Prem ni saja - 10 books and stories free download online pdf in Gujarati

પ્રેમ ની સજા - ભાગ - ૧૦

નમસ્તે મિત્રો કેમ છો બધા? પાછળ ના ભાગ મા જોયુ કે સંજય ની જન્મ દિવસ પાર્ટી ના બીજા દિવસે કોલેજ મા લંચ ટાઈમે આશા અને સંજય વાતો કરતા હોય છે એ જોઈ મનોજ ત્યા જતો હોય છે ત્યારે આશા એને આવવાની ના પાડે છે , મનોજ ને શક થાય છે કે સંજય ની જાહોજલાલી જોઈ આશા એને પસંદ તો નય કરતી ને! કોલેજ થી ઘરે જતી વખતે બસ મા મનોજ અને આશા વચ્ચે બોલવાનુ થાય છે, વિજય ના સમજાવા઼થી બંન્ને જણ શાંત થાય છે. મનોજ આશા ને રાત્રે અગાશી પર મળવાનુ કહે છે હવે જોઈએ આગળ. .
મનોજ રાત્રે જમીને તરત જ અગાશી પર જતો રહે છે અને આશા ની રાહ જોવે છે, ઘણો સમય વિતી જાય છે આશા આવતી નથી મનોજ નો શક વધતો જાય છે, મનોજ ગુસ્સા મા આવી જાય ઼છે. થોડીવાર પછી આશા આવે છે.
મનોજ : હજુ મોડુ આવવુ હતુ ને અમે તો ગાંડા છે તારી રાહ જોયા કરીશુ.
આશા : મારા પપ્પા જાગતા હતા તો એટલે હુ ના નીકળી હવે ઊંઘી ગયા એટલે આવી.
મનોજ : રોજ તો તુ તારા પપ્પા જાગતા હતા તો પણ આવતી હતી પણ હવે તુ બદલાઈ રહી છે.
આશા : એ તુ વિચારે છે મનોજ હુ કંઈ બદલાઈ નહી રહી હમણા મારા પપ્પા ને આપણા સંબંધ વિશે શક જાય છે એટલે હુ થોડી કચાશ રાખુ છુ, એકવાર પરિક્ષા થઈ જવા દે તારી સારી નોકરી લાગી જવા દે પછી મને વાંધો નહી. મારા ઘરવાળા ને હુ મનાવી લઈશ.
મનોજ : પણ તુ સંજય સાથે શુ વાત કરતી હતી કે મને પણ ત્યા આવવાની ના પાડી તે.
આશા : મારા પપ્પા સંજય સાથે મારા લગ્ન કરવા માગે છે.
મનોજ : ઓહ્ એટલે જ તુ હવે એની સાથે વાતો કરે છે.
આશા : વિચારી ને બોલ મનોજ હુ એટલે એની સાથે વાત નય કરતી હુ સંજય ને આપણી પરિક્ષા થતા સુધી અને રિઝલ્ટ આવતા સુધી ભ્રમ મા રાખવા માગુ છુ કે એ આપણા સંબંધ ની વાત મારા પપ્પા ને ના કરી દે. અને બીજી વાત કે મે મારા પપ્પા ને એની લગ્ન માટે તો ના જ પાડી છે. હુ એની સાથે એ વાત કરતી હતી કે મારા પપ્પા તારી સાથે શુ વાત કરતા હતા.
મનોજ : તો શુ કહ્યુ એણે.
આશા : એ કહેતો હતો કે મારા પપ્પા આપણા સંબંધ વિશે પુછતા હતા પણ એણે કહ્યુ કે તમે વિચારો છો એવુ નથી અમે બધા તો મિત્ર છીએ. મારા પપ્પા એ લગ્ન ની પણ વાત કરી પણ એણે ના પાડી. મનોજ જો એના મન મા એવુ કંઈ હોત ને તો એ આપણા સંબંધ વિશે બધુ કહી દેત અને લગ્ન માટે પણ હા કહેતો. તુ ખોટો શક કરવાનુ છોડી દે.
એટલા મા આશા ને લાગ્યુ કે કોઈ ઉપર આવે છે આશા મનોજ ને જવાનુ કહે છે અને પોતે ઊંઘવાનુ નાટક કરે છે . અરવિંદભાઈ ઉપર આવે છે, આજુ બાજુ જોવે છે કોઈ હોતુ નથી પછી એ આશા ને જગાડે છે.
અરવિંદભાઈ : આશા કેમ અહી ઊંઘી ગઈ છે.
આશા : અંદર ગરમી બોવ થતી હતી , ઘબરામણ થતી હતી એટલે અહી આવીને ઊંઘી ગઈ.
અરવિંદભાઈ : સારુ ઊંઘી જા પણ સવારે વહેલી ઊઠી જજે કોલેજ જવાનુ છે ને.
આશા : હા એ તો હુ ઊઠી જઈશ.
અરવિંદભાઈ નીચે જાય છે, પણ એમને શક તો હજી પણ છે જ એટલે એ સંજય ને બીજા દિવસે મળવા માટે મેસેજ કરી દે છે. બીજા દિવસ સવારે મનોજ વિજય કોલેજ જવાની તૈયારી કરે છે. પછી આશા બોલાવી કોલેજ જવા નીકળે છે. બધા કોલેજ પહોંચે છે. ગેટ પાસે બધા ભેગા થાય છે. સંજય ત્યા હતો નહી એટલે વિજયે સંજય વિશે પુછ્યુ ત્યારે સુજલે કહ્યુ કે એને કંઈ કામ હતુ એટલે એ લેટ આવશે. બધા થોડીવાર વાત કરીને પછી પોતાના ક્લાસ મા જતા રહે છે. સંજય અરવિંદભાઈ ના બતાવેલી જગ્યા એ એમને મળે છે બંન્ને વચ્ચે વાતચીત થાય છે. પછી બંન્ને પોત પોતાના કામે જતા રહે છે. સંજય ને મળ્યા પછી અરવિંદભાઈ પોતાનુ ઘર બદલવાનુ નક્કી કરે છે અને બીજા ઘર ની તપાસ કરે છે. એમને બીજુ સારુ ઘર મળી જાય છે અને બધો સોદો કરી દે છે.
સાંજે આશા , મનોજ અને વિજય કોલેજ થી ઘરે આવે છે ત્યારે અરવિંદભાઈ આશા ને કહે છે કે આપણે ઘર બદલવાનુ છે એટલે કાલે કોલેજ જતી ના. આશા એ પણ વધારે ચર્ચા ના કરી અને સારુ કહી એના કામ મા લાગી ગઈ. રાત્રે બધુ કામ પતાવી મનોજ ને મળવા આશા અગાશી ઉપર જાય છે.
આશા : આજે આપણો અહી મળવાનો છેલ્લો દિવસ કાલ થી આપણે રાત્રે નય મળી શકીએ.
મનોજ : કેમ શુ થયુ? કોઈ પ્રોબ્લેમ થયો?
આશા : ના કાલે અમે નવા ઘરે શિફ્ટ થવાના છે .
મનોજ : બરાબર એટલે આપણે મળી નય શકીએ.
આશા : અહી નય મળી શકીએ કોલેજ મા તો મળીશુ ને !
મનોજ : બરાબર કઈ નય હવે હમ઼ણા આપણે જે વેઠવાનુ છે એ વેઠી લઈશુ.
પછી બંન્ને જ઼ણ છુટા પડે છે અને ઘર મા જઈ ને ઊંઘી જાય છે. બીજા દિવસ સવારે મનોજ વિજય કોલેજ જતા રહે છે. આ બાજુ આશા ના ઘર મા સામાન બધો પેક થવા માંડે છે બપોરે મોટી ગાડી આવે છે બધો સામાન એમા ચઢાવી આશા અને એનો પરીવાર નવા ઘરે જવા નીકળે છે. નવા ઘરે પહોચતા એમને રાત થઈ જાય છે એટલે સામાન બધો ઊતારી ગોઠવ્યા વગર બધા ઊંઘી જાય છે. આ બાજુ મનોજ રાત્રે અગાશી પર જઈ આશા ને ફોન કરે છે બોવ ફોન કરે છે પણ આશા ઉઠાવતી નથી. મનોજ એમ વિચારે છે કે કદાચ થાકી ગઈ હશે એટલે ઊંઘી ગઈ હશે વાંધો નય કાલે કોલેજ મા તો મળશે ને. એટલે મનોજ પણ ઊંઘી જાય છે.
બીજા દિવસે મનોજ અને વિજય કોલેજ જાય છે ગેટ પાસે બધા ભેગા થાય છે પણ આશા આવી નહતી એટલે મનોજ આશા ને ફોન કરે છે પણ આશા એનો જવાબ નથી આપતી, ક્લાસ નો ટાઈમ ઼થતા બધા ક્લાસ મા જતા રહે છે. લંચ ટાઈમ મા બધા ભેગા થાય છે એટલે ,મનોજ ફરી આશા ને ફોન કરે છે પણ આશા ફોન જ નય ઊઠાવતી. સાંજે કોલેજ થી છુટી ને પણ મનોજ આશા ને બોવ ફોન કરે છે પણ ત્યારે ય એ ફોન નય ઊઠાવતી . મનોજ ને ટેન્શન થઈ જાય છે કે આશા મારો ફોન કેમ નય ઊઠાવતી? ?
આશા મનોજ નો ફોન કેમ નય ઊઠાવતી? અરવિંદભાઈ અને સંજય વચ્ચે શુ વાત થઈ? અરવિંદભાઈ એ અચાનક ઘર કેમ બદલ્યુ જાણો આવતા ભાગ મા આવજો. . . . . . . . . . . .

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED