શ્વેત ની લાગણીઓ - 2 Dhaval Jansari દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

શ્વેત ની લાગણીઓ - 2

કેટલું સારું


માત્ર સપના માં જ કેમ આવો તમે ,
જાહેર માં આવો તો કેટલું સારું.
તમે આટલા મારાથી દૂર રહો છો,
જરાક પાસે આવો તો કેટલું સારું,
રાતના જ કેમ આવો તમે,
દિવસે આવો તો કેટલું સારું.
તમને ચૂમી ના શકું તો કંઈ નહિ,
તમને જોઈ શકું તો કેટલું સારું.
તમને અડકી ન શકું તો કંઈ નહિ,
મહેસુસ કરી શકું તો કેટલું સારું.
માત્ર સપના ……
તમ્મનાઓ થી ભરેલા આ દિલમાં,
તમે સમાઈ જાઓ તો કેટલું સારું.
તમારી આ અસ્પષ્ટ ધૂંધળી આકૃતિને,
હું સ્પષ્ટ જોઈ શકું તો કેટલું સારું.
આ સપનું સપનું ના રહેતા,
હકીકત બની જાય તો કેટલું સારું.
આ કેટલું સારું 'શ્વેત' નું,
સારું કરે તો કેટલું સારું.
માત્ર સપનામાં ……...

તમે આવ્યા છો તો

તમે આવ્યા છો તો બે ઘડી બેસતા જજો,

આરામ થી જમીને પછી થી જજો.

સાથે ઘી ને લાપસી માણી ને જજો,

પાણીના બે ઘૂંટ પીતા જજો.

તમે આવ્યા છો તો.....

સુખ દુઃખ ની વાતો ઉખેડતાં જજો,

બંધુઓ ની વાતો ને છેડાતાં જજો,

ગામ ની વાતો ને સંભળાવતા જજો,

સાથે તમારી વાતો પણ કરતા જજો,

તમે આવ્યા છો તો.....

જાવ છો તો થોડા મોડા જજો,

એકાદ બે દી રહીને જજો.

અમારી પરોણાગત માનતા જજો,

ને મોકો સેવા નો આપતા જજો.

તમે આવ્યા છો તો.....

સારું ત્યારે ભલે જજો,

ઘરનાને મારા રામરામ કેજો.

ફરી થી મહેમાન બની ને આવતા જજો,

ને યાદ આ 'શ્વેત' ની રાખતા જજો.

તમે આવ્યા છો તો.....

લાગણી ઓને આમ જ વહેવા દો,

દિલ ને આમજ નિખારવા દો,

આંખો ની ભાષા ને સમજવા દો,

મને તમારો ઇંતજાર કરવા દો.

લાગણી ઓ મારી વહ્યા કરે

લાગણી ઓ મારી વહ્યા કરે અંતરપટ ના તીરે,

વાદળ બનીને ગર્જ્યા કરે, ક્યારેક વરસાદ બનીને વરસ્યા કરે.

ખળખળ ઝરણું બની, ક્યારેક મંદ સરિતા માં વહ્યા કરે.

લાગણી ઓ મારી વહ્યા કરે......

ક્યારેક નાના સરોવર માં વમળ બનીને, અહીંતહીં આમતેમ ઘુમરાયા કરે.

ભરતી ઓટ થઇ, સાગર માં લહેરો બનીને પથરાયા કરે.

લાગણી ઓ મારી વહ્યા કરે......

મારી કલ્પના માં કૃત્ય તમારું,

મારી નીંદર માં છે સ્વપ્ન તમારું;

દિલ છે મારુ ને યાદો તમારી,

મારા માનસ માં છે તસવીર તમારી;

હાય! આંખો છે મારી ને ઇંતેજાર તમારો!

મિત્ર તારી મિત્રતા માં પડી છે મુજને મજા,

તેથી જ તો ભોગવવી પડે છે તારા વિરહ ની સજા.

સ્પષ્ટતાઓ હજાર રહેવા દે,

છે બધું આરપાર રહેવા દે;

તારી દરિયા દિલી નો પ્રશ્ન નથી,

એટલો એતબાર રહેવા દે.

તારા સુંદર શબ્દો ને ઝંખું છું;

તારા મનગમત અક્ષરો ને ઝંખું છું;

એટલે જ તો કહું છું મિત્ર -

તારા પત્રનો ખુબજ ઇંતેજાર કરું છું.

નયન આતુર છે, જોવા મળે જો એક ઝાંખી આપની;

ઝંખું છું ક્યારેક આવે, મારે આંગણે સવારી આપની;

યાદો છે હાજી તાજી, સવારના ભીના ધીમા ઝાકળ જેમ;

કોયલ કરે કુંકાર છતાં, ખાળે એક ગેરહાજરી આપની.

ચિતારો ચીતરે છે દિલ, હશે એ આકાર કેવળ,

તમ્મના હોય દિલ માં, દિલ ના નકશા માં હોતી નથી.

હું સમજી એ વાત લાઉ છું, જે વાચા માં હોતી નથી,

'શ્વેત' મજા જે શબ્દ માં છે, તે લખવામાં હોતી નથી.

સંધ્યાં ના સુમારે ક્યારેક દરિયા ના કિનારે,

આવે તમારી યાદ મારા અશ્રુ ની ધારે;

આમ તો નથી મહત્તા અમારા માં કશી છતાં,

ઝંખું છું આપણું આગમન મારા દ્વારે;

માંગે છે હવે જિંદગી આપ આવે ક્યારે?

કે શ્વાસ ધબકે ફક્ત આપણા મારા દિલે.

સંબંધો ના વિસ્તાર આટલા,

કે પડે સાચવવા એને મોંઘા;

દરેક ને હોય એક મર્યાદા, ન કર પાર એને,

કે જેથી,

સચવાય લહેણું સંબંધો નું,

વધે માન પરસ્પરનું!

દૂર થી ટમટમતા એ બધા કઈ તારા નથી,

જેમને હું ચાહું તે બધાં કંઈ 'મારાં' નથી!

હું ફૂલ થઇ મકરંદ નો ઇન્તેઝાર કરું છું;

સૂરજમુખી થઇ સુરજ નો ઇન્તેઝાર કરું છું;

ચાંદની થઇ પૂનમ ની રાત નો ઇન્તેઝાર કરું છું;

હવે તો એક રાધા થઇ, માધવ નો ઇન્તેઝાર કરું છું;

બસ હવે એક એન્જીનીર થઇ, સારી જોબ નો ઇન્તેઝાર કરું છું!

કોઈક આવે નવી સોગાત લઈને,

કોઈક આવે આંખો માં રાત લઈને,

હર એક પલ સરતી જાય છે,

મુલાકાત ની વાત લઈને,

ધીરે ધીરે નિશા છુપાઈ,

આભ ઝળકે પ્રભાત થઇ ને,

અકળ બંધનો તોડીને આવે,

અનોખા પ્રેમ ની શરૂઆત લઈને.

હૃદય ના ફૂલને ન કરમાવા દો,

લાગણી ના નીરને ન સુકાવા દો;

એમના ઇન્તેઝાર માં આ નયનોને,

'શ્વેત' જરા પણ ન થાકવા દો.

દિલ ની HARDDISK માં છુપાયેલી

દિમાગ રૂપી CPU માં રહેલી,

આંખો ની SCREEN પર ઝળહળતી તસવીર,

હાથ રૂપી PRINTER દ્વારા છપાય છે,

ત્યારે રચાય છે,

માનવ રૂપી COMPUTER નું એક નઝરાણું.

યાદ રાખો તો સારું

ભલે ન રાખો યાદ પહેલી મુલાકાત ની,

જુદાઈ ની વેળા યાદ રાખો તો સારું.

વર્ષો ના સંગથી મહોરી આપડી મિત્રતા,

હળવી વેળાને યાદ રાખો તો સારું.

જવા દે પ્રેમ ઝાંઝવા પાછળ નથી દોડવું,

મધ મીઠો સંગાથ યાદ રાખો તો સારું.

કોકવાર ક્યાંક ભૂલમાં મળી જવાય તો,

સ્મિત વેરવાનું યાદ રાખો તો સારું.

શક્ય છે ના યે ખુલે આ અધરો નું તાળું,

આંખો થી વર્ષાવાનું યાદ રાખો તો સારું.

ભલે ન રાખો યાદ પહેલી મુલાકાત ની,

'શ્વેત' નું આ સ્મિત યાદ રાખો તો સારું.

જિંદગી ની ચાહનાઓને સીમાડા નથી હોતા,

તેમાં નિભાવનારા સાચા નિભાવનારા નથી હોતા,

આ જગત માં કોઈ કોઈના દુઃખને સમજી શકતું નથી.

એટલે જ જયારે હ્યદય બળે છે, ત્યારે ધુમાડા નથી હોતા.

ના આવડ્યું

અશ્રુઓ થીજાવી નયનો ને હસતા ના આવડ્યું,

હૈયે હેતાયેલી વાત હોઠોએ લાવતા ના આવડ્યું,

'શ્વેત' ને ચુપચાપ ઉપેક્ષા તારી સહેતા ના આવડ્યું,

હૈયા ની વેદનાને મુખે છુપાવતા ના આવડ્યું,

માંગી લેત પ્રભુ પાસે લાયક થવાના ગુણ,

પણ શું કરું? મને માંગતા જ ના આવડ્યું.