Premnu Aganphool - 1 - 4 books and stories free download online pdf in Gujarati

પ્રેમનું અગનફૂલ - 1 - 4

પ્રેમનું અગનફૂલ

વ્રજલાલ હિરજી જોષી

મોતનો આહાકાર

ભાગ - 4

રસ્તામાં ઠેર ઠેર ધમાલ મચેલી હતી. કેટલાંય વાહનોને સળગાવી દેવામાં આવ્યા હતાં. કેટલાય શોપિંગ સેન્ટરને લૂંટી લઇ, સળગાવી દેવામાં આવ્યાં હતાં. થોડી થોડી વારે સાયરન વગાડતી પોલીસની ગાડીઓ દોડતી હતી. ચારે તરફ મહાનગરપાલિકાની ગાડીઓ લાઉડસ્પીકર લઇને ફરતી હતી અને લોકોને શાંત રહેવા તથા જલદી પોતપોતાના ઘર ભેગા થઇ જવાનું એનાઉન્સમેન્ટ કરતી હતી. શહેરમાં સી.આર.પી.એફ. નાં ધાડાં ઉતારી દેવામાં આવ્યાં હતા. આર્મીના યુવાનો હરએક રસ્તા પર પોળ અને શેરીઓના મોઢા પર ગોઠવતા જતાં હતાં. 302 ની કલમ લગાવી દેવામાં આવી હતી અને શુટ એટ સાઇટનો ઓર્ડર પણ આપી દેવામાં આવ્યો હતો.

જન્નત પોળ પાસે આનંદ પહોંચ્યો ત્યારે ત્યાં આર્મીના યુવાનો લાઠીચાર્જ કરી ટોળાઓને વિખેરી રહ્યા હતા.

આનંદ મોટર સાયકલનું લિવર દબાવ્યું અને પછી રફતાર સાથે પોળની અંદર ઘૂસી ગયો. સી.આર.પી.એફ. ના યુવાનોએ જોયું પણ તેની સાથે બેઠેલ છોકરીને જોઇ તેને જવા દીધો.

‘ભાઇ... સામે દેખાય છે, તે મારું ઘર છે.’ એક દિશામાં આંગળી ચીંધી યાસ્મીન બોલી.

‘ચાલો તું સુરક્ષિત તારા ઘરે પહોંચી આવી.’ એક ઊંડો શ્વાસ લેતાં આનંદ બોલ્યો અને યાસ્મીન બતાવેલા ઘર પાસે બાઇકની ઊભી રાખી.

તે ઘરનો દરવાજો તૂટેલો હતો. લાકડાનો દરવાજો બારસાંગ પર અધ્ધર લટકતો હતો. ઘરમાં એકદમ સન્નાટો છવાયેલો હતો.

યાસ્મીનનું દિલ એકદમ ધડકી રહ્યું.

તેના મનમાં ગભરાટ ફેલાયેલો હતો. કોણ જાણે કેમ તેને લાગી રહ્યું હતું કે, કોઇ અનિચ્છનીય બનાવ બની ગયો છે.

ભય અને દહેશતથી ધ્રૂજતી યાસ્મીને તૂટેલા દરવાજાની ધીરેકથી ધક્કો મારી અંદર જવા પગ ઉપાડ્યો.

યાસ્મીનને ઘરમાં જતી જોઇ રાહતનો શ્વાસ લેતા આનંદે મોટર સાયકલ સ્ટાર્ટ કરી.

યાસ્મીને જેવો ઘરમાં પગ મૂક્યો કે તેની આખો ઘરની અંદર ફરી વળી અને અંદરનું ર્દશ્ય જોતાં જ તેના ગળામાંથી એક ખોફનાક ચીસ સરી પડી.

લિવર આપી મોટર સાયકલને ગિયરમાં નાખતો આનંદ યાસ્મીનની ચીસ સાંભળી એકદમ ચમકી ઊઠ્યો. બીજી જ ક્ષણે મોટર સાયકલની ધોળી ચડાવતો તે યાસ્મીનના ઘર તરફ દોડ્યો.

‘અમ્મી... અમ્મીજાન... અબ્બા...’ ધ્રૂજતા યાસ્મીન એકદમ ચીસો પાડી રહી હતી.

દોડી આવેલ આનંદ ઘરની અંદરનું ર્દશ્ય જોઇને એકદમ સ્તબ્ધ થઇ ગયો. ઘરની અંદર ત્રણ લાશો પડી હતી.

લાશોના શરીર પર ચપ્પુઓના ‘ઘા’નાં ઠેર ઠેર નિશાન હતાં. ખૂબ જ બેરહેમથી તેઓને મારવામાં આવ્યા હતા.

‘અમ્મી... અબ્બા...’ કહેતાં યાસ્મીન તેના પિતાની લાશ પાસે ફસડાઇ પડી અને ધ્રૂસકે ધ્રૂસકે રડવા લાગી.

શું કરવું ને શું ન કરવું તેની આનંદને સમજણ પડતી ન હતી.

‘કોણ છે તું...’ અચાનક પાછળી આવેલા સખત અવાજથી ચમકીને આનંદે પાછળ જોયું.

ઘરના ઉંબરાની બહાર ઝભ્ભો અને પાયજામો પહેરેલ એક તાકતવત માનવી ઊભો હતો. તેના હાથમાં એક મોટી ડાંગ હતી, તે સખત નજરે આનંદની સામે તાકી રહ્યો હતો.

‘જી...મારું નામ આનંદ છે અને હું...’

‘એટલે તું હિન્દુ છો એમ ને ?’ આનંદની વાત અધ્ધર વચ્ચે કાપી નાખી તેણે ત્રાડ પાડી તે આગળ બોલ્યો, ‘જોઇ લે તમારા હિન્દુઓએ યાસ્મીનના મા-બાપ અને બહેનને મારી નાખ્યા છે. તું અહીં શું કરવા આવ્યો છે. યાસ્મીનને મારવા ?’

‘હું તો યાસ્મીનને રસ્તામાં તોફાન ચડેલા લોકોના ટોળાઓમાંથી બચાવીને લાવ્યો છું.’

‘જૂઠ... હિન્દુઓ દીકરો મુસલમાનની દીકરીને બચાવે તે મારા ગળે નતી ઊતરતું... સાલ્લા કાફર, હવે તું અહીંથી બચીને નહીં જઇ શકે.’ ક્રોધથી રાતા-પીળા થતાં તેણે આનંદ સામે ડાંગ ઉગામી સાથે સાથે રાડ નાખી. ફકરુદ્દીન...! ઉગામેલી ડાંગને તેણે ઝડપથી એક હાથેથી ફેરવી આનંદના માથામાં મારી.

‘હે... એ એ એ ય...’ ત્રાડ પાડતા આનંદે પોતાના માથા પર ફટકારેલી ડાંગને અધ્ધવચ્ચેથી જ પકડી લીધી. આનંદની આંખોમાંથી અંગારા વરસી રહ્યા હોય, તેવું લાગી રહ્યું હતું. ક્રોધથી તેનો ચહેરો તમતમી ગયો હતો.

નીચે પોતાના અબ્બાજાનની લાશની છાતી પર માથું મૂકી ધ્રુસકે ધ્રૂસકે રડતી યાસ્મીન એકદમ ચમકીને ઉપર નજર ફેરવી.

‘આનંદ...’ તેના મોંમાંથી ચીસ સરી પડી.

પોતાના શરીરની તમામ તાકાત એકઠી કરી આનંદે ડાંગને પકડીને જોરથી આંચકો માર્યો.

તેને મારવા આવેલ તે વ્યક્તિના હાથમાંથી ડાંગ છટકીને આનંદના હાથમાં આવી ગઇ.

આનંદે પૂરી તાકાતથી ડાંગને ઘુમાવી.

સનનન. અવાજ કરતી હવાને કાંપતી ડાંગ આનંદના હાથમાં ઘુમતી સામે ઊભેલ વ્યક્તિના છાતીમાં રસીદ થઇ. તે વ્યક્તિ ચીસ પાડતી પાછળની તરફ ઊછળી પડી.

તે જ વખતે તે વ્યક્તિના સાથી અબ્દુલ અને રહેમાન આવી પહોંચ્યા. બંનેના હાથમાં હોકી હતી. ફકરુદ્દીન ડાંગનો ફટકો ખાઇ નીચે પડતો જોઇ બંને હોકી ઉગામી આનંદની સામે દોડ્યા.

હા... આ... આ... ની ત્રાડ પાડતાં બનેએ દોડતા જ હાથમાંની હોકી અધ્ધર કરી અને આનંદને મારવા ઝડપથી ઘુમાવી. ક્ષણનોય વિલંબ કર્યા વગર આનંદે ડાંગને આડી ધરી દીધી.

તડાકાના અવાજ સાથે અબ્દુલ અને રહેમાનની હોકી ડાંગની મજબૂત લાકડી સાથે ટકરાઇ.

તરત જ આનંદે બળપૂર્વક જોરથી ધક્કો માર્યો.

અબ્દુલ અને રહેમાન પાછળની તરફ ધકેલાયા, તરત આનંદે ડાંગને ઘુમાવી. તડ...તડાકના અવાજ સાથે ઘુમતી ડાંગ બનેની હોકી પકડેલા હાથ પર જોરદાર ફટકા સાથે વાગી. અબ્દુલ અને રહેમાનના મોમાંથી ચીસ સરી પડી.

‘ચાલ... યાસ્મીન...’ ઊભા ઊભા જ આનંદે ચીસ પાડી યાસ્મીનના હાથનુ કાંડુ પકડી લીધું.

‘નહીં... ભાઇ તું જલદી ચાલ્યો જા મારે તારી સાથે નથી આવવું મારા અબ્બા... અમ્મી અને બેન મરણ પામ્યા છે. મને તેની પાસે રહેવા દે. ભાઇ જા તારો જીવ બચાવ.’

‘યાસ્મીન... ચાલ...’ ત્રાડ પાડતાં આનંદ યાસ્મીનનું કાંડું પકડીને ખેંચીને ઊભી કરી. ક્ષણ માટે યાસ્મીન હેબતાઇ ગઇ।

‘યાસ્મીન... ચાલ મારી સાથે નહીંતર ધર્મના નામે લડતા આ ભેડિયાઓ તને જીવતી નહીં છોડે ચાલ...’ કહેતાં લગભગ યાસ્મીનને ઢસડતો આનંદ આગળ વધ્યો. તે જ વખતે ફકરુદ્દીના આનંદની સામે ધસી ગયો. તેના હાથમાં ચમકારા મારતો અણીદાર છૂરો હતો.

ફકરુદ્દીનનો છૂરાવાળો હાથ આનંદના શરીર સુધી પહોંચે તે પહેલા જ આનંદ ઝડપથી તેના હાથ પર ત્રાટક્યો અને યાસ્મીનના હાથનું કાડું છોડી દઇ આનંદે ઝડપથી તેના છૂરીવાળા હાથનું કાડું પકડી લીધું અને પછી પૂરી તાકાત સાથે મરડી નાખ્યું.

ફકરૂદ્દીનના હાથમાંથી છૂરી છટકીને નીચે પડી.

વળતી જ પળે આનંદનો એક પગ ઘૂંટણથી ઊંચો થયો અને પછી પૂરી તાકાત સાથે તેણે ઘૂંટણને જોરથી ફકરુદ્દીનના બંને પગની વચ્ચે ફટકારી દીધો.

ફકરૂદ્દીનનો ચહેરો એકદમ તરડાઇ ગયો.

ભયાનક પીડાથી તેની આંખો બદલાઇ ગઇ અને બંને હાથપગના વચ્ચેના ભાગ પર દબાઇ ગયા. તે જોરદાર ચીસ નાખતો બેવડો વળી ગયો.

‘સા... હરામખોર...’ ત્રાડ પાડતાં રહેમાને નીચે પડેલી હોકીને ઉઠાવી પછી હાથમાં ગોળ ગોળ ફરાવી આનંદ તરફ છૂટો ‘ઘા’ કર્યો.

ધાડ કરતા હવામાં અધ્ધર ઘૂમતી હોકી આનંદના માથામાં જોરથી વાગી.

યાસ્મીનના મોંમાંથી ચીસ સરી પડી.

ક્ષણ માટે આનંદ આંખો બંધ કરી પોતાના કપાળ પર હાથ ફેરવ્યો તેનો હાથ લોહીથી ખરડાઇ ગયો.

એકાએક આનંદે નજર ઊંચી કરી બંધ આંખોને ખોલી.

તેની આંખો લાલઘૂમ થઇ ગઇ. જાણે આગના તણખા વેરતા હોય તેવા ક્રોધ સાથે તેણે રહેમાન સામે જોયું.

‘હા... આ... આ...આ...’ અચાનક જોરથી ત્રાડ પાડતો તે અબ્દુલ અને રહેમાન તરફ ધસી ગયો.

અબ્દુલ અને રહેમાન કોઇ પણ સમાજે વિચારે તે પહેલાં જ આનંદ હાથના પંજા સાણસાની જેમ બંનેની ગરદન પર ભિડાઇ ગયા. આનંદના મોંમાંથી ક્રોધભર્યા ઝરકાટ નીકળી રહ્યા હતા.

અને પછી અસીમ તાકાતનો ઉપયોગ કરતા આનંદે શરીરનું પૂરું બળ એકઠું કરી બંનેને અધ્ધર ઉઠાવ્યા.

અબ્દુલ અને રહેમાન બંને તરફડી ઊઠ્યા. ગરદન પર લોખંડનો સાણસો ભીડાયો હોય તેવું તેઓને લાગ્યું. બંનેના શ્વાસ રુંધાતા લાગ્યા.

‘છોડ... છોડો આનંદ ભૈયા છોડો.’ યાસ્મીને ચીસ પાડી અને આનંદને છંછેડી નાખ્યો.

એકાએક આનંદ જાણે (સન્મોહન)માંથી બહાર આવ્યો હોય તેમ ઝબકી પછી બળપૂર્વક હાથના પંજામાં ફસાયેલા અબ્દુલ અને રહેમાનને ઘરના દરવાજાની બહાર ‘ઘા’ કર્યા.

બંને બહારના ઓટલા પર પછડાયા. તેની ચીસો વાતાવરણમાં ગુંજી ઊઠી.

‘ચાલો... આનંદ ભૈયા.’ હાથ ખેંચતા યાસ્મીન ચિલ્લાઇ પછી પોતાના માતા-પિતા અને બહેનની લાશ પર એક નજર કરી આનંદને ખેંચતી બહાર લઇ ગઇ.

‘ચાલો ભૈયા જલદી ગાડી ચાલુ કરો.’ બહાર આવી તે ચિલ્લાઇ.

શર્ટની બાંયથી મોં પર પરસેવો અને લોહીની વહેથી ધારોને લૂછતો આનંદ મોટર સાયકલ પર સવાર થયો. તરત યાસ્મીન તેની પાછળ બેસી ગઇ.

બાઇકને કિક લગાવી આનંદે સ્ટાર્ટ કરી. પછી એકદમ લિવર દબાવ્યું. ધમધમાટી ભરી ગર્જના સાથે મોટર સાયકલ શેરીની બહાર જવા આગળ ધસી ગઇ.

‘હાસ... બચ્યા’ નિરાંતનો લાંબો શ્વાસ લઇ આનંદ બબડ્યો, પણ મુસીબતો આનંદનો સાથ છોડવા માંગતી ન હતી.

જેવો તે પોળમાંથી બહાર આવ્યો કે તરત ‘રેપીડ એક્શન ફોર્સ’ના યુવાને જોરથી સીટી વગાડી.

‘એય... અહીં આવ.’ એક યુવાને ત્રાડ પાડી.

બે યુવાન હાથમાં ધોકા લઇને આનંદની સામે દોડ્યા.

આનંદે મોટર સાયકલને બ્રેક લગાવી.

‘ચાલ... હરામખોર... ક્યાં જાય છે.’ દોડી આવેલ યુવાનમાંથી એક યુવાને આનંદનો કોલર પકડીને ખેંચ્યો અને બીજા યુવાને મોટરસાઇકલથી નીચે ખેંચાઇ આવેલા આનંદના બરડા પર કચકચાવીને ધોકાનો પ્રહાર કર્યો.

‘મૂકી દ્યો... મૂકી દ્યો...’ યાસ્મીને મોટર સાઇકલ પરથી ઝડપથી નીચે ઊતરી ગઇ કેમ કે આનંદનો કોલર પકડી ખેંચતા મોટર સાઇકલ એક તરફ એકદમ નમી ગઇ હતી.

યાસ્મીન નીચે ઊતરી ગઇ કે તરત મોટર સાયકલ નીચે પછડાઇ.

‘ચાલ... સાલ્લા...’ બંને હાથેથી દંડો પકડી ફરી એકવાર આર.એ.એફ.ના યુવાને આનંદને પાછળથી દંડો ફટકારી દીધો.

પીડાથી આનંદ એકદમ બેવડો વળી ગયો.

‘નાખો સાલ્લા બંનેને ગાડીમાં.’ એક યુવાને રાડ પાડી.

‘આ... આ... ભાઇ એ મારો જીવ બચાવ્યો છે.’ ધ્રૂજતી યાસ્મીન અચકાતા અચકાતા બોલી.

‘કોણ છે તું ?’ યુવાને યાસ્મીન સામો પ્રશ્ન કર્યો.

‘મા... મારું નામ યાસ્મીન છે. કેટલાય લોકોના ટોળાએ મને મારી નાખવા મારી પાછળ પડ્યા હતા, ત્યારે આ ભાઇએ પોતાના જીવના જોખમે મારો જીવ બચાવ્યો છે. આ ભાઇ દંગાઓમાં સામેલ નથી.’

‘તારું નામ...’ એક યુવાને આનંદને કડકાઇભર્યા સ્વરે પૂછ્યું.

‘આનંદ... આનંદ પુરોહિત. આ બેનને મારી નાખવા ટોળું પાછળ પડ્યું હતું, માડં માંડ તેને બચાવીને તેના ઘરે મૂકવા આવ્યો હતો.’

‘તો પછી તેને ઘરે મૂકી જવાને બદલે ફરીથી ક્યાં લઇ જતો હતો.’

‘સાહેબ... તેના ઘરમાં લોકોને ખત્મ કરી નાખવામાં આવ્યા છે. આમના ઘરમાં તેના માતા-પિતા અને બેનની લાશો પડી છે. અને જેવો હું તેના ઘરની બહાર નીકળ્યો કે તરત મને મારી નાખવા પોળમાંથી કેટલાય લોકો મારા પર હુમલો કરતા ધસી આવ્યા. માંડ માંડ જીવ બચાવીને ભાગ્યો છું.’ પીડાને લીધે ઊપડેલા શ્વાસને કાબૂમાં લેતાં તે બોલ્યો.

‘તો હવે આને લઇને ક્યાં જઇશ.’ નરમ થતાં તે યુવાને પૂછ્યું.

‘સર... હું આને મારે ઘરે લઇ જઇશ. ઘરે મારી માતા છે.’

‘પણ... આ મુસલમાન છે. તું હિન્દુ છે. તમારા ઘરના, સગા-સંબંધી પડોશી વિરોધ નહીં કરે.’

‘કોઇનો જીવ બચાવવો તે માનવધર્મ છે. સર... પછી તેની જાત નથી હોતી, વળી આ તો યુવાન છોકરી છે. જો મેં બચાવી ન હોત તો ક્રોંકિટના જંગલમાં ફરતા ભેડિયાઓએ આને ખત્મ કરી નાખી હોત. રહી વાત મારા ઘરની તો સર હું મારી માતાને સમજાવી શકીશ, કેમ કે તે સર્વધર્મ સમભાવનામાં માને છે. અને બાકી સગા-સંબંધી કે પડોશી વિરોધ કરશે તો હું તે લોકોની સામે લડી લઇશ.’ મક્કમતાપૂર્વક આનંદ બોલ્યો.

‘શાબ્બાસ... યુવાન... ધન્ય છે તારી જનેતાને... ધન્ય છે તારી સમજ, સોચને... તારા જેવા લોકો સમજદાર હોત તો આજે શહેરની હાલત ન થાત... ઠીક છે જલદી નીકળી જા અને વચ્ચે આર.એ.એફ. ના સિપાઇઓ તને અટકાવે તો મારું નામ લેજે. મારું નામ કિરીટસિંહ ઝાલા છે.’ આનંદ ખભા પર હાથ મૂકતાં આર.એ.એફ. નો અધિકારી જણાતો એક યુવાન બોલ્યો.

ત્યાં ઊભેલા યુવાનોએ ઝડપથી આનંદની મોટરસાઇકલ ઊભી કરી, તરત આનંદ મોટરસાઇકલ પર સવાર થયો અને કિક લગાવી. મોટર સાઇકલનું એન્જિન ધણધણી ઊઠ્યું.

‘અ... આભાર સાહેબ... યાસ્મીને અહોભાવભરી નજરે તે ઓફિસર સામે જોયું. પછી તે આનંદની પાછળ મોટર સાઇકલ પર બેસી ગઇ. તરત આનંદે મોટર સાઇકલને ગિયરમાં નાખી લિવર દબાવ્યું.

રસ્તામાં કેટલાંય સ્થળો પર ધમાલ મચેલી હતી. પોલીસ અને ‘રેપીડ એકશન ફોર્સના યુવાનો ધોકા લઇને જે મળે તેમને મારતા હતા. ટોળાં વિખેરવા કેટલીય જગ્યાએ ટિયરગેસના બોમ્બ ફોડવામાં આવ્યા હતા, છતાં પણ પરિસ્થિતિ કંટ્રોલમાં આવતી હોય તેવું લાગી ન રહ્યું હતું.’

***

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED