પેહલા પેહલા પ્યાર હૈ !! - 16 Bhargavi Pandya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પેહલા પેહલા પ્યાર હૈ !! - 16

( પહેલા ના ભાગ માં જોયું કે પાયલ અને અંશ સાથે થઈ જાય છે અને 1 મહિના પછી બન્ને ના લગ્ન હોય છે..તો બધા લગ્ન ની તૈયારીઓ કરી રહ્યા હોય છે..હવે આગળ)

પાયલ અને અંશ ના લગ્ન ની ધૂમધામથી તૈયારીઓ ચાલતી હોય છે..ઘરે બધા જ ખુશી ખુશી તૈયારીઓ કરે છે.. અને જોત જોતામાં લગ્ન નો દિવસ પણ આવી જાય છે અને પાયલ અને અંશ હમેશા માટે એકબીજા ના જીવનસાથી બની જાય છે..અને પાયલ એના ઘરેથી વિદાય લે છે.. અંશ અને પાયલ અંશ ના ઘરે અમદાવાદ જાય છે..અને બધી વિધિઓ પતાવીને એ બન્ને થોડાક જ દિવસો માં કેનેડા માટે નિકળી જાય છે અને ત્યાં અંશ પોતાનો બિઝનેસ ચલાવે છે અને પાયલ એની જોડે એની હેલ્પ કરે છે..બન્ને ખૂબ જ ખુશ હોય છે...

ત્યાં અંશ ની એક બેસ્ટ ફ્રેન્ડ પણ બનાવેલી હોય છે..એનું નામ નેહા હોય છે..નેહા અને અંશ એકદમ કલોસ ફ્રેન્ડ હોય છે અને બન્ને એકબીજા ને બધી જ વાતો શેર કરતા હોય છે..પાયલ ને પણ અંશ એ નેહાની બધી વાત કીધી જ હોય છે.. નેહા એક ડિવોર્સ મહિલા હોય છે જેને પોતાની લાઈફ માં ઘણું બધું સહન કર્યું હોય છે... અને હમણાં પોતે પોતાની રીતે ખુશી ખુશી જીવતી હોય છે..એ મનોમન અંશ ને ખુબ જ પ્રેમ કરે છે પણ એને એની મર્યાદા ખબર હોય છે..અંશ પણ આંખ બંધ કરીને નેહા પર ભરોસો કરતો હોય છે..એ નેહાના આંખ માં એક પણ આંસુ નથી જોઈ શકતો..નેહા ને કોઈક થોડુક પણ ખોટું કહી જાય ત્યારે અંશ એ માણસ જોડે જગડો કરીને આવે છે.. પાયલ ને પણ એમની આં ફ્રેનડશીપ થી કઈ જ પ્રોબ્લેમ નથી હોતી.. પાયલ પોતે મિડલ ક્લાસ ફેમિલી માંથી હોવાથી એને મોંઘી વસ્તુ ઓ ખરીદવાનું અને ફરવા જવાનું એટલું બધું ગમતું નથી ..એ પૈસા બચાવવામાં માનતી હોય છે..જ્યારે નેહા ને બધા જ મોજ શોખ કરવાની આદત હોય છે એટલે એ ઘણી વાર અંશ જોડે એકલી શોપિંગ કરવા જાય છે..

એક દિવસ નેહા ને પાયલ થી ખૂબ જ ઈર્ષા થવા લાગે છે. કેમકે એણે વગર માંગ્યે અંશ જેવો છોકરો મળી ગયો હતો અને એ એકલી રહી ગઈ હતી એટલે એ અંશ ને અને પાયલ બન્ને ને અલગ કરવા માંગતી હોય છે.. એક દિવસ અંશ ના ઘરે ગેટ ટોગેધરની ની પાર્ટી રાખી હોય છે જેમાં કેનેડા ના બધા મોટા બીઝનેસ મેન બધા ને આમંત્રણ આપ્યું હોય છે..પાર્ટી માં પાયલ નેહા ને કોઈક જોડે વાત કરતા સાંભળી જાય છે કે "હવે પાયલ ને અંશ ની જિંદગી માંથી બહાર કાઢવી જ છે...અંશ ખાલી મારો જ છે.." ત્યારે પાયલ નેહા જોડે જઈને એક જોરથી લાફો મારે છે..ત્યારે અંશ આવીને પાયલ ને પૂછે છે કે શું થયું..? પાયલ બધું કહે છે અને એ સાંભળીને અંશ ને પાયલ પર ગુસ્સો આવે છે અને એ પાયલ ને બધા સામે જોરથી લાફો મારે છે.. પાયલ રડતા રડતા બહાર નીકળી જાય છે..અંશ ને પણ થોડો અફસોસ થતાં એ પાયલ ને શોધવા નીકળે છે પણ પાયલ એને ક્યાંય મળતી નથી.. પછી કંટાળીને ઘરે જાય છે અને થાક ના લીધે એને પણ ઊંઘ આવી જાય છે..

બીજા દિવસે સવારે પાયલ ઘરે આવે છે..પણ એ અંશ જોડે વધારે વાત નથી કરતી..અને ઓફિસ જવા નીકળી જાય છે.. ઓફિસ માં બધા પાયલ સામે જોઇને હસે છે અને નેહા પણ પાયલ જોડે આવીને કહે છે.." જોઈ લીધું..કે અંશ ને કોના પર ભરોસો છે.." પાયલ ને આં સાંભળીને ખૂબ જ દુઃખ થાય છે પણ એ પોતાની જાત ને સંભાળે છે.. અને એમ કરતાં 2 -3 દિવસ વીતી જાય છે...પાયલ એ દિવસે ખૂબ જ ખુશ હોય છે..કેમ કે એ હમણાં જ હોસ્પિટલ જઈને આવી હોય છે અને એ પોતે અંશ ના બાળક ની માં બનવાની હોય છે.. 3 દિવસથી અંશ જોડે વાત નથી કરી હોતી..પાયલ ને લાગે છે કે આં વાત સાંભળીને અંશ ખૂબ જ ખુશ થઈ જશે અને બધું ભૂલીને એ પાયલ ને ખુબ જ પ્રેમ કરશે...એટલે એ આજે ઑફિસેથી જલ્દી નિકળી જાય છે..અને ઘરે જાય છે..પાયલ બેલ નથી વગાડતી પણ એના જોડે એક બીજી ઘર ની ચાવી હોય છે એનાથી એ દરવાજો ખોલે છે કારણ કે એ અંશ ને surprise આપવા માંગે છે.. એ ઝડપથી દરવાજો ખોલીને બેડરૂમ તરફ જાય છે.. પણ એને કોઈક છોકરીનો હસવાનો અવાજ આવતા એ બેડરૂમ ના દરવાજા આગળ જ ઊભી રહી જાય છે.. બેડરૂમ નો દરવાજો પણ થોડો ખુલ્લો જ હોય છે.. એટલે એ ત્યાંથી જોવે છે તો ત્યાં જ બેસી જાય છે..બેડરૂમ માં નેહા અને અંશ બન્ને નિવસ્ત્ર થઈને એકબીજા ની બાહો માં હોય છે.. અને પાયલ ના પડવાનો અવાજ સાંભળીને અંશ તરત જ કપડાં પેહરિને બહાર જાય છે.. પાયલ રડતા રડતા ગેસ્ટ રૂમ માં જાય છે ..અંશ ના ઘણું બધું બોલવા છતાં પણ એ બહાર નથી નીકળતી.. અને અંતે રાતે જ્યારે અંશ સૂઈ ગયો હોય છે ત્યારે એ પોતાની બેગ લઈને નિકળી જાય છે

એને પોતાને પણ ખબર નથી હોતી કે એ ક્યાં જશે..અને અંશ ના બાળક ને પોતે એકલી કઈ રીતે સાચવશે..પણ હવે એ પોતાની જિંદગી એકલી જ જીવશે એમ વિચારીને ત્યાંથી નિકળી જાય છે

પાયલ ક્યાં જશે? અને અંશ પાયલ ને શોધવા જશે કે નહિ? અંશ અને પાયલ ફરીથી મળશે?

ક્રમશઃ