Addition of relation books and stories free download online pdf in Gujarati

સબંધો ના સરવડા

ફર્સ્ટ ડે ઓફ કોલેજ. મારા સપના ને જીવવા નો પહેલો દિવસ. હું સ્વેતા અને સુરભી સવાર માં નીકળ્યા હોસ્ટેલ થી અમદાવાદ ના માણસો થી ધમ ધોકતા રસ્તા ઓ ની મજા લેતા લેતા. સાચું કૌ તો અમદાવાદ માં રેવા ની મજાજ અલગ છે. એ માણસો ની ચહેલ પહેલ, વાહનો નો ગોગાટ અને વચ્ચે ઊંચી ઊંચી બિલ્ડીંગો. મારા વિચારો માં અને આ અમદાવાદ ની ચહેલ પહેલ ની મજા માં એટલી ખોવાઈ ગઈ કે કોલજે ક્યારે પહોંચી ગયા ખબર જ ના પડી.

સ્વેતા : રોશની સુરભી તમે બંને કેમ્પસ માં જાવ હું ઓફિસે માં નાનકડું કામ પતાવી ને તમને ત્યાં જ મળું છું.

સુરભી : સારું પણ જલ્દી આવજે.

સ્વેતા : ઓક .

એટલા માં મારુ ધ્યાન ત્યાં ટોળું વળી ને ઉભેલા એક ગ્રુપ ઉપર ગયું. મારી પણ પહેલે થી ઈચ્છા હતી કે મારુ પણ આવું જ એક ગ્રુપ હોઈ! વાંધો નઈ એ પણ થઇ જશે હવે તો .

સુરભી : રોશની ચાલ સ્વેતા આવી ગઈ સામે ની બાજુ માં છે આપણે ત્યાં જ જઈએ .

સારું ચાલ. (સ્વેતા એના મમ્મી પપ્પા પાસે નથી રેતી . એ એના દાદા અને બા સાથે મોટી થઇ છે. સ્વભાવ ની એક દમ નરમ અને નિખાલસ. સુરભી ને બોલવા બઉ જોઈ એ છે. જે મન માં આવે એ બકી દેવા નું. બંને દિલ ના બઉ સારા .ગોલ્ડન હાર્ટએટ. )

સુરભી : ચાલો ને યાર હવે ક્લાસ રૂમ માં જઈ એ. મને તો અહીંયા ઉભા ઉભા કંટાળો આવ્યો.

રોશની : સારું ચાલો જઈ એ.

દરેક ના જીવન ના સબંધો ના સરવડા જુદા જુદા હોઈ છે. સ્વેતા ના મમ્મી પપ્પનાં ડિવોર્સ થઇ ગયા છે, જયારે સ્વેતા ૬ વરસ ની હતી. શું ક્યારેક જીવન સાથી જોડે રહેવું એટલું કઠિન થઇ જઈ છે કે અલગ થયા સિવાય કોઈ બીજો માર્ગ જ ના મળે. ? બની પણ શકે એવું ક્યાકરેક! એમના સબંધો ના રસવાળા માં એમને સ્વેતા ની ગણતરી નઈ કરી હોઈ . તો સ્વેતા એ પણ એ બંને ને બાદ કરી ને એના બા દાદા સાથે રેવા નો નિર્ણય કર્યો.

કોઈ પણ સબંધ દોરી જેવો હોઈ છે. જ્યાં સુધી આખી છે ત્યાં સુધી સારી છે એક વાર વચ્ચે થી તૂટી જાય પછી ગમે તેટલી ગાંઠો મારો કઈ જ કામ ની રેતી નથી એ દોરી અને એજ રીતે સબંધો પણ. પછી તે પતિ પત્ની નો હોઈ ભાઈ ભાઈ નો હોઈ કે અન્ય કોઈ સબંધ હોઈ.

બીજા રસપ્રદ વિકલ્પો