શાયરી એ શાયરી છે,
દૂખી જીવનની ડાયરી છે;
પ્રેમ ભર્યા જીવનની પાયરી છે,
પછી ભલેને હોય મારી કે તમારી.
ન પૂછો તો સારું, કહું છું હું વાત કોની;
નાહક થઇ જશે બદનામ, મારા ઉચ્ચાર માં પણ.
ઉત્કટ એક એવું હેત છે, જે
સ્વપન માં - સત્ય માં
'કરે છે અંગે અંગ માં માત્ર ઇંતેજારી આપની.'
કુંપળો ફૂટી નથીને ડાળ કાં કાપો તમે?
પ્રેમને બદલે ઝેર કાં આપો તમે?
આપને માન્યા સ્વજન શું, એ જ છે મારી કસૂર?
જીવતી છું હજુ તો હુ, આગ કાં ચાંપો તમે!
જમાનાને કહીદો, મને ના સતાવે,
દુનિયાની રસમો મને ના બતાવે;
કે આ મામલો સાવ અંગત છે મારો,
ભલા થઇ એને જાહેરમાં ના પતાવે!
ક્યારેકતો કરી જુઓ લેણદેણનો હિસાબ,
શક્ય છે જિંદગીના દાખલાનો તાળો મળે.
ક્યારેકતો સમાવી જુઓ કોઇકને જિંદગીમાં,
સિમેન્ટના જંગલોમાં લાગણીઓનો ઝરુખો મળે.
પ્રેમમાં મુક્તિની શોધ નથી કરવી "શ્વેત" ને!
જનમોજનમ મને મુક્તિનો ટહુકો મળે.
સજાવ્યુ છે દિલ ને તમન્નાઓની મહેફિલથી,
રંંગત છે તમારી શાયરીઓની "શ્વેત";
તાલ છે પાયલ ના ઝંકારનો આંખના પલકારનો,
જ્યારે ઇંતઝાર છે તમારા આગમનનો.
તરસી ધરાની પ્યાસ બુઝાઈ,
જ્યારે ગગનની વાદલડી વરસાઈ;
તસવીર તમારી આંખોમા છપાઈ,
જ્યારે "શ્વેત" ના દિલથી તકદિર કોતરાઈ.
હવે તો શબ્દો પણ ખૂટતા જાય છે,
લખતાં લખતાં હાથ દૂખતા જાય છે;
આ પળો આમ જ વીતતી જાય છે,
તમારા ઇંતજારમાં આ નયનો થાકતા જાય છે.
નયનને કદી તૃપ્તિ થતી નથી,
હૃદયની અભિલાષા જતી નથી;
પ્રણયના દર્શનની ઘડી,
કદીય પૂર્ણ થતી નથી.
સંબંધોમાં કોણમાપક વાપરતા લોકો; છતાંય છેદાણ વગરનાં તારા-મારા સંબંધો,
હર પલ તું મારી આગળ-પાછળ ઘૂમતો; સંતાકૂકડી રમતો મારી છાયામાં ભમતો,
I think I think કરતાં કાલુ- કાલુ બોલતો; તારા નાના હોઠોમાં અમારી જીંદગી હસાવતો,
ઘર ની ચાર દીવાલોમાં કિલકિલાહટ કરતો; 'કૈરવ' તું તો 'શ્વેત' કમળની આંખો નો તારો.
આવું કેમ થાય !
પતંગિયા ના નામે ઉડાતું લખાણ, કાગળ માં લીટી કેમ થાય; આવું કેમ થાય !
ઉજાસ માં વંચાતું છાપું , સાંજ પડે પસ્તી કેમ થાય; આવું કેમ થાય !
મન માં ઉમળતી લાગણીઓ , મગજ માં સસ્તી કેમ થાય; આવું કેમ થાય !
ગણિત તો આંકડાઓ નું છે, પછી સંબંધો માં ગણતરી કેમ થાય; આવું કેમ થાય !
નયનો માં અશ્રુઓ બનીને આ લાગણીઓ નું ધોવાણ કેમ થાય, આવું કેમ થાય !
'શ્વેત' ની આ બદલાયેલી ભાષા માં, રચનાઓ નો આભાવ કેમ થાય; આવું કેમ થાય !
જવાબ છે આવું પણ થાય ને તેવું પણ થાય; આવું કેમ થાય !
દોડધામ માણસ ની સાહ્યબી બની ગયી છે,
પ્રજ્ઞા જીભ પર થીજી ગયેલી સંજ્ઞા બની ગયી છે,
આશા - અપેક્ષા ને ઈચ્છા વગરનો સંબંધ આંસુ બની ગયી છે,
બાજુની થાળી નો લાડવો મોટો લાગવાની આદત પડી ગયી છે,
બસ, દોડધામ માણસ ની સાહ્યબી બની ગયી છે |
સમય તો બોલકોને ભૂલકણો, લોકોએ આપડા જ સમયની કિંમત કરી દીધી છે,
સબંધની સરખામણી માં , સરખાપણા ની બાદબાકી થઇ ગયી છે,
કારણ નું ભારણ ને મમતા નું મારણ, હૂંફ ની હૈયાધારણ ની આહુતિ થઇ ગયી છે,
નજીક ની વ્યક્તિ માં ભૂલો શોધી તુલના કરી ને દૂર કરી દીધી છે,
બસ, દોડધામ માણસ ની સાહ્યબી બની ગયી છે |