Chalo sambandho ne samajta shikhiye books and stories free download online pdf in Gujarati

ચાલો સંબંધો ને સમજતા શીખીએ.

રણજીત નગરની આ સોસાયટી ના આ ઘરમાં આજે ખુશીઓનો માહોલ હતો. સાસરે બન્ને દીકરી-જમાઈને તેમના ભુલકાઓ આવેલ હતા ને બધાસાથે મળીને જાણે કોઈ પ્રસંગ હોયતેમ બધા ખુશ લાગતા હતા. આ ઘરમાં શેની ખુશી છે? શું થયું છે? એ જાણવા ચાલો આપસૌને આપણા સમાજમાં બનેલ ઘટનાની વીસ્તાર થી વાત કહું.

જીવાપર ગામમાં કોયને પણ પુછો કે નથુદાદા નું ઘર કયાં તો ગામનો નાનો છોકરો પણ તમને બતાવી આપે એવું નથુદાદા નું નામ. નથુદાદા એવી કોઠાસૂઝ ધરાવતા ને સમજુ માણસ. નથુદાદા ના પરીવારમાં તે પોતે તેમના પત્ની જીવીમાં અને ત્રણ સંતાન, બે દીકરી એકનું નામ સુલેખા ને બીજી નું નામ માધવી ને એકનો એક દીકરો કીશન એમ પાંચજણા નું સુખી કુટુંબ. નથુદાદા ની ગામમાં કરીયાણા ની દુકાન હતી, ધંધો સારો ચાલતો ને આર્થિક સ્થિતિ પણ સારી.

ગામમાં કોઈને જમણ કરવું હોય તો નથુદાદા ના ઘરેબધા ભેગા થાય ને નથુદાદા કહે તેમ બધાકરે એટલે સામેવાળા નો પ્રસંગ ખુબજ સારીરીતે પસાર થાય. કોઈનું સગપણ હોય કે પરીવારીક કંકાશ નથુદાદા આવે એટલે પુરૂં બધા સમજી જાય, તેમનામાં સમજાવવાની એક કળા હતી. આજુબાજુના ગામડા જેમકે આમરા,દોઢીયા, બાલંભડી ગામના માણસો પણ કાંઈ ગુંચવણ હોય કે સમજ ન પડતી હોય ત્યારે નથુદાદા પાસે આવત ને દાદા તેમને રસતો કરી આપતા. આમ નથુદાદા સ્વભાવે શાંત અને તે હંમેશાં બધાને એક વાત જરૂર કહેતા આ મનુષ્ય જન્મ મળયો છેતો હળીમળીને પ્રેમ થી રહો, જીવો અને જીવવાદ્યો.

નથુદાદા ની બન્ને દીકરીઓ જામનગર માં આવેલ M. P. SHAH COLLEGE માં અભ્યાસ કરતી ને દીકરો D.C.C. HIGHSCHOOL માં અભ્યાસ કરતો. ત્રણે ભાય બહેન સવારની બસમાં નીકળી જાતા જામનગર જવા ને સાંજે પાછા આવતા. આમ ને આમ સમયનું ચક્ર ચાલ્યા કરતું. સમય પસાર થતા બન્ને દીકરીઓનું ભણતર પુરૂ થયું ને બન્ને ના રાજકોટ માં સગપણ થતા તેઓ તેમના સાસરે ચાલી ગઈ. આ બાજુ કીશન નો પણ અભ્યાસ પુરોથતા કીશને જામનગરમાં રેડીમેઈડ કપડાની દુકાનમાં નોકરી શરૂ કરી.

જીવાપર થી જામનગર રોજ અપડાઉન કરતો ને તેમ કરતા વર્ષ પુરૂ કર્યું. કીશન ને ધંધાનું જ્ઞાન મળી ચુક્યું હતું એટલે કીશને હવે પોતાના માટે એક દુકાન શોધવાનું નક્કી કર્યું. તેણે ખોડિયાર કોલોનીમાં એક દુકાન જોય ને ઘરે નથુદાદા ને વાત કરી, નથુદાદા એ સહમતી આપી ને તે કીશન સાથે જઈને દુકાન જોશે પછી નક્કી કરવી એમ વીચાર કર્યો. બીજા દીવસે સવારમાં બન્ને બાપ-દીકરો જામનગર જવા રવાના થયા, અહીં ખોડિયાર કોલોનીમાં દુકાન જોય ને તે પણ મૈન રસ્તા પર છેને વસ્તી ની અવરજવર સારી લાગતા નથુદાદા એ દુકાન નકકી કરી.

અષાઢ મહીનો આખો કીશન નો દુકાન ના ફર્નીચર ને માલ ભરવામાં ગયો. શ્રાવણ માસના પહેલા સોમવારે ને ૨૦૧૦ ની સાલમાં કીશન પોતાના ધંધાની શરૂઆત કરી. બે ચાર મહીનામાં તો ધંધો સારો એવો ચાલવા લાગ્યો હવે તો કીશન ને એકલા તાણ પડવા લાગી એટલે નથુદાદા એ ગામડે દુકાન બંધકરી ને તે પણ કીશન સાથે જામનગર દુકાનમાં બેસવા લાગ્યા. થોડા દીવસ તો અપડાઉન કર્યું દાદા એ પરંતુ પછી નક્કી કર્યું કે જામનગરમાં એક મકાન લેવું, ને સંજોગો સારા હોવાથી થોડી કીશન ને બાકી નથુદાદા ની બચાવેલ મુડીમાંથી જામનગર ની રણજીત નગર સોસાયટીમાં એક મકાન નક્કી કર્યું.

હવે તો જીવીમાં ને બધા જામનગર રહેવા આવી ગયા પરંતુ જીવીમાં ને ઘર પર એકલતા લાગવા માંડી કેમકે શહેરમાં તેમને કાંઈ સમજ પડતી નહીં એટલે નથુદાદા ના મીત્ર આમરા ગામમાં હતા તેમના પુત્ર મગન ને તેમણે કીશન ની દુકાન પર કામપર રાખ્યો ને તે હવે ઘરપર રહેવા લાગ્યા. હવે જીવીમાને વાંધો આવતો નહીં ને સમય પસાર થઇ જાતો. કીશન ને દુકાન ચાલુ કરી તેને આજે વર્ષ પુરૂ થયું. હવે તો કીશન ના સગપણ ના માંગા આવવા લાગ્યા તા, એમ કરતા એક દીવસ સીક્કા ગામના હાલ પટેલ કોલોનીમાં રહેતા સુુરેખાબહેન ને મધુસુદન ભાય ની દીકરી મોહીની ની વાત આવી. બન્ને પરીવારે રવીવારે મધુસુદન ભાય ના ઘરે મળવાનું નકકી કર્યું.

રવીવારે નથુદાદા ને તેમનો પરીવાર મધુસુદન ભાય ના ઘરે આવી પહોંચ્યા. નથુદાદા ને મધુસુદન બન્ને ગામડાઓની વાતો કરવામાં મશગૂલ થઈ ગયા, આ બાજુ જીવીમા તો બીચારા ગામડા ના અભણ માણસ એટલે તેમની આગળ સુરેખાબેન પોતાના શહેરી ભાષા માં ડંફાસ માર્યે જતાતા ને જીવીમા સાંભળતા હતા. અમુક માણસ ને વહેવાર કે દુનીયાદારી ની સમજ ન હોય પરંતુ સાચા-ખોટાં ફાંકા મારવાની આદત હોય તેમ સુરેખાબેન એવા હતા. બીચારો કીશન ક્યારનોય છોકરી ને જોવા તલ પાપડ થાતો હતો.

થોડીવાર બાદ મોહીની રસોડામાં થી ચા લઈને આવી કીશન જોતા જ તેને તો મોહીની ગમવા લાગી. મોહીની દેખાવે ખુબજ સુંદર હતી જાણે કોઈ અપસરા હોય. તેનુ નમણું નાક નસીલી ભુરી આંખો ને ગાલપર એક તલનું નીશાન હતું ને તેના લાંબા વાળ જોય કીશન તો પાગલ થઈ ગયો તેને તો મોહીની ગમવા લાગી. ખરેખર ભગવાન ક્યારેક ફુરસદ માં હોય ત્યારે એવી કરામત ને સુંદર આકાર આપે છે કે લોકો દીવાના થઈ જાય, આવું જ મોહીની બાબતે કહી શકાય. આ બાજુ મોહીની ને પણ કીશન દેખતા ગમવા લાગ્યો હતો. કીશન સીધો સાદો ને દેખાવડો હતો ને સારી વાત કે સમજુ ને વીનમ્ર હતો. મોહીની ને પણ ગમવા લાગ્યો તો. બન્ને વાત ની શરૂઆત કેમ કરવી તેની વીચારમાં હતા,મધુસુદન ભાઈએ અને નથુદાદા એ આ બન્નેને ને જોઈને બહાર આંટોમારવા કીધું ને આવીને જણાવજો કે તમને બન્ને ને પસંદ છેકે નહીં.

મોહીની તેના પપ્પા ની સ્કુટી લઈને કીશન સાથે નીકળી. મોહીની ચલાવતી હતી ને કીશન પાછળ બેઠો હતો, કીશન સરમાળ હોવાથી સ્કુટી પર અંતર રાખીને સંકોચાઈ ને બેઠો હતો. બને વાતો કરતા કરતા એક-બીજાને ઓળખતા સ્કુટી પર દોડ્યે જતાં હતાં, કયારે ખંભાળિયા નાકા અંદર પસાર થઈ ગયા ખબર ન પડી. મોહીની ને અત્યારે આ વરસાદી વાતાવરણ માં એક લારીપર જામનગર ની પ્રખ્યાત વાનગીઓમાં થી એક એવી દાળ- પકવાન ખાવાનું મન થયું, એણે કીશન ને પુછતા તેણે હા પાડી એટલે બન્ને લારીપાસે ગયા. ત્યાં જય મોહીની એ બે દાળ-પકવાન નો ઓર્ડર આપ્યો ને ખુબ સ્પાઈસી બનાવા નું કહ્યું. લારીવાળા એ તીખી ચટણી નાખી ને આપી. દાળ-પકવાન ખાધા બાદ કીશને મોહીની ને ચા પીવાની ઈચ્છા જણાવી મોહીની ને ત્યા પ્રખ્યાત બજરંગ ચા વાળા પાસે ચા પીધી. ત્યાર બાદ બન્ને ચાલતા ચાલતા જ્યાં મોહીની એ ભુજીયા કોઠા પાસે સ્કુટી પાર્ક કરેલ ત્યાં ગયા. મોહીની એ પુછી લીધું કે કીશન મને તું ગમે છે મારી હા છે તારી? કીશને હકારમાં માથુ હલાવતા તે કીશન ને વળગી પડી કીશન શરમાઈ ગયો. થોડીવાર બાદ બન્ને ઘર તરફ નીકળ્યા. રસ્તામાં કીશન હજી સંકોચાઈ ને બેઠો હતો, મોહીની એ જાણીજોઈને કીશન ને પુછ્યું કીશન તારી મરજી ન હોય તો ન પાડી દે. કીશને કહ્યું ના એવું નથી. મોહીની એ કહ્યું કે તો શું સંકોચાઈ ને બેઠો છે સરખો બેસને આટલું કહેતાજ કીશન તેને લગોલગ બેસી ગયો, જે કીશન વચ્ચમા કોય બેસીશકે એટલું અંતર રાખી ને બેઠેલો તે અંત્યારે એટલો નજીક બેસેલ કે વચ્ચે થી હવાપણ પસાર ન થાય. આમ બન્ને હસી મજાક ટરતા ઘરપર આવી પહોંચ્યા. ઘર પર બધા તેમની રાહજોતા હતા, વડીલો એ પુછતા બન્ને એ હા પાડી કે બને એક-બીજાને ગમે છે બસ પછી તો બન્ને ના લગ્ન ૩ જાન્યુઆરી ને ૨૦૧૨ એટલે કે આવતા વર્ષે નક્કી કર્યા ને બન્ને પરીવાર અભીનંદન પાઠવી છુટા પડ્યા.

હવે તો મોહીની કયારેક કીશન ની દુકાન પર આવતી ને બન્ને વાતો કરતા ને શેરડીના રસ ની મજા માણતા. આમ કરતા કરતા કીશન ના લગ્ન પણ થઈ ગયા. શરૂઆતમાં તો જીવીમાને મોહીની નું બનતું બધા ખુશ હતા, પરંતુ કહ્યું છેને કે ખુશીઓ બવ ટકતી નથી. ઘરમાં ભાણા ખખડવા લાગ્યા,ચાલ્યા કરતુ બવ વાંધો આવતો નહીં. નથુદાદા સાસુ-વહુના ડખા માં માથું મારતા નહીં. જીવીમા દરરોજ બાજુમાં હર્ષીધી માતાજી ના મંદીર પર જતા તો નથુદાદા રોજ હુડકામાં એક ઓટલા પર વડીલો બેસતા ત્યાં જાતા ને ટાઈમપાસ કરતા. એમ કરતા કરતા સંસાર ચાલ્યા કરતો. કીશને પણ હવે એક દીકરો ને બે જુડવા દીકરી હતી એમ ત્રણ સંતાન હતા, હવે તો દાદા બાળકો સાથે ને બાળકો દાદા સાથે રમતા.

જીવીમાને મંદિરમાં ને ક્યારેક ઘરે એકલતાનો લાભ લઈને સમાજસવક હોયતેમ જીવીમાને મોહીની વીષે સાચી-ખોટી કાન ભંભેરણી કરતા ને મજાલેતા. જીવીમાને બવ સમજ નતી એટલે તે ગામની વાતો સાંભળી લેતા. આ બાજુ મોહીની પણ કાચા કાન ની હતી તેને પણ આવાલોકો નો ભેટો થઈ જાતો તો કયારેક મોહીની ના મમ્મી ચાવી મારતા આમ મોહીની ને જીવીમા વચ્ચે કંકાશ થયા કરતો. સમાજ માં એવા માણસો હોય છેકે જેમનુ પોતાના ઘરમાં કાંઈ ન ચાલતુ હોય પરંતુ બીજા ના ઘરમાં દખલગીરી ને ડખો કરવામાં પાછીપાની નથી કરતા હોતા. જેમ વીધ્યાર્થી ડીગ્રી પ્રાપ્ત કરે છે તેમ કદાચ આવા ખટસવાદીયા આમા સ્નાતક થાતા હશે કે કેમ બીજાના ઘરમાં કંકાશ કરવો.

વાત કંકાશ ની નતી પરંતુ હવે તો ક્યારેક કીશન ને પણ સુડી વચ્ચે સોપારી બનવું પડતું. દુકાનેથી થાક્યો ઢરે આવે એટલે દીવસમાં બનેલ કજીયાની યશોગાથા સાંભળવી પડતી. જો જીવીમાને ખીજાવે તો મોહીની રાજી થતી ને જીવીમા બોલતા બાયળી ઘેલો છે અને જો મોહીની ને ખીજવે તો જીવીમા રાજી થતા ને મોહીની બોલતી માવળીયો છે. હવે આમાં પુરૂષ બીચારો જાય ક્યાં. પરંતુ આ તો સંસાર છે આવું તો ચાલ્યા કરે એવું નથુદાદા કીશન ને સમજાવતા ને બધો પરીવાર સાથે બેસીને જમવા બેસતા.

કયારેક કુદરત પણ શું પરીક્ષા કરવા બેસતું હોયછે એની ખબર કોઈને પડતી નથી.
દીવસો પસાર થતા ગયા ને બાળકો પણ મોટા થતા ગયા. કયારેક નથુદાદા ની દીકરીઓ માધવી ને સુલેખા આવતી તો કંકાશ જાણે પલાયન થઈજતો,બધા સાથે મળીને જેમ ગામડે રહેતા તેમ હળીમળીને રહેતા. હવે તો કંકાશ રોજ થવા લાગ્યો,જીવીમાને અને મોહીની ને નથુદાદા એ સમજાવવાની કોશિષ કરી પરંતુ બન્ને માંથી એકપણ સમજવા તૈયાર નથી. જે નથુદાદા ની ગામમાં અને આજુબાજુના ગામડામાં નામના હતી, જે બીજાના પ્રોબ્લેમ સોલ્વ કરતા એ આજે પોતાના ઘરમાં ન સમજાવી શકવાથી દુઃખી હતા. હવેતો ભગવાન ને બસ પ્રાથના કરતા કે આ ડખા,કજીયાને શાંત કરે ને સદબુદ્ધિ આપે.

કીશન હમણાં થોડા દિવસો થી દુઃખી દુઃખી રહેતો હતો. એક તો ધંધામાં સખત મંદી હતી ને બીજી બાજુ ઘરમાં કંકાશ, શું કરવું એની સમજ પડતી નથી. ધંધાના ટેન્શનમાં પણ માણસ ઘરે આવેતો ઘરે તેને શાંતિ મળે પરંતુ અહીં કીશન ના ભાગ્યમાં જાણે શાંતિ કીટ્ટા કરી બેઠીહોય એમ લાગતું હતું.

કીશન નું શરીર ધંધાને ઘરની ચીંતામાં ને ચીંતામાં ઘસાતું જાતુ હતું, ક્યારેક તો દુકાને પણ નતો જાતો. દુકાન માણસ ના ભરોસે ચાલ્યા કરતી.

થોડા દીવસ બાદ..........

નથુદાદા બહારથી આવી ને હજી બેઠાહતા ત્યાંજ કીશન ની દુકાન નો માણસ મગન હાંફતો આવ્યો ને માંઠા સમાચાર આપ્યા કે કીશન નું એકસીડન્ટ થયું છે ને તેને રાહદારીઓ ની મદદ લઈને ગુરૂ ગોવીંદસીંહ હોસ્પિટલમાં ભગાબાપા ના છકડા માં નાખીને લઈ ગયા છે, ચાલો તમે જલદી આપણે જાઈએ.નથુદાદા ફટાફટ મગન સાથે હોન્ડા માં બેસીને હોસ્પિટલ તરફ નીકળ્યા.

કીશન આજે મંગળવાર હોવાથી ખોડિયાર માંતાજી ના મંદિરમાં ગયો હતો. આમ તો દરરોજ સાંજે જતો પરંતું દર મંગળવારે તે દીવસના ભાગમાં જતો. દર્શન કરીને પાછો દુકાન તરફ ચાલ્યો આવતો હતો, તે ઘરના અને ધંધાના ટેન્શનમાં વીચારોમાં ગુંથાયેલ હતો તેનું ધ્યાન નતુ કે તે રોડપર ચાલ્યો આવે છે. પાછળથી એક રીલાયન્સ માં ચાલતી ગાડી આવતી હતી, ગાડીવાળા એ હોર્ન ઘણા મારીયા પરંતુ કીશન ને જાણે બહેરાશ આવી ગય હોય એવું લાગતું હતું તે તો ચાલ્યે જાતોહતો પોતાની મસ્તીમાં. ગાડીવાળા એ પાસે આવતા બ્રેક તો મારી પરંતુ ગાડી થંભી નહીં પણ ગતિ ઓછી થઈ ને તેમાકળ કીશન ને ઠોકર લાગતા કીશન રોડપર ચતોપાટ પડ્યો ને ગાડીનું એક વ્હીલ તેના પર ફરી ગયું. માણસોની મદદથી કીશન ને બહાર ખેચી ને ભગાબાપા તેના છકડામાં હોસ્પિટલમાં લઈ ગયા.

હોસ્પિટલમાં પહોંચતાજ ડોકટર તાત્કાલીક આવીગયા ને કીશન ને ઓપરેશન થીયેટરમાં લઈ ગયા. કીશન ને માથામાં ખુબજ વાગયું હતું ને લોહીપણ સારા એવા પ્રમાણમાં નીકળી ગયું હતું. કીશનના બચવાના ચાંશ બહુઓછ હતા પરંતુ ડોક્ટર તેના પ્રયાસ કરતા હતા, કીશનતો બેભાન હતો એને તો ખબરપણ નતી કેતે ક્યાં છે? શાયદ તે તેના વીચારોના વમળમાંજ બીચારો હશે.
ભગાબાપા ઓપરેશન રૂમની બહાર કીશનના બાપુજી એટલેકે નથુદાદા ની રાહ જોતા બાંકડા પર બેઠા હતા. આ બાજુ નથુદાદા ને મગન પણ પહોંચી આવ્યા, મગને પુછતાછ કરતાં ભગાબાપા એ જણાવ્યું કે કીશન ઓપરેશન થીયેટરમાં છેને ડોક્ટર તેની સારવાર કરે છે. નથુદાદા કયારના ઉતાવળા થયાહતા કે ડોકટર આવે એટલે પુછી લવ મારો કીશન બરોબર તો છેને?

ડોક્ટર છેલ્લા કલાક થી પ્રયત્ન કરતા હતા, પરંતુ કીશન ના ધબકારા ધીમે ધીમે ઓછા થતા જાતા હતા. થોડીવાર બાદ કીશન નું હ્રદય બંધ પડી ગયું એવું લાગ્યું ને ડોકટરે તપાસ કરતા ખબર પડી કે કીશનમાં હવે પ્રાણ નથી રહ્યા. ડોક્ટર દુઃખી નજરે ઓપરેશન થીયેટર ની બહાર આવ્યા ત્યાં જ નથુદાદા પુછવા લાગ્યા મારા કીશન ને કેમ છે? તે સાજો તો થઈ જાશે ને ? ડોકટર માત્ર એટલું બોલી શક્યા કે દાદા હિમંત રાખો એટલું કહી તે પોતાની કેબીનમાં જતા રહ્યાં.

ભગાબાપા ને મગન નથુદાદા સાથે જે રૂમમાં કીશન ગાઢનીંદ્રા માં સુઈગયો તો ત્યાં ગયા ને કીશન ને અડતાજ સમજી ગયા કે કીશન હવે આ દુનિયામાં નથી રહ્યો. નથુદાદા હીમંતવાન હતા એટલે તાત્કાલિક નિર્ણય કર્યો કે જે થવાનું હતું તે થઈ ગયું. મગન ને સંદેશો આપ્યો કે જા તું જલદીથી બન્ને દીકરીઓ ને જાણકરી દે અને તાત્કાલિક અહીં આવવાનું જણાવ, ને પછી ઘરે જાણકરી ને ઘરે જ રહજે હું અને ભગાબાપા અહીં ની વીધી પતાવી ને ઘરેજ આવીએ છીએ. આ બાજુ મગને રાજકોટ ફોન કરીને કીશનના ઘરે આવી ગયો હતો અને જીવીમાને અને મોહીની ને જાણ કરી કે કીશન હવે આ દુનિયામાં નથી રહ્યો, પરંતુ આ બન્ને માનવા તૈયાર નથી અનેે હોસ્પિટલમાં જવાની વાત કરે છે. મગને સમજાવ્યું કે દાદા ને ભગાબાપા હમણાં આવશે પછી જોશું.

આ બાજુ નથુદાદા ને વીધી પતાવતા વાર ન લાગી ને જલદી તે અંને ભગાબાપા કીશન ને લઈને ઘર તરફ એમ્બ્યુલન્સ માં ચાલી નીકળ્યા. એમ્બ્યુલન્સ કીશન ના ઘર પાસે ઉભી રહી એટલે મગન ફટાફટ બહાર આવ્યો ને કીશનની લાશ ને ઘરમાં લાવવા મદદ કરી. કીશને આમ જોયને જીવીમાં અને મોહીની બન્ને કીશન ને બોલાવા લાગ્યા પણ કીશન તો આ દુનિયા છોડીને સદાય માટે ચાલી નીકળ્યો હતો. નથુદાદા એ બન્ને ને હીમંત મા રહેવા કહ્યું અને સમજાવ્યું કે તે માત્ર કીશન નું શરીર છે તેમાં પ્રાણ નથી. આટલું સાંભળતાં જ જીવીમાં અને મોહીની મોટે મોટે થી રડવા લાગ્યા બાળકો પણ બીચારા સુન્ન થઈ ગયા હતા. આડોશી પાડોશી પણ રોવાની ચીસો સાંભળી કીશન ના ઘર તરફ આવવા લાગ્યા તો બીજી બાજુ સુરેખાબેન અને મધુસુદન પણ આવી પહોંચ્યા અને જીવીમાને અને તેમની દીકરી મોહીની ને હીમંત આપતા હતા. સાંજના પાંચ વાગ્યે બન્ને બહેનો પણ પોતાના પરિવાર સાથે આવી પહોંચી ને ફરી બધો પરીવાર હીબકે ચડી ગયો. નથુદાદા એ બધાને હીમંત આપીકે જે થવાનું હતું તે થઈ ગયું, કદાચ ઈશ્વર ને આ મંજૂર હશે બધા હીમંત રાખો ને જે વીધી કરવાની છે તે કરી લઈએ પછી કીશન ને અગ્નિ સંસ્કાર માટે લઈ જાઈએ.

કીશન નો દેહ અત્યારે જામનગરમાં આવેલ હિંદુ સ્મશાન ભુમીંમા પંચ મહાભુત માં વિલીન થઈ રહ્યો હતો. સ્મશાને થી પાછા આવતા રાત્રી ના ૮ વાગી ગયા હતા, ઘરમાં આજે છતાં પ્રકાશે અંધારું હતું. નથુદાદા અત્યાર સુધી તો હીમંતમા હતા પરંતુ ઘરમાં જે શાંતિ છવાયેલા હતી તેને જોતા તે પણ રળી પડ્યા અરે રડવું તો આવેજને જે નથુદાદા ને જીવીમાંની ઘડપણ ની લાકડી હતી તે કીશન આજે ૩૫વર્ષે ની ઉંમર મા બન્ને ને છોડીને ચાલી નીકળ્યો હતો.આજે ચારેતરફ જાણે અંધકાર ને ખામોશી છવાયેલ હતી, જાણે કીશન તેની સાથે ખુશીઓ અને અજવાળું લઈ ગયો હોય તેવું લાગતું હતું. અરે લાગે તો સહીને ત્રણેય બાળકો એકલા પડી ગયા હતા, તેઓ પીતા વીહોણા થઈ ગયા હતા. જેને આજે આ ઉંમરમાં પીતા ની હુંફ પ્રેમ ને સહારા ની જરૂર હોય તેને આજે એકલતાનો અહેસાસ તો થાય ને, બાપ વગરની જીંદગી કાઢવી એ પણ બાળપણમાં એનોતો વીચાર કર્યે તો પણ રુવાડા ઊભા થઈ જાય જ્યારે આતો હકીકત હતી. મોહીની ને હવે જીંદગી ભર આ બધું ભારણ એકલા ઉપાડવાનું રહેશે, છોકરાઓ ને ભણાવવા, મોટા કરવા, ઘરની ધ્યાન રાખવું, આર્થિક મજબુરી આ બધુ એકલા હાથે કરવાનું. જેને આ ઉમરે હરવા ફરવાના દીવસ હોય, સજવાના અભરખા હોય અને વીધવા બનવું પડે ત કેટલુ અઘરું છે એતો જેને વીતે એનેજ ખબર હોય. આમ મોહીની ને પોતાને જીવનસાથી વગર બધું ભારણ ઉપાડવાનું ને એકલી જીંદગી પસાર કરવી પડે તેને શું એકલતાનો અહેસાસ ન થાય?

ઘરના બધા સદસ્યો એક પછી એક રાત્રીના બે વાગવાથી સુવામાટે ઉભાથય વીખેરાવા લાગ્યા, નીંદર તો બધાની ઉડી ગય હતી. જેના ઘરમાં આવો દુખદ બનાવ બન્યો હોય એને ક્યાં થી નીંદર આવે. સવારના બન્ને જમાઈઓ પોતાના કામપર જવા રાજકોટ રવાના થયા, બન્ને દીટરીઓ ને છઘકરાવ રોકાણા તેઓ કીશન ના ૧૩માં સુદી રોકાશે તેવું નક્કી કર્યું. ઘરમાં શાંતિ છવાયેલ હતી, સમયનું ચક્ર ચાલ્યાં કરતું હતું. તેમ કરતા કરતા આજે કીશન ને આજે ૧૩ દિવસ પણ પુરા થયા ને આજે જે વુધી કરવાની હતી તે પણ પતીગય. બન્ને દીકરીઓ ને જમાઈ પણ પોતાના સંતાનો સાથે રજા લઈને પોતાના ઘર તરફ જવા રાજકોટ નીકળી ગયા.

જે ઘરમાં જીવીમાં ને મોહીની ઝઘડતા તે પણ હવે તો સૂનમૂન રેવા લાગ્યાતા, કંકાશ તો જાણે કીશન તેની સાથે લઈ ગયો હતો. જીવીમાં ને સમજમાં આવી ગયું હતું કે હવે તો જીંદગી આ વહુ સાથેજ ને છોકરાઓ ને મોટા કરવામાં કાઢવાની છે.તે છોકરાઓ ને સાચવતા ને ઘરકામ કરતા ને દીવસો પસાર કરતાં. પરંતુ મોહીની હજી શોકમાં હોય કે જે હોય તે જીવીમાં સાથે બહુ બોલતી નહીં, બસ સુનમુન રહ્યા કરતી. નથુદાદા હવે આ ઉમરે કીશન ની દુકાને જતાં ને તેનો ધંધો સંભાળતા.

ચાર મહીના બાદ....

એક દીવસ અચાનક મોહીની સવારમાં ચાય બનાવતા પડીગય ને બેભાન થઇ ગઇ ને તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવી, હોસ્પિટલમાં તેના બધા રીપોર્ટ કરાવતા ખબર પડી કે તેની બન્ને કીડની ડેમેજ છેને તેને જો કીડની જો બીજી મળેતોજ તે જીવી શકશે નહીંતર નહીં એવું ડોકટરે જણાવતા બધા ચીંતામાં પડી ગયા. નથુદાદા એ દીકરીઓ ને વાતકરી એટલે દીકરીઓ એ મોહીની ને રાજકોટ લઈ આવવા કહ્યું ને અહીં આપણે સારવાર કરશું એવી હીંમત આપી. નથુદાદા,જીવીમાં, ને ત્રણેય બાળકો મોહીની ને લઈને રાજકોટ જવા એમ્બ્યુલન્સ મા રવાના થયા. રાજકોટ પહોંચતા જ મોહીની ને સારીએવી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી તેની તૈયારી જમાઈઓ એ કરી રાખી હતી.

રાજકોટમાં આજે મોહીની નું કીડની ટ્રાન્સપ્લાન્ટ નુ ઓપરેશન હતું,ડોકટર તેમનું કામ કરી રહ્યા હતા. જીવીમાં એ એક કીડની મોહીની ને આપી ને મોહીની ને જીવતદાન આપ્યું હતું. જીવીમાં સમજુ હતા સમજતા હતા કે જો તે કીડની નહીં આપે તેમના પૌત્ર- પૌત્રી માવતર વગર નોંધારા થઈ જાશે, પોતે તો હવે પાનખર કહેવાય પોતે કેટલા દહાડા જીવશે તેની ખબર નથી. કીડની આપી ને જીવીમાં એ એક માનવતાનું શ્રેષ્ઠ ઉદાહરણ આપ્યું હતું. મોહીની નું સફળ ઓપરેશન થઈ ગયું હતું, પરંતુ હજી તેને એક અઠવાડિયુ ડોક્ટર ના ઓબ્ઝર્વેશન હેઠળ રહેવું પડશે એવું ડોકટરે જણાવ્યું. એક બાજુ ખાટલા પર જીવીમાં તો બીજી બાજુ મોહીની હતી, બન્ને હોસ્પિટલમાં હતા ને છોકરાઓ ફઈબા ના ઘરે હતા. જીવીમાં ને ૩ દીવસમાં રજા મળી ગય પરંતુ મોહીની ને અઠવાડીયો લાગ્યો. મોહીની ને હોસ્પિટલમાંથી રજા મળતા મોહીની ને બધો પરીવાર સાથે તેમની બન્ને નણંદ સુલેખા અને માધવી તેમની સાથે જામનગર જવા રવાના થઈ, કારણ કે જીવીમાંને અને મોહીની ને થોડા દીવસ ધ્યાન રાખવાની હતી એટલે ઘર ને સંભાળવા ને છોકરાવને સંભાળવા બન્ને પણ આવી હતી.

જામનગર આવ્યા ને અઠવાડિયા બાદ આજે ફરી દરરોજ ની જેમ મધુસુદન ભાઈ તેમની દીકરી મોહીની ને મળવા આવ્યા હતા, પરંતુ આજે જરા દુઃખમાં લાગતા હતા એવું લાગ્યું. મોહીની એ તેના પિતા ને ચીંતામાં જોયને જે પણ હોય તે વાત કરવા કહ્યું દીકરીના આગ્રહ ના લીધે મધુસૂદન ભાઈએ વાતની શરૂઆત કરી. બેટા તારી બને કીડની જ્યારે ડેમેજ થઈ ને ડોકટરે કહ્યું કે તારી કીડની બદલાવી પડશે નહીંતર તું નહીં બચીશકે ત્યારે અમે ચીંતામાં આવી ગયા. ડોકટર ને અમે પુછ્યું કે કીડની ગોતશું ક્યાં તો તેમણે કહ્યું કે તમારા પરીવાર ની પણ કોઈએકની જો મોહીની ના શરીરમાં મેચથાય તો પણ ચાલે. એક કીડનીપર માણસ જીવીશકે વાંધો ન આવે. એટલે સૌ પ્રથમ મે મારૂ ચેક કરાવ્યું પણ મારી કીડની તને ચાલે તેમ નતી, એટલે હું નીરાશથયો. મારા પછી તારા સસરાએ તપાસકરી તે પણ ન ચાલી,એટલે મેં તારા મમ્મીને જાણવગર ડોકટરી તપાસ કરાવી ને ડોકટરે હા પાડી કે ચાલશે અમે ખુશ થઈ ગયા. પરંતુ તારી મમ્મીને શું થયું તેણે કીડની આપવાની ના પાડી મે સમજાવવાની ઘણી કોશિષ કરી પણ તે સમજવા તૈયાર નતી. ઉલટાનું મને કહેવા લાગી કે મારે હજી જીવવું છે, હું નહીં આપુ. તે ધારત તો એક કીડનીપર જીવન જીવી શકત પણ તેને તો તેના સ્વાર્થ તેની પોતાની ફીકર સીવાય કાંઈ બીજી પરવાજ નથી. છેલ્લે તારા જીવીમાં અમારો છેલ્લી આશા હતી ને ભગવાને અમારી પ્રાર્થના સાંભળી, તારા જીવીમાં ની કીડની મેચ થતા તેણે આપી ને તને જીવતદાન આપ્યું. બેટા ખરેખર તારા સાસુ તો તારામાટે ભગવાન છે તેમનો તું ઉપકાર માનીશ એટલો ઓછો છે. બેટા એક વીનંતી છે તારી જીવીમાં સાથે પ્રેમ થી રહજે તેમની સેવા કરજે ને જીવનમાં ક્યારેક એને દુઃખ ન આપતી આટલી આ બાપ ની લાજ રાખજે. બસ આજ વાત મારા દિલમાં હતી એટલેજ હું દુઃખી હતો કે તને સાચીવાત કેમ જણાવું.

મોહીની ની આંખમાંથી શ્રાવણ ભાદરવા ની જાણે નદીવહી જાતી તી એના પીતાની વાત સાંભળતા સાંભળતા, મધુસુદન ભાય ની વાત પુરી થતાંજ તે દોડીને જીવીમાં આગળ જય વળગીપડી ને બન્ને સાસુ-વહુ પશ્ચાતાપ ના આંસુ સારવા લાગી ને એક કલાક રડ્યા ને અફસોસ કરતા હતા કે જો બન્ને સમજીને રહ્યા હોત તો કીશન કદાચ આજે તેમની વચ્ચે હોત, પણ કુદરત ને શાયદ એવું પસંદ હશે. સુલેખા અને માધવી એ બન્ને ને સમજાવ્યું કે જે થવાનું હતું તે થઈ ગયું, હવે નવા જીવનની શરૂઆત કરજો ને સંપીને રહેજો તમારેજ આ ઘર ને અને છોકરાવની સંભાળ રાખવાની છે. હવે તો મોહીની અને જીવીમાંને પોતાની ભુલ સમજાય ગયહતી બીજાના સમજાવવાની જરૂર નતી. બસ હવે તો સાસુ-વહુ હળીમળીને રહેવા લાગ્યા હતા, જીવીમાં છોકરાવ ને સાચવતા ને ઘરકામ કરતા તો મોહીની નથુદાદા ને મદદ કરવા દુકાને જાતી. આમને આમ દીવસો પસાર થતા ગયાં.

આમ ને આમ આજે કીશને ને વર્ષ પુરૂ થઈ ગયું હતું. આજે ફરી બન્ને દીકરીઓ જમાય તેમના પરીવાર સાથે નથુદાદા ના ઘરે આવેલ હતા. કીશન પાછળ આજે બ્રાહ્મણ ને જમાડી ને સહ પરિવાર આજે સાથે બેસીને પ્રેમ થી જમવા બેસ્યુ હતું, આનંદ એટલો હતો કે જાણે કોઈ પ્રસંગ હોય ઘરમાં. થોડું દુઃખ પણ હતું કે કીશન તેમની વચ્ચે નતો,પરંતુ આજે સમજણ ને પ્રેમ ની ખોટ નતી એનીજ ખુશી હતી ઘરમાં. બસ આમ મોહીની, જીવીમાં, નથુદાદા અને તેમના સંતાનો બધા સાથે હળીમળીને જીંદગી જીવતા જાતા હતા.


?? સમાપ્ત??


મીત્રો આ વાત એક સત્ય ઘટના પર આધારિત છે,તેમના પાત્રો ને સ્થળ જુદા છે. આવી પરિસ્થિતિ ઓ આપણા વચ્ચે ઘણી જગ્યાએ જોવા મળે છે. સાસુ વહુના આ ડખામાં કયારેક આખો પરિવાર વીખરાય જાય છે,થોડું ઘણું તો મન મોટાવ થાતો હોય ને દરેક વ્યક્તિ વચ્ચે રહેવાનો,પરંતુ કજીયો કે કંકાશ જ્યારે ઘરકરી જાય ત્યારે પરિવારનો વીનાશ થાય છે તે આપણે ભુલવુ ન જોઇએ. જેમકે મોહીની ને જીવીમાં વચ્ચે થયું બન્ને જો પેલા સમજીજાત ને થોડુંઘણું જતુ કરત તો કદાચ આજ કીશન જીવતો હોત ને તેમના બાળકો બાપના પ્રેમ થા વંચિત ન રહત. જનરેશન ગેપ હોય એટલે વીચારો ન મળે પરંતુ થોડું ઘણું નજર અંદાજ કરતા જાઈએ તો કોઈ ઘરમાં કંકાશ ની સમસ્યા ઉભી ન રહે. આજના માણસ ને જીંદગી હાયફાય ને જલસા થી જીવવી છે એ જીંદગી જીવી નય પણ પુરી કરી કહેવાય. બધા જો પરિસ્થિતિ સમજતા સીખે ને જતુ કરતા સીખે તો આ કજિયા થાય નહીં. આપણા નજર સમક્ષ આવી સમજણ ના અભાવ ના લીધે કટલા દીકરા-દીકરીઓ પોતાની જીંદગી થી કે બીજી રીતે છોડી ચાલ્યા જાય છે તેનો હીસાબ ખરો? સાસુ-વહુના આ ડખાથી જાણે વૃધાશ્રમ ને વેગ મળી ગયો હોય એવું લાગે છે. આપણા ઝગડાઓ ને કારણે આપણા બાળકો એમના દાદા-દાદી કે એમના માતા-પીતા ના પ્યાર થી વંચિત રહે છે, તમારા લીધે એ બાળકોને સહન કરવું પડતું હોય છે એ ભુલકાઓ નો શું વાંક? લાગે છે ખરેખર આપણા માં સહનશીલતા ને જતું કરવાની ભાવના મરીપરવારી છે. બસ હવે વધુ ન કહેતા આપસૌને એટલું જરૂર વીનંતી કરીશ કે જો આપને આ વાર્તા ગમીહોય કે ન ગમીહોય આપનો અભિપ્રાય જરુર આપસો ને મારી સ્ટોરી ને લાઈક કરજો. ને ગમે તો આજુબાજુ માં પણ વચાવજો.જો તમારા ઘરમાં કે આડોશી પાડોશી માં કજિયા કંકાશ હોય તો થોડું ઘણું જતું કરજો સમજજો ને સમજાવજો જોજો ક્યાંક મોડું ન થઈ જાય. બસ અંતમાં આપ સૌની દીપાવલી સારી, સ્વસ્થ, સમજણ અને ખુબજ ખુશીઓ લઈને આવે એવી શુભેચ્છાઓ સાથે પ્રણામ ને આપસૌને


શુભ દીપાવલી ને સાલ મુબારક.


ભાવીક એલ. બીદ
254722520929


બીજા રસપ્રદ વિકલ્પો