ભાગ - 16
(આગળ જોયું કે રોહન નું નામ નીકળતા એની એકટીવીટી માં કોઈ ને પ્રોપોઝ કરવાનો ટાસ્ક મળે છે પ્રોપોઝ કરવા માટે છેલ્લી રહેલી 2 ચિઠ્ઠી જેમાં રશ્મિ અને તેજલ નું નામ છે એમાં થી એક ચિઠ્ઠી ઉપાડે છે બધા અપલક જોઈ રહ્યા છે કે કોનું નામ નીકળશે હવે જોયે આગળ)
અનાઉન્સર ચિઠ્ઠી વાંચે છે અને બધા મહેમાન તેજલ રશ્મિ અને રોહન બધા અનાઉન્સર સામે જુવે છે કે કોનું નામ આવ્યું છે બધા ની આતુરતા જોઈ અનાઉન્સર હસે છે અને કહે છે કે આપની આતુરતા ના વધારતા હું નામ અનાઉન્સ કરી જ દઉં છું તો રોહન જેને પ્રોપોઝ કરશે..... એનું...... નામ....છે......
એનું... નામ છે.....
તેજલ
તેજલ નું નામ સાંભળતા જ રોહન નું હૃદય એક ધડકન ચુકી જાય છે કુદરત પણ શું વિચારી ને બેઠી છે જેને રોહન ખરેખર દિલ થી પ્રેમ કરે છે એને જ પ્રેમ નો એકરાર કરવાનો મોકો મળ્યો છે એ પણ બધા ની સામે શુ કહેવું શુ ના કહેવું રોહન એ ગડમથલ માં છે
અનાઉન્સર તેજલ ને સ્ટેજ પર જવા વિન્નતી કરે છે પૂજા તેજલ ને ઓલ ધ બેસ્ટ કહે છે રશ્મિ ને પોતાની બદલે તેજલ નું નામ આવ્યું એ જરા પણ નથી ગમતું પણ એ એક રમત નો ભાગ છે એવું પોતાના મન ને કમને સમજાવે છે
તેજલ સ્ટેજ પર જવા આગળ વધે છે પણ જેમ જેમ તે આગળ વધે છે તેમ તેમ રોહન નું હૃદય જોર જોર થી ધડકવા લાગે છે તેજલ રોહન ની એકદમ સામે ઉભી જાય છે અને અનાઉન્સર બધા ની સાથે જઈ સ્ટેજ ની નીચે બેસી જાય છે સ્ટેજ પર ફક્ત તેજલ અને રોહન જ છે રોહન તો બસ તેજલ ને જોયા રાખે છે પૂજા કહે ચલ રોહન આજ તો થઈ જ જાય બધા કહે છે હા હા રોહન પણ રોહન ને તો કોઈ ના શબ્દ જાણે સંભળાતા જ નથી કાને અથડાય અને પાછા જાય છે ત્યાં જ અજય કહે છે ચલ મેરે શેર અને રોહન એકનજર બધા પર નાખે છે આ પલ ને વધુ રોમેન્ટિક બનાવા બધી લાઈટ બંદ કરી દેવા માં આવે છે અને એક ફોક્સ લાઈટ એ બન્ને પર રહે છે
રોહન તેજલ સામે જુવે છે તેજલ રોહન ને જુવે છે રોહન ને લાગે છે જાણે આજુબાજુ કોઈ છે જ નહીં એ બેજ છે એને તેજલ નો હાથ પકડ્યો અને એની આંખો માં જોઈ કહ્યું કે "એ અંધારી રાત એ વરસાદ અને એમાં પલળતી તું, જ્યારે પહેલીવાર જોઈ અને બસ હું જોતો જ રહી ગયો એ તારો માસૂમ ચહેરો, માસૂમ મુસ્કાન, અને ત્યારે તો સમય જ રોકાઈ ગયો જ્યારે તારી આંખો જોઈ અને આંખો જોતા જ તારી આંખો માં થી છુટેલું એ ધારદાર તિર સીધું મારા દિલ ને આરપાર થયું અરે એ આંખો એ તો ખાલી દિલ ઘાયલ કર્યું પણ આ હોઠ નીચે નો તલ.. એને તો સજા મળવી જોઈએ. એ તો કાતિલ છે મારા દિવસ અને રાત ની નીંદર નો.. બસ જ્યાર થી જોયો છે ત્યારે થી કાઈ બીજું દેખાતું જ નથી જેમ વરસાદી રાત માં વીજળી થાય અને એ એક પળ માટે બધે અજવાશ પથરાય એમ તું પણ એ થોડીક ક્ષણ માટે આવી મારી જિંદગી નો અંધકાર દૂર કરી ગઈ પણ જેમ વીજળી પણ એક ક્ષણ માં ગાયબ થાય એમ તું પણ ચાલી ગઈ અને મારું દિલ પણ તારી સાથે લઈ ગઈ તારું મારુ મળવું અશક્ય જ હતું જાણે..
પણ કહ્યું છે ને "किसी चीज़ को इतनी सिद्त से चाहो तो पूरी कायनात लग जाती है उसे तुमसे मिलाने में" અને જો આજ તું મારી સામે છે મારા માટે તું શું છે એ તને ખુદ ને નહિ ખબર હોય..
આ શરીર મારુ છે પણ આત્મા તું છે
એમાં જીવ મારો છે પણ શ્વાસ તું છે
તુ જ હર ખુશી તું જ બંદગી
તારા વિના હું અધુરો હતો
અને હજી પણ અધુરો છું
તું જ મારા પ્રાણ, તું જ મારી જિંદગી
આજ હું તને બસ એટલું જ કહેવા માગું છું કે હા હું તને ખૂબ પ્રેમ કરું છું આટલા વર્ષ કાઢી લીધા મેં તારા વિના પણ હવે એક પળ પણ કાઢવી મુશ્કેલ છે હું તારા વિના ની જિંદગી વિચારી પણ શકું એમ નથી હું જીવવા માંગુ છું મારી જિંદગી સાથે હા હું જીવવા માંગુ છું તારી સાથે..
I LOVE YOU તેજલ
તેજલ એક ચિત્તે રોહન સામે જોઈ આ સાંભળી રહી છે બન્ને એકબીજા સામે જુવે છે આખા હોલ માં નીરવ શાંતિ છે થોડીવાર કોઈ કાઈ બોલ્યું નહિ પણ અજય એ જોર થી રાડ નાખી વાહ મેરે શેર તું ને કર દિખાયા અને તાળીઓ ના ગડગડાટ અને ચિચિયારીઓ થી આખો હોલ ગુંજી ઉઠે છે રોહન નું ધ્યાન ભંગ થાય છે એ બધા સામે જુવે છે ત્યાં આખા હોલ ની લાઈટ ચાલુ કરવા માં આવે છે પૂજા અને અજય બન્ને સ્ટેજ પર દોડી જાય છે અને રોહન ને ગળે મળે છે પૂજા કહે રોહન વિશ્વાસ નથી આવતો કે આ તું જ છે આટલી સરસ એક્ટિંગ... અજય કહે હા યાર તે તો ફિલ્મો ના હીરો ને પાછળ છોડી દીધા આવો ડાયલોગ તો એ પણ નથી બોલતા અને રોહન ને ગળે લગાડે છે અને નીચે લઈ જાય છે રોહન નો હાથ હજી તેજલ ના હાથ માં હતો જે છોડતી વખતે રોહન તેજલ સામે જુવે છે એતો હજી જડવત ત્યાં જ ઉભી છે પેલી વાર દિલ માં કૈક અજીબ લાગણી થઈ રહી છે શું એ એ પણ નથી જાણતી પણ કંઈક બદલાઈ ગયું ખરું રોહન ની નજર એ તેજલ ની નજર ને પેલી વાર ખેંચી રાખી એ નીચે જતા રોહન ને જોયા રાખે છે રોહન ની નજરે જાણે એને કેદ કરી લીધી ત્યાં જ પૂજા તેજલ પાસે આવે છે અને હાથ પકડી હચમચાવે છે તેજલ પૂજા સામે જુવે છે પૂજા એની ટાંગખીચાઈ કરતા કહે છે કેમ મેડમ થઈ ગઈ ને બોલતી બંદ મારા ભાઈ એ તારા હોશ ઉડાવી દીધા ને તેજલ શરમાઈ ને કહે છે ચલ ચલ એવું કંઈ નથી પૂજા કહે બસ કર તારું મોઢું જ કઈ દે છે બધું કે મેડમ પાસે શબ્દ જ ન રહ્યા કાઈ ચલ હવે નીચે એમ કહી નીચે જાય છે બધા રોહન ના વખાણ કરે છે તો ઘણા લોકો તેજલ ની પણ મસ્તી કરી રહ્યા છે બધા પોતપોતાની ધૂન માં મસ્ત છે પણ બે આંખો અત્યારે આંસુ થી છલકાઈ રહી છે......
TO BE CONTINUE......
( કોણ હતી એ બે આંખો??? તેજલ એ અનુભવેલી અજાણી લાગણી શુ હતી ????? રોહન ના તેજલ પ્રત્યે ના પ્રેમ નો શુ હશે અંજામ ???? શુ થશે આગળ???? એ જાણવા વાંચતા રહો દિલ કા રિશ્તા......