Six rengers - 3 books and stories free download online pdf in Gujarati

સિક્સ રેન્જર્સ - 3

(તમે આગળ જોયું કે કઈ રીતે પ્રતીક અને તેના દોસ્ત તે બંને તાંત્રિકો થી બધા બાળકો ને બચાવે છે.)
વોકી-ટોકી માં પ્રતીક ના જોર થી બચાવો ના અવાજ ના કારણે યુસુફ ચિંતા મા પડી જાય છે, તે વોકી-ટોકી કાઢી ને નિધિ સાથે વાત કરે છે અને તે બધા ને જલ્દી અહીંયા આવી જવાનું કહે છે. સાથે પ્રતીક ના પપ્પા અને ambulance ને પણ અહીંયા જેમ બને એમ જલ્દી બોલાવાનું કહે છે.
(આ બાજુ)
પરિસ્થિતિ નો અંદાજો આવી જતા નિધિ તાત્કાલિક પ્રતીક ના પપ્પા ને કોલ કરી ને તાત્કાલિક તેમની ટુકડી સાથે લોકેશન પર આવી જવા નું જણાવે છે,વૈભવ એમ્બ્યુલન્સ વાળા ને ફોન કરી ને લોકેશન આપી બને તેટલી ઝડપ થી યુસુફ એ સેન્ડ કરેલ લોકેશન પર જવા નીકળે છે. પ્રતીક ના પપ્પા પણ તાત્કાલિક ફોન થી બને તેટલી ઉતાવળે તેની ટિમ લઈને પહોંચે છે.
યુસુફ તેના દોસ્ત ની આવી હાલત જોઇ ને થોડી વાર તો કંપી જાય છે પ્રતીક નું આખું શરીર અત્યારે લોહી થી ખડબદ તું હતુ, તેને વળગી ને 6-7 વરસ ની છોકરી બેભાન અવસ્થા માં પડી હતી.
યુસુફ:- માંડ માંડ પોતાને સંભાળી શકે છે, તે છોકરી ને પ્રતીક થી અળગી કરી ને બીજા બાળકો સાથે રાખી દે છે,અને તેના દોસ્ત ની આવી હાલત જોઇને રડવા લાગે છે. પ્રતીક ઉઠ ને યાર આમ કેમ સાવ ચૂપ છે,યાર કાંઈક તો બોલ? ??
આ બાજુ ભદો પણ ખૂબ ટેન્શન માં હતો તે અને યુસુફ સાથે હતા એટલે તેને ખબર તો હતી જ કે અંદર કાંઈક વધારે જ ગરબડ થઈ હોવી જોઇએ અને તે પોલીસ વેન, એમ્બ્યુલન્સ અને જીલેશ-નિધિ ને બધા ને આ બાજુ આવતા જતા થોડો ડર પણ લાગે છે અને તેને હિંમત પણ આવે છે. પ્રતીક ના પપ્પા ગુનેગારો ને પકડી asi ધમભા ને પોલિસ વેન અને બીજા સ્ટાફ ને લઈ જવાનું કહે છે. પ્રતીક ના પપ્પા અને એમ્બ્યુલન્સ વાળા માણસો ઝડપ થી તે રૂમ તરફ ભાગે છે જ્યાં પ્રતીક હજી સાવ બેશુદ્ધ અવસ્થા માં પડ્યો હતો થોડીક વાર બધા આ દ્રશ્ય જોતા તો કંપી ઉઠે છે પ્રતીક ના પપ્પા પણ માંડ માંડ કરી ને પોતાની જાત ને સંભાળે છે. સ્ટ્રેચર મા લેટાવી ને તેને એમ્બ્યુલન્સ મા લઈ જવા મા આવે છે. બધા હોસ્પિટલમાં પહોંચે છે અને ત્યાં સુધીમાં બધા દોસ્ત ત્યાં આવી પહોંચે છે પણ પ્રતીક ના પપ્પા તેમને ઘરે જવાનું કહે છે કારણ કે રાત ઘણી થઈ ગઇ હતી,ના છૂટકે બધા પોત પોતાના ઘરે જાય છે પણ આજે કોઈ ને પણ નીંદર આવે તેમ ન હતી.
ડો.કામદાર:- ઓફિસર અત્યારે પ્રતીક ની હાલત બોવ નાજુક છે,તેને કોઈ તીક્ષ્ણ હથિયાર વડે મારવામાં આવેલ છે. જેના કારણે તેના શરીર માથી ઘણી માત્રા મા લોહી વહી ગયું છે. અમે અમારા થી બનતા બધા પ્રયાસો કરશુ બાકી બધું ભગવાન ના હાથ મા છે.અમે અત્યારે ઓપરેશન ચાલુ કરીયે છીએ તો તમે થોડીક પેપર ની ફોર્મલિટી પુરી કરજો.

પપ્પા:- તમે ખર્ચા ની ચિંતા નો કરતા ડોકટર પણ મારા છોકરા ને બચાવી લેજો.

ડો.કામદાર:- તમે આજ સુધી ઘણા માણસો ની નિઃસ્વાર્થ સેવા કરી છે, પુરી ઈમાનદારી અને નિષ્ઠા સાથે તમે ફરજ બજાવો છો તે આખા શહેર ને ખબર છે. ભગવાન તે બધાની દુઆ તો સાંભળશે જ ને, પણ તમે હિંમત હારસો તો કેમ ચાલશે?

પપ્પા:- ઠીક છે ડોક્ટર તમે ઓપરેશન ની તૈયારી કરો, હું પેપર નું કામ પતાવું છું.

( 5 દિવસ પછી )

પપ્પા:- " પ્રતીક 6 વાગી ગયા છે. નાહી-ધોય ને ફ્રેશ થઈ જા દાદા ને તારી સાથે વાત કરવી છે. આપણા પોલીસ ગ્રાઉન્ડ મા મંદિર છે ને, ત્યાં દાદા બેઠા છે એટલે ફ્રેશ થઈ ને ત્યાંજ જજે સીધો.

પ્રતીક:- ઠીક છે પપ્પા.

(મંદિર પહોંચીને)
પ્રતીક:- પગે લાગીને, જય માતાજી દાદા.
દાદા:- જય માતાજી. બેસ અહીંયા.
પ્રતીક:- પપ્પા કહેતા હતા કે તમારે મારૂ કઈક કામ છે!
દાદા:- હા, વાત જ એવી છે કે?
પ્રતીક:- પણ, તમે આમ ચિંતા માં કેમ છો બોવ, જ્યારથી તમે પરિક્રમા માંથી પાછા આવ્યા છો ત્યારથી કંઈક ચિંતા મા લાગો છો?
દાદા:- આ વાત જ એવી છે કે કદાચ તને મારી ઉપર વિશ્વાસ પણ નો આવે!
પ્રતીક:- અરે દાદા, કેવી વાત કરો છો તમે! મને તમારી ઉપર પુરે પૂરો વિશ્વાસ છે પણ હવે તમે મને આખી વાત કરો તો કાઈ ખબર પડે?
દાદા:- પરિક્રમા મા જ્યારે અમે રાત વાસો કરવા જંગલ મા રોકાણા. ત્યારે મોડી રાતે ત્યાં અચાનક દીપડો ઘુસી આવ્યો, જેના કારણે ભારી અફડાતફડી મચી ગઇ. બધા માણસો આમથી તેમ ભાગવા મંડ્યા અને ઓચિંતોજ તે દીપડો મારી પાછળ થયો. હું ભાગતો ભાગતો એક ગુફા પાસે આવી ને ઉભો રહ્યો અને તે દીપડો પણ મારી સામે આવી ને ઉભો રહ્યો હવે મેં બધું ભગવાન માથે છોડી દીધું. જ્યારે મેં આંખો ખોલી તો સામેજ એક અઘોરીઓ નું ટોળું ઉભું હતું તે દીપડો પણ એક અઘોરી ના પગ પાસે બેસી ગયો.

હું આ બધું જોઈ ને હું અવઢવ મા મુકાય ગયો, અને મારા હાવભાવ જોઈ ને તેમાંથી એક અઘોરી મારી પાસે આવ્યો અને મને કહ્યું કે તમારે ગભરાવાની કોઈ જરૂર નથી. તમને અહીં એક ખાસ ઉપદેશ્ય માટે બોલાવવામાં આવ્યા છે. આગળ ની બધી વાત હવે તમને અઘોર ગુરુ બાળીનાથ કહેશે.

અને તે બધા અઘોરીઓ એ ગુફા ની બાજુ મા રહેલ સિલા તરફ હાથ જોડી તેમને અઘોર ગુરુ નું આહવાન કર્યું. બધા ની નજર સમક્ષ એક પ્રકાશ પુંજ થયો અને બધા એ તેમની સમક્ષ અઘોર ગુરુ બાળીનાથ ને જોયા.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED