પ્રેમ ની સજા - ભાગ - ૨ Mehul Kumar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમ ની સજા - ભાગ - ૨

નમસ્તે મિત્રો કેમ છો બધા ? પાછળ ના ભાગ મા જોયુ કે મનોજ પેલી છોકરી ને જોઈ ત્યાર થી એના વિચારો મા ખોવાયેલો રહે છે, વિજય રાત્રે ઊંઘતા પહેલા વિચારે છે કે કાલે એની બહેન ને પેલી છોકરી ની ડિટેઈલ કઢાવવા મોકલીશ અને પછી એ ઊંઘી જાય છે. હવે જોઈએ આગળ. . . . . . . . . . .
સવાર પડે છે , મનોજ અને વિજય ને કોલેજ જવાનુ હતુ એટલે કવિતા એમને ઊઠાડવા આવે છે, એણે બે- ત્રણ બુમો પાડી , વિજય ઊઠ્યો પણ એણે વિચાર્યુ કે નીચે બધા હશે એટલે બધા ની સામે બહેન ને પેલી છોકરી વિશે કશુ જ કહેવાય નય મનોજ ઊઠી ને નીચે જાય પછી હુ ઊઠી ને બહેન ને બધુ કહુ ઼ એમ વિચારી એ ઊભો ના થયો ઊંઘી રહ્યો, કવિતા એ ફરી બુમ પાડી એટલે મનોજ ઊઠી ગયો અને નીચે ગયો.
કવિતા : ભયલા તારે કોલેજ નથી જવાનુ જો મનોજ ઊઠી ને નીચે પણ જતો રહ્યો ને તુ હજુ ઊંઘ્યા જ કરે છે.
વિજય : બહેન હુ ઊઠી જ ગયો છુ પણ મારે તને એક વાત કરવી છે એટલે ઊંઘવાનુ નાટક કરતો હતો કે મનોજ ઊઠી ને જતો રહે પછી તને કહુ એમ સમજી હવે.
કવિતા : હા, સમજી બોલ શુ કહેવુ છે તારે?
વિજય : એમ નહી પહેલા તુ પ્રોમીસ કર કે હુ તને જે કહુ એ તુ મમ્મી પપ્પા ને ખબર નય પડવા દે અને મારુ કામ પણ કરીશ.
કવિતા : હા ભાઈલા હુ નય કહુ કોઈને બોલ હવે.
વિજય : રાત્રે આપણે જમવા બેઠા ત્યારે મનોજ કોઈ વિચારો મા ખોવાયેલો હતો, પછી મે પરિક્ષા નુ બહાનુ કાઢી વાત બદલી નાખી ખરેખર એવુ નથી.
કવિતા : તો શુ છે , તે કેમ વાત બદલી નાખી હતી.
વિજય : વાત એમ છે કે સાંજે હુ અને મનોજ અગાશી મા હતા, મનોજ પાળી પાસે ઊભો રહી ક઼શુ જોતો હતો મે એને બુમ પાડી પણ એણે જવાબ ના આપ્યો એટલે હુ એની નજીક જઈને જોયુ તો , એ નીચે આપણી પડોશ મા જે નવા રહેવા આવ્યા છે એમની છોકરી ને જોતો હતો, એ છોકરી મનોજ ને ખુબ જ ગમે છે.
કવિતા : ઓહ્! ! તો એ વાત છે બોલ હવે મારે શુ કરવાનુ છે
વિજય : તારે એ છોકરી ની બધી ડિટેઈલ મને લાવી આપવાની છે બસ પછી બધુ હુ જોઈ લઈશ.
કવિતા : સારુ તુ ચિંતા ના કરીશ હુ તમારા લોકો નો નાસ્તો બનાવી ને જાઉ છુ એના ઘરે.
વિજય : સારુ બહેન પણ ધ્યાન રાખજે ઘર મા આ બધી વાત ખબર ના પડે.
કવિતા : નય પડે અને ચાલ હવે નીચે તુ તૈયાર થઈ જા હુ તમારા બેઉ નો નાસ્તો બનાવી તારુ કામ કરી દ઼ઉ.
પછી વિજય નીચે તૈયાર થવા જતો રહ્યો અને કવિતા નાસ્તો બનાવવા ગઈ, નાસ્તો બનાવી લીધા પછી કવિતા પેલી છોકરી ના ઘરે ગઈ દરવાજો ખખડાવ્યો, દરવાજો ખુલ્યો તો કવિતા ની સામે આન્ટી ઊભા હતા, કવિતા સમજી ગઈ કે આ એ છોકરી ના મમ્મી છે.
કવિતા : નમસ્તે આંન્ટી મારુ નામ કવિતા છે તમારા પડોશ મા જ રહુ છુ તમે કાલે જ રહેવા આવ્યા એટલે તમને બધા ને મળવા આવી છુ.
આંન્ટી : હા, હા બેટા અંદર આવ.
કવિતા અંદર જાય છે , આંન્ટી બધા નો પરીચય કરાવે છે.
આંન્ટી : બેસ બેટા , મારુ નામ કપીલા છે, આ મારા પતિ છે એમનુ નામ અરવિંદ છે અને આ મારી બેબી એનુ નામ આશા છે. ઓકે તુ શુ લઈશ ચા કે કૉફી.
કવિતા : ના આન્ટી કશુ નય હુ હમણા જ ચા પી ને જ આવી છુ, આ તો તમારા બધા નો પરિચય કરવા અને મારો પરિચય કરાવવા આવી ઼છુ.
આંન્ટી : સારુ બેટા તારા ઘર મા કોણ કોણ છે?
કવિતા : મારા મમ્મી રમાબહેન પપ્પા જશુભાઈ અને બે ભાઈ વિજય અને મનોજ. મારા લગ્ન થઈ ગયા છે હમણા થોડા દિવસ અહી રહેવા આવી છુ.
આંન્ટી : તારા તારાથી મોટા છે એ શુ કરે છે ?
કવિતા : મારા ભાઈ મારા થી નાના છે એ બંન્ને કોલેજ કરે છે.
આન્ટી : મારી આશા પણ કોલેજ કરે છે આ તો એના પપ્પા ની અહી બદલી થઈ એટલે અહી ની કોલેજ મા જ એડમિશન લીધુ છે.
કવિતા : ક઼ઈ કોલેજ મા એડમિશન લીધુ છે?
આન્ટી : એમ કે કોલેજ મા.
કવિતા : એમ? ? મારા ભાઈ પણ એમ કે કોલેજ મા છે!
આંન્ટી : શુ વાત છે , હવે મને થોડી શાંતિ લાગશે.
કવિતા : કેમ આન્ટી શેની શાંતિ.
આન્ટી : અમે કાલે જ અહી રહેવા આવ્યા છે આ ઼શહેર અમારી માટે નવુ છે, મને ચિંતા હતી કે અજાણ્યા શહેર મા મારી આશા કેવી રીતે કોલેજ જશે એને તો અહી કશુ જ જોયુ નથી ને કોલેજ જવા માટે સાધન ક્યાથી મળશે એ પણ નય ખબર પણ અમારા પડોશ ના જ છોકરા એ કોલેજ મા છે તો વાંધો નય એમની સાથે કોલેજ જતી રહેશે. તારા ભાઈઓ ને આશા ને સાથે લઈ જવા મા વાંધો તો નય આવે ને ?
કવિતા : ના ના એમા શુ વાંધો, તમે ચિંતા ના કરો મારા ભાઈ આશા ને લઈ જશે અને સાથે લઈને પણ આવશે, સારુ હવે હુ જઉ છુ , કોલેજ જવાનો ટાઈમ થવા આયો છે, આશા ને કહો કે તૈયાર રહે મારા ભાઈ નીકળે એટલે બૂમ પાડુ છુ.
આંન્ટી : સારુ બેટા તુ જા.
કવિતા ઘરે આવે છે મનોજ અને વિજય નાસ્તો કરતા હોય છે, વિજય કવિતા ને ઈશારા થી પુછે છે કવિતા એને ઉપર આવવાનુ કહે છે. ફટાફટ નાસ્તો પતાવી વિજય ઉપર જાય છે.
વિજય : બોલ બહેન શુ કરી ને આવી.
કવિતા : ભાઈ તારો પ્રોબ્લેમ તો સોલ્વ થઈ ગયો , એ છોકરી તમારી જ કોલેજ મા એડમિશન લીધુ છે.
વિજય : વાહ બહેન શુ ખબર લાવી છે તુ.
કવિતા : બીજી ખુશી ની વાત તો એ છે કે એ તમારી સાથે જ કોલેજ મા આવશે ને તમારી સાથે જ કોલેજ પાછી આવશે.
વિજય : શુ વાત કરે છે હવે મનોજ નો પરિચય થઈ જ જશે ને એ એના વિચારો કરતો ઓછો થઈ જશે. એનુ નામ શુ છે એ તો કહે.
કવિતા : હમણા એ તમારી સાથે જ આવશે ને ત્યારે પુછી લેજે ચાલ હવે તમારો ટાઈમ થઈ ગયો છે હુ એને બોલાવુ છુ તમે નીકળો.
વિજય : હમણા ના બોલાવીશ એક કામ કર અમે નીકળીએ છે તુ એને સોસાયટી ના નાકે આવવાનુ કહે , હુ મનોજ ને સરપ્રાઈઝ આપીશ.
કવિતા : સારુ તમે નીકળો હુ પછી એને કહી દઉ છુ એ, બહાર આવી જશે.
. મનોજ અને વિજય કોલેજ જવા નીકળે છે , બંન્ને બહાર પહોચે છે ત્યારે મનોજ ને ત્યા ઊભા રહેવાનુ કહે છે.
મનોજ : શુ કામ છે ભાઈ અહી કેમ ઊભા રહ્યા છે.
વિજય : શાંતિ રાખ તારી માટે એક સરપ્રાઈઝ છે?
મનોજ : શુ છે કહે તો ઼ખરો.
વિજય : કહી દઉ તો સરપ્રાઈઝ ના કહેવાય, ઊભો રહે.
થોડી જ વાર મા વિજય ની નજર એ છોકરી પર પડે છે.
વિજય: મનોજ જો પાછળ, તારી માટે જે સરપ્રાઈઝ છે તે.
મનોજ પાછળ ફરશે ને એ છોકરી ને જોશે તો એના હાવ ભાવ કેવા હશે, આશા એ બંન્ને ની નજીક આવશે અને સાથે જ કોલેજ જશે એ બધુ જાણી મનોજ નુ રિએક્શન શુ હશે? એ બંન્ને મિત્ર બનશે ખરા ? જાણો આવતા ભાગ મા આવજો. . . . . . . . . . . . . .