પ્રેમ ની સજા - ભાગ - ૪ Mehul Kumar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમ ની સજા - ભાગ - ૪

નમસ્તે મિત્રો કેમ છો બધા ? પાછળ ના ભાગ મા જોયુ કે કોલેજ થી છુટી ને મનોજ, વિજય અને આશા ઘરે આવે છે, મનોજ થોડો ટેન્શન મા છે એવુ વિજય ને લાગે છે, એ મનોજ ને પુછે છે , મનોજ સંજય ના વર્તન વિશે વિજય ને કહે છે પણ વિજય એને સમજાવે છે કે એવુ કંઈ છે નય તુ ચિંતા ના કરીશ પછી બંન્ને ઊંઘી જાય છે હવે જોઈએ આગળ.
સવાર થાય ઼છે વિજય મનોજ ને કોલેજ જવાનુ હોવાથી કવિતા એમને ઊઠાડે છે અને તૈયાર થવા કહે છે, બંન્ને ઊઠી ને ફ્રેશ થઈ ને નાસ્તો કરી કોલેજ જવા નીકળે છે, ઘર ની બહાર આવી આશા ને બોલાવે છે આશા પણ આવે છે પછી એ લોકો કોલેજ જવા નીકળે છે, કોલેજ પહોચે છે એ લોકો ગેટ પાસે બેસે છે.
આશા : અહી આપણે શુ કામ બેઠા છે, ક્લાસ નો ટાઈમ થવા આયો છે, તો ક્લાસ મા જ જઈએ ને!
મનોજ : હા , થોડીવાર ઊભી રહે સંજય અને સુજલ આવતાજ હશે પછી આપણે બધા સાથે જ જઈ઼એ.
આશા : સારુ , આવવા દો એ લોકો ને.
થોડી વાર મા સંજય અને સુજલ આવે છે.
સંજય : કેમ છો મિત્રો હજુ ક્લાસ મા ગયા નય.
મનોજ : ના બસ તમારી રાહ જોતા હતા.
આશા : હા તમે આવો એટલે બધા સાથેજ જઈશુ એમ વિચારી ને અહી બેઠા છે.
સંજય : આશા તારો આભાર કે તુ અમારી રાહ જોઈને ઊભી રહી.
મનોજ : ઓ ભાઈ તો અમે શુ અહી મંજીરા વગાડવા ઊભા છે, તો તુ ખાલી આશા નો આભાર માને છે.
સંજય : ના ના યાર આપણે બધા ફ્રેન્ડ છે એટલે એક ને કહ્યુ તો બધા નુ આવી ગયુ.
મનોજ : એમ તો સારુ લંચ મા હુ એકલો જ નાસ્તો કરીશ તમે બ઼ધા ના કરતા હુ નાસ્તો કરીશ એટલે તમારા બધા નો પણ થઈ જશે ને! !
સુજલ : અરે યાર મનોજ તને શુ થઈ ગયુ તુ કેમ આવી વાત કરેછે.
વિજય : અરે આ બધુ છોડો યાર ચાલો આપણે ક્લાસ મા જઈએ.
મનોજ : હા એક મિનિટ સંજય તને કશુ કામ હતુ બોલ શુ હતુ.
સંજય : અરે બોવ ખાસ નહી પછી શાંતિ થી કહીશ.
મનોજ : અરે હમણા કે પછી કહેવાનુ તો છે જ ને કહી દે હમણા.
સંજય : હા પણ એટલુ ઼ખાસ નથી યાર એટલે પછી કહીશ.
મનોજ : જો ના કહેવુ હોય તો કંઈ નય પણ પછી હુ તારી કોઈ વાત નય સાંભળુ.
સંજય : સારુ કહુ છુ પણ થોડો સાઈડ મા આવીશ.
મનોજ અને સંજય થોડા દુર જતા રહે છે.
સંજય : તુ મારો મિત્ર છે, એટલે તને કહુ છુ કે આશા મને ગમે છે એની સાથે મારુ ગોઠવી દે ને ! !
મનોજ : કેટલો પ્રેમ કરે છે એને એની માટે શુ કરી શકે છે.
સંજય : પ્રેમ નુ તો ખબર નય પણ એ મને બોવ ગમે છે કોલેજ મા છે ત્યા સુધી ટાઈમપાસ કરીશુ.
મનોજ સંજય ને એક જોરદાર લાફો મારી દેય છે.
મનોજ : મને શરમ આવે છે કે તુ મારો મિત્ર છે, તુ પ્રેમ ના નામે ટાઈમપાસ કરવા માગે છે અરે એટલોજ શોખ હોય તો રંડી બજાર મા જા કોઈ ની જીંદગી સાથે રમત રમી ને શુ મળશે, બસ થોડી ખુશી માટે કોઈ ની જીંદગી બગાડવાની. જો તુ ખરેખર એને પ્રેમ કરતો ને તો હુ તારુ એની સાથે ગોઠવી આપતો પણ તુ તો છી! ! !
વિજય બધુ જોતો હોય છે એટલે એ દોડી ને ત્યા આવે છે એની પાછળ આશા અને સુજલ પણ આવે છે.
વિજય : શુ થયુ મનોજ તે સંજય ને લાફો કેમ માર્યો.
મનોજ : કંઈ નય પણ આજ થી મારી ને સંજય ની મિત્રતા પુરી, તમારે એની સાથે બોલવુ હોય તો મને કોઈ પ્રોબ્લેમ નથી પણ હુ નય બોલુ.
આશા : પણ મનોજ એવુ તો શુ થયુ કે તુ આટલો બધો ગુસ્સે છે.
મનોજ : આશા તને કહેવાય એવુ નથી, હુ તને એની સાથે ના બોલીશ એવુ નય કહેતો પણ તુ એનાથી ચેતી ને રહેજે.
વિજય : અરે યાર તમે પણ ખરા છો નાની નાની વાત મા ઝઘડવા લાગો છો.
મનોજ : વાત નાની નથી પણ હમણા કહેવાય એવુ નથી, ચાલો ક્લાસ મા જઈએ અને આશા લંચ ટાઈમે તુ તારા ક્લાસ ની ફ્રેન્ડ સાથે જ રહેજે મારે ને વિજય ને કામ છે એટલે સાંજે છુટી ને અહી ગેટ પાસે જ મળજે.
પછી બધા પોત પોતાના ક્લાસ મા જતા રહે છે. લંચ મા વિજય મનોજ બહાર આવે છે.
વિજય : બોલ ભાઈ ક્યા જવાનુ છે તો તે આશા ને આવવાની ના પાડી.
મનોજ : કશે નય જવાનુ સંજયે જે મને કહ્યુ એ હુ આશા સામે તને કહી નય શકુ એટલે આશા ને આવવાની મે ના પાડી.
વિજય : સારુ તો બોલ શુ કહ્યુ અને તે સંજય ને લાફો કેમ માર્યો.
મનોજ : કાલે જ મે તને કહ્યુ હતુ ને કે એની નજર આશા પર છે એ જ વાત હતી.
વિજય : પણ ભાઈ તુ એને કહી દેતો કે તુ આશા ને પ્રેમ કરે છે તો એ સમજી જતો ને યાર ઝઘડો કરવાની શુ જરુર હતી.
મનોજ : એ આશા ને પ્રેમ નય પણ એની સાથે રમત રમવા માગતો હતો મને તો શરમ આવે છે કે એ મારો મિત્ર છે, અરે પ્રેમ તો ભગવાન તરફ થી મનુષ્ય ને મળેલી અનમોલ ભેટ છે, તમે પ્રેમ ના નામે રમત રમી ને ભગવાન નુ અપમાન કરો છો.
વિજય : તારી વાત સાચી છે સંજય ની ભુલ ઼છે પણ આપણે બધા મિત્ર છે યાર એક ભુલ તો ભગવાન પણ માફ કરે છે તુ એને માફ નય કરે.
મનોજ : કરીશ પણ એ જ શરતે કે કોઈ દિવસ કોઈ પણ ઼છોકરી સાથે પ્રેમ ના નામે રમત નય રમે સાચા મનથી પ્રેમ કરશે ત્યારે જ એને માફ કરીશ.
વિજય : સારુ યાર હુ એને સમજાવીશ એ આપણો મિત્ર છે એ જરુર સમજી જશે. પણ તુ પણ આશા ને તારા મન ની વાત જણાવી દે.
મનોજ : હમણા નય પહેલા અમને એક બીજા ને સમજવા દે આશા હજુ હમણા જ આ શહેર મા આવી છે એ પહેલા જ્યા રહેતી હતી કદાચ એનુ કોઈ બીજા સાથે છે કે નય એ જાણવા દે પછી શાંતિ થી એને વાત કરીશ.
વિજય : સારુ ભાઈ પણ જે પણ કરે એ વિચારી ને કરજે.
એટલા મા સામે થી સુજલ અને સંજય આવતા હોય છે, મનોજ જવાનુ કહે છે પણ વિજય એને રોકે છે . અને કહે છે અને આવવા દે હુ એને સમજાવુ છુ.
શુ વિજય સંજય ને સમજાવશે તો એ સમજશે કે જેવો છે એવો જ રહેશે, મનોજ અને સંજય ફરી બોલતા થશે કે નય. આશા ના ભૂતકાળ વિશે મનોજ ને જાણ થશે શુ આશા નો ભૂતકાળ મા કોઈ પ્રેમી હતો કે નય? શુ મનોજ આશા ને પોતાના મન ની વાત કહી શકશે કે નય જાણો આવતા ભાગ મા આવજો. . . . . . . . . . . .