અભિનવ - ૨
આંટી મરિયમ નો અવાજ આવ્યો.જોહજ એના અભિનવ ચાલો જમવા ડિનર રેડી છે. અમે ત્રણ એ ડાઇનિંગ ટેબલે બાજુ ગયા. ત્યાં મેં એમના ઘર ના ચોથા સદસ્ય ને જોયો. શિઝુ એમનો ક્યુટ ડોગ. અમે બધા ડિનર માટે બેઠા સાથે.
અંકલ જોહજ : બેટા કઈ જગ્યા એ જોબ લાગ્યો છું ?
અભિનવ : અંકલ The Lagoona Resort માં manager ની post છે.
અંકલ જોહજ : very Nice ! રિસોર્ટ થી થોડા આગળ એના ની કોલોજ આવે છે. મારી એના last year માં છે . એ હોટેલ મેનજમેન્ટ નો કોર્સ કરે છે.
અભિનવ : ઓહ ઓક. એના પછી જોબ તો મળી રેસે અહીંયા બહુ વેકેન્સી છે લોનોવાલ માં એટલે વાંધો નઈ આવે.
એના : હા. પણ મારે દીદી ની પાસે જાઉં છે બંગ્લોર જોબ કરવા.
અભિનવ : દીદી ?
આંટી મરિયમ : મારી મોટી દીકરી એંજલીના. એ બંગ્લોર માં જોબ કરે છે એના અંકલ આંટી ના ત્યાં.
અભિનવ : ગુડ!
અંકલ જોહજ : ઓક ઓક તારે જેમ કરવું હોઈ એમ કરજે પણ અત્યારે તો ડિનર ખતમ કર ચાલ.
એના : ઓક ડેડી.
એક કમ્પ્લેટ ફૈમલી , બધા જોડે હળી મળી ને રેવા ની મજાજ કૈક અલગ છે. હું જયારે અનાથ આશ્રમ માં હતો ત્યાં રે મિત્રો બહુ હતા પણ એક માં બાપ ભાઈ બેન ની કંઈ તો કોઈ ના પુરી કરી શકે. હું મારા જીવન ના સફર માં એકલો જ ચાલ્યો છું ક્યારે પણ કોઈ ની ઉપર આંધળો વિશ્વાસ નથી કર્યો. જીવન માં એક વાર ભૂલ થઇ ગઈ હતી મારા થી પણ એ ભૂલ થી શીખ લઇ ને હું આગળ વધ્યો અને મારી મંજિલ ઉપર ધ્યાન આપવા નું શરૂ કરી દીધેલું. આટલા સમય એકલો રહિયા પછી આજે જયારે મેં એના ને જોઈ તો મારા દિલ એ બીજા માટે ધબકવા નું શરૂ કર્યું હોઈ એવું લાગ્યું. એના ખાલી દેખાવ માં જ સુંદર નથી એનું દિલ પણ સુંદર છે .
જમતા જમતા વાતો ના વંટોળ ચાલુ છે અને મારુ ધ્યાન વારે ગાડીયે એના તરફ જય રહીયુ છે. અવાજ માં મીઠાસ અને વાતો માં કોમળતા. ખાસ હું કોઈ છોકરી ઓ સામે જોવું બી નઈ અને વિચારવા ની વાત તો બૌ દૂર ની. મેં મારુ ધ્યાન હંમેશ મારી જાત ને આગળ વધારે વા માં જ લગાડ્યું છે . ખબર નઈ પણ કેમ આજે મને એ ધ્યાન ક્યાંક ભટકી રહ્યું છે એમ લાગે છે. કદાચ આ એક આકર્ષણ પણ હોઈ શકે. મારે આ વિશે આગળ નથી વિચાર વું મારુ લક્ષ્ય એના નથી મારુ કરિયર છે. એમ કઈ ને મેં મારા દિલ ને ત્યાં થી પાછું વાળ્યું.
એના : અભિનવ તમે ક્યારે પણ બોર થાવ તો અમારા ઘરે આવી જવા નું આમ પણ મોમ ડેડ એકલા જ હોઈ છે ઘરે.
અભિનવ : યસ! સ્યોર.
અંકલ જોહજ : હા બેટા you will come any Time . અને કઈ પણ કામ પડે તું અમને અડધી રાતે પણ બોલાવી શકે.
અભિનવ : thank you So much અંકલ
બધા નો સ્વભાવ કેટલો સરસ છે. કાસ આ બધા પહેલા માંડ્યા હોત મને એવું વિચારતા મેં નિસાસો નાખ્યો. એટલા માં મરિયમ આંટી એ મારા ખભા ઉપર હાથ મૂકી ને કીધું તું બી અમારા છોકરા જેવો જ છે. એટલું કઈ ને આંટી મરિયમ આંખો માં થોડી ભીનાશ લઇ ને ત્યાં થી ચાલ્યા ગયા. મેં અંકલ ને પૂછ્યું આંટી કેમ આમ ગાતા રહિયા?
અંકલ જોહજ : લિયો ! જો એ હોત તો તારા જેટલો જ હોત!
મેં અચંબા સાથે પૂછ્યું. મતલબ?
અંકલ જોહજ : લિયો ૩ વરસ નો હતો ને એક રેલ અકસ્માત માં.... એ અમે ને છોડી ને ચાલી ગયો.
મેં અંકલ જોહજ ને સાત્વનના આપતા કીધું સોરી અંકલ. હું પણ તમારા છોકરા જેવો જ છું ને. અંકલ જોહજ એ આંખો ની ભીનાશ ને છુપાવતા મને પરત જવાબ આપ્યો. એટલા માં મારી નજર એના ઉપર પડી એના એકદમ સૂન પડી ગઈ હતી અને બોલ્યા ચાલીયા વગર ત્યાં થી ગતિ રહી. થોડીક વાર માં મેં પણ ત્યાં થી રાજા લીધી ને મારા ઘર માં આવ્યો. રાત ના ૧૧ વાગ્યા છે આંખો માં જરાક પણ ઉંગ નથી. મારી આંખો ની સામે એના નો મુર્જાયેલો ચહેરો આવે છે અને સાથે ગાન બધા સવાલો. કાલે મોર્નિંગ માં ૧૦ : ૦૦ વાગ્યા નો ટીમે છે પહોંચવા નો સૂવું તો પેડ શે. બધા વિચારો કરતા કરતા આંખ મીચાઈ ગઈ ખબર ના પડી.
અને સવાર ૭ વાગ્યા નું ઍલારામ ની સાથે પક્ષીઓ ની કલ બલ સાથે મારી આંખો ખુલી. અને બાર આવી ને ગેલેરી માં ઉભો થઇ ને અડાસ ખાતા ખાતા લોનાવાલા ની ધુમ્મસ થી ભરેલી સવાર જેમ મને કોઈક નવી દિશા તરફ લઇ જવા માંગે છે એવું લાગી રહ્યું છે.
..........