six rengers-1 books and stories free download online pdf in Gujarati

સિક્સ રેન્જર્સ-1

પ્રતીક
જય(નાનો ભાઈ)
પ્રતીક:-ભદો
યુસુફ
વૈભવ
નિધિ

પ્રતીક:- જય આ ભદા ને ફોન કર ને, કેમ હજી સુધી નથી આવ્યો?
જય:- એણે ફોન કાપી નાખ્યો.
ભદો:- આ આવી ગયો ભાઈ એટલે ફોન કાપી નાખ્યો.
પ્રતીક:- કેટલી વાર હોય ભદા, વૈભવ,યુસુફ,નિધિ ત્યાં રાહ જોવે છે. હવે ઉતાવળ કર તો સારી વાત છે.
ભદો:-ok,ભાઈ હવે ચાલો નેતર ઇ બધા હજી ઘીચકાવસે મોડું થશે તો.
નિધિ:- આ તો સાવ ખંડેર જેવી જગ્યા છે,કેમ બધા ને અહીં બોલાવ્યા તે?
પ્રતીક:-ભદો,યુસુફ,વૈભવ,નિધિ,જય બધા સાંભળો આજ થી આ જૂની ખંડેર પોલીસ લાઈન ના ભાગ ને આપડો અડ્ડો ઘોષિત કરવા માં આવે છે. બધા એ 4થી6 આ અડ્ડા પર ભેગું થવાનું અને કોઈ ને કાઈ પણ સમસ્યા હોય અથવા આપડા કોલેજ ને લગતું કાય હોય તો બધા કામ આ અડ્ડા પર કરવાના.
જય:- પણ ભાઈ..
પ્રતીક:- હજી મારી વાત પૂરી નથી થય. હવે મેન વાત,આ અડ્ડા વિશે આપડા સિવાય બીજા કોઈ ને પણ જાણ કરવાની નથી. બીજો point બધા એ ફરજીયાત 4થી6 અહી ભેગું થવાનું છે. હવે કોઈ ને કાઈ પ્રશ્ન હોય તો પૂછો.
વૈભવ:- તારા પપ્પા પોલીસ મા છે અમારા નય અને આ ભાગ પોલીસ લાઈન ની પાછળ જ છે, કોક દી કોઈ ચોર સમજી ને લમધારી નાખે તો.
ભદો:- હા ભાઈ, એની વાત સાચી છે હો.
યુસુફ:- એલા આ બેય કેમ સાવ છોકરી જેવા છે.
નિધિ:- એ છોકરી વાળી બધી છોકરી કાય બિતી નો હોય શુ.
યુસુફ:- હા સોરી, ભૂલ થઈ ગઈ મારી,પણ આ બેય છે ને બીકણ સાવ.
પ્રતીક:- બીવાની કાઈ જરૂર નથી, બાકી બધું મારા પર છોડી દયો, તો હવે ok સમજુ ને બધા નું?

એકી સાથે (જી સાબઝી?)

પ્રતીક:- હવે,મેન વાત ઇ કે આજે કોલેજ મા મારો જગડો થયો. પેલા આખી વાત સાંભળજો પછી મને કાય કેવું હોય તો કેજો. એમા થયું એવું કે રીસેસ મા તમે બધા વયા ગયા ત્યાર બાદ હુ પાણી ની બોટલ ભરવા ગયો. ત્યાં જિલેશ ને એના ફ્રેંડસ ભેગા થઈ ગયા તે બધા ભૂત ની વાત કરતા હતા અને તે પણ આ જુના પોલીસ ક્વાર્ટર ની. આપણા અડડા થી આગળ જે સાવ જર્જરીત કવાટર્સ છે તે,એટલે મે તેને આ ખોટી અફવા ફેલાવાની ના પાડી તો તેણે તો સીધી સરત મારી કે આ રવિવારે રાતે 11 વાગે તારુ ગ્રુપ અને મારું ગ્રુપ ત્યાં ભેગા થાસે અને તારે ત્યાં 1કલાક જેટલો સમય પસાર કરી,પ્રૂફ લય ને આવવાનું કે ત્યાં કાઈ નથી. મે તો તેને હા પાડી દીધી.
નિધિ:- આ બધું સુ લેવાને કરવું જોય તારે,તને ખબર જ છે કે આપડા જેતપુર સિટી મા હમણાં એલર્ટ છે કે જૂનાગઢ ના કોક કિડનેપર્સ હમણાં જેતપુર મા છે, અને 10 વાગ્યા બાદ કોઈ એ પણ ઘર ની બારે ના નીકળવુ આ વાત તારા પપ્પા એજ કરી છે. તને યાદ હોય તો.
પ્રતીક:- અરે, હા યાર યાદ છે મને અને મે પણ સરત લગાડી દીધી છે,તમારે આવવું હોય તો આવજો નેતર હું એકલો પહોંચી જઇસ,ચાલ જય હવે આપડે નીકળી.
ભદો:- ઉભી રે નીકળી વાળી,તાવડી તપાવી લીધી આટલી વાર મા,હવે તે કય જ દીધું છે તો જોયું જાશે.
નિધિ:- જય ભાઈ, તમારા મમ્મી આને મીઠું નાખવા નું ભૂલી ગયા લાગે છે.?(ભાગી જાય છે.)
પ્રતીક:- શુ બોલી તું ચિબરી ઉભીરે ક્યાં જઈશ તું ભાગી ને.
યુસુફ:- આ બેય નું તો રોજ નું થયું ચાલો હવે આપડે નીકળી, જય તું મારી સાથે આવી જજે.
જય:- ઠીક છે.
ભદો:- બધા એ કઈ કઈ વસ્તુ લાવવી એ હું whatsapp કરી દઈશ,ચાલો બધા ને જય લંકેશ.??
જય:- યુસુફ ભાઈ આ કેમ તમે બધા જય લંકેશ બોલો છો?
યુસુફ:- આ સમય મા તો ભગવાન રામ જેવા તો કોઈ થઈ નો શકે અને રહી વાત રાવણ ની તો તે પ્રખર પંડિત,જ્ઞાની,મહાન શિવ ભકત હતો અને તેણે માતા સીતા ને કિડનેપ કર્યા બાદ પણ માતા સીતા સાથે તેણે બળજબરી કરવાની કોશીશ નથી કરી, તે સંયમ રાખી તેની સાથે વિવાહ કરવા માંગતો હતો. ટૂંકમાં આપડે આ સમય માં જો ભગવાન રામ જેવા નો થઈ શકીયે તો રાવણ તો એક રાક્ષસ હતો અને આપડે મનુષ્ય તો આપડા માં કાયક નીતિ તો હોવી જોય ને.
જય:- ક્યાં બાત, તમે મુસલમાન હોવા છતાં આટલી બધી કેમ ખબર.
યુસુફ:- આ બધું તારા ભાઈ ના પ્રતાપે. હવે ઘર આવી ગયું બીજી વાત કાલે ચાલો જય લંકેશ.

(5 દિવસ પછી)

પ્રતીક:- યુસુફ, તે છોકરી ને બચાવી લે નેતર આ મારી નાખશે યુસુફ.........

તો શુ થયું હતું રવિવાર ની રાતે તે આગળ ના પાર્ટ મા જોઈએ.
to be continued..

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED