સ્કુલ ની એ લવ સ્ટોરી
આજ ધોરણ આઠ સુધીનુ પ્રાથમિક શિક્ષણ લીધા પછી માધ્યમિક શિક્ષણ નો પ્રથમ દિવસ હતો. છોકરીઓ અને છોકરાઓ ગામના ખુણે બનેલી નવી શાળામા આવી રહ્યા હતા. બધા ની આખો મા નવા સપના હતા કઇક ભણીગણીને સારા એવા નોકરીયાટ બનવાના. બધા નો આજે સ્કુલ મા પ્રથમ દિવસ હતો એટલે બધાના ચહેરા પર ડર સહજ દેખાતો હતો.
છોકરીઓ અને છોકરાઓ ના ગ્રુપ મા ચર્ચા ચાલી રહી હતી ધોરણ આઠ મા કેટકેટલા માર્કસ આવ્યા કોને વધારે છે કોને સૌથી વધારે છે એવામા જ સ્કુલ ના પ્રિન્સિપાલ આવ્યા બધા મે પ્રાર્થના હોલ મા ભેગા કર્યા અને બધા વિધ્યાર્થીઓને પોત પોતાના રુમ ની માહિતી આપી.
હુ અને મારો મિત્ર કરણ બંને જોડે નવમા ધોરણ ના ક્લાસમા ગયા. બંને કલાસ ની છેલ્લી બેન્ચ પર જઇને બેઠા હજુ લેક્ચર ને શરુ થવાની વાર હતી એટલે હુ બેન્ચ પર માથુ ઢાળીને સુતો હતો અને કરણ બાજુ મા બીજા લોકો જોડે વાત કરતો હતો
અચાનક જ કોઇ નો અવાજ આવ્યો ઓ મિસ્ટર ... ક્લાસમા તુ એકલો જ છુ હે ......લાસ્ટ બેન્ચ તને કવ છુ હુ સફાળો જાગી ગયો જોયુ તો સર મને કહેતા હતા ક્લાસ ના બધા છોકરી છોકરા મારી તરફ જોઇ રહ્યા હતા. મે સર ને કહ્યુ ના મારી સિવાય ઘણાબધા વિધ્યાર્થી છે બધા હસવા લાગ્યા . સર ની નજર મા હુ હવે એક ઠોઠ નીશાળીયો હતો કારણ બધા સર ની માનસિકતા હોય છે કે છેલ્લે બેસવા વાળા છોકરાઓ હંમેશા સર ને હેરાન કરવામા જ માહિર હોય છે.
સરે એમનો પરિચય આપ્યો અને ક્લાસ સરુ કર્યો.
સર ના લેક્ચર મા બધા રસપુર્વક ભણ્યા સર નો લેક્ચર કેમ નીકળી ગયો એ પણ ખબર ના રહી.એક બે દિવસ મા તો સ્કુલ ના બધા વિધ્યાર્થી અને સર ની ઓળખાણ થઇ ગયી
છોકરી છોકરાઓ મા વાત કરવાની છુટ હતી એટલે કામ પડે ત્યારે એકબીજાની મદદ કરતા
એક અઠવાડીયા જેવો સમય પસાર થયો સ્કુલ ના પ્રિન્સિપાલ એક છોકરીને લઇને અમારા ક્લાસ મા પ્રવેશ કર્યો અને કહ્યુ આ નેહા છે જે હવે આજ થી તમારી જોડે જ આ ક્લાસમા ભણશે. બધા વિધ્યાર્થીઅો એ નેહાને તાળી ના ગડગડાટ થી અાવકારી
નેહા દેખાવ મા એક નમણી છોકરી હતી એના મોઢા પરનુ મીઠુ હાસ્ય ગમે તેને પીગળાવી શકે એવુ હતુ નેહા ને જોતા પેલી નજરે જ એની જોડે વાત કરવાનુ મન થઇ ગયુ. થોડા સમય મા રિસેસ પડી બધા નેહા ને આવકારતા હતા પોતપોતાનો પરિચય આપતા હતા.નેહા ની આજુબાજુ રૂમના વિધ્યાર્થીઓ નુ ટોળુ જામી ગયુ હતુ હુ અને કરણ એ બધાથી દુર નાસ્તો કરતા હતા
મે કરણ ને કહ્યુ મારે પણ નેહા જોડે વાત કરવી અને મિત્રતા કરવી કરણે જવાબ મા કહ્યુ છુટતી વખતે આપણે વાત કરી લેશુ ત્યારે કોઇ હસે પણ નહી અને શાંતિપૂર્ણ વાત પણ કરી શકીશુ.
હવે હુ સ્કુલ કયારે છુટે એની રાહ જોતો હતો ચાલુ ક્લાસે પણ હુ નેહા સામે ટગર ટગર જોતો હતો બે ત્રણ વાર નેહાએ પણ સ્માઈલ આપી આખરે સ્કુલનો છુટવાનો બેલ વાગ્યો હુ અને કરણ છેલ્લે સુધી સ્કુલ ના ગેટ પર સાયકલ લઇને ઉભા રહ્યા. નેહા બહાર નીકળી એટલે મે કહયુ હાઇ નેહા... એણે પણ બદલા મા હાઇ કહયુ એ ચાલીને સ્કુલે અાવી હતી એટલે એને ઘરે ચાલીને જવાનુ હતુ મે પુછ્યુ તને પ્રોબ્લમના હોય તો અમે તારી સાથે ચાલીને અાવી શકીએ તો એણે કહ્યુ ઓકે. રસ્તા મા કરણ જોડે પણ નેહા નો પરિચય થયો નેહા એક દુર ના ગામ માંથી આવી હતી અહી તેના મામા ના ઘરે રહેવાની હતી અને અભ્યાસ કરવાની હતી . રસ્તા મા એકબીજા જોડે ઘણીબધી વાતો થઇ.એકબીજા નો સારા એવા મિત્ર બની ગયા. પછી હુ અને કરણ અમારા ઘર તરફ ચાલી નીકળ્યા.
બીજા દિવસે પણ નેહા જોડે સ્કુલ મા વાત થઇ. નેહા એક શાંત અને સરળ સ્વભાવ ની છોકરી હતી વધારે બોલતી નહી ટુંક મા જ જવાબ આપતી. પણ હુ તેને અવાર નવાર આડા અવળા સવાલો પુછીને વાતો કરતો એ પણ હસીને બધા જવાબ આપતી.
ધીરે ધીરે હુ, કરણ અને નેહા બેસ્ટફ્રેન્ડ બની ગયા એકબીજા વગર ના ચાલે એટલા ક્લોઝ આવી ગયા હતા. સ્કુલમા ઝઘડા મજાક મસ્તી એવુતો દરરોજ નુ થયુ. પછી એકબીજાના મોબાઇલ નંબર એક્સચેન્જ થયા હવે તો સ્કુલમા પણ અમે ઘરે પણ એકબીજા જોડે વાતો કરતા કોન્ફરન્સમાં કોલ રાખીને એકબીજા જોડે કલાકો સુધી વાતો કર્યા કરતા.એક બીજાનુ હોમવર્ક કરી દેવાનુ હોમવર્ક ચોરી ને સર ને બતાઇ દેવાનુ સર નો માર ખવરાવવો એવુ બધુ થયા કરતુ
મને નેહા ની મજાક મસ્તી ની રીત અને સહજ સરળ અને શાંત સ્વભાવ ખુબ જ પસંદ હતો. હુ પણ હવે તરુણાવસ્થા મા પ્રવેશી ગયો હતો હુ મનોમન નેહા ને લાઇક કરવા લાગ્યો હતો પણ કયારેય એને કહી નહોતો શકતો
મે આ વાત મારા ફ્રેન્ડ્ કરણ ને કહી તો કરણે કીધુ હજુ એક વાર વિચારી લેજે દોસ્ત આ લવ મા પડતા પહેલા. હજુ તો આપણે આખી જીંદગી બનાવવાની છે આખુ કરિયર બનાવવાનુ છે અત્યાર થી અા બધા મા પડવુ નહી સારુ. પણ આ દિલ કયા માનવા તૈયાર હતુ. છેવટે કરણે કહ્યુ તારી જીદ સામે હુ કાઇ ના કરી શકુ.
કરણે મને કહ્યુ થોડા દિવસો પછી નવરાત્રી આવે છે એમા કહી દેજે આઇ લાઇક યુ એમ. મને પણ આ ગમ્યુ સ્કુલમા છેલ્લા ત્રણ દિવસ ગરબા નુ આયોજન હોય એમા કહી દઈસ એવુ વિચાર્યુ. નવરાત્રી નો તહેવાર શરુ થઇ ગયો.બધા દાંડીયારાસ ની મજા લેતા હતા સ્કુલ મા પણ ગરબા નુ આયોજન થયુ કરણે મને કહ્યુ આ સારો મોકો છે કહી દે નેહા ને તારા દિલની વાત. કરણે મારી હેલ્પ પણ કરી એણે નેહા ને મારી જોડે ગરબા રમાવા બોલાવી પણ દીધી.
પણ હુ નેહા ને હંમેશાં જોતો જ રહી જતો કાઇપણ કહી નહોતો શકતો. કરણે બે ત્રણ વાર મને ઇશારા કર્યા પણ હુ કાઇ જ ના બોલી શક્યો નેહા સામે મારા મનમા ડર હતો કદાચ નેહા ને ખોટુ લાગશે તો કદાચ અમારી ફ્રેન્ડશીપ તુટી જશે તો અાવા ને આવા વિચારોમા નવરાત્રી આખી વીતિ ગયી હુ મારા દિલ ની વાત કહી નહોતો શક્યો.
નેહા નો બર્થ ડે ૧૯ નવેમ્બર ના દિવસે હતો કરણે કહયુ આ સૌથી સારો મોકો છે આવો મોકો ફરી કયારેય નહિ મળે આ વખતે કહી જ દે તારા દિલની વાત. કરણ મને બહુ જ સપોર્ટ કરતો હતો. અમે લોકો એ સ્કુલ મા નેહા નો બર્થ ડે ધુમધામ થી ઉજવ્યો અને રાત્રે મે અને કરણે નેહા માટે સરપ્રાઇઝ પાર્ટી નુ આયોજન કર્યુ.
સાંજે અમે નેહા ને બુક લેવાના બહાને મારા ઘરે બોલાવી અને સરપ્રાઇઝ પાર્ટી આપી નેહા ના ચહેરા પર બોવ જ ખુશી હતી નેહા ને આટલી ખુશ કયારેય નહોતી જોઇ કરણે ઇશારો કરતા કહ્યુ આ જ મોકો છે કહીદે
મે નેહા ને કહ્યુ નેહા મારે તને એક વાત કહેવી છે ઘણા ટાઇમ થી નેહાએ કહ્યુ હા તો બોલ ને શુ કહેવુ છે હુ અચકાતા અચકાતા બોલ્યો નેહા આઇ લાઇક યુ. નેહા ના ચહેરા પર મીઠુ સ્મિત હતુ નેહા એ કહ્યુ ખાલી લાઇક યુ કે પછી આગળ પણ કાઇ કહેવાનુ છે મે તરત જ કહી દીધુ નેહા આઇ લવ યુ
નેહા હસતા હસતા બોલી આ વાત સાંભળવા નવરાત્રી થી રાહ જોવ છુ કરણે મને નવરાત્રી વખત થી જ કહી દીધુ હતુ તુ મને લાઈક કરે છે એમ. મારે તો તારા મોઢે થી સાંભળવુ હતુ
મે કહ્યુ તો તારે શુ કહેવાનુ છે રિપ્લાય માં તો નેહા બોલી આઇ લવ યુ ટુ પાગલ મારે તો તુ ક્યારે તારી ફીલિંગ મને કહે છે એની રાહ જોતી હતી
પણ હા લવ ની વાત અલગ છે પણ તુ ભણવા મા પણ એટલુ જ ધ્યાન અાપીશ અને પહેલા તારુ કરીયર સેટ કરીશ. પછી આપણા લવ ને આગળ નિ દિશા અાપીશુ બંને સમજણપુર્વક બધી વાતોનુ ધ્યાન રાખીશુ અને એકબીજા ની જોડે રહીશુ અને લવ દિલ થી થાય છે બોડીથી નહી તો તુ એવી એક પણ વાત નહી કરે જેથી મને હર્ટ થાય આ બધુ મંજુર હોય તો હુ તારી રહેવા માટે તૈયાર છુ
હુ અેની આટલીબધી સમજણપુર્વક ની વાત સાંભળીને સ્તબધ રહી ગયો મે નેહા ને પ્રોમિસ આપ્યુ એટલા મા જ કરણ બોલ્યો બસ જોઇ લીધુ છોકરી આવી એટલે બાઇબંધ ને ભુલી ગયો ને
હુ અને નેહા બંને એક જોડે બોલ્યા આઇ લવ યુ ટુ બેસ્ટુડા તારા વગર આ શક્ય જ નહોતુ નેહા બોલી થેંક્યુ સો મસ કરણ લવ યુ ટુ બેસ્ટુડા
આમ જ ચાલી રહી છે મારી અને નેહા ની લવ સ્ટોરી અને હવે તો કરણ ને પણ મળી ગઇ એની સપનાની દિપીકા.....
લી.
પરિમલ પરમાર