પેહલા પેહલા પ્યાર હૈ !! - 13 Bhargavi Pandya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પેહલા પેહલા પ્યાર હૈ !! - 13

(આગળ ના ભાગ માં જોયું કે અંશ અને પાયલ બન્ને મળીને ખૂબ વાતો કરે છે..હવે આગળ..)

બીજા દિવસે લગ્ન હોય છે એટલે બધા તૈયારી કરતા હોય છે અને સવારે પીઠી ની પણ વિધિ હોય છે એમાં બધા એ પીળા રંગના જ કપડાં પેહરવના હોય છે.. પેહલા બધી સુહાગણો વિશાલ ને પીઠી લગાવે છે અને પછી પાછળ થી આવીને પાયલ વિશાલ નું આખું મોઢું રંગી કાઢે છે ..વિશાલ એને મસ્તી માં મારવા માટે ઊભો થઈ જાય છે એટલે પાયલ દોડવા લાગે છે .. દોડતા દોડતા એ અંશ ને ટકરાય છે અને એના હળદર વાળા હાથ અંશ ના કુર્તા પર લાગી જાય છે.. પેહલા તો પાયલ ખૂબ ડરી જાય છે અને સોરી સોરી કહીને કાન પકડીને અંશ ને મનાવે છે પણ અંશ ને તો કંઈ ફરક જ નથી પડતો એ તો બસ પાયલ ના સામે જ એકીટશે જોઈ રહે છે.. પાયલ એને સાફ કરવા માટે બીજા રૂમ માં લઇ જાય છે અને ભીનું કપડું લાવીને એ અંશ ના કુર્તા ને સાફ કરવા લાગે છે.. હજુ પણ અંશ નું ધ્યાન તો પાયલ માં જ હોય છે અચાનક એને સમય નું ભાન થતા થોડો હોંશ માં આવે છે અને પાયલ ના હાથ પકડીને કહે છે.." જસ્ટ ચિલ રે..હું લાવ્યો છું બીજો કુર્તો ..એ પેહરી લઈશ.."

હજુ પણ પાયલ ને થોડું ગિલ્ટી ફીલ થતાં એ ફરીથી અંશ ને માફી માંગે છે અને એને બધા બોલાવતા હોવાથી એ તૈયાર થવા માટે જતી રહે છે..

અંશ પાસે પોતાની ગાડી(બલેનો) હોવાથી એ એને સજાવી ને જાન ને જવા માટે તૈયાર કરી દે છે..ત્યારબાદ અંશ ડ્રાઇવર ની સીટ પર અને વિશાલ ,પાયલ અને વિશાલ ના બેન પાછળ ની સીટ પર બેસે છે અને જીગર એ અંશ જોડે આગળ બેસે છે..ગાડી ચલાવતા પાયલ મજાક માં અંશ ને કહે છે કે " ડ્રાઇવર થોડા જલ્દી ચલાના..હમારે દુલ્હે રાજા બહુત બેતાબ હે અપની દુલ્હન કો દેખને કે લિયે.." અને બધા હસી પડે છે
અંશ એનો પ્રત્યુતર આપતા પાયલ ને કહે છે.." જી મેડમ..આપકા હુકુમ સરાખો પે." અને થોડી જ વાર માં ત્યાં પોહચી જાય છે..

લગ્ન ના સમયે બધા તૈયાર થઈને મંડપ આગળ પહોંચી જાય છે.. હવે કન્યા ની જ રાહ જોવાતી હોય છે..ત્યારે અંશ તો એ બન્ને માં પાયલ અને ખુદ ને જ જોતો હોય છે.. અને કન્યા ની એન્ટ્રી થાય છે બેન્ડ બાજા સાથે.. અને લગ્ન ની વિધિ શરૂ થાય છે.. એ દરમિયાન અંશ પણ પાયલ ની બાજુ માં આવીને ઊભો રહી જાય છે.. વિશાલ એ અંશ ને એની મોજડી સંભાળવાની જવાબદારી આપી હોય છે એટલે એ તો મોજડી બેગ માં ભરીને પાયલ સાથે જઈને ગાડી માં મૂકીને આવે છે.. પાયલ હવે થોડી વાર લગ્ન ચોરી માંથી બહાર નીકળીને ફૂડ સ્ટોલ આગળ જાય છે.. અને એમાં પણ પાયલ ને ભાવતી પાણીપુરી હોય છે.. પણ પાયલ ને હજુ જમવાની વાર હોય છે એટલે એ કન્ટ્રોલ કરે છે..એટલા માં તો અંશ પાયલ ની બાજુ માં પાણી પૂરી લઈને આવી જાય છે.. અને કહે છે..." ખાઈ લો ..મેડમ ..પૂરી થઈ ગઈ તો આટલી પણ નહિ મળે.."
અને બન્ને સાથે પાણી પૂરી ખાય છે ..પાયલ ને પણ હવે અંશ ની કંપની ગમવા લાગી હોય છે..

ધીરે ધીરે લગ્ન પૂરા થાય છે અને દુલ્હન ની વિદાય થતી હોય છે..ત્યારે પાયલ ની આંખ માંથી પણ આંસુ આવતા હોય છે..કેમ કે કોઈ પણ છોકરી માટે એનું ઘર એના માં બાપ એનો પરિવાર છોડવો એટલો બધો સહેલો નથી હોતો.. અંશ ને પાયલ ના આંખમાંથી એક પણ આંસુ નીકળે એ ગમતું નથી એટલે એ ઇગ્નોર કરીને ગાડી માં બેસી જાય છે.. પછી બધા ગાડી માં બેસીને ઘરે જાય છે.. ઘરે આવીને બધી રસમ પૂરી કરાવે છે.. એ દરમિયાન અંશ પાયલ ના કેટલાય રેન્ડમ ફોટોસ પાડી દે છે.. પછી પાયલ , વિશાલ ની બેન ,અંશ, જીગર અને કોમલ બધા વિશાલ નો બેડ સજાવતાં હોય છે.. પાયલ બધા ને આઈડિયા આપે જાય છે એમ બધા કરે છે.. અંશ કંઇક ઈશારો કરતા કોમલ જીગર ને લઈને બહાર જાય છે અને વિશાલ ની બહેન ને પણ કંઇક કામ આવતા ત્યાંથી જતી રહે છે.. હવે રૂમ માં ખાલી પાયલ અને અંશ હોય છે..
અંશ પાયલ ના નજીક જઈને કહે છે.." તને તો બહુ મસ્ત આવડે છે ને decoration n all.. પોતાના લગ્ન માં પણ જાતે જ સજાવજો.. "

પાયલ પણ સામે જવાબ આપતા કહે છે કે.." ના હવે..એવું કંઈ નથી .."

અંશ પાયલ આગળ દોસ્તી નો હાથ લંબાવે છે.. " મારી ફ્રેન્ડ બનીશ? "

" અરે..એમાં પૂછવાનું શું..પાગલ..તે મારી ઘણી બધી હેલ્પ કરી છે.. obviously we are frnds.."

અને બધા એમને બહાર બોલાવતા એ બન્ને બહાર જાય છે.. રાતે બધા ને ખુબ થાક લાગ્યો હોવાથી બધા ફટાફટ બધું કામ પતાવીને સૂઈ જાય છે.. બીજા દિવસે reception હોય છે.. એટલે સવારથી બધા એની તૈયારી માં લાગ્યા હોય છે.. બધા ને કામ સોંપી દીધા હોય છે.. વિશાલ ના મમ્મી અંશ ને થોડો સામાન લાવવા માટે કહે છે..જે બીજા ગામ માં મળતો હોય છે..પણ એને એનો રસ્તો ખબર નથી હોતો એટલે એ કોઈક ને જોડે મોકલવા કહે છે..અને એમને અચાનક પાયલ દેખાય છે એટલે એ પાયલ ને અંશ જોડે જવા માટે કહે છે.. અંશ તો મનોમન ખુશ થઈ જાય છે અને વિચારે છે કે ભગવાન એની સાથે જ છે..અને પછી બન્ને નીકળી પડે છે.. પાયલને ઘણા સમય પછી એકલું રેહવાં મળ્યું હોય છે એટલે એ તો બસ ગાડી ની બહાર જોઇને કંઇક વિચારતી હોય છે..

એટલા માં અંશ જોરદાર break લગાવીને પાયલ ને કહે છે.." આવી રીતે ચૂપ ચાપ બેસીશ તો તો હું અહીંયા જ સૂઈ જઈશ.. એટલે તું જ decide કર કે તારે શું કરવું છે"
..અને પાયલ તો એના અસલી રૂપ માં આવીને વાતો કરવાનું ચાલુ કરે છે .. અંશ તો એને જોતો જ રહી જાય છે..કે આટલી બિન્દાસ છોકરી છે..પાયલ પણ એના કૉલેજ ની એના ફ્રેન્ડ લોકો ની બધી વાતો અંશ જોડે શેર કરે છે.. અને અંશ પણ એના collegues ની અને એની લાઈફ ની વાતો શેર કરે છે.. વચ્ચે એક હોટલ આવતા અંશ ત્યાં આગળ ગાડી રોકે છે અને કહે છે કે.." બે મને તો બવ જોરદાર ભૂખ લાગી છે યાર.. અહીંયાથી કંઇક જમીને પછી જ આગળ વધાશે.. " પાયલ પણ હામી ભરીને અંશ જોડે હોટેલ માં જાય છે..બન્ને પોત પોતાના મનપસંદ order આપીને wait કરતા હોય છે.. એટલા માં પાયલ ને અમુક ગરીબ બાળકો હોટેલ ની બહાર રમતા દેખાય છે..એટલે પાયલ બહાર જાય છે.. અને એમના જોડે રમવા લાગે છે..પાયલ ને આમ જોઇને ફરીથી અંશ એના ફોટોસ ખેંચી લે છે.. પછી એમનો ઓર્ડર આવી જતા બન્ને અંદર જાય છે.. પાયલ એ પિત્ઝા ઓર્ડર કર્યો હોય છે..એ એનો બધા થી મનપસંદ હોય છે..અને એ કોઈ પણ જોડે શેર કરતી નથી.. અંશ થોડો પિત્ઝા લેવા માટે હાથ લંબાવે છે ત્યારે પાયલ નાના છોકરી ની જેમ એને હાથ માં મારે છે અને કહે છે.." પિત્ઝા મે નો શેરિંગ.." અને અંશ waiter જોડે બીજો પિત્ઝા મંગાવે છે..પણ waiter na પાડીને કહે છે કે " સોરી.. સર પૂરા થઈ ગયા છે.." એટલા માં બહાર રમતા છોકરા પાયલ જોડે આવી જાય છે.. અને હોટેલ ના manager એમને બહાર કાઢે છે પણ પાયલ એમને રોકીને કહે છે કે આવવા દો..અને પાયલ એ બધા ને ટેબલ પર બેસાડીને પૂછે છે કે શું ખાવું છે..તો એ પિત્ઝા તરફ આંગળી કરે છે..એટલે પાયલ એ બધા ને પોતાના પિત્ઝા પોતાના હાથથી ખવડાવે છે.. આં જોઇને અંશ તો ખૂબ જ ખુશ થઈ જાય છે.. અને એ manager ને થોડા પૈસા આપીને કહે છે કે આં છોકરાઓને રોજ જ ખવડાવજો..અને પૈસા ખૂટે તો મને કૉલ કરજો..અને પોતાનું card આપે છે.. થોડી વાર પછી છોકરાઓ જોડે મસ્તી કરીને બન્ને નિકળી જાય છે..અને જે સામાન લેવાનો હતો એ સામાન લઈને ઘરે પાછા વળે છે..

બન્ને ધીરે ધીરે એકબીજા ની નજીક આવતા હોય છે .. પાયલ પણ હવે અંશ જોડે ખુશ રહેવા લાગે છે.. એ અંશ પર વિશ્વાસ કરવા લાગે છે.. અંશ પણ જતા જતા છેલ્લે પાયલ નો નંબર લઇ લે છે.. પાયલ ને કૉલેજ ચાલુ હોવાથી બીજા દિવસે નિકળી જવાનું હતું એટલે એ ઘરે આવીને પેકિંગ કરતી હોય છે..પછી બધા reception માં જાય છે..ફોટોસ પડાવે છે.. જમે છે અને છેલ્લે ઘરે આવીને સૂઈ જાય છે..પણ અંશ ને ઊંઘ નથી આવતી કેમ કે કાલે તો પાયલ જતી રહેશે.. પાયલ પણ આજે કંઇક અજીબ જ અનુભવ કરી રહી હોય છે.. એને પણ ઊંઘ નથી આવતી હોતી એટલે એ જઈને ધાબા પર બેસવા જાય છે પણ ત્યાં જઈને જોવે છે તો અંશ પહેલેથી જ ત્યાં બેસ્યો હોય છે..અંશ અને પાયલ વચ્ચે ઘણો સારો બોન્ડ બની ગયો હોય છે..એટલે પાયલ અંશ ને પાછળ થી મારીને કહે છે કે " શું buddy..ઊંઘ નથી આવતી..? "
અંશ પાયલ ને જોઈને ખુશ થઈ જાય છે અને કહે છે.." ના યાર..ખબર નહિ કેમ.."
અને અંશ અને પાયલ ત્યારબાદ ઘણી વાતો કરે છે..અને પાયલ અચાનક ગરોળી જોઇને અંશ ને વળગી પડે છે.. થોડી વાર એના સ્પર્શ નો એમજ અનુભવ કરીને અંશ પાયલ નો મજાક ઉડાવતા કહે છે " હાહાહા.. બાયોલોજી સ્ટુડન્ટ ?" અને પાયલ એને મસ્તી માં ઘણું બધું મારે છે..પછી બન્ને સુવા માટે જતા રહે છે..કારણ કે સવારે વહેલા પાયલ ને નીકળવાનું હોય છે..

સવારે જીગર જોડે અંશ પાયલ ને મૂકવા માટે બસ સ્ટેશન પર જાય છે..અને પાયલના બસ માં બેસતા જ અનાયાસે જ અંશ ના આંખ માંથી આંસુ આવી જાય છે.. પાયલ અંશ ને કોલ કરવાનો ઈશારો કરે છે.. અને બસ નીકળી જાય છે..

(ક્રમશ:)
અભિપ્રાય જરૂર આપશો ?