શાપિત વિવાહ -15 Dr Riddhi Mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • નિતુ - પ્રકરણ 70

    નિતુ માટે જન્મેલ નવીનનું નાનકડું આકર્ષણ દિવસેને દિવસે પ્રબળ...

  • દાદા ભિષ્મ

    પૌરાણિક દ્રષ્ટાંત કથા –                      પિતામહ ભીષ્મની...

  • અધુરો પ્રેમ

    જિગ્નાસુ ખુબ જ સરળ અને શાંત છોકરી.... પરીવાર મા વડિલ અને નાન...

  • વહુના આંસુ

    સવીતા રસોડામાં રસોઈ કરતી હોય છે,  ત્યાં જ છાંયા બહેન જોરથી ચ...

  • ભાગવત રહસ્ય - 164

    ભાગવત રહસ્ય-૧૬૪   પિતાજી નામદેવને કહે છે- કે “સવારે વહેલા જા...

શ્રેણી
શેયર કરો

શાપિત વિવાહ -15

અનિરુદ્ધ : તો આટલા વર્ષે આજે કેમ અમારા જ લગ્ન અટકાવ્યા ??

આત્મા : તમારા નથી પહેલી વાર અટકાવ્યા. પણ કદાચ તને ખબર નહી હોય આ કુટુંબમા મારા પછી હજુ સુધી એક જ દીકરી હતી નેહલ પહેલાં. તે સુધા હતી .બાકી બધાના ઘરે દીકરાઓ જ છે. સુધા પણ તેના લગ્ન પહેલાં જ મૃત્યુ પામી હતી મારા કારણે પણ એ કોઈને ખબર નહોતી પડી કારણ કે તે નાનપણથી જ થોડી થોડી બિમાર રહેતી એટલે એ થોડા દિવસ આ કારણે બીમાર રહી પણ હુ એ વખતે તેના શરીરમાં પ્રગટ નહોતી થઈ કારણ કે એ વખતે મારી આત્મા શક્તિમાન નહોતી.એટલે એના મૃત્યુ ને બધાએ કુદરતી માની લીધુ હતું.
પણ હવે હુ ખુબ જ શક્તિશાળી બની ગઈ છું હવે હુ કોઈને નહી છોડું. અને કેવલ અને વિમલના મૃત્યુ પણ મારા કારણે જ થયા હતા.

અનિરુદ્ધ : જે થઈ ગયું તે પણ એમાં અમારા બધાનો શો વાક ??

આત્મા : તમારો વાક નથી તમે એના વંશજો તો છો જ ને...અને જયરાજે જો થોડી હિમત કરી હોત તો મારી સાથે આવુ ના થાત....એટલે જ એ કંઈ ના કરવા છતાં આ માટે એટલો જ જવાબદાર છે....એટલે જ એનુ મૃત્યુ આજે આવી રીતે મારા હાથે થયું.

બસ હવે મારી આત્મા આવી રીતે આ પરિવાર ના બધાને તડપાવીને જ ખુશ રહેશે.

અનિરુદ્ધ વિચારે છે સાચું કારણ તો મળી ગયું. હવે એને તો સુધારાય એવુ કંઈ શક્ય નથી કારણ કે એમાનુ કોઈ પણ હયાત નથી.બસ હવે એક જ ઉપાય છે આ આત્માની મુક્તિ....!!

તે યુવરાજ ને ઈશારો કરીને બધી સામગ્રી અહીં લાવવા કહે છે. યુવરાજ રૂમની બહાર નીકળે છે. ત્યાં જ ઈશાન અને સુરજસિહ પણ આવી ગયા હોય છે. યુવરાજ અને ઈશાન બધું અંદર લઈ જાય છે.

અને એ સાથે જ ફરી એકવાર ધુમાડા રૂપે એ આત્મા ચાલી જાય છે અને નેહલ એ ફોટા ની આગળ ફસડાઈ પડે છે...

અનિરુદ્ધ : આ જ સારો મોકો છે આપણે એ વિધિ ચાલુ કરવાનો. આપણે નેહલને વચ્ચે રાખવી પડશે. તેઓ એક ગાદી લાવીને બેભાન હાલતમાં જ તેને ઉચકીને સુવાડી દે છે.

આપણે જેવી વિધિ ચાલુ કરશુ એ આત્મા આવશે જ પાછી. પણ પપ્પા વિધિ ચાલુ કર્યા પછી કોઈ પણ સંજોગોમાં વચ્ચે અટકવી જોઈએ નહી.મતલબ એકપછી એક આપણે બંનેએ વારાફરતી મંત્રોચ્ચાર શરૂ જ રાખવા પડશે. અને આ કાર્ય શરૂ થતાં સાથે જ એ આત્મા કદાચ નવા રૂપ અને ખરાબ હરકતો પણ કરશે પણ આપણે અટકવાનું કે તેનામાં ધ્યાન આપવાનુ નથી.

કદાચ તે નેહલના શરીરને પણ નુકસાન પહોચાડે એવું પણ આપણી સામે દ્રશ્ય છતુ કરી શકે પણ એક વાત યાદ રાખજો કે આ વિધિ બરાબર ચાલુ હશે તો એ મંત્રોની શક્તિ સામે કદાચ નેહલના શરીરને થોડું નુકશાન પહોચાડે પણ એનો જીવ તો નહી જ લઈ શકે એટલે એ બાબતે નિશ્ચિત થઈ ઈષ્ટદેવનુ સ્મરણ કરી આ વિધિ શરૂ કરીએ.

અને અનિરુદ્ધ અને સિદ્ધરાજસિહ વિધિ શરૂ કરે છે.બાકી બધાને બહાર જવા કહે છે પણ બધાને ચિંતા હોવાથી કોઈ બહાર જતું નથી ત્યાં જ બેસી રહે છે.

થોડાક મંત્રોચ્ચાર શરૂ થાય છે ત્યાં સુધી તો નેહલ સુતેલી જ છે. વાતાવરણ એકદમ શાંત છે. કોઈની જરા પણ ચહલપહલ સંભળાતી નથી...અને એકાએક ઉપરથી અવાજ આવે છે અને ઉપર એક એ જમાનાનો કલાત્મકતા વાળો પંખો હતો તેના પરથી અવાજ આવે છે અને જોરજોરથી હસવાનો અવાજ આવે છે....બધા ઉપર જુએ છે તો અત્યારે એ આત્મા જ ફક્ત ત્યાં ઉધી લટકતી હતી...તેના વાળ હવામાં ઉડી રહ્યા હતા...પરંતુ તે અત્યારે ભયાનક લાગી રહી છે...સફેદ ગાઉનમાથી લાલ લોહીના ટપકા પડી રહ્યા છે...

પણ નેહલ તો હજુ પણ એમ જ નિશ્ચેતન પડી છે.એટલે બધાને એ નિરાત હતી કે તે નેહલના શરીરને તો નુકશાન નથી પહોચાડી રહી...અનિરુદ્ધ અને સિધ્ધરાજસિહ તો એક પછી એક શ્લોક બોલી રહ્યા છે.

એકાએક ફરી સુસવાટા મારતો પવન શરૂ થાય છે...બધી ચીજ વસ્તુઓ પડવા લાગે છે ...ત્યાં રહેલો હીચકો જોરજોરથી ઝુલી રહ્યો છે. અને તેમની આ વિધિ અટકાવવા માટે જોરજોરથી રેડીયોમા ગીતો શરૂ થાય છે એ પણ એક કર્કશ અવાજથી....

પણ બંનેમાંથી કોઈ પણ વિચલિત થતુ નથી એ જોઈને તે આત્મા અકળાઈ ઉઠે છે કારણ કે તેને શક્તિ ધીરે ધીરે ઓછી થતી જઈ રહી છે.એટલે એ નેહલના શરીરને ઉચકીને તેને ચારેબાજુ ફંગોળે છે...અને આખા વાતાવરણમાં ધુમાડો ધુમાડો થઈ જાય છે.

સરખુ દેખાતુ નથી બંનેને મંત્રો વાચવાનુ પણ અને સિધ્ધરાજસિહ ને એકદમ શ્વાસ ચડી જાય છે છતાં તે ધીમે ધીમે વિધિ કરી રહ્યા છે... અને છેલ્લે એવો સમય આવી જાય છે કે તેઓનો દમ ઘુટાવા લાગે છે અને તેઓ બેભાન થઈને પડી જાય છે.અનિરુદ્ધ ને પણ તફલીક તો થાય છે પણ તેની ઉમર નાની હોવાથી તેની શરીરની તાકાત પણ વધારે હતી ..... અને આ સાથે જ વિધિ અધુરી રહી જાય છે...

અને હવામાં રહેલી આત્મા એક ભયાનક અટહાસ્ય કરે છે...અને નેહલ જમીન પર પટકાય છે....બધા એકબીજાની સામે જોઈ રહ્યા છે.... અને અજીબ ગભરામણ અનુભવી રહ્યા છે અને બધાને સમજાય છે કે એ આત્મા અત્યારે કેટલી તાકાતવાન બની ચુકી છે...

અનિરુદ્ધ એકદમ જમીન પર ફસડાઈ પડે છે અને તેની આખોમાથી પહેલી વાર આસુ આવી જાય છે અને આજે તે પોતાની જાતને હારેલી પહેલી મહેસુસ કરે છે...અને કહે છે નેહલ હુ હારી ગયો...આપણે ક્યારેય નહી એક થઈ શકીએ...આપણો તો ના કહી શકુ પણ મારો પ્રેમ જ ઓછો પડ્યો....આ એટલું વાતાવરણ કરૂણ અને દયનીય હતુ કે કોઈ દુશ્મનનુ મન પણ પીગળી જાય.....

શું થશે હવે ?? અનિરુદ્ધ અને નેહલ ક્યારેય એક નહી થઈ શકે ?? અને કદાચ ફરી વિધિ કરે તો પણ એ આત્મા તો નવુ કંઈક કરવાની જ છે તો શુ થશે??

આગળ જાણવા માટે વાચો......શાપિત વિવાહ -16 અંતિમ ભાગ....

next part...... come  soon...........................