બંને પહેલા જ દિવસે કલાસની છેલ્લી બેંચ પર બેસ્યા હતા

હા પહેલો જ દિવસ ને છેલ્લી બેંચ

***

ક્લાસમા થોડો ઘોંઘાટ થતો અને સહજ છે બધા નવા ચહેરાઓ એકબીજા સાથે પોતાનો પરિચય કરી રહ્યા હતા કેટલા માર્કસ ? કેમ આ કોલેજ ?JEE મા કેટલા ખેંચ્યા ? કેટલુ મેરિટ હતુ આવા સવાલો કાન પર વારંવાર અથડાતા પણ મને એમા રસ નહોતો કદાચ નેહાને પણ નહી એ પણ ફોનમા ગપસપ કરી રહી હતી

થોડા સમયમા કલાસમા પ્રોફેસરની એન્ટ્રી થઇ તરત જ નેહાએ પોતાનો ફોને બે ચોપડી સમાય એવા બેગમા મુ્કયો મને નેહાનુ બેગ પસંદ આવ્યુ એમા બે સસલાના ટેડી ટીંગાઇ રહ્યા હતા

એક પછી એક નવા નવા પ્રોફેસર આવતા રહયા પોતાનો પરિચય આપતા અને એમના વિષય વિશેની થોડી માહિતી આપતા પહેલા દિવસે કાઇ ખાસ નહોતુ , પણ હુ અને નેહા એકબીજાના પરિચયમા આવ્યા હતા.

હા હજુ મને નેહા સાથે વાત કરવામા ખચકાટ અનુભવાતો કારણ કે ગામડે કયારેય છોકરી સાથે એક બેંચ પર બેસીને ભણ્યા નહોતા કે ન તો છોકરા છોકરી એકબીજા સાથે વાત કરતા
ખરેખર અહીનુ વાતાવરણ ગામડા કરતા કઇક જુદુ જ હતુ

***

જેમ જેમ દિવસો પસાર થયા એમ મારી અને નેહાની દોસ્તી વધારે ક્લોઝ થતી ગયી. નેહા સાથે મને વધારે ફાવતુ કારણ કે ગ્રુપમા રહેવાનુ મને પસંદ નહોતુ પડતુ અને નેહાનો બોલકો સ્વભાવ હંમેશા તેની તરફ ખેંચી રાખતો.હા હવે મારી હોસ્ટેલ પણ છુટી ગયી છે હુ એકલો ભાડાના રુમમા રહુ છુ.

નેહાએ મારો પરિચય પોતાના પરિવાર સાથે પણ કરાવેલો. નેહાના પરિવારમા નેહા, મમ્મી પપ્પા અને એક નાનો ભાઇ હતો જે હજુ ૭ મા ધોરણમા અભ્યાસ કરતો.

નેહાના મમ્મી પપ્પા પણ સરકારી જોબ કરતા અને ખુલ્લી વિચારસરણીના હતા મને એમના જ ઘરમા રહેવા ભલામણ કરેલી પણ મને એ ઠીકના લાગ્યુ. હુ નવરાશનો મોટા ભાગનો સમય નેહાના પરિવાર સાથે વિતાવતો. અવારનવાર નવી વાનગીઓ બની હોય ત્યારે મારે ત્યા જ જમવાનુ થતુ.

હુ ક્યારેક સ્પર્ધાત્મક પરીક્ષા ની તેૈયારી કરતો તો કયારેક કોલેજ અસાઇમેન્ટ પુરા કરતો. નેહા મને કયારેક પાગલ સમજતી કારણકે હુ કોલેજ અને અન્ય પરીક્ષાની તૈયારી સાથે કરતો.

નેહા જયારે પણ નવરાશનો સમય મળે ત્યારે સ્કુટી પર બેસાડીને મને ભાવનગર દેખાડવાની કોશિશ કરતી. આર.ટી.ઓ રોડ થી માંડીને બસસ્ટેન્ડ સુધી જતા. રસ્તામા ઘણુબધુ જોવા જેવુ હતુ કયાંક લીલ‍છમ વ્રુક્ષો હતા તો કયાક કાળજાને કોતરી ખાય એવા અર્ધનગ્ન નાના છોકરાઓ રોડની કિનારી પર રજળતા હતા. કયાક ચાની લારીઓ તો કયાક ભાવનગરી ગાંઠીયાના તવા માંડેલા જોવા મળતા.

નેહા મને ગમવા લાગી હતી પણ હુ કયારેય એને કહી શકવાનો નહોતો કારણ કે પ્રેમનુ પ્રપોઝલ મુકીને હુ મારી દોસ્તીનો અંત લાવવા નહોતો ઇચ્છતો ને આમ પણ અમારી મિત્રતા કયા પ્રેમીઓથી ઓછી હતી.

નેહાના પપ્પાએ તો સગાઇ માટે છોકરી જોવાનુ શરુ કરો ત્યારે પહેલ‍ા અમને જાણ કરજો એમ પણ કહેલુ ને હુ શરમાઇ ગયેલો

હુ નેહ‍ાને ચાહવા લાગ્યો હતો. પણ શુ નેહા પણ મને ચાહતી હશે ? હા કયારેક રાત્રે બે- બે વાગ્યા સુધી ચેટીંગ કરતા એકબીજાની મજાક કરતા અને બીજી ઘણીબધી પર્સનલ વાતો પણ કરતા કયારેક રાત્રે કોલ પર વાતો કરતા ૪ વાગી જતા પણ શુ આ પ્રેમ હતો ? કે પછી અમારી દોસ્તી ?

દરરોજ રાત્રે સુતી વખતે ગુડનાઇટ ની સાથે કિસ્સી વાળા ઇમોજી પણ બંને તરફ થી સેન્ડ થતા અને નીચે ત્રણ લાલ કલરના દિલ પણ શુ એને પ્રેમ ગણી શકાય ?

મારે નેહાને સામે ચાલીને હુ તને ચાહુ છુ એમ કહેવાની હિંમત કયારેય નહોતી થવાની

નેહા પણ મને પ્રેમ કરે છે એની જાણ ત્યારે થતી જ્યારે હુ રજાના દિવસોમા ગામડે પરત ફરતો. એ મને હંમેશની જેમ રેલ્વે સ્ટેશન પર મુકવા આવતી અને જ્યારે ટ્રેન રવાના થતી ત્યારે એની આંખો ભરાઇ આવતી

***

જ્યારે હુ બોવ ઉદાસ હોય ત્યારે નેહા મને ભાવનગરનો દરિયો જોવા લઇ જતી અમે બંને પગ લાંબા કરીને ત્યા જ ચુપચાપ બેસી રહેતા.

બોલ ને યાર કેમ આવુ કરે છે ?

ઓયય યાર તને કહુ છુ કેમ સેડ છો આટલો બધો ?

કાઇક તો બોલ પાગલ.

અને હુ એના ખભા પર માથુ નાખીને કાઇ પણ બોલ્યા વગર ગળે વળગી જતો ને એમ જ બેસી રહેતો

***

એક વખત આ જ દરિયાકિનારા પર બેસીને મે નેહા ને પ્રપોઝ કરેલુ

નેહા,
આઇ લવ યુ

મને તુ બોવ જ ગમે છે પણ બોલીને કહેવાની મારામા હિંમત નથી એટલે આ ચિઠ્ઠી દ્વારા તને કહુ છુ.

શુ નેહા તુ પણ મને પ્રેમ કરે છે ?

અને એ મારા ગળે વળગી પડેલી મને ભેટી પડેલી બંનેની આંખોમ‍ આંસુ હતા

પાગલ આટલી બધી રાહ જોવડાવાય ? હુ પણ તને પ્રેમ કરુ છુ. બોવ બધો. તારાથી પણ વધારે. યાર કેમ આટલી બધી રાહ જોવડાયી ને ફરી ગળે વળગી પડી.

નેહાના શબ્દો તુટતા હતા અને હુ એને મારી બાહોમા લઇને કસીને ગળે વળગી પડ્યો રહ્યો કાઇ પણ બોલ્યા વગર

નેહાએ મને પહેલી વખત મારા ગાલ પર ચુંબન કર્યુ અને હુ ફકત બસ એમ જ બેઠો રહ્યો.

તુ સાચે જ પાગલ છે અતુલ

હા , હુ સાચે જ પાગલ હતો

***

પણ કહેવાય છે કિસ્મત કયારે પલટાય જાય એનુ કાઇ નક્કી ના કહેવાય મારી કિસ્મત મા પણ કાઇક એવુ જ થયુ.

નેહા પોતાના ઘરમા અમારા પ્રેમની વાત કરી ચુકી હતી અને તેના પેરેન્ટસને કોઇ વાંધો નહોતો. અમે હવે દુનિયાની આંખોમા અમે બે પ્રેમીઓ હતા. હવે હુ અને નેહા અમારા માટેના નવા સપનાઓ જોવા લાગેલા કયારેક દરિયાકિનારે એકબીજાના આલીંગન બેસતા અને ઘણીબધી વાતો કરતા કયારેક હુ એના ખોળામા માથુ નાખીને સુઇ જતો તો કયારેક એ મારા ખભા પર માથુ ઢાળીને સુઇ જતી કયારેક ગાલ પર ચુંબન પણ કરી લેતી.

કિસ્મતે વળાંક લીધો મારે ઇન્ડિયન નેવી ની ઓફલાઇન ભરતી માટે જામનગર જવાનુ થયુ નેહાએ પણ સાથે આવવાની જીદ કરેલી પણ ત્યા કેટલા દિવસનુ રોકાણ થાય એ નક્કી નહોતુ એટલે સમજાવીને ભાવનગર જ રહેવા કહ્યુ.

આ વખતે પણ નેહા જ ભાવનગર ટર્મિનસ પર મુકવા આવેલી આંખોમા એ જ આંસુ હતા આ વખતે ફરક એટલો હતો કે કપાળ પર કીસ મે કરેલી ને નેહા બોલી ઉઠેલી પાગલ છો ? ને અમે બંને હસી પડેલા

***

જામનગર સવારે વહેલા છ વાગ્યે વાલસુરા ખાતે હાજર થવાનુ હતુ. હુ સમયસર પહોચી ગયેલો સફેદ શર્ટ અને સફેદ પેન્ટ મા ફૌજીઓ કાઇક અલગ જ દેખાતા. ટાઇટ ઇસ્ત્રી વાળા કપડા અને કાળા લીસા પાલીસ કરેલા બુટ એમની શોભા વધારતા.મારી પાસે પણ ચાન્સ હતો એવા જ એક સૈનિક બનવાનો

ચારસો જેવા છોકરાઓ ભરતીમા હાજર રહેલા આ ભરતી ત્રણ વિભાગમા થવાની હતી પહેલા લેખિત કસોટી.

લેખિત કસોટીના માર્કસ ને અાધારે સારા માર્કસે પાસ થયેલા ઉમેદવારો ને ફિઝિકલ ફિટનેસ ટેસ્ટ અને ત્યારબાદ મેડીકલ ટેસ્ટ પાસ કરવાની હતી જે ઉમેદવાર આ ત્રણેય કસોટી પાસ કરી જાય એ ઉમેદવાર નુ નામ આગળ મોકલવામા આવતુ

હુ નસીબના જોરે ત્રણેય કસોટી પાસ કરી ચુક્યો હતો હવે રાહ હતી ફક્ત ફાઇનલ મેરિટની જો ફાઇનલ મેરિટ મા નામ આવી જાય તો આપણી નોકરી પાક્કી હતી

બધાને વાલસુરા કેમ્પસમા પોતપોતાના ફોન પરત કરવામા આવ્યા નેહાના વીસેક મિસ્ડકોલ ને મેસેજ ડિસ્પલે પર બતાઇ રહયા હતા.

હુ તરત જ ત્યાથી રેલવે સ્ટેશન જવા નીકળેલો ને નેહા ને કોલ પર બધી વાત કરી હુ ખુબ જ ખુશ હતો અને સાથે નેહા પણ મારી ખુશીમા ખુશ હતી

***

પણ એવી કયા ખબર હતી કે આ ખુશી હવે થોડા દિવસની જ મહેમાન હતી

હુ જામનગર થી ભાવનગર પરત ફરતા પહેલા મા પાસે ગામડે જવાનુ વિચાર્યુ અને થોડા દિવસો મા પાસે વિતાવવાનુ નક્કી કર્યુ

મા ના ખોળામા માથુ રાખીને સુતો ત્યારે દુનિયાની બધી તકલીફો દુર થઇ હતી મા મારા માથા અને કપાળ પર હાથ ફેરવતી

મમ્મીને મે નેહા વિશે પણ વાત કરેલી એ મને ગમે છે અમે બંને એકબીજાને ખુબ જ પ્રેમ કરીએ છીએ હુ બધુ વિના સંકોચે મા ને કહી નાખતો.

મમ્મી હુ પેલી એક્ઝામમા પાસ થઇ ગયો છુ જો મારા માર્કસ સારા હશે તો મને ઇન્ડીયન નેવી મા સારી એવી જોબ મળી જસે અને મારે ઓરીસ્સા ટ્રેનિંગ મા જવુ પડશે તમને કશી તકલીફ તો નથી ને ?




મને શુ તકલીફ હોય બેટા તુ ભાવનગર રહે કે ઓરીસ્સા હુ તો બસ તને ખુશ જોવા ઇચ્છુ છુ તારા બધા સપના પુરા કરીને જે ખુશી અમને નથી મળી તે તુ ભોગવ એવી આશ છે ને હુ મમ્મીને ગળે વળગી પડતો
***

થોડા દિવસો ગામડે રહીને ફરી ભાવનગર રવાના થયો જ્યા નેહા મારી અાતુરતાથી રાહ જોઇ રહી હતી

સ્ટેશને ઉતરતા વેંત જ મને ગળે લગાવી લીધો

કોન્ગ્રેચ્યુલેશન માય લવ ફોર યોર સક્સેસ અાઇ એમ સો હેપ્પી અતુલ

હુ અને નેહા ફરી અમારા નવા સપના જોવા લાગ્યા હતા પણ કિસ્મતને કાઇક અલગ જ મંજુર હતુ

ચાર મહિના જેવો સમય પસાર થયો અચાનક પોસ્ટ ઓફિસથી ઇન્ડીયન નેવી નો લેટર મળ્યો જેમા મારુ સિલેકશન થઇ ગયેલુ હતુ અને જોઇનીંગ ની તારીખ તથા બીજી ઘણીબધી સુચનાઓ લખેલી હતી હુ ખુબ જ ખુશ હતો મને ઇન્ડીયન નેવીમા એસ.એસ.આર ની સેઇલર ની પોસ્ટ મળી ગયી હતી
***

કદાચ આ જ નોકરી હતી જેના કારણે નેહા મારાથી દુર થયી.

પંદર દિવસમા તો મારે ઓરિસ્સા ચિલ્કા ખાતે ટ્રેનિંગ મા હાજર થવાનુ હતુ. જ્યા ફોન લઇ જવાની પરમિશન નહોતી. હવે નેહાનો ચહેરો ઉદાસ જોવા મળતો દુખ મને પણ હતુ કારણ કે હવે અમે બંને જુદા થવાના હતા

અમારી લવસ્ટોરીમ‍ા બિજાની જેમ પરેન્ટસ વિલેન નહોતા કે ન તો છોકરીના ભાઇનો ડર હતો પરંતુ કેરિયર બનાવવાની દોડ હતી. હુ જેટલ‍ા દિવસ મારાથી થઇ શકે એટલા વધારે નેહાને આપવા મ‍ાંગતો કારણ કે એ મારો મમ્મી પછીનો બીજો પ્રેમ હતો

અમે એકબીજા સાથે ઘણા વાયદા અને વચનો લીધા ઘણુબધુ હસ્યા ઘણુબધુ ફર્યા સાથે રડ્યા પણ ખરા અા પંદર દિવસોમા અમે અમારી પુરી જિંદગી માણી લેવાનુ નક્કી કર્યુ હતુ પછી કદાચ ફરી અવસર મળે ના મળે અેની ક‍ોઇ ઉમ્મીદ નહોતી નજરે પડતી.

છુટા પડવાની આગળની રાતે મને શરીરમા થોડો તાવ હતો હુ નેહાના ઘરે જ રોકાયો હતો નેહા પણ મારી સાથે જ બેસી રહી હતી સવારે અમે બંને છુટા પડશુ એ વિચારથી જ હદય દ્રવી ઉઠતુ. અમે બંને એકબીજાને ભેટીને ખુબ જ રડ્યા. ખબર જ ના રહી કયારે અમે બંને સુઇ ગયા.

વહેલા સવારે ઉંઘમાથી હુ ઉઠ્યો આંખો ખોલી હું બેડ પર સુતો હતો. એ પણ બાજુમા મારા ખભા પર માથુ રાખીને સુતી હતી. કપાળમા નાનકડી એવી બિંદી હતી, થોડા વાળ ચહેરા પર આવી ગયા હતા ને જે તેની સુંદરતા વધારી રહ્યા હોય એવુ લાગતુ. એનો ગરમ શ્વાસ હુ મારા ગળા પર મહેસુસ કરી શકતો. ગળામા પહેરેલો ચેઇન નીચેની તરફ લટકતો હતો ચહેરો પરોઢીયાના અંજવાળામા ખુબ જ કોમળ દેખાઇ રહ્યો હતો હુ એને મારી આંખોથી નિહાળી રહ્યો હતો.

સવાર પડતાની સાથે જ અમે નાસ્તો કર્યો રાતનો અપરાધભાવથી હજુ અમે બંને આંખો મિલાવી શકતા નહોતા ને હુ રજા લઇને ઓરીસ્સા જવા રવાના થયો

હુ પણ નહોતો જાણતો કે ટ્રેનિંગ કેટલા મહિના ચાલશે કયારે પુરી થશે ને હુ ફરિ કયારે નેહાને મળી શકીશ ? મળી શકીશ કે નહી ? ઘણા બધા સવાલો હતા
***

આજે આ વાતને ચાર વર્ષ વીતી ગયા છે પાછળથી જાણ થઇ કે નેહાના મેરેજ કોલેજના સારા એવા છોકરા સાથે થઇ ગયા છે અને તેની સાથે ખુબ જ ખુશ છે કયારેક સમય મળે તો હજુ કોલ કે મેસેજ કરી લેતો અને અમે બંને કોલેજની અમારી આ લવસ્ટોરીને યાદ કરી લેતા. એના પતિને અમારી વાતોથી કોઇ તકલીફ નહોતી.હવે હુ પણ મુંબઇમા મમ્મી સાથે આવીને સ્થાયી થઇ ગયો છુ અહીં જ નેવીનગરમા અમારો ફ્લેટ છે હુ મમ્મી અને મારી પત્ની પ્રિયા ખુબ ખુશખુશાલ છીએ

અચાનક હુ જાગી ગયો ઘડીયાળ સામે જોયુ તો નવ વાગી રહ્યા હતા ભુતકાળને ભુલીને હુ જલ્દી થી ઉભો થયો તૈયાર થયો પ્રિયા મારા માટે ચા લાવી અને હુ ફરીથી મારુ બુલેટ લઇને મારી ડ્યુટી પર ડોક્યાર્ડમા ચાલી નીકળ્યો

સમાપ્ત

લી.
પરિમલ પરમાર

whatsapp:-9558216815
instagaram:-parimal_sathwara