વિવાહ એક અભિશાપ - 11 jadav hetal dahyalal દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વિવાહ એક અભિશાપ - 11

આગળ ના પ્રકરણમાં આપણે જોયુ કે દુર્ગા દેવી તેમના કુળ પર લાગેલા શ્રાપ પાછળ કયુ કારણ છે એ જણાવે છે.અને પુછે છે કે એમના પતિ સમરપ્રતાપસિંહજી એ શ્રાપ પર વિશ્વાસ ના કરતા તેમની બહેન યશોધરા ના લગ્ન કરાવ્યા અને એ પછી યશોધરા અને સુકેતુ ના જે રીતે મ્રૃત્યુ પામ્યા એ પછી ય એમને શ્રાપ ની વાત બકવાસ લાગે છે .જેના જવાબ માં વિક્રમ પુજા અને અદિતિ એક શબ્દ ના બોલી શક્યા.
એમની વાત પુરી થઈ ત્યાં સુધી માં સવાર ના પોણા આઠ થઈ ગયા હતા.મોન્ટી અને મિહિર પણ નહાઇ ધોઇ નીચે આવી ગયા જે જોઇ ને એમણે કહ્યું ,"બહુ મોડુ થઈ ગયુ છે તમે તૈયાર હોવ તો સવાર ના નાસ્તા ના સમય થઈ ગયો છે.તમે નાસ્તો કરી લો .એ પછી અહિંથી પાછ‍ા જતા રહો .હું માધવજી ને કહી દઉં છું એ તમને બધાને જીપમાં શહેર સુધી મુકી આવશે..તમે અહિંથી જાવ એમાં જ તમારી સલામતી છે."
અમે બધા ય બ્રેકફાસ્ટ કરવા બેસી ગયા.કમલા એ સવાર ના નાસ્તા માં આલુ પરાઠા ,મેથી ના પરાઠા અને દહીં હતુ.નાસ્તો કરી લીધા પછી અદિતિ એ કહ્યું ,"મા,અહિંથી જતા પહેલા અમારે ગામ જોવુ છે .અમે જરા ગામ માં ફરી ને આવીએ."
કંઇક વિચારીને એમણે કહ્યું ,"સારુ જાવ .પણ જલ્દીથી પાછા આવી જજો. કેમ કે તમને શહેરમાં મુકીને આવીને માધવસિંહ ને પણ સાંજ સુધી માં ગામ માં આવી જવાનુ છે .અને હા હવેલી થી અને જંગલ થી દુર જ રહેવાનુ છે."
દુર્ગા દેવી ની રજા મળતા બધા ગામ માં ફરવા જવા માટે તૈયાર થઈ ગયા.હું ,મોન્ટી ,મિહિર, પુજા ,અને અદિતિ બધા ય બહાર ફરવા જવા બહાર નીકળ્યા કે મને કંઇક યાદ આવ્યુ એટલે મે અદિતિ અને બધા ને કહ્યું ,"હું તો કહેવાનુ જ ભુલી ગયો .કાલ મોડી રાત્રે મે ઘરે ફોન કર્યો હતો.અહિં નેટવર્ક મળતુ નહોતુ એટલે મે અહિં ના ફોન નો નંબર આપ્યો હતો .તો એમનો ફોન આવવાનો છે. એટલે મારે અહિં રહેવુ પડશે .તમે બધા જઇ આવો .હું અહિં રોકાઇ જાવ છું."
પુજાએ કહ્યું ,"હું રોકાઇ જઉં તારી સાથે ?"
અદિતિ એ કહ્યું ,"ના ,,હું રોકાઇ જાઉં છું વિક્રમ સાથે તમે બધા જાવ."
મે કહ્યું ,"કોઇ ને ય રોકાવાની જરુર નથી .તમે બધા જાવ .જેવી મારી એમની સાથે વાત થઈ જશે હું પણ આવી જઇશ બસ.જાવ બસ થોડી જ વાર માં હું તમને બધા ને જોઇન કરી લઇશ."એટલે મારી વાત સાંભળીને બધા ગામ માં ફરવા ગયા.અને હું તરત જ દુર્ગા દેવી પાસે ગયો.એ એક રુમ માં કોઇ ભાઇ સાથે વાત કરી રહ્યા હતા.મે એમને કહ્યું ,"તમે સવારે જે અમને કહ્યું એ બાબતે મારે તમારી સાથે એકાંત માં થોડી વાત કરવી છે."
દુર્ગા દેવી એ પેલા ભાઇ સામે જોયુ એટલે પેલા ભાઇ સમજી ગયા એટલે એ જતા રહ્યા .હવે અમારી આજુ બાજુ કોઇ જ નહોતુ એટલે મે કહ્યું, "તમે સવારે અમને જે વાત કહી એના પરથી અમને તમારી દરેક વાત પર વિશ્વાસ છે .વિશ્વાસ છે કે શ્રાપ ની વાત બકવાસ તો નથી .પણ મારો એક પ્રશ્ન છે જે તમને પુછવા માગુ છુ. "
"પુછો ,શું પુછવું છે તમારે?"
"માન્યુ કે ચંદનગઢ પર શ્રાપ છે પણ તમે કે ભાનુપ્રતાપસિંહ માંથી કોઇ એ ક્યારેય આ શ્રાપ નો કોઇ ઉપાય કરવાનો પ્રયત્ન ના કર્યો ?મારો કહેવાનો અર્થ છે કોઇ મહારાજ કે પંડિત ને બોલાવી ને હીર અને ચંદર ની આત્માની મુક્તિ માટે કોઈ શ્રાદ્ધ કે એવું નહોતુ કર્યુ ?"
"તમને શું લાગે છે અમે હીર અને ચંદર ની આત્મા ની મુક્તિ માટે કંઇ જ નહિ કર્યુ હોય?કેટલાય શ્રાદ્ધ અને કેટલીય પુજા કરાવી છે પણ એ બંને ની આત્મા બદલા માટે તડપે છે એટલે એમની આત્મા ને મુક્તિ નથી મળતી અને જ્યાં સુધી એમની આત્મા ને મુક્તિ નહિ મળે ચંદનગઢ ક્યારેય એ શ્રાપ માંથી મુક્ત નહિ થાય"
હું નિરુત્તર થઈ ગયો .થોડી વાર રહીને એમણે કહ્યું ,"હા મને એકવાર કોઈ એ કહ્યું હતુ દક્ષિણ પુર્વ દિશા માં ૩૦ કિમિ દુર એક ટેકરી પર મહાદેવ નું મંદિર છે ત્યાં એક સાધુ મહારાજ રહે છે .બહુ જ્ઞાની અને સિદ્ધ પુરુષ છે .મને યાદ છે હું એક વાર ત્યાં ગઇ હતી શ્રાપ ના નિવારણ માટે .ત્યારે એમણે મને કહ્યું હતુ કે પ્રેમ કહાની થી શ્રાપ ની શરુઆત થઇ હતી એટલે એક પ્રેમકહાની જ આ શ્રાપ નો અંત કરશે.તમારા કુળની ત્રીજી પેઢી ની પુત્રી જ્યારે અહિં આવશે ત્યારે આ શ્રાપ નો અંત આવશે.કોઈ એવો વ્યક્તિ જે એના માટે થઈ ને પોતાના જીવ પણ દાવ પર લગાવવા તૈયાર હોય એ વ્યક્તિ નો સાચો પ્રેમ જ આ શ્રાપનો અંત કરશે.મને ખબર છે અમારા ખાનદાન ની ત્રીજી પેઢી ની પુત્રી એ અદિતિ જ છે પણ કોણ એના માટે પોતાના જીવ ની પણ પરવા કર્યા વગર આ શ્રાપ નો અંત કરવા નો પ્રયત્ન કરશે?
"મને નથી ખબર કે એમણે જે ભવિષ્યવાણી કરી છે એ મારા પર લાગુ પડે છે કે નહિ પણ એટલુ જરુર થી કહી શકુ છું કે હું અદિતિ ને જીવનભર પોતાની એકલતા માં રીબાતી ને પીડાતી ના મુકી શકુ.એના માટે મારે કંઇક તો કરવું જ પડે .જો એના માટે મારે જોખમ લેવું પડે તોજરુરથી લઇશ.તમે ચિંતા ના કરો હું આજે જ એમની પાસે જઇશ.અને એમને આ શ્રાપ ના અંત નો રસ્તો ખબર હશે તો એ જાણી ને એનો ઉપાય જરુર થી કરીશ.એ માટે મારે જે કરવું પડે એ હું કરીશ પણ અદિતિ ને આ શ્રાપ માં થી મુક્તિ અપાવીને રહીશ .
એ સાંભળીને દુર્ગા દેવી ના ચહેરા પર ખુશી ની ચમક આવી ગઇ .એમણે કહ્યું ,"ઇશ્વર તને સફળતા આપે.અમારા આશિર્વાદ તારી સાથે જ છે ."
હું દુર્ગા દેવી ને પગે લાગી ને વિજય ના આશિર્વાદ લીધા અને એ પહેલા કે બહાર ફરવા ગયેલા દોસ્તો પાછા આવે અદિતિ ના નામે એક ચિઠ્ઠી એના રુમ ના ટેબલ પર મુકીને મારી મંજિલ ના રસ્તા પર ચાલી નીકળ્યો.
વિક્રમ પોતાના એ કાર્ય માં સફળ થશે ?અને થશે તો કઇ રીતે જાણવા વાંચતા રહો વિવાહ એક અભિશાપ.