Mitra Piyu દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Mitra

આજ પણ હું મારું Instagram ખોલી ને બેઠી હતી તો જોયું એક message હતો.

message કરનાર આમ તો અજાણી વ્યક્તિ હતી એટલે મેં ધ્યાન ના આપ્યું પણ થયું કે જોઈ તો ખરા શું છે
message મા કંઈ ખાસ તો ના હતું.
બસ story નો reply હતો તો મે પણ reply આપી દિધો.
બસ આટલી જ વાત.
આવું તો ૨ ૩ વાર થયું.
પછી એક વાર એમની હા એમની જ કેમકે અમે બંને એક બીજા ને તુંકારો નથી આપતા?
હા તો એમની exam હતી તો બસ wish કર્યું. પછી તો થોડી ઘણી વાતચીત થતી રહેતી.

બસ આવું ચાલતું ને વાતો થતી રહેતી. એમાં વાતો મા તો ખાસ કાઈ ના રહેતું બસ જે મન મા આવે એ બોલી નાખતા પણ પહેલી જ વાર વાત કરતા તો પણ એક વાર એવું નથી કીધું કે બોલો બીજું જાણે વર્ષો થી એક બીજા ને ઓળખતા હોય એમ બસ અવિરત વાતો ચાલતી રહેતી.

ને સાચો સબંધ તો એ જ ને જ્યાં વગર વિચારે તમે બોલી શકો. હા ક્યારેક થતું એવું કે આ ના બોલવું જોઈએ પણ એમની વાતો મા કે એમના વર્તન માં ક્યારેય કાઈ ફેરફાર મે નથી જોયો કે જેનાથી એવું લાગે કે આવું ના બોલવું જોઈ.
હંમેશા મને વિશ્વાસ આપ્યો કે ના તમને જે મન મા આવે એ બોલો વાંધો નઈ. હવે તો વાત વાત માં ગાળું પણ એટલી જ બોલી એમાં પણ શરમ નહી રાખતા?.

ખબર નહી કેમ અજાણ્યા માંથી આજ એવા સબંધ છે કે આખો દિવસ વાત ના થાય તો મજા જ ના આવે.
ને દુનિયા માને કે ન માને પણ એક એવો મિત્ર મળ્યો છે કે જે મારી અડધી રાત નો હોંકારો છે મારો આ online sakha.
હા online sakha જેને અમે બંને એ નામ આપ્યું છે.
એ મારો online sakha છે ને હું એની.

આમ તો જોકે મજાક મા મારુ નામ બાવા પડેલું છે ને એમનું પિતળીયા.

જે કોઈ ને પણ ના કહી હોય એવી વાતો અમે બને એ એક બીજા ને કહી છે. મારા બધા secret એને ખબર છે ને એના મને.
કલાકો સુધી કંટાળ્યા વગર વાતો કરનાર વ્યક્તિ એટલે મારો online sakha.
કયારેક તો એટલું બધું બોલશે ને કે મારૂ પણ નહી સાંભળે ને ક્યારેક તો મગજ ઠેકાણે ના હોય તો આખો દિવસ બસ ખાલી emojies send કરવામાં જ કાઢી નાખશે.
ક્યારેક તો વાતો કરતા કરતા ભૂલી જાય છે કે હું એક girl છું.
ગમે ત્યારે phone કરી નાખશે વગર શરમ એ બસ આવું જ વિચારયા વગર કરશે.
ક્યારેક જો હું એની મજાક કરૂ તો પણ એ સાચું માની ને એટલા પ્રેમ થી સમજાવશે કે ના આવું હતું ને આમ હતું.
ને એવી વ્યક્તિ કે જેની ઉપર તમે જાજી વાર ગુસ્સો કરી જ ના શકો
અને ક્યારેક તો હું girl છું તો પણ આટલા મોઢા નથી બગાડતી જેટલા એ મોઢા બગાડશે?.

કયારેક અમુક વાતો મા અમે બંને સરખા છીએ
જેમકે જમવાની વાત મા, yes we both are foodies????.
ગુસ્સા ની બાબત માં, રાડુ પાડવામાં ને દેકારા કરવામાં અમને કોઈ ના પહોચે હા કેમેકે ખોટું સહન નથી થતું.
drive કરવાની વાત મા, બેય ને driving નો ગાંડો શોખ drive કરવામાં થાકવાનું જ નહી ને.

ને અમુક વાતો મા બિલકુલ વિરોધાભાસ
જેમકે એક વાત ના સમજાય તો મારો online sakha જ્યાં સુધી સામે વાળી વ્યક્તિ ના સમજે ત્યાં સુધી સમજાવશે ને જ્યારે હું એક વાર સમજાવું ના સમજે તો બીજી વાર ના સમજાવવામાં માનનાર વ્યક્તિ.
વાચવાની વાત મા, હું લાંબુ વાંચી ના શકુ ને તે કંટાળ્યા વગર વાંચ્યા રાખશે.
હું બોલવા મા માનનાર ને એ બોલવા કરતા emojies મા સમજાવનાર.
હું એક ઘૂંટ પણ ચા ના પીવા વાળી ને એ ચા ઉપર ચા continue પીવા વાળા.
એવું તો ઘણું છે જેમાં અમે બને સિક્કા ની એક જ બાજુ હોય ને અમુક વાત મા સિક્કા ની જુદીજુદી બાજુ. એ head તો હું tail.

મારુ સાંભળવા વાળા સાત ખોટ ના એક ને એક છો એવું હાલતા બોલશે પણ મારી બધી વાત માનશે એવું પણ નથી.
જો જાજી વાર સુધી હું mesagae ના કરુ તો એલા ક્યાં હતા એવું તરત પૂછશે.

દુનિયા એક girl અને boy ની મિત્રતા ને નથી સમજી but yes we exist.

"સ્વાર્થ વગર ની મિત્રતા
ને બેદાગ એવો સબંધ"

destiny મિત્રતા ના સબંધ મા પણ હોય એવું આ online sakha ને ઓળખ્યા પછી અનુભવ્યું. ને એનો અનુભવ અમે ૩ ૩ વાર કરેલો. માણસો ને પ્રેમ માં પણ destiny નો અનુભવ એક જ વાર થાય પણ અમે તો એમાંય top કરેલી?. મિત્રતા હંમેશા પ્રેમ કરતા આગળ જ રેવાની.

"દાગીના મુકવા માટે
લોકર મળી શકે,
પૈસા મુકવા માટે
બેંક મળી શકે,
પણ હૈયાની વાત
મુકવા માટે
લાયક જગ્યા તો
આ મિત્ર થી જ મળી."
#copied

મે મારી school મા પણ essay મા 100 શબ્દો થી વધુ નથી લખી શકી ને આજે આ આટલુ બધું online sakha ની મિત્રતા ને લીધે જ લખાનું છે.