Sambandho ni samjan books and stories free download online pdf in Gujarati

સંબંધો ની સમજણ

 જયેશભાઈ આજે કારખાનેથી વહેલા આવી ગયા ,તેમનો જામનગરમાં બ્રાસપાટ નુ કામ છે ને તેમનું કુટુંબ મધ્યમ વર્ગ નુ
તેમના પરિવાર માં તેમની પત્ની સંગીતા,ને બે દીકરી એમ  ચારજણા છે. મોટી દીકરી મધુરીમાં ને નાની દીકરી ક્રૃતીકા છે.
જયેશભાઈ પોતે સ્વભાવે શાંત ને ધીરજ વારા તો તેમ્ની પત્ની સાવ વીરુધાભાશી. સંગીતાબેન સ્વભાવે ચંચળ ને આક્રમક.
બન્ને દીકરીઓ શાંત ને સમજદાર.

 સંગીતા :  આરે આજે તમેં કેમ વહેલા આવી ગયા, તમને સારૂ નથી કે  શું થયું? જયેશભાઈ એ ઘરમાં દાખલ થતાંજ તેણે તો દરરોજ ની જેમ પ્રશ્નો ની મારા મારી ચાલુ કરી દીધી.
જયેશભાઈ એ હાથ મોઢું ધોય ને શાંતિ થી બેસી ને વાતનો દોર ચાલૂ કર્યો, અરે મને સારૂજ છે, પરંતુ આજે મારા કઝીન ભાર્ગવ નો ફોન હતો. કહેતો હતો કે આપણી મધુરીમાં માટે એક ઠેકાણું સારૂ છે. છોકરાનુ નામ મયંક છે પોતે મોબાઈલ ની દુકાન  ચલાવે છે, ને તેના પીતા નીરજભાઈ જનરલ-મર્ચન્ટ ની દુકાન ચલાવે છે. મયંક ની મમ્મી મોનિકાબેન અને એક બહેન સાક્ષી, એમ ચારજણા નુ ફેમીલી છે. માણસાઈ ની રીતે માણસો સારા ને સંસ્કારી છે અને આર્થિક પરિસ્થિતિ પણ સારી છે. રાજકોટ મા રહે છે  એમ ભાર્ગવભાઈ કહેતા હતા.

રાત્રે બધા જમીને સીટીંગ રૂમમાં બેઠા હતા સંગીતા ને જયેશભાઇ બન્ને  ભાર્ગવભાઇ ના ફોન પરથી વાત કરતા હતા કે આપણે તપાસ કરાવીએ પછી છોકરા છોકરી એક બીજાને પસંદ કરેતો વાત ને આગળ વધારીએ. મધુરીમાં ને તો વાત સાભળી ને મન માં ખુશીઓ ને દીલમાં ધડકન તેજ થવા લાગી.  ઘરના બધા સુઈ ગયા પણ મધુ ને આજે ઊંઘ આવતી નતી તેતો ખુલ્લી આંખે સપના જોતી હતી ને વીચારતી હતી કે મારો રાજકુમાર કેવો હશે, મને પસંદ કરશે કે નહીં? વીચારમાં કયારે સવાર પડી ગઈ ખબર ના પડી.

 જયેશભાઇ આજે કામ પર વહેલા આવી ગયા કેમકે તેમને મયંક વીષે જાણવા તેમના હેતુ મીત્રો ને ફોન કરવો હતો. જયાં દીકરી વળાવવી હોય તેની તપાસ તો કરવીજપડે ને. આખરે બાપમાટે તો દીકરી એટલે વ્હાલ નો દરીયો. રાજકોટ જયેશભાઈ ના મીત્ર વેનીચંદભાઈ ને ફોન કરી ને મયંક તથા તેમના પરિવાર વીષે માહીતી એકઠી કરવા ભલામણ કરી. વેનીચંદભાઈએ બે દુવસ નો સમય માંગ્યો ને બેદીવસ માં સરખુ જાણીને ફોન કરવા નુ કીધુ.

 આજે સાંજે બધા જમીને સીટીંગ રૂમમાં બેઠા હતા, વેનીચંદભાઈ નો ફોન આવાનો હતો. બધાની નજર ફોનપર હતી. રાત્રી ના આંઠ વાગ્યાને વેનીચંદભાઈ નો ફોન આવ્યો,
વેનીચંદભાઈ એ કહ્યું કે માણસો બધા મજાના છે મધુરીમાં નુ ત્યાં થાય તો કાંઈ ખરાબ નથી. તેમ સારા સમાચાર આપી ને જય શ્રી કૃષ્ણ કહી ફોન મુક્યો. જયેશભાઈ એ ઘર પર બધાને વાત કરી ને સંગીતા ને કીધુ કે હું કાલે ભાર્ગવ સાથે વાત કરી લઈશ ને વીનંતી કરીશ કે પેલા આપણે મોટાવ સામ સામે બેસીએ મળીએ પછી વિચારીએ એટલુ કહીને બધા છુટા પડયા સુવામાટે. મધુરીમાં ને આજે ઊંઘ આવતી નતી,તે તેના સપના ના રાજકુમાર ના સપના જોતી હતી. કેવો હશે, એને શું પસંદ હશે,અમે એકબીજાને પસંદ કરશું કે નહીં. વીચારમાં ને વીચારમાં કયારે આંખ લાગીગય ખબર ન પડી.

 ભાર્ગવ ને ફોન કરી ને જયેશભાઈ એ વાત કરી લીધી. ભાર્ગવે કીધું તે નીરજભાઈ ને પુછીને બપોર બાદ તમને ફરી ફોન કરીને જણાવીશ. ઘરેથી જમીને જયેશભાઈ પોતાના કારખાનામાં આવીગયા હતા. ભાર્ગવ નો ફોન આવ્યો કહે કે નીરજભાઈ સાથે મે વાત કરી લીધી છે તેમને કાંઈ વાંધો નથી મળવાનો,મે તેમને રવિવારે મારા ઘરે મળવા બોલાવ્યા છેતો આપણે ત્યાં મળીએ.

 આજે ભાર્ગવને ત્યાં નીરજભાઈ તેમની પત્ની મોનીકાબેન, જયેશભાઈ અંને સંગીતાબેન તથા જયેશભાઈ ના કાકા સોમચંદભાઈ  આ બધા હાજર હતા. બધાએ એક બીજાની ઓળખાણ કરી,એક બીજાને પરીવાર ની વાતો કરી. ભાર્ગવ ભાઈ ના પત્ની ખુશ્બુબેને મસાલેદાર ચાય અને નાસ્તો સર્વ કર્યો, બધાવે ચાય નાસતા ને ન્યાય આપ્યા બાદ નકકી કર્યું કે તેમની બધાની હાછે પરંતુ મધુરીમાં ને મયંક એક બીજા ને પસંદ કરે, સમજે,ને જાણે પછી બન્નેની હા હોયતો લગ્ન નુ નક્કી કરશું એમ નીર્ણય કરી જય શ્રીકૃષ્ણ કહી છુટા પડ્યા.

         **********

 વ્હેલી સવાર માં ફોન ની રીંગટોન વાગી,મધુરીમાં ચાય પીતા પીતા બબડતી ઉભીથય ,સવાર સવારમાં કોન છે શાંતિ થી ચાય પણ નહીં પીવાદીયે. ફોન ઉપાડ્યો સામે થી મધુર અવાજ માં મયંક હતો. મયંક નુ નામ સાંભળતાજ મધુરીમાં ખુશખુશાલ થઇ ગય,થોડી વાર તો કાંઈ બોલી નહીં. મયંકે કીધુ હું આજેજ રાજકોટ થી આવ્યો છું ને કાલે સવારે નીકળી જાઈશ પાછો, જો તું આજે ફ્રી હોતો આપણે મળીયે. મધુ એ કહ્યું હા હા કેમ નહીં, કયાં મળશું?  મયંક કહે તુંજ કહે તારૂ આ શહેર છે જયાં તને વાંધો ન હોય ત્યાં આપણે મળીયે. મધુરીમાં એ લાખોટા તળાવ ની પાસે જીલ્લા પુસ્તકાલય પર મળવાનું નકકી કર્યું.મયંકે એકબીજાને ફોટો મોકલાવ કહ્યું જેથી બન્ને ઓળખીશકે. અત્યારે ૮.૩૦ થયા છે ૧૦.૦૦ વાગ્યે મળીએ આપણે એમ કહી બન્ને એ ફોન મુક્યો. મધુરીમાં ફટાફટ નાહી ને ફ્રેશ થયગઈ, મયંક ને શું ગમશે, એ મને પસંદ કરશે કે નહીં, અમે એકબીજાને ગમશુ કે નહીં. વીચારમાં ને વીચારમાં સાડાનવ થય ગયા. સપના માંથી બાર આવીને તેણે જામનગર ની પ્રખ્યાત બાંધણી નો ડ્રેસ પહેરી ને જવાનુ નકકી કર્યું. આ બાજુ મયંક ની પણ એજ હાલત હતી. તેણે પણ અંતે દીગ્જામ નો શર્ટ ને જીન્સ નો પેન્ટ પહેરી સુખડ નું અત્તર લગાડી તૈયાર થય ને નીકળી ગયો. મધુરીમાં પણ તેની મમ્મીને જણાવી પોતાની એકટીવા લઈને પોતાના સપનાના રાજકુમાર ને મળવા નીકળી ગય.

 પુસ્તકાલય માં બન્ને મળતાજ ખોવાઈ ગયા.મધુરીમાં ની એ સાદગી,ગાલ માં પડતા ડીમ્પલ એનો માસુમ ચહેરો મયંક ના દીલમાં વસી ગયો. મયંક હેન્ડસમ ખુશમિજાજ ને રાજકુમાર જેવો લાગી રહ્યો હતો મધુને પણ મયંક ગમ્યો. બન્ને કેટલીવાર સુધી એકબીજા માં ખોવાયેલ રહ્યા. ૧૦-૧૫ મીનીટ બાદ બન્ને સપનાની દુનિયામાં થી બહાર આવ્યા. બન્ને એકસાથે બોલી ઉઠ્યા U r so Sweet……I like u…… બન્ને એ એકબીજા સાથે વાત કરવાની શરૂઆત કરી, એકબીજાના સોખ,ગમા-અણગમા,ને ખુબ સારી વાતો કરી. સમય કેમ પસાર થઈ ગઈ ખબર ન પડી ઘડિયાળ માં જોયું તો ૧.૦૦ વાગી ગયો હતો. મધુરીમાં એ ઘરપર ફોન કરી ને જણાવી દીધું કે તે સાંજનુ ડીનર મયંક સાથે કરીને આવશે તો મયંકે ખુશ્બુ આંટી ને ફોન કરીને જાણ કરી. ભાર્ગવ અંકલ ને નીરજભાઈ બાળપણ ના લંગોટીયા દોસ્ત છે. સોથી પેહલા મયંકે ને મધુરીમાં એ લંચ લેવાનું નક્કી કર્યું, બન્ને લક્ષ્મી ના પુરીશાક ખાવા પોચીગયા. જમીને પહેલા જામનગર ના પ્રખ્યાત બાલા હનુમાન મંદિર પર ગયા ત્યાં દરશન કરી થોડી વાર બેઠા ને વાતો કરી, બપોરે ના ૨.૩૦ વાગ્યા તા તેઓ બન્ને ફરવા નીકળી પડ્યા. સૌ પ્રથમ આંબેડકર ગાર્ડન પછી માછલી ઘર,ખંભાળિયા ગેટ અને ભુજીયા કોઠા ના દુર થી દર્શન કર્યા.ચાંદીબજાર ના જૈન દેરાસર માં બન્ને એ દર્શન કર્યાં, લાખોટા તળાવને ફરતે રાઉન્ડ લગાવ્યો. બન્ને ને ખુબ ભુખ લાગી હતી ને ૭.૦૦વાગ્યા હતા. દીલીપ ના ઘુઘરા, કેશુભાઇ ના બી- બટેટા ને રામજીભાઈ ના ડીસગોલા ને ન્યાય આપી ને તળાવની પાર પર એકબીજા ના હાથ પક્ડી બેસી ગયા. વાતો  વાતોમાં ૯.૩૦ થઈ ગયા બન્ને એ ઘરે જાવાનુ નકકી કરી મધુરીમાં ની એકટીવા પર ગોઠવાઈ ગયા.

  મધુરીમાં એકટીવા ચલાવતી હતી મયંક તેની પાછળ બેઠો હતો. ડીસેમ્બર મહીના ની ઠંડી તો ચાલુ નથીથઈ  પરંતુ રસ્તા પર નો ઠંડો પવન  ગુલાબી ઠંડી નો અહેસાસ કરાવતો હતો..મધુરીમાં ના ખુલ્લા વાળ મયંક ના ચહેરા સાથે રમત રમી રહ્યા હતા. મયંકના દીલના ધબકારા મધુરીમાં ના નામના ધડકી રહ્યા હતા.મયંકે મધુને પુછ્યું તું મને પસંદ કરે છે? મધુ એ કીધુ હાસ્તો જો પસંદ ન કરતી હોત તો બપોરના જ હું ઘર પર ચાલી જાત. વાતોવાતો માં રણજીત નગર આવીગયુ મયંક ને અહીં ઉતરવાનું હતું ભાર્ગવ અંકલ અહીં રહે છે.મયંક ઉતર્યો બન્ને એકબીજાને ભેટી ને શુભરાત્રી ના સંદેશા આપ્યા, એક બીજાને I love u  કહી છુટ્ટા પડ્યા. મધુરીમાં એ પોતાના ઘર તરફ પ્રયાણ કર્યું,તે કામદાર કોલોનીમાં રહેતી હતી. ઘર પર પહોંચી ત્યારે ૧૦ વાગી ગયા હતા ને ઘરના સદશ્યો સુઇગયા હતા. પોતાની ચાવી થી અંદર દાખલ થઈ, ફ્રેશ થઈ ને રૂમમાં સુવા ગઇ સુવાનો પ્રયત્ન કરયો પણ નીંદર આવતી નતી,મયંક ની યાદ સતાવતી હતી. દીવસભર નો સથવારો નજર સમક્ષ તરવરતો હતો. ઊંઘ ન આવે કેમકે આતો પહેલી નજરનો પ્રેમ. છે. યાદો માં સવારના ૪વાગી ગયા પછી કયારે આંખ બંધથઈ ખબર ન પડી. આ બાજુ મયંક ની પણ એજ હાલત હતી મધુરીમાં ની યાદ માં સવાર ના ૪.૨૦ થઈ ગયા.ફટાફટ તૈયાર થઇ ગયો સવાર ના પાંચ વાગ્યા ની બસ હતી.

 ભાર્ગવ અંકલ તેને બસ-સ્ટેશન પર ઉતારી ગયા. હજી પોના પાચ થયા હતા બસ લાગવાને વાર હતી. મયંક જયારે આવતો ત્યારે સ્ટેશન માં ચાય જરૂર પીતો, આજે પણ ચાય પીવા હોટલ પર ગયો ને ચાય આવી ગય. મધુરીમાં ને યાદ કરતા ચાય પીતો હતો ત્યાં જ એનાઉન્સમેન્ટ થયું.. જામનગર.....રાજકોટ     જામનગર......રાજકોટ.. પ્લેટફોર્મ નમ્બર એક પર આવી ગય છે.દશ  મિનિટ માં ઉપડસે. એનાઉન્સમેન્ટ સાંભળતાં તે જબકી ને ઉભો થઇ ફટાફટ ચાય ના પૈસા આપીને બસ તરફ દોડ્યો. બસ મા ચડી ને બારીપાસે બેસીગયો. મધુરીમાં તેના દીલો દીમાગમાથી હટવાનુ નામ જ નથી લેતી, ગઈકાલ ની યાદો મા તે ખોવાયેલ હતો ને બસ ને હળવો ધકો લાગ્યો ને બસ ચાલુ થઇ. જામનગર માં ઘણી વાર આવતો અને જતો પરંતુ આજ જેવી બેચેની કે દુખ કયારેય નતુ થતુ. આંખો બહાર નું દ્રશ્ય જોવામાં મશગુલ હતી પણ દીલ દુઃખી હતુ તેનો પ્રેમ જેને છોડીને જવાનું હતું. કંડકટર અંકલે ટીકીટ માટે કહ્યુ ત્યારે આંખો ની ભીનાશ ને લુછી ને ટીકીટ કપાવી. જામનગર શહેર ને અલવીદા કહી બસ હવે હાઇવે પર દોડતી રહી હતી. મયંક ખુલ્લી આંખે મધુરીમાં ના સપના જોતો હતો, સપનું જોતા જોતા આંખ ક્યારે મીચાય ગય ખબર ન પડી. મધુને પણ બસ મયંક નીજ યાદ સતાવતી હતી કોઇ કામમા મન નતુ લાગતુ. લોકો નો કોલાહલ ને વાહનો ની અવરજવર ને હોર્ન ના અવાજ ને લીધે મયંક ની આંખખુલી,જોયું તો પોતાનું રાજકોટ શહેર આવીગયુ હતું. નીચે ઉતરી ને સૌ પ્રથમ મધુ ને ફોન કર્યો, મધુએ રીંગ વાગતાજ ફોન ઉઠાવીલીધો જાણે એતો ફોનનીજ રાહ જોતીહતી. હાય તું બરોબર પ્હોંચી ગયો મયંક?  
મધુ હું બરોબર પ્હોચી ગયો છું હમણાજ બસ પ્હોચી, આપણે પછી રાત્રે વાત કરશુ એવા હુકમ સાથે બન્ને એ ફોન મુક્યો. મયંકે હવે ઘર તરફ ડગલા માંડયા હતા.

 રાત પડીને મયંકે મધુ ને ફોન કર્યો ને બન્ને એ ખુબ વાતોકરી, ને એક બીજાને શુભરાત્રી કહી ને સુવા ગયા. હવે તો રોજ બન્ને ની  સવાર એકબીજા ના મેસેજ થી થતી. હવે તો બન્ને ને એકબીજાની આદત પડીગય હતી. કયારેક વાત ન થાય તો એકબીજાને ચેન ન પડતો. આજકાલ ના નવ યુવાનનૂ જો ચાલે તો રાત્રી લાંબી... કરી નાખે ને દીવસ ટુંકો, કારણકે લાગણીઓ નો વરસાદ રાત્રે મુશળધાર વરસે છે. સાલુ હજી એનથી સમજાતું કે આ વ્હોટસપ ની ગતી રાત્રિ ના વધીજાતી હસે કે શું જેને જોય તે વ્હોટસપ માં બીઝી હોય છે. મધુ અને મયંક હવે એકબીજાની લાગણીઓ ને સમજવા લાગ્યા તા એક બીજાને પસંદ કરતા હતા. હવેતો ક્યારે એક સાથે રહે એની રાહ જોતા હતા.

        **********

  મયંક ને મધુરીમાં આજે મુવીજોવા નીકળી ગયાહતા સાથે ક્રૃતીકા પણ ગયહતી. જયેશભાઈ કામ થી આજે કાલાવડ ગયા હતા ઘરપર સંગીતાબેન એકલાજ હતા. કહેવાય છેને જયારે સુખ આવેછે ત્યારે દુઃખ પણ સાથે જ આવેછે. આજે સુખ પાછળ રહી જવાનોહતો ને દુઃખ આગળ. ઘરપર આજે દીપેનભાઈ ને તેમની પત્ની કાવ્યા આવ્યા હતા. દીપેનભાઈ જયેશભાઈ ના દૂર ના કઝીન ભાય થાય. દીપેનભાઈ એ જાણ્યું કે ઘરપર સંગીતાભાભી એકલાજ છે એટલે પોતાના મુળ સ્વભાવ માં આવીગયા. દીપેન અને કાવ્યા બન્ને સ્વભાવે ખટ-સવાદીયા કોઈ નુ જોય રાજી ન થાય. કોઇ નુ બગાડવુ હોય તો ડાબા હાથનો ખેલ. શું મધુરીમાં એજાતે છોકરો શોધ્યો ? એવું સમાચાર થયા એમ કહી દીપેનભાઈ એ વાતની શરૂઆત કરી. સંગીતાબેન કાંઈ બોલ્યા નહીં. એક વાત કેવીતી ભાભી પણ..... જો તમે મારૂનામ ન કહો તો. સંગીતાબેને ચીંતા મા આવી કહ્યું કહો હું નહીં કવ કોઈને.
તમારી દીકરી એટલે મારી દીકરી એટલે વાતકરૂ છું બાકી હું  ન કવ, મારા એક મીત્ર રાજકોટ રહેછે વીનય ભટ્ટ તેમને મે મયંક ને તેના ફેમીલી વીષે પુછેલ. તેમણે કહયું કે મયંક આઉટલાઈન માં છે અને તેના માતા-પીતા સ્વભાવે ખડુશ છે. મારા મીત્ર જોશ પણ જોવે છે એણે કીધુ કે મધુરીમાં ને મયંક ના જો લગ્ન થાશે તો ૬ મહિના થી વધુ નહીં ટકે. દીપેન ને કાવ્યા એ સંગીતાબેન ના ખુબ કાન ભર્યા અને લાગ્યું કે તીર નીશાના પર લાગ્યુ છે જાણીને જય શ્રી કૃષ્ણ કહી ચાલી નીકળ્યા. સગા-વ્હાલા શબ્દ સિરો છે પરંતુ બધા સગા કાંઈ વ્હાલા નથી હોતા જેમકે દીપેન અને કાવ્યા.

 સંગીતાબેન નુ મગજ ચકરાવે ચડ્યું તું, જલદી જયેશ આવેને જલદી હું સમજાવી ને ના કયદવ મધુના સગપણ ની તેની રાહ જોતા તા. જયેશભાઈ બપોરના ત્રણ વાગ્યે ઘરે આવ્યા આવીને ફ્રેશ થય બેઠા ત્યાં જ સંગીતાબેને વાત ચાલુ કરી. સાભળો છો? મારે તમને જણાવુ તુ. જયેશભાઈ શાંભળી કહે બોલ શું કેવુ છે. સંગીતાબેને વાત ચાલૂ કરી કહેવાજાતા હતા ત્યાં દીપેનભાઈ ના શબ્દો યાદ આવ્યા મારૂ નામ ન લેતા એટલે જૂઠ નો સહારો લઈ કહે હું આજે શંકર ના મંદિર ગયહતી,ત્યાં એક જ્ઞાની બાબા આવ્યા તા. લોકો પોતાની સમસ્યા કહેતા એટલે બાબા થોડીવાર આંખો બંધ કરી પછી નીરાકરણ આપતા એટલે મે પણ આપણી મધુરીમાં ને મયંક ના સગપણ નુ પુછયુ. બાબા એ થોડી વાર આંખો બંધ કરી ખોલીને કહે ત્યાં તમારી દીકરી નુ નહીં કરતા કરશો તો છ મહિના થી વધુ નહીં ચાલે. એટલે તમે મધુના સગપણ ની ત્યાં ના કરી નાખો. જયેશભાઈ વાત સાંભળી કહે હવે એવુન હોય,અત્યારે જમાનો બદલાયો છે, આ બાબા ના ચકરમા ન પડાય અંધશ્રદ્ધા કહેવાય આ બધી. મધુ ને મયંક એકબીજાને સમજેછે,જાણે છે ને પ્રેમ કરે છે, એનાથી વીશેષ શું જોયે.

   

 દીપેન અને કાવ્યા ની અસીમકૃપાથી સંગીતાબેન ના મગજમાં મયંક ને એના પરીવાર ની ખોટીવાતો save  થઇ ગઇ હતી. જયેશભાઈ ને સંગીતાબેન વચ્ચે ખુબજ તકરાર થય,જયેશભાઈ ના સમજાવવા છતાં પણ સંગીતાબેન એક ન થયા. સંગીતાબેન ને કોણ સમજાવે કે જયાં મનમેળ હોય ત્યાં ગ્રહ નથી નડતા. જયેશભાઈ ને સંગીતાબેન ની બોલાચાલી ચાલતી હતી ત્યારે મધુરીમાં આવી ગય હતી મુવી જોયને પરંતુ તેના મમ્મી પપ્પા નુ ધ્યાન નતુ. તેણે  બન્ને વચ્ચે ની વાતચીત સાંભળી હતી. જયેશભાઈ ને સંગીતાબેન ની નજર પડતા એ બન્ને ચુપ થયગયા તેમને ચુપજોઇ મધુરીમાં બોલી હું અને મયંક એકબીજાને પ્રેમ કરીએ છીએ ને સમજીએ છીએ. હું આવા બાબા માં માનતી નથી તે માત્ર અંધશ્રદ્ધા છે . હું લગ્ન કરીશ તો માત્ર મયંક સાથે નહીં તો કોઇ સાથે નહીં,  તે તેનો નીર્ણય જણાવી રૂમમાં ચાલી ગય. ઘરમાં પછી સાવ શાન્તિ હતી બધા સુવામાટે ચાલ્યા ગયા.

 જયેશભાઈ ના ઘરમાં અઠવાડિયા થી કંકાશ ચાલુજ હતો, એક બાજુ પત્ની તો બીજી બાજુ દીકરી છે બન્ને માથી કોઈ સમજવા તૈયાર નથી. રોજ રોજ ના ડખાથી જયેશભાઈ કંટાળી ગયાતા,આ બાજુ દીપેન ને કાવ્યા પણ ફોનકરી ને સંગીતાબેન ને ગેરમાર્ગે દોરી રહ્યાં હતા.  જયેશભાઈ એ કારખાના પરથી ભાર્ગવ અને સોમચંદ કાકા ને વિગતવાર વાતકરી ને ભલામણ કરીકે ઘરેઆવે અને સંગીતા અને મધુરીમાં ને સમજાવી કાંઈક રસતો નીકાળે. જયેશભાઈ ની ઘરની ખુશીઓ ને જાણે ગ્રહણ લાગ્યો તો. જયેશભાઈ સાંજે જમીને બેઠા હતા, ઘરે કોઈને વાત નતી કરીકે ભાર્ગવે અને કાકા આવવાનાં છે.  ૮.૦૦ વાગ્યા ને ભાર્ગવ અને સોમચંદ કાકા એ પ્રવેશ કર્યો.

આવીને બધાને સીટીંગ રૂમમાં બેસવા કહ્યુ, મધુરીમાં અને સંગીતાના અભિપ્રાય જાણ્યા બન્ને ને સમજાવી ની કોશિષ કરી પણ બન્નેમાંથી કોઈ સમજવા તૈયાર નતુ.  સંગીતાને સોમચંદ કાકા બોલ્યા કે આપણા જમાનામાં અંધવિશ્વાસ ચાલતુ પરંતુ હવે નહીં, હવે જમાના સાથે આપણે પણ બદલાવુ પડે પરીસ્થીતી નેજોય ને નીર્ણય કરવા પડે માત્ર આપણ નીર્ણય નો સ્વીકાર ન કરે જીંદગી એ બન્ને ને જીવવી છે આપણે નહીં. નીરજભાઈ ના પરીવાર ને હુ ઓળખુ ત્યાં સુધી મધુરીમાં ત્યાં દુઃખી નહીં થાય માણસો સમજુને મજાના છે. ભાર્ગવ ભાયે કહ્યું કે આપણે બધું સારૂજોય ને બીજે કરીએ ને પછીપણ ન ચાલે તો શું કરીએ? લગ્ન સંસાર ચાલવા માટે બન્ને ના મન મળવા જરૂરી છે બીજુ કાંઈ નહીં,  કાંઈ થાસે તો અમેછીએ તમે ચીંતા ન કરો. મધુ ને સંગીતા હજી પોતાની વાત લયનેજ બેઠા હતા. અંતે કંટાળી જયેશભાઈ, ભાર્ગવ અને કાકા એ નીર્ણય કર્યો કે જાન્યુઆરી ના છેલ્લા દીવસોમાં એટલે ૨૮જાન્યુઆરી ના મંદિરમાં ફુલહાર પહેરાવી ને સાદાય થી મધુ મયંક ના લગ્ન કરી દેવા. નીરજભાઈ સાથે ભાર્ગવ વાતકરી ને સમજાવી લેશે એમ નકકી કરી બધા છુટા પડ્યા.

સમય ને જાતા ક્યાં વાર લાગે છે આજે મધુને મયંક ના લગ્ન પણ પતી ગયા, બધા મંદિરમાં જ જમ્યા, ભાર્ગવે ભાયે રસોઈ બનાવાનુ કહ્યું હતું મંદિર ના પુજારી ને. જમીને બધા ઉભા થયા ને મધુરીમાં તેની મમ્મી પાસે વીદાય લેવા ગઇ મમ્મી એ આશીર્વાદ પણ ન આપ્યા, હજીતે નારાજ હતા લગ્ન થી. કૃતિકા પાસે મધુ આવતા જ બન્ને બેનો ખુબજ રડી ભાર્ગવ અંકલે બન્ને ને શાંત કરી. હવે વારો આવ્યો જયેશભાઈ નો, જયેશભાઈ નો કાળજા નો કટકો આજ પંખીના માળામાં થી ઉડીને પોતાના ઘરે જવાનો હતો, દિલમાં દુઃખ તો હતુ પણ આતો બાપનુ દીલ એમ જો રડીપળે પોતે તો સાસરે જાતી દીકરી ને હીમંત કોણ આપે. મધુને ભેટી ને આશીર્વાદ આપ્યા કે સુખી થાજે બેટા. મયંક કુમારે પણ જયેશભાઈ પાસે વીદાય લઈ ને હીમંત આપીકે તમે મધુની ચીંતા ન કરતા હું હમેશાં તેની સાથેજ છુ. નીરજભાઇ ને મોનીકાબેન પણ બોલયા કે તમારી દીકરી એ અમારી દીકરી એને કાંઈ તકલીફ નહીં પડે. ફરી થી એકબીજાને મળી ને મધુ મયંક ને એનો પરીવાર રજા લઈ નીકળ્યા કેમકે હજી તેમને રાજકોટ પહોંચવા નુ છે.
મધુ ની નજર દુર દુર સુધી જયેશભાઈ ને શોધતી હતી. આ બાજુ પણ મંદિર નો હીસાબ પતાવી બધા છુટા પડ્યા.

કૃતીકા નુ મન આજકાલ ક્યાંય લાગતુ નથી તેની દોસ્ત જેવી બહેન જો સાસરે ચાલી ગઈ હતી. જયેશભાઈ પણ ઘરે આવીને જમીને થોડીવાર ખુલ્લી હવામાં બેસવા બહાર નીકળી જતા, ઘરમાં આજકાલ ચેન નતુ પડતું. સંગીતાબેન તો હજી પણ દીપેન ની વાત લયને બેઠા હતા. ઘરમાં વાતાવરણ તંગ લાગતુ હતુ જાણે ઘરની શાંતિ લાંબી સફર માં ફરવા નીકળી ગય હતી. ઘર ને જાણે ગ્રહણ લાગ્યું હતું.આ બાજુ મધુરીમાં આજે ખુબ રડતી હતી,મયંકે પુછ્યુ કેમ રડેછે કોઈ કાંઇ બોલ્યા તને કે શું થાય છે તને, મયંક ના ખુબ આગ્રહ પછી મધુ બોલી કે મમ્મી એ કેમ આવુ કર્યું તે વીચારત રડી, કેમ મે શું ખોટું કર્યું છે. નાનપણ માં દાદી કહેતા કે  છોરૂ કછોરૂ થાય પણ માવતર કમાવતર ન થાય. મયંક મધુને શાંભળી કહે એવુ ન વીચાર મમ્મી હમણા નારાજ છે પણ સમય જાતા ભુલીજાસે. મોનીકાબેને મધુને સમજાવી ને આવા ખોટા ન વીચાર કરવા કહ્યું ને મયંક ને આદેશ આપ્યો કે તેમધુને ફરવા લઈ જાય જેથી મધુનુ મન ફ્રેશ થઈ જાય. 

જયેશભાઈ રોજ રોજ ના સંગીતાબેન ના કંકાશ થી કંટાળી ને આજે નીર્ણય કર્યો કે પોતે કાલે સવારે કૃતીકા સાથે પોતાના ગામડે જ્યાં તેમના બાપુજી મોહનલાલ અને બા મોંઘીમાં રહે છે ત્યાં થોડા સમય માટે જાશે. જયેશભાઈ ના ગામ નુ નામ જીવાપર છે જામનગર થી ૨૦કલોમીટર ના અંતર પર છે. આજે કારખાના પર તેમના વીશ્વાષુ માણસ જીવણ ને બધુ સમજાવી રહ્યા હતા , કહેતા હતા કે ગામડે કામ હોવાથી તે કારખાના પર રોજ નહીં આવીશકે,મહીના મા ત્રણ ચાર વખત આવીશને ભાર્ગવ રોજ રાઉન્ડ મારશે ન સમજાય તો તેને પુછીલેજે.હું દીવસ માં બેક વાર ફોન કરીશ. ભાર્ગવ ને પણ બધુ જણાવી દીધું હતું.

વહેલી સવારે જયેશભાઈ ઊઠી ને તીજોરી માં રોકડા ૫૦૦૦૦ હજાર મુકી ને બેડ પર પત્ર છોડીને કૃતીકા સાથે ગામડે જવા નીકળ્યા, સંગીતાબેન ઊંઘ માં હતા. જયેશભાઈ એ બાજુમાં રહેતા પાડોશી કીશોરભાઈ ને ભલામણ કરી કે તે આ કારણના લીધે ગામડે જાયછે પરંતુ સંગીતાને ન કહેતા. કાંઈ કામકાજ હોય તો ભાભીને કેજો મદદ કરે ને ઘર નુ ધ્યાન રાખજો. જયેશભાઈ ભલામણ કરેજ ને તે સમજતા હતાકે સંગીતા હમણા નારાજ છે પણ સમયજતાં સમજશે, ગમે તે હોય આખરે તો તે અર્ધાંગિની છે.  કીશોરભાઈ એ કહ્યું કે તમે ચીઁતા ન કરતા અમે ધ્યાન રાખશું ને પહેલો સગો પાડોશી એમ કહી ને હીંમત આપી. રસ્તા માં મધુને ફોન કરે ને જણાવ્યું ને સૂચના આપી કે મમ્મી નો ફોન આવે તો ખબરનથી પપ્પા ને કૃતીકા ક્યાં ગયા છે એમ કહેવું. મધુરીમાં હવે ધીમે ધીમે બધું ભુલી ને ખુશ રહેવા લાગી હતી.મયંક નો સાથ અને મોનીકાબેન નીરજભાઈ નો સ્નેહ પણ હતો, નાની નણંદ સાક્ષી ને મધુરીમાં નુ ખુબજ બનતું.

સંગીતાબેને ઊઠીને જોયું કે બેડપર પત્ર હતો, આળસ મરડીને પત્ર વાંચવાનું ચાલુ કર્યું.

પ્રીય સંગીતા આજકાલ ઘરમાં રોજ ના કંકાશ થી કંટાળી હુ અને કૃતીકા બન્ને ક્યાંક જવા નીકળ્યા છીએ ક્યાં જાશું ખબરનથી, જ્યાં શાંતિ નો અહેસાસ થાશે ત્યાં રોકાશું. ઘર ખર્ચ માટે ૫૦૦૦૦ તીજોરીમા રાખ્યા છે તેને સંભાળજે. જ્યારે મારૂ મન માનશે ત્યારે અમે પાછા આવી જાશું. બનીશકે તો તને સુધારવા નો પ્રયત્ન કરજે.
જય શ્રી કૃષ્ણ

સંગીતાબેન  ને એમકે સાંજે આવીજાશે પણ આજ બે દીવસ થવા આવ્યા હતા, આખરે તેમણે ભાર્ગવભાઈ ને ફોન કર્યો પરંતુ ભાર્ગવે ખબરનથી કહેતા દુઃખ થાતા ફોન મુક્યો. ફરી જયેશનો પત્ર લઈ વાંચવા બેઠી ને આંખો રડીપડી. હવે તો રોજ નવરાશ માં પત્ર વાંચતા ને રડી ને મન હલકું કરતા.

**********

૬ મહિના પછી....

સંગીતાબેન ને હવે પોતાની ભુલ નો અહેસાસ થતો હતો પણ કહેકોને, જયેશભાઈ તો ઘર છોડીને ગયાહતા ને.મધુરીમાં ને ફોન કરવાની હીમંત નતી. ચીંતા માને ચીંતા મા શરીર ખવાય ગયુ હતું, ક્યારેક કીશોરભાઈ ના પત્ની દમૂબેન આવતા તો કયારેક તે દમૂબેન પાસે મેળાવો કરવા જાતા. સંગીતાબેન ને   બે - ત્રણ દિવસ થી શરદી ખાંસી ને તાવ આવતો હતો ક્યારેક ઉલટી પણ થતી, ખોરાક બરાબર ન લેવાને કારણે શરીરમાં નબળાઈ હતી. એ બાજુમાં દમુબેન પાસે સાંજે ૬ વાગ્યે બેઠાહતા ને  અચાનક જમીન પર ઢળી પડ્યા, કીશોરભાઈ ઘરપર હોવાથી ફટાફટ રીક્ષા બોલાવી સમર્પણ હોસ્પિટલમાં લઈ ગયા. ડોકટર તેમની તપાસ કરતા હતા. આ બાજુ કીશોરભાઈ એ જયેશભાઈ ને અને મયંક નેજાણ કરી. જયેશભાઈ એ હમણાંજ નીકળે છે એમ કહી ફોન મુક્યો.ડોકટરે જનરલ રૂમમાં જગ્યા ન હોવાથી પ્રાઈવેટ રૂમમાં દાખલ કરી ને ગ્લુકોઝ નો બાટલો ચડાવ્યો અને લોહી ના સેમ્પલ ટેસ્ટ કરવા મોકલ્યા.  જીવાપર થી જયેશભાઈ, કૃતીકા અને બા બાપુજી એમ ચાર જણા નીકળ્યા. ૭.૧૫ની આસપાસ જામનગર આવીગયા. મયંકે ઘરપર આવીને મધુરીમાં ને વાતકરી ને કહ્યું કે તેઓ વહેલી સવારે નીકળશે,અને જયેશભાઈ ને પણ ફોનકરી ને તે અને મધુરીમાં સવારે નીકળસે એમ જણાવ્યું.

મધુરીમાં ને મયંક જામનગર આવી ગયા હતા,સીધા તેઓ હોસ્પિટલ પર પહોંચ્યા અને જયેશભાઈ ને મળીને મધુ રડવાલાગી,જયેશભાઈ એ હીમંત આપી સમજાવી ને મધુ મયંક ને ઘરે જવા કહ્યું. બપોરે બાદ બઘો પરિવાર સંગીતા ને જોવા આવ્યા હતા,પરંતુ સંગીતા હજુપણ ઘેનમાંજ હતી. થોડી વાર બેસી બધા છુટ્ટા પડ્યા, હોસ્પિટલમાં મયંક ને જયેશભાઈ રોકાશે એવું નક્કી થયું.

બે દીવસ થયા હજીપણ સંગીતાબેન ભાનમાં નતા આવ્યા, આજે ત્રીજો દીવસ હતો. રાત્રે હોસ્પિટલ પર આજે મધુરીમાં હતી, બે દિવસ ના થાક ને લીધે જયેશભાઈ ને મયંક ઘરે આરામ કરવા ગયા હતા.મધુરીમાં સંગીતાબેન નો હાથ પકડીને બેઠા બેઠા ઊંઘતી હતી ત્યાં હાથ થોડો હલતા ઊંઘ ઊડી જોયું તો સંગીતાબેન નું શરીરમાં હલનચલન થાતુહોય એવુ લાગ્યું, રૂમની બહાર જઈને ડ્યુટી પરના ડોકટર ને બોલાવી ને વાતકરી. ડોક્ટરે તપાસ કરી નેકીધુ કે ગભરાવાની જરૂરનથી રિકવરી થાયછે માટેએવુ થાય ૨૪ કલાકની અંદર ભાનમાં આવીજાશે એવું લાગેછે. બીજા દિવસે સવારમાં ૯.૩૦ના જયેશભાઈ ચાય નાસ્તો લઈને આવ્યા ને મધુરીમાં એ ચાય નાસતો કર્યો ને  રૂમમાં બેઠાહતા ને સંગીતાબેન ને હોશ આવ્યો. સંગીતાબેન ની આંખો ખુલતા જ મધુને પાસેજોઈ રડવા લાગ્યા,ને માફી માંગી મધુ પણ મમ્મી નુ આ રૂપ જોઈ રડવા લાગી. જયેશભાઈ એ બન્ને ને શાંત પાડ્યા ને મધુને ડોકટર ને બોલાવાનુ કીધું. ડોકટરે આવી ચેક કરી કાલે રજામળી જાશે એવું કીધું. મધુએ ધરપર પણ ખુશ ખબર આપી ને જલદી ટીફીન લઈ આવાનું કીધું.

મયંક ટીફીન લઈને આવ્યો એટલે સૌ પ્રથમ તેમણે સંગીતાબેન ને તબિયત વીષે પુછયું. મધુ એ પોતાના હાથ થી સંગીતાબેન ને જમાડ્યા, સંગીતાબેને પણ મધુને ખવડાવ્યું. થોડી વાર થઈ તો કૃતીકા, બા,બાપુજી પણ આવીગયા,બા-બાપુજી ને જોય સંગીતાબેન ફરી રડવા લાગ્યાં.બા એ શાંત પાળી સમજાવ્યું કે થવાનુ હતુ તે થઈ ગયું, સવારનો ભુલ્યો સાંજે ઘર આવે તો કાંઈ ભુલ્યો ન કહેવાય. બાપુજી એ પણ સમજાવી ને એક કવી ની પંક્તિ સંભળાવી.

ફેરવ્યા નીયમ ફરે નહીં,
થાતું હોય તેજ થાય,
"ફઈબા" ને જો મુચ્છ્યુ ઉગે તો,
કાંઈ "કાકો" ન કહેવાય.

થોડીવાર બેસી બધા ઘરપર ગયા,જયેશભાઈ હોસ્પિટલમાં રોકાયા.

મયંક ને મધુરીમાં સવારમાં આવીગયા,જયેશભાઈ ઘરેજવા નીકળ્યા. સંગીતાબેન ને રજામળી હતી,હોસ્પિટલના બીલભરી મધુ મયંક ને સંગીતાબેન એ ઘર તરફ પ્રયાણ કર્યું. ઘરે પહોંચી ને મધુ મયંક ને બાહર ઉભા રહેવા સંગીતાબેને આદેશ આપ્યો, અંદરથી આરતીની થાડી લય બહાર આવ્યા રહીગયેલ ઇચ્છા ને મધુ મયંક ની આરતી ઉતારી પ્રવેશ કરાવી પુરી કરી. મોંઘી બા એ સેવ નો શીરો બનાવ્યો હતો, બધાવ સાથે બેસીને જમ્યા. આજ ખરેખર મધુરીમાં અને સંગીતાબેન ને સંબંધો ની સમજણ આવી ગયતી.

**********

સમાપ્ત

હું કોઈ કવિ નથી કે લેખક નથી, જીવનસંસાર મા ચાલતી અટકળો ને શબ્દોમાં પુરવાનો પ્રયત્ન કરેલ છે. મારી દ્રષ્ટિએ જીવનમાં કોઈ ને ગ્રહ નડતા નથી, માણસજ  માણસને નડવાના પ્રયત્ન કરે છે. જેમ સૂર્ય,ચંદ્ર,અગ્ની ,જળ,વાયુ,ધરતી, આકાશ ની જેમજ ગ્રહ પણ કુદરત નો એકભાગ છે. સુખ અને દુઃખ તો જીવન જીવવાના પર્યાય છે,જીવન માં બન્ને હોવા જરૂરી છે.  પહેલી વાર વાર્તા રૂપે પ્રસ્તુત કરેલ છે,જો વ્યાકરણ કે લખાણ માં કાંઈ ભુલ હોય તો ક્ષમા ચાહું છું.  જો કોઈને પસંદ આવે કે ન આવે આપનો અભિપ્રાય સારો કે ખરાબ જરૂર આપશો. સુધારવા જેવુ હોય તો મને પ્રસનલ 254722520929 અથવા
bidbhavik@yahoo.com પર મેસેજ કે ઈમેઈલ કરવા વીનંતી.
આ દીવાળીના પર્વ પર જીવનમાં સારા કામકરીએ અને કોઈના જીવન ને બગાડવા કરતા મહેકાવી એ તોજ ખરેખર દીવાળી સાર્થક ગણાશે.

જય જીનેનદ્ર
જય ભારત


બીજા રસપ્રદ વિકલ્પો