Premnu Aganphool - 2 - 1 books and stories free download online pdf in Gujarati

પ્રેમનું અગનફૂલ - 2 - 1

પ્રેમનું અગનફૂલ

વ્રજલાલ હિરજી જોષી

ઘૂંટાતું રહસ્ય

ભાગ - 1

આનંદને તેની માતા આરતીની ચિંતા સતાવતી હતી.

યાસ્મીનને બચાવવાના ચક્કરમાં ઘણો સમય નીકળી ગયો હતો. તેની માતાની શું હાલત હશે તે વિચારથી તેનું મગજ ફાટી રહ્યું હતું. જેમ યાસ્મીનના માતા-પિતા, બેનની હાલત કરી નાખવામાં આવી હતી. તેમ તેની માતા સાથે ? નહીં... નહીં....’

વિચારોમાં દોડતા મગજને અચાનક ઝાટકો લાગ્યો.

તેના પગ એકાએક મોટર સાઈકલની બ્રેક પર દબાઈ ગયા.

ટાયરના ચિચિયારીના અવાજ સાથે દોડતી મોટર સાઈકલને બ્રેક લાગતાં એકદમ આગળની તરફ ઢસડાઈ અને તેના વ્હીલ ત્રાસા થઈ એકદમ આડાં થઈ ગયાં.

મોટરસાઈકલના આગળના ટાયર્સ પાસેનું ર્દશ્ય જોઈ આનંદના રુંવાડાં ઊભા થઈ ગયાં.

આગળ એક માસુમ બાળકીની લાશ પડી હતી.

ઝડપથી મોટર સાયકલને સાઈડ સ્ટેન્ડ પર ઊભી રાખી આનંદ નીચે ઊતર્યો.

ક્ષણનોય વિલંબ થયો હોત તો તે બાળકીની લાશ પર તેની મોટર સાઈકલનું આગળનું ટાયર્સ ચડી ગયું હોત.

આનંદ આગળ વધી બાળકીની લાશ જોવા લાગ્યો. યાસ્મીન પણ તેની પાછળ આવીને ઊભી હતી.

બાળકીને છૂરીના ઘા મારી બેરહેમીથી મારી નાખવામાં આવી હતી.

બાળકી હિન્દુ હતી કે મુસલમાન તેનો પણ ખ્યાલ આવતો ન હતો. પણ એટલું ચોક્કસ હતું કે બાળકીને બેરહેમીથી મારી નાખવાનું કામ શહેરમાં કત્લેઆમ કરનારા કોઈ દંગા-ફસાદીઓનું જ હતું.

‘હે ઈશ્વર.... આ... આ... શું થઈ રહ્યું છે. ભગવાન આ માસમ બાળકીનો શું વાંક હતો. ધર્મના નામે લડારાનાઓએ એક માસુમ બાળકીને પણ ન મૂકી.’ બબડતાં આનંદના આંખમાંથી આંસુના બે બુંદ સરી પડ્યા અને શ્રદ્ધાંજલિ રૂપે તે બાળકીના મસ્તક પર પડ્યાં.

‘આનંદ... ભઈલા... આ લોકો હેવાન બની ગયા છે. તેઓને કશું જ ભાન નથી. હે ઈશ્વર! હે અલ્લા, તે આ કત્લેઆમનો શું જવાબ આપશે. ચાલ ભાઈ... નહિતર આપણે ક્યાંક પાછા મુસિબતમાં ફસાઈ જશું.’ પાછળથી આનંદના ખભા પર હાથ મૂકી આશ્વસન આપતાં યાસ્મીન બોલી.

આનંદે ગરદન પાછળની તરફ ઘુમાવી. યાસ્મીન સામે જોયું. રડી રડીને યાસ્મીનની આંખો લાલ થઈ ગઈ હતી.

‘બેન... આ કત્લેઆમ કરનારાઓને તો હું રોકી નથી શક્યો, પરંતુ તેની જડ સુધી પહોંચવાનો હું ચોક્કસ પ્રયાસ કરીશ.’ મક્કમતાપૂર્વક હોઠ ભીંસતાં બોલતો આનંદ ઝડપથી મોટર સાયકલ પર સવાર થયો. યાસ્મીન પાછળ બેસી ગઈ કે તરત મોટર સાયકલ સ્ટાર્ટ કરી તેણે ફુલ સ્પીડમાં આગળ ધપાવી દીધી.

ઘર પાસે આવતાં આનંદે મોટર સાયકલ થોભાવી.

પોતાના ઘરને સુરક્ષિત જોઈ તેને હાશકારો અનુભવ્યો.

બેટા.... બેટા... આનંદ. મોટર સાઈકલનો અવાજ સાંભળી આરતી તુરંત બહાર દોડી આવી.

‘મમ્મી.... તને સુરક્ષિત જોઈ શાંતિ થઈ.’

‘આનંદ... મને શું હું તો ઘરમાં બેઠી હતી, તું ઘરની બહાર હતો. હું તો તારી ચિંતામાં મરી રહી હતી.’ બોલતાં અચાનક આરતીની નજર મોટરસાયકલમાં આનંદ પાછળ બેઠેલી યાસ્મીન પર ગઈ.

‘અરે... બેટા... આ કોણ છે?’ વસ્ફારિત નજરે યાસ્મીન સામે જોતા આરતી બોલી.

‘મા... ઘરમાં ચાલ પછી બધી વાત વાત કરું છું. બાઈકને સ્ટેન્ડ પર લગાવતાં આનંદ બોલ્યો, પછી યાસ્મીન સામે જોઈ કહ્યું, ‘ચાલ.... યાસ્મીન’ કહી તે ઘરમાં જવા આગળ વધ્યો. યાસ્મીન અચકાતી... અચકાતી તેની પાછલ જવા લાગી.

આરતીના મોં પર મૂંઝવણના ભાવ છવાયેલા હતાં.

ઘરમાં ગયા પછી આનંદે પોતાની મમ્મીને બધી જ વાત વગતવાર કહી. પોતાનો દીકરો માંડ માંડ જીવ બચાવીને ઘરે પાછો ફર્યો છે, તે વાત સાંભળી આરતી ધ્રૂજી ઊઠી. મનમાં ને મનમાં તેણે ઈશ્વરને આબાર માન્યો.

‘બેટા.... તું ચિંતા ન કરતી, આ તારું જ ઘર સમજજે. મને તારી મા અને આનંદને તારો ભાઈ સમજજે. તારાં માતા-પિતા બેનને બેરહેમોએ મારી નાખ્યા. તારી વાત સાંભળી બહુ જ દુઃખ થાય છે, પણ બેટા ‘હોનીને કોણ ટાળી શકે છે. હું છું ને તારી મા.’ આરતીનો સ્વર ભીનો થઈ ગયો.

યાસ્મીન આરતીને ગળે વળગીને ધ્રુસકે ધ્રુસકે રડી પડી.

બે દિવસની ધમાલ પછી.

આખા શહેરને આર્મીના યુવાનોએ કોર્ડન કરી નાખ્યું હતું.

ક્યાંય કોઈ ચકલુંય ફરક્તું ન હતું.

આખો દિવસ દોડધામમાં રહેતું શહેર સ્મશાનવત્ બની ગયું હતું.

ક્યાંક ક્યાંક છમકલાં થતાં હતાં, પણ આર્મે કડક હથે કામ લીધું.

ક્યારેક ક્યારેક તો આર્મીના યુવાનો પર અચાનક આજુબાજુના માળાની બારીવાટે એસિડનો છંટકાવ થતો હતો તો ક્યાંકથી પથ્થરો પણ માથા પર ઝીંકાતા હતા.

ક્યાંથી એસિડ ફેંકાતું, ક્યાંથી પથ્થર આવ્યો તેનો ખ્યાલ આવે તે પહેલાં જ એકદમ સન્નાટો છવાઈ જતો હતો.

માળાની કોઈ બારી ખૂલતી કે તરત આર્મીના યુવાનો અવકાશ તરફ ફાયરિંગ કરી ચેતવણી આપતા તરત ફટાક સાથે બારીઓ બંધ થઈ જતી.

શહેર એ શહેર નહીં પણ સ્મશાન હોય તેવું લાગી રહ્યું હતું.

જે દિવસે દંગા શરૂ થયા તે દિવસે ભારતના બધા જ મીડિયાવાળાઓએ ક્વરેજ કર્યો હતો અને સતત પ્રસારમ પણ ટી.વી. ચેનલો પર આવતું રહ્યું હતું, પણ બીજા દિવસથી મીડિયાવાળાઓને ક્વરેજ કરવા પર સખત મનાઈ હુકમ ફરવામાં આવ્યો હતો. કારણ કે ટી.વી.માં આવેલ દંગા ફસાદના પ્રસારણથી ગુજરાતમાં કેટલીય જગ્યાએ નાનાં-મોટાં છમકલાં થયાં હતાં.

આની અસર કચ્છમાં પણ થઈ.

અંજાર શહેરમાં દંગાફસાદ ચાલુ થયા પણ તુરંત નગરપાલિકાના પ્રમુખ ભરતભાઈ શાહે ગાંદીનગર બનાવની ત્વરાએ જાણ કરતાં કડક પગલાંના આદેશ આપવામાં આવ્યા અને અંજારમાં 302ની કલમ દાખલ કરી. કર્ફ્યું લાદી દેવામાં આવ્યો.

બનેલી ઘટનાઓથી કેટલાય લોકો મોતને ઘાટ ઊતરી ગયા, કેટલાય ગંભીર રીતે ઘાયલ થયા, કેટલાંય ઘરબાર સળગી જવાથી લોકો રસ્તા પર આવી ગયા. કેટલાય લોકોની દુકાને તોડફોડ થતાં, સળગાવી નાખતાં તેઓ ધંધા વગરના થઈ ગયા.

કોઈની મા મૃત્યુ પામી તો કોઈની પત્ની, બેન, કોઈના પિતા તો કોઈનો ભાઈ, કેટલાય કુટુંબો બેહાલ થઈ ગયાં.

બનેલી ઘટનાઓની દુધઈ સ્થિતિ ચિંતન કુટીર પર બાપુશ્રી રામેશ્વરાનંદ સરસ્વતીચંદ્ર એકદમ દુઃખી થયા હતાં.

માનવતા પર થયેલા કારમા ‘ઘા’થી તેઓ એકદમ વ્યથિત થયા હતા.

સર્વધર્મ સમભાવનાની ધર્મસભા યોજાઈ હતી.

બાપુ ઘણા દુઃખી જણાતા હતા.

જે થયું તે ઘણું જ ખરાબ થયું છે. બાપુ બોલતા હતા. ધર્મના નામ પર માનવતાની કત્લેઆમ ચલાવવામાં આવી રહી છે. હિન્દુ લોકો મુસ્લિમના દુશઅમન બની ગયા છે તો મુસલમાન હિન્દુઓના દુશ્મન.... વેરઝેર અને દુશ્નાવટે એટલી હદ ઓળંગી દીધી છે કે બંને કોમના લોકો એકબીજાને મારી નાખવા તૈયાર થયા છે.

ક્યાં ગયો ભાઈચારો...?

આ જ લોકો હતા જેઓ દેશની આઝાદી માટે ખભેખભા મિલાવીને લડ્યા અને આઝાદી મળતા બંને કોમના લોકોએ નક્કી કર્યું હતું કે આપણે એક જ કુટુંબના બે ભાઈઓ સંપીને રહેશું, પ્રેમથી રહેશું, ક્યાં ગયા એ બધા વાયદા... ક્યાં ગયો એ ભાઈચારો.

શા માટે એક જ ઘરના ભાઈઓ એકબીજાના દુશ્મન બની ગયા. એકબીજાને ખત્મ કરી નાખવા ઝનૂને ચડ્યા છે.

શું આ બધું ધર્મ માટે છે...? ક્યા ધર્મમાં લખ્યું છે કે ધર્મના નામે માનવતાને મારી નાખો. બીજા ધર્મ પાળતા લોકોને ખત્મ કરી આપણા ધર્મનો બહોળો પ્રચાર કરો. ક્યાં લખ્યું છે?

તમે ગીતા, કુરાન, બાઈબલ જેવા બધા જ ધર્મના ગ્રંથો વાંચી જજો. તમને ખ્યાલ આવશે કે ધર્મ શું શિખવાડે છે. ધર્મમાં પણ માનવતાનું ઉચ્ચ સ્થાન બતાવવામાં આવ્યું છે.

માનવોને માર્ગદર્શન આપવા. ખોટે રસ્તે જતા લોકોને પાછા વાળવા, માનવ, પશુ, પક્ષી અને કુદરતની આ સૃષ્ટિના રક્ષા માટે ધર્મની સ્થાપના કરવામાં આવી છે.

મને ખૂબ જ દુઃખ થાય છે. લોકો બધું જ ભૂલી જઈ ધર્મના નામ પર મારવા-મરવા પર ઊતરી આવ્યા છે. તમે વિચાર તો કરો ટ્રેનને સળગાવી મૂકવામાં આવી, અંદર બેઠેલા લોકોને જીવતા સળગાવી નાખવામાં આવ્યાં. ટ્રેનમાં બેઠેલા લોકો કેવા તડપી તડપીને મર્યા હશે. તેઓનો જીવ કેમ નીકળ્યો હશે. કેટલાય લોકોને તેના જ ઘરોમાં પૂરી દઈ પૂરા ઘરને કેરોસીન છાંટી સળગાવી નાખવામાં આવ્યા.

અરે... તમારી આંગળીને પેટ્રોલમાં બોળી દીવાસળી દઈને એક વખત સળગાવી તો જોજો. કેટલી વેદના થાય , તો જીવતા સળગી મરેલા લોકો કેવા પિલાયા હશે! આ બધું શા માટે?

તમને સૌને હું વિનંતી કરું છું, તમને સૌને હું પગે લાગી યાચના કરું છું. કચ્છમાં જે ભાઈચારો છે... કચ્છમાં હિન્દુ, મુસલમાન કોમો વચ્ચે સંપ છે, તેમાં મહેરબાની કરી વેરઝેર ઊભા થાય તેવું કોઈ જ કામ ન કરશો, હું હિન્દુ ભાઈઓને કહું છું, હું મુસલમાન ભાઈઓને પણ કહું છું. તમે લોકો જો મને તમારો પોતાનો ગણતા હોવ, મારા પ્રત્યે તમારા દિલમાં પૂજ્યભાવ હોય, લાગણી હોય તો મારી વાત માનજો તો હું સમજીશ કે મેં હિમાલયમાં કરેલ તપસ્યાનું ફળ મને મળી ગયું છે.’ બોલતાં બોલતાં બાપની આંખોમાં આંસુ ઊભરાઈ આવ્યાં.

ચાર દિવસથી સતત કર્ફ્યું પછી પરિસ્થિતિ ધીરે ધીરે થાળે પડતી જતી હતી. ક્યાંય કોઈ જ છમકલું ન થયું. પછી સરકારે લોકોને જીવન જરૃરિયાતની સામગ્રી લઈ શકે, મહત્ત્વનાં કાર્યો કરી શકે તે માટે કર્ફ્યું હળવો કરતાં સવારના બે કલાક ને સાંજે બે કલાક કર્ફ્યુને હટાવી દેવામાં આવ્યો. તે દિવસ શાંતિથી પસાર થઈ ગયો. સરકારે રાહતનો શ્વાસ લીદો.

‘આનંદભાઈ... હવે આજ કર્ફ્યુ હટાવી દેવામાં આવ્યો છે. તો મને મારા કાકાને ઘરે મૂકી આવ.’ યાસ્મીન બોલી.

‘કેમ... ? અહીં મઝા નથી આવતી. બે દિવસમાં ભાઈના ઘરે કંટાળી ગઈ?’ હસતા હસતા આનંદે યાસ્મીન સામે જોયું.

‘ભાઈ... એવું નથી પણ મારા ઘરની હાલત તેં જોઈ છે, ત્યાં મારા માતા-પિતા, બહેનની લાશો પડી છે. કદાચ આજુબાજુ વાળાઓએ દફનવિધઇ કરી દીધી હશે નહીં કરી હોય તો મારે બધું કરવું પડશે. શહેરમાં જ અમારા સંબંધી રહીમચાચા જે મારા પિતાના કઝીન મોટાભાઈ થાય. ભાઈ મારે તેની મદદ લેવી પડશે. યસ્મીનની આંખો આંસુઓથી છલકાઈ ગઈ...’

‘હું છું ને યાસ્મીન.... મેં તને બેન માની છે. તો તારા દુઃખના વખતમાં હું તને મદદ નહીં કરું તું એમ માને છે?’

‘ભાઈ એવું નથી. તેં મને તારા જાનના જોખમે બચાવી છે, પણ ભાઈ હજુ જખ્મ તાજો છે, તું અમારી પોળમાં આવીશ તો ક્યાંય ફરીથી બબાલ શરૂ થઈ જશે. ભાઈ મારી તને વિનંતી છે. મેં તને ભાઈ માન્યો છે. કોઈ પણ બહેન પોતાના ભાઈને દુઃખી થતો ન જોઈ શકે. ન તો ભાઈ માથે જોખમ આવી પડે તેવું બહેન ઈચ્છે, ભી... એટલે તો મારા માતા-પિતાની લાશોને છોડીને હું તારી સાથે આવી નીકળી હતી.’ કહેતાં કહેતાં યાસ્મીન રડી પડી.

‘બેટા... ચિંતા ન કર, તું કહીશ ત્યાં આનંદ તને સુરક્ષિત રીતે મૂકી આવશે. આનંદ પર સંકટ આવશે તેવી તું ચિંતા ન કરતી. તારો ભાઈ ગમે તેવા કટનો સામનો કરી શકે તેમ છે.’ યાસ્મીનના માથા પર વ્હાલથી હાથ ફેરવતા આરતી બોલી.

યાસ્મીન... હું તારા આચાનાર ઘરે તને મુકી જઈશ પણ શરત એટલી કે તારા પર કાંઈ પણ મુશ્કેલી આવી પડે તો તરત તું મને મોબાઇલ પર રિંગ મારી બોલાવીશ. બોલ મંજૂર છે.’ આનંદે યાસ્મીન સામે જોયું.

યાસ્મીનની આંખોમાંથી આંસુ ટપકી પડ્યાં.

‘ભાઈ... ખરેખર તેં તારો ધર્મ નિભાવ્યો અને મને તકલીફ થશે તો તારા સિવાય કોણ મને મદદ કરવાનું છે... તું... તું... તો મારો...’ યાસ્મીન આગળ બોલી ન શકી. તેના ગળામાં બૂમો બાઝી ગયો.

‘ચાલ મારી બેન... તારા આ ભાઈનું તને વચન છે. તને મારી જરૂર પડે ત્યારે મને અવાજ દેજે. હું તરત હાજર થઈ જઈશ.’ આનંદ ભાવવિભોર સ્વરે બોલ્યો.

તે દિવસની સાંજના આનંદ યાસ્મીનને તેના કાકાને ઘરે મૂકવા નીકળ્યો. શહેરમાં એકદમ શાંતિ ફેલાયેલી હતી. વાહનોનો ટ્રાફિક અને લોકોની ભીડભાડ એકદમ નહિવત જણાતી હતી. લોકોના મનમાં હજુ ડર હતો ક્યારે ક્યાં છમકલાં થાય અને ફરીથી તોફાનો ફાટી નીકળે. વાતાવરણ ભરેલા બારુદ જેવું હતું. શહેરના ચપ્પા ચપ્પા પર પોલીસ અને ‘રેપીડ એકશન ફોર્સના યુવાનો નજરે પડતા હતાં. ગુજરાત સરકાર બાજ નજરે અને સતર્કતાપૂર્વક નજર રાખી રહી હતી.’

***

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED