દરેક સફળ વ્યકિતની પાછળ તેના માતાપિતા , ગુરૂજનો નો ફાળો અગ્રેસર હોય છે. સફળતા હાંસલ કરવા વ્યકિતએ ખૂબજ પરિશ્રમ કરવો પડે છે. સખત પરિશ્રમ અને આવડતના કારણે જ તે સફળતાના શીખરો હાંસલ કરે છે. કોઇપણ વસ્તુ પ્રાપ્ત કરવા આત્મવિશ્વાસ કેળવવો ખૂબ જ જરૂરી છે. કહેવત છે કે મન હોય તો માંડવે જવાય. દરેક કાર્યની સફળતાના મૂળમાં આત્મવિશ્વાસ અગત્યનો ભાગ ભજવે છે.
એક બાળક નાની ઉંમરે પ્લેસેન્ટર માં જતી વખતે નિયમિત રડતો હતો કારણ કે તેને શાળાએ જવાનું ગમતું નહોતું. પરંતુ તેની મમ્મી તેને શાળાએ જવા પ્રેમથી સમજાવતી અને ભણવા માટે પ્રેરણા આપતી. આમ તેની મમ્મીએ તે બાળકમાં આત્મવિશ્વાસ જગાવ્યો. ધીમે ધીમે શાળાએ જવાના સમયે બાળકનું રડવાનું ઓછુ થઇ ગયું અને ભણવામાં મન પરોવવા લાગ્યું. આ બધો યશ તેની મમ્મીને ફાળે જાય છે કારણ કે તેની મમ્મી ને તેનામાં પૂર્ણ આત્મવિશ્વાસ હતો કે મારુ બાળક અચૂક શાળાએ જશે અને સારી રીતે અભ્યાસ કરશે. જે વ્યકિતમાં આત્મવિશ્વાસ હોય છે તે જીવનમાં હંમેશાં કંઇક ને કંઇક નવું કરતા હોય છે. અને નામના મેળવતા હોય છે. જયારે અમુક વ્યકિતઓને આત્મવિશ્વાસના અભાવે જીવન નિરસ લાગે છે અને અકાળે ન કરવાનું કરી બેસે છે. અમુક વિદ્યાર્થીઓમાં વધુ પડતા આત્મવિશ્વાસના કારણે પરીક્ષામાં જોઇએ તેવું પરિણામ મેળવી શકતા નથી. માટે આત્મવિશ્વાસ ને કેન્દ્રમાં રાખીને જ પ્રગતીકારક કાર્ય કરવા જોઇએ.
આપણા દેશના મહાન વૈજ્ઞાનિક અને આદરણીય રાષ્ટૃપતિ ડૉ. અબ્દુલ કલામ સાહેબે કહયું છે કે જો મારુ ભણેલુ વિજ્ઞાન દેશને કામ ન લાગે તો તે વિજ્ઞાન શું કામનું ? પરંતુ તેમનામાં કંઇક નવું સંશોધન કરવાના આત્મવાશ્વાસના કારણે વિજ્ઞાનક્ષેત્રે તેમને બહુ મોટું યોગદાન આપેલ છે.
આપણા દેશના ધનાઢય વ્યકિતઓ જેવાકે મૂકેશ અંબાણી, રતન તાતા, અદાણી જેવા ઉદ્યોગપતિઓ તેમના ભરપૂર આત્મવિશ્વાસને કારણે જ દેશમાં નામના મેળવી છે.તદ્ઉપરાંત સ્ટીવ જૉબ્સ, વૉરન બફેટ, બીલ ગેટસે પણ આત્મવિશ્વાસ પર જીત મેળવીને ટેકનોલૉજીક્ષેત્રે સંશોધનો કરી દેશવિદેશમાં તેમના નામનો ડંકો વગાડયો છે.
આપણા રાષ્ટૃપિતા મહાત્ત્મા ગાંધીજી એ સત્ય અને અહિંસા પર કાબુ રાખી બસો વષૅથી રાજ કરતાં અંગ્રેજોની ગુલામીમાં થી મુકત કરી આપણા દેશને આઝાદી અપાવી . પુ.ગાંધીજીનો આત્ત્મવિશ્વાસ કેટલો પ્રબળ હશે કે દેશને આઝાદી અપાવવા હિંસાનો માગૅ બિલકુલ અપનાવ્યો નહિં. એટલે જ તો ગાંધીજી માટે લખાયું છે કે 'દેદી હમેં આઝાદી બિના ખડગ બિના ઢાલ,સાબરમતી કે સંત તુને કર દિયા કમાલ.'
બાળકોના અભ્યાસ વિશે વિચારીએ તો બાળકોએ પણ પૂરતો આત્મવિશ્વાસ કેળવવાની જરૂર છે.એક ઉદાહરણ લઈએ તો એક વગૅ માં 30 બાળકો હતા. કલાસના શિક્ષણવિદે એક દિવસ બાળકોમાં આત્મવિશ્વાસ કેટલો છે તે અંગે પરીક્ષા લેવાનુ વિચાર્યુ. તેમને 15 બાળકોને એક વર્ગ માં અને બીજા 15 બાળકોને બીજા વર્ગ માં એ મુજબ બંને ગ્રૃપ ને અલગ અલગ ઓરડામાં બેસાડયા. દરેક બાળકો ધોરણ-8 માં અભ્યાસ કરતા હતા.શિક્ષકે પ્રથમ ગ્રૃપના 15 બાળકોને એક મૌખિક પ્રશ્ન પુછયો અને કહયુ કે આ પશ્ન એટલો અઘરો છે કે ધોરણ-10ના વિદ્યાર્થિઓ પણ આ જવાબ આપી શકે તેમ નથી.જેથી બાળકો માં આત્મવિશ્વાસ તોડી નાખ્યો અને ઘણાખરા બાળકો ને જવાબ આવડતો હોવા છતાં જવાબ ન આપી શકયા. ત્યારબાદ શિક્ષક બીજા રૂમમાં બેસાડેલ 15 બાળકોને પણ આ જ પ્રશ્ન પૂછયો અને કહયુ કે આ પ્રશ્ન નો જવાબ એટલો બધો સહેલો છે કે ધોરણ-7ના વિદ્યાર્થિઓ પણ સહજતાથી આ પ્રશ્ન નો ઉત્તર આપી શકે તેથી આ ગ્રૃપના બાળકોમાં આત્મવિશ્વાસ પ્રબળ બનાવ્યો. જેના કારણે 15 માંથી 12 બાળકો એ સાચો જવાબ આપ્યો. ફકત 3 બાળકોના જ જવાબ ખોટા પડયા. જયારે પ્રથમ ગ્રૃપ ના બાળકો આત્મવિશ્વાસના અભાવે 3 બાળકોના જવાબ સાચા પડયા જયારે 12 બાળકો ના જવાબ ખોટા પડયા. દરેકમાં self-confidence પેદા થાય તો જ પ્રગતિના પંથે આગળ ધપે.
આત્મવિશ્વાસ છલોછલ ભરેલો છે તેની એક સત્ય ઘટના અરૂણીમાસિંહા છે. તે એક વખત ટ્રેનમાં મુસાફરી કરતી હોય છે ત્યારે ગુંડાઓ સાથે તેને ઝપાઝપી થતાં ટ્રેનના દરવાજા નજીકથી તેનો પગ લપસી જતાં તે રેલ્વેટ્રેક પર પડી જાય છે. એક પગ કપાઈ જાય છે. અરૂણીમાસિંહા એક સારી પર્વતારોહક હતી. પરંતુ કપાયેલા પગ વડે તે ટ્રેકિંગ કરી શકે તેમ ન હતી. તેને કૃત્રીમ પગ લગાવી પર્વત પર ટ્રેકિંગ કરવાની સખત પ્રેકટીશ કરી. કોઈ તંદુરસ્ત વ્યકિત જો પર્વત પર ચઢાણ કરવા અશકિતમાન હોય તો કપાયેલ પગવાળી, કૃત્રીમ પગધારણ કરેલ અરૂણીમાસિંહામાં કેટલો પ્રબળ આત્મવિશ્વાસ હશે કે તેને હિમાલયનું ઉંચામાં ઉંચુ માઉન્ટ એવરેસ્ટ શીખર સર કરી વિશ્વમાં અપંગ છોકરી પર્વતારોહક તરીકે નામના મેળવી. આ સફળતા મેળવવાનું મૂળ તેનામાં રહેલો આત્મવિશ્વાસ છે.
દરેક વિદ્યાર્થીમિત્રોને મારી નમ્ર વિનંતી છે કે અભ્યાસમાં સફળતા મેળવવા અભ્યાસ પ્રત્યે રૂચી કેળવવા અને પોતાનામાં ભરપૂર આત્મવિશ્વાસ રાખી સફળતાના માર્ગે આગળ વધો તેવી શુભકામના.